સોમવારથી કેનેડાના કેનનાસ્કિસમાં બે દિવસીય G7 સમિટ શરૂ થઈ રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર કેનેડા પહોંચી ગયા છે. પીએમ મોદી આજે સાયપ્રસ પ્રવાસ પૂર્ણ કરીને કેનેડા પહોંચશે. અહીં તેઓ કેનેડાના પીએમ માર્ક કાર્ની સાથે પહેલી મુલાકાત કરશે. જાન્યુઆરી 2025માં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ માર્ક કાર્ની 14 માર્ચે કેનેડાના નવા પીએમ બન્યા હતા. જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત-કેનેડા સંબંધોમાં ખટાશ આવી હતી. સમિટ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા ભારતને G7 સમિટનું આમંત્રણ મળ્યું હતું. બીજી તરફ, પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સમિટ સિવાય ઓપરેશન સિંદૂર બાદ પહેલી મુલાકાત થઈ શકે છે.