P24 News Gujarat

પ્લેન ક્રેશ પહેલાં અખબારમાં આગાહી કેવી રીતે થઈ?:જાણો, સોશિયલ મીડિયામાં વાયરલ અમંગળ ભવિષ્યવાણીઓ પાછળનું સિક્રેટ

અમદાવાદમાં જે દિવસે દુર્ઘટના થઈ એ દિવસથી જ અમદાવાદ અને ગુજરાત સહિત બધી જગ્યાએ એક જ ચર્ચા ચાલી રહી છે કે, શું આ ઘટના પરેડિક્ટેડ હતી? પહેલેથી કોઈને આ ઘટના વિશે જાણ હતી? કોઈએ દુનિયાને પહેલેથી સચેત કર્યા હતા? આ બધામાં બે બાબતોએ લોકોના મનમાં સૌથી વધુ શંકા અને અચંબો જનમાવ્યો છે. પણ આ બધી અંધશ્રદ્ધાઓ પરથી પડદો ઉઠાવવા અને હકીકત જાણવા દિવ્ય ભાસ્કરે બધી જ બાબતોની ફરતે પૂરતું ઇન્વેસ્ટિગેશન કર્યું. બંને ઘટનાઓ વિશે વિસ્તારથી જાણીએ મિડ ડે ન્યૂઝ પેપરના પહેલા પેજ પર છપાયેલ જાહેરાત
કન્ફ્યુઝન
જે દિવસે બપોરે 1:38 કલાકે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને વિમાનની પૂંછ ફક્ત બિલ્ડિંગની બહાર રહી, એ જ રીતે ઘટનાના દિવસે સવારના ન્યૂઝ પેપર મિડ ડેમાં હૂબહૂ કન્ડિશનની જાહેરાત પબ્લીશ કરવામાં આવી હતી? ઘટનાના આગળના દિવસે જાહેરાત બનાવતી વખતે આવું ઇમેજીનેશન કેવી રીતે થયું? ફેક્ટ ચેક
અમે દરેક પાસાઓ તપાસવાની શરૂઆત કરી, મિડ ડેના જાહેરાત છપાયેલા પેજને સરખી રીતે ચકાસી અને બધા પાસા તપસ્યા તો અમારું ધ્યાન પડ્યું જાહેરાતના દિવસ અને જેમની જાહેરાત છે એ કંપની પર. જાહેરાત હતી, કીડ ઝાનિયા મોલની. અમે એ મોલને ગૂગલ પર સર્ચ કર્યો તો ઘટના આંખોને ચોંકાવનારી હતી. મુંબઈના ઘટકોપરના કીડઝાનિયા મોલની બહાર ખરેખર એર ઈન્ડિયાનું પ્લેન જ મૂકવામાં આવ્યું છે, જે રીતે જાહેરાતમાં દેખાય છે. ઇનશોર્ટ એડ એજન્સી, ન્યૂઝપેપર કે બીજા કોઈની પણ કોઈ જ ક્રિએટિવિટી કે ભવિષ્યવાણી નહોતી પરંતુ મોલની આબેહૂબ પ્રતિકૃતિ હતી.’ ઘટનાના દિવસે જ આ જાહેરાત કેમ પોસ્ટ કરવામાં આવી?
કીડઝાનિયા મોલમાં બાળકોને લગતી એક્ટિવિટીમાં 15 તારીખે ફાધર્સ ડેને લઈ થોડી વિશેષ એક્ટિવિટી ઉમેરવામાં આવી હતી અને એ જાહેર કરવા માટે આ જાહેરાત આપવામાં આવી હતી. 15 તારીખે ફાધર્સ ડે હતો, જેથી એ 3 દિવસ એટલે કે 13, 14 અને 15 જૂન સુધી વિશેષ એક્ટિવિટી ઉમેરાઈ હતી. બસ એ જ કારણે 12 તારીખે જાહેરાત આપવામાં આવી હતી અને યોગાનુયોગ એ જ દિવસે દુર્ઘટના ઘટી. આ સંદર્ભે અમે કિડ ઝાનિયાના ઑફિશિયલ્સ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યાં સુધી આ પબ્લીશ થઈ રહ્યું છે, ત્યાં સુધી કોઈ જ જવાબ આપ્યો નથી.’ આ પણ જાણો
કિડ ઝાનિયા મોલ ભારતના કેટલાય મોટા સિટીમાં છે અને કીડઝાનિયા બ્રાન્ડને શાહરુખ ખાનનું બેકઅપ પણ છે. આ મોલમાં બાળકોને આગ, ઇજાઓ, સ્ટોક માર્કેટથી લઈ દુનિયાની દરેક મોટી ઘટનાઓનો અનુભવ કરાવવા માટે 100થી વધુ એક્ટિવિટી છે. ભારતના ઘણાં શહેરોમાં આ મોલની બ્રાન્ચ છે અને દરેક મોલમાં આ રીતે પ્લેન બહાર મૂકવામાં આવ્યું છે, ઇનશોર્ટ આ એમની થીમ છે. કીડઝાનિયા મોલની જાહેરાત માટે ન્યૂઝ પેપરમાં અપાયેલી જાહેરાતમાં એ જ મોલની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી.’ ફેસબુક પર થયેલી ભવિષ્યવાણી
કન્ફ્યુઝન
ફેસબુક પર ‘ચૌધરી ગોગરાજ નેહરા’ નામથી એક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી કે,
‘12 जून 2025 को भारत के राज्य गुजरात के शहर अहमदाबाद में, प्लेन क्रेश होंगा, लगभग दोपहर को। ऐसी मेरी भविष्यवाणी हैं। सबका कल्याण हो ऐसी कामना करता हूँ।’
શું ખરેખર આ માણસને આ ઘટના વિશે પહેલેથી જાણ હતી? ફેક્ટચેક
અમે આ ઘટના પાછળનું સત્ય તપાસવા માટે એ એકાઉન્ટ ચેક કર્યું. એકાઉન્ટ રાજસ્થાનના ખાટુ નામના ગામડાના એક વ્યક્તિનું છે. જે એકાઉન્ટ પરથી કુલ મળીને ફક્ત એક જ પોસ્ટ થયેલી છે, પોસ્ટ શું છે? એક મહિલાનો ફોટો! એ સિવાય કોઈ જ પોસ્ટ ફીડ પર ઉપલબ્ધ નથી. અમે થોડી વધુ ખરાઈ કરવા માટે ફેસબુકમાં થયેલી એ પોસ્ટનું થોડું નીરખીને નિરીક્ષણ કર્યું. તો ખબર પડી કે એ પોસ્ટ નહીં પણ એડિટિંગની કમાલ હતી. ફેસબુક પર આવી કોઈ પોસ્ટ નથી થઈ પણ ફોટો એડિટ કરી એ લખાણ ઉમેરવામાં આવ્યું છે. તમે જો નીરખીને એ લખાણ ચકાસશો અને ફેસબુકના ઓરિજિનલ ફૉન્ટ સાથે વેરીફાઈ કરશો તો ખ્યાલ આવશે કે, ફેસબુકમાં પોસ્ટ થયેલા લખાણમાં બે લાઇન વચ્ચે આટલું અંતર હોતું જ નથી. બંને લાઇન એકબીજાને વળગેલી હોય એમ અડેલી હોય છે. બીજું ટ્રાન્સલેશન ટૂલ અને લખાણની છેલ્લી લાઇન વચ્ચે થોડી જગ્યા હોય છે, જે આ એડિટ કરતી વખતે નથી રહી શકી. ઇનશોર્ટ આ લખાણ ફેસબુકનું છે જ નહીં, પોસ્ટ એડિટેડ લાગે છે. આ પણ જાણો
ભાઈએ મજાક છમકલું કરવા માટે આ પોસ્ટ જાતે જ પોસ્ટ કરી હતી, જે કારણે એમના ફોલોવર્સ પણ ઘણાં વધ્યાં. પણ જોતજોતાંમાં વાતનું રાઈતું વધારે ફેલાઈ જતાં બધુ જ ડિલીટ કરી નાંખ્યું.

​અમદાવાદમાં જે દિવસે દુર્ઘટના થઈ એ દિવસથી જ અમદાવાદ અને ગુજરાત સહિત બધી જગ્યાએ એક જ ચર્ચા ચાલી રહી છે કે, શું આ ઘટના પરેડિક્ટેડ હતી? પહેલેથી કોઈને આ ઘટના વિશે જાણ હતી? કોઈએ દુનિયાને પહેલેથી સચેત કર્યા હતા? આ બધામાં બે બાબતોએ લોકોના મનમાં સૌથી વધુ શંકા અને અચંબો જનમાવ્યો છે. પણ આ બધી અંધશ્રદ્ધાઓ પરથી પડદો ઉઠાવવા અને હકીકત જાણવા દિવ્ય ભાસ્કરે બધી જ બાબતોની ફરતે પૂરતું ઇન્વેસ્ટિગેશન કર્યું. બંને ઘટનાઓ વિશે વિસ્તારથી જાણીએ મિડ ડે ન્યૂઝ પેપરના પહેલા પેજ પર છપાયેલ જાહેરાત
કન્ફ્યુઝન
જે દિવસે બપોરે 1:38 કલાકે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને વિમાનની પૂંછ ફક્ત બિલ્ડિંગની બહાર રહી, એ જ રીતે ઘટનાના દિવસે સવારના ન્યૂઝ પેપર મિડ ડેમાં હૂબહૂ કન્ડિશનની જાહેરાત પબ્લીશ કરવામાં આવી હતી? ઘટનાના આગળના દિવસે જાહેરાત બનાવતી વખતે આવું ઇમેજીનેશન કેવી રીતે થયું? ફેક્ટ ચેક
અમે દરેક પાસાઓ તપાસવાની શરૂઆત કરી, મિડ ડેના જાહેરાત છપાયેલા પેજને સરખી રીતે ચકાસી અને બધા પાસા તપસ્યા તો અમારું ધ્યાન પડ્યું જાહેરાતના દિવસ અને જેમની જાહેરાત છે એ કંપની પર. જાહેરાત હતી, કીડ ઝાનિયા મોલની. અમે એ મોલને ગૂગલ પર સર્ચ કર્યો તો ઘટના આંખોને ચોંકાવનારી હતી. મુંબઈના ઘટકોપરના કીડઝાનિયા મોલની બહાર ખરેખર એર ઈન્ડિયાનું પ્લેન જ મૂકવામાં આવ્યું છે, જે રીતે જાહેરાતમાં દેખાય છે. ઇનશોર્ટ એડ એજન્સી, ન્યૂઝપેપર કે બીજા કોઈની પણ કોઈ જ ક્રિએટિવિટી કે ભવિષ્યવાણી નહોતી પરંતુ મોલની આબેહૂબ પ્રતિકૃતિ હતી.’ ઘટનાના દિવસે જ આ જાહેરાત કેમ પોસ્ટ કરવામાં આવી?
કીડઝાનિયા મોલમાં બાળકોને લગતી એક્ટિવિટીમાં 15 તારીખે ફાધર્સ ડેને લઈ થોડી વિશેષ એક્ટિવિટી ઉમેરવામાં આવી હતી અને એ જાહેર કરવા માટે આ જાહેરાત આપવામાં આવી હતી. 15 તારીખે ફાધર્સ ડે હતો, જેથી એ 3 દિવસ એટલે કે 13, 14 અને 15 જૂન સુધી વિશેષ એક્ટિવિટી ઉમેરાઈ હતી. બસ એ જ કારણે 12 તારીખે જાહેરાત આપવામાં આવી હતી અને યોગાનુયોગ એ જ દિવસે દુર્ઘટના ઘટી. આ સંદર્ભે અમે કિડ ઝાનિયાના ઑફિશિયલ્સ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યાં સુધી આ પબ્લીશ થઈ રહ્યું છે, ત્યાં સુધી કોઈ જ જવાબ આપ્યો નથી.’ આ પણ જાણો
કિડ ઝાનિયા મોલ ભારતના કેટલાય મોટા સિટીમાં છે અને કીડઝાનિયા બ્રાન્ડને શાહરુખ ખાનનું બેકઅપ પણ છે. આ મોલમાં બાળકોને આગ, ઇજાઓ, સ્ટોક માર્કેટથી લઈ દુનિયાની દરેક મોટી ઘટનાઓનો અનુભવ કરાવવા માટે 100થી વધુ એક્ટિવિટી છે. ભારતના ઘણાં શહેરોમાં આ મોલની બ્રાન્ચ છે અને દરેક મોલમાં આ રીતે પ્લેન બહાર મૂકવામાં આવ્યું છે, ઇનશોર્ટ આ એમની થીમ છે. કીડઝાનિયા મોલની જાહેરાત માટે ન્યૂઝ પેપરમાં અપાયેલી જાહેરાતમાં એ જ મોલની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી.’ ફેસબુક પર થયેલી ભવિષ્યવાણી
કન્ફ્યુઝન
ફેસબુક પર ‘ચૌધરી ગોગરાજ નેહરા’ નામથી એક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી કે,
‘12 जून 2025 को भारत के राज्य गुजरात के शहर अहमदाबाद में, प्लेन क्रेश होंगा, लगभग दोपहर को। ऐसी मेरी भविष्यवाणी हैं। सबका कल्याण हो ऐसी कामना करता हूँ।’
શું ખરેખર આ માણસને આ ઘટના વિશે પહેલેથી જાણ હતી? ફેક્ટચેક
અમે આ ઘટના પાછળનું સત્ય તપાસવા માટે એ એકાઉન્ટ ચેક કર્યું. એકાઉન્ટ રાજસ્થાનના ખાટુ નામના ગામડાના એક વ્યક્તિનું છે. જે એકાઉન્ટ પરથી કુલ મળીને ફક્ત એક જ પોસ્ટ થયેલી છે, પોસ્ટ શું છે? એક મહિલાનો ફોટો! એ સિવાય કોઈ જ પોસ્ટ ફીડ પર ઉપલબ્ધ નથી. અમે થોડી વધુ ખરાઈ કરવા માટે ફેસબુકમાં થયેલી એ પોસ્ટનું થોડું નીરખીને નિરીક્ષણ કર્યું. તો ખબર પડી કે એ પોસ્ટ નહીં પણ એડિટિંગની કમાલ હતી. ફેસબુક પર આવી કોઈ પોસ્ટ નથી થઈ પણ ફોટો એડિટ કરી એ લખાણ ઉમેરવામાં આવ્યું છે. તમે જો નીરખીને એ લખાણ ચકાસશો અને ફેસબુકના ઓરિજિનલ ફૉન્ટ સાથે વેરીફાઈ કરશો તો ખ્યાલ આવશે કે, ફેસબુકમાં પોસ્ટ થયેલા લખાણમાં બે લાઇન વચ્ચે આટલું અંતર હોતું જ નથી. બંને લાઇન એકબીજાને વળગેલી હોય એમ અડેલી હોય છે. બીજું ટ્રાન્સલેશન ટૂલ અને લખાણની છેલ્લી લાઇન વચ્ચે થોડી જગ્યા હોય છે, જે આ એડિટ કરતી વખતે નથી રહી શકી. ઇનશોર્ટ આ લખાણ ફેસબુકનું છે જ નહીં, પોસ્ટ એડિટેડ લાગે છે. આ પણ જાણો
ભાઈએ મજાક છમકલું કરવા માટે આ પોસ્ટ જાતે જ પોસ્ટ કરી હતી, જે કારણે એમના ફોલોવર્સ પણ ઘણાં વધ્યાં. પણ જોતજોતાંમાં વાતનું રાઈતું વધારે ફેલાઈ જતાં બધુ જ ડિલીટ કરી નાંખ્યું. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *