મુખ્યમંત્રી બન્યો ત્યારે કહ્યું હતું કે હું વન-ડે નહીં, પણ T-20 રમવા આવ્યો છું, પ્રજાહિત માટે જે થવું હોય એ થાય, અડધી પીચે રમું છું. મસ્ત રમવું હોય તો ક્રીઝની ચિંતા કરવી નહીં, ક્રીઝની ચિંતા જનતા કરશે. આ શબ્દો છે દિવંગત અને સંવેદનશીલ એવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના. તેમના શબ્દો ખરેખર હવે સાચા ઠર્યા છે. તેમણે પ્રજા માટે ક્રીઝની ચિંતા કરી નહીં અને કમનસીબે અડધી પીચેથી જ આપણી વચ્ચેથી વિદાય લીધી. 12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. આ પણ વાંચો:.. તો રૂપાણી પણ આજે ફાધર્સ ડે મનાવી રહ્યા હોત ‘ઘડીના છઠ્ઠા ભાગમાં મેં રાજીનામું આપી દીધું’
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા(11 સપ્ટેમ્બર, 2021)ના એક અઠવાડિયા બાદ રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતાં રૂપાણીએ કહ્યું હતું કે હું સીએમ ન હતો એ પહેલાં પણ સીએમ હતો, સીએમ વખતે પણ સીએમ હતો અને આજે પણ સીએમ છું. સીએમનો મતલબ, કોમન મેન (સામાન્ય માણસ), તમારામાંનો એક કાર્યકર્તા અને એ કાર્યકર્તા કે પાર્ટી જે સોંપે, જે કરવાનું હોય એ કરવાનું છે અને એટલા જ માટે, ઘડીના છઠ્ઠા ભાગમાં મેં રાજીનામું આપી દીધું. આ એટલા માટે રાજકોટના કાર્યકર્તા કરી શકે…રાજકોટમાં સ્વર્ગસ્થ અરવિંદભાઈ, સ્વર્ગસ્થ ચીમનકાકા, સ્વર્ગસ્થ કેશુભાઈ, સ્વર્ગસ્થ પ્રવીણકાકા, વજુભાઈ … એ બધાએ આપણામાં સંસ્કાર સીંચ્યા છે .બાકી છોડવું અઘરું હોય છે. એક સરપંચનું તો રાજીનામું માગો! પરંતુ આપણે એટલા માટે કહીએ છીએ કે આપણે પદને કોઈ મહત્ત્વ નથી આપતા. આ પણ વાંચો: વિદેશી નાગરિકે વિજય રૂપાણીનો ઉતારેલો છેલ્લો વીડિયો રૂપાણી આ મિટિંગને સંબોધન કરતા હતા ત્યારે ત્યાં હાજર ભાજપના કેટલાય કાર્યકર્તાઓની આંખો ભીની થઈ ગઈ હતી. હવે ફરી કાર્યકરો અને તેમના ચાહકોની આંખો ભીની છે. આજે(16 જૂન,2025) વિજય રૂપાણી આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે લોકહૃદયમાં કાયમી સ્થાન બનાવ્યું છે. રૂપાણી કેમ સૌના દિલમાં વસેલા છે? જેનો જવાબ અને વ્યક્તિત્વની એક સંવેદનશીલ બાજુ જાણવાનો પ્રયાસ કરીશું. રંગૂનમાં જન્મ, પિતા રાજકોટ આવી ભાડેથી રહેવા લાગ્યા
પહેલા તેમના જૂના ઘરની વાત જાણીએ. વિજયભાઈનો જન્મ 1956માં રંગૂનમાં થયો. તેમના પિતા રમણિકલાલ બાળ વિજયભાઈને લઈને રાજકોટ આવી ગયા. ત્યારે રાજકોટ બહુ વિકસેલું નહોતું. જૂના રાજકોટનો પોશ વિસ્તાર સાંગણવા ચોક ગણાતો. ત્યાં પિતા રમણિકલાલે ત્રણ માળનું ઘર ભાડે રાખ્યું. આ પણ વાંચો: ‘દોઢ કલાક પહેલાં જ પ્લેનમાંથી ઊતર્યા, એસ.ટી.ની જેમ લેન્ડિંગ સમયે ખખડધજ અવાજ આવતો હતો’ આ પણ વાંચો: આંખો ભીની કરી દેતી 10 પરિવારની કહાની રમણિકલાલ એન્ડ સન્સથી રાજકોટમાં બેરિંગનો બિઝનેસ શરૂ કર્યો
રમણિકલાલ, તેના ભાઈઓ, ભત્રીજા બધા સાથેનો રૂપાણી પરિવાર આ ત્રણ માળના મકાનમાં રહેવા લાગ્યો. રમણિકલાલે રંગૂનનો બેરિંગનો બિઝનેસ રાજકોટમાં પણ ચાલુ રાખ્યો અને સાંગણવા ચોકથી એકાદ કિલોમીટર દૂર ગરેડિયા કૂવા રોડ પર રઘુવીરપરા શેરી નંબર 10માં પેઢી રાખી. એનું નામ રાખ્યું રમણિકલાલ એન્ડ સન્સ. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અભ્યાસની સાથે સાથે પેઢીએ બેસતા
રમણિકલાલ, તેના ભાઈઓ, વિજયભાઈના મોટા ભાઈ બધા ત્યાં બેસતા. પેઢી હતી એટલે ઓફિસ જેવું ન હોય. નીચે ગાદલાં, તકિયા રાખીને ત્યાં બેસતા અને વ્યવહારો થતા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ભણતા હતા અને કોલેજ સિવાયના સમયમાં પેઢીએ બેસતા. એ પણ બેરિંગના વ્યવસાયનો હિસાબ-કિતાબ રાખતા. કોલેજમાં જીએસ બન્યા, જનસંઘ સાથે નાનપણથી નાતો
વિજયભાઈ નિયમિત પેઢીએ જવા લાગ્યા. પછી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વિદ્યાર્થીઓના નેતા બન્યા અને અહીંથી રાજકારણના બીજ રોપાયાં. જનસંઘ સાથે નાનપણથી નાતો બનાવ્યો. ધીમે ધીમે સંઘની પ્રવૃત્તિ વધારી. એ વખતે વિજયભાઈ 18-19 વર્ષના હશે. કટોકટી સમયે પિતાએ ભાડે રાખેલા જૂના ઘરમાંથી જ ધરપકડ
વર્ષ 1975માં ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી અને 1976માં વિજયભાઈની રાજશ્રી ટોકીઝની સામેના ઘરમાંથી ધરપકડ થઈ. આ ઘર આજે તો બંધ હાલતમાં રાજશ્રી ટોકીઝ સામે ઊભું છે. વિજયભાઈ કટોકટી વખતે જેલમાં રહ્યા. જેલમાંથી છૂટીને તેમની વિચારધારા બદલાઈ ગઈ અને બેરિંગના વ્યવસાયમાં ઓછું ધ્યાન આપવા લાગ્યા. 24 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાઈને કાર્યકર્તા બની ગયા. વિજયભાઈએ ભાડાનું મકાન ખરીદી લીધું ને છેલ્લે સુધી વેચ્યું નહીં
દિવ્ય ભાસ્કર જ્યારે સાંગણવા ચોક પાસે રાજશ્રી ટોકીઝ સામે તેમના ઘરે પહોંચ્યું ત્યારે ઘર બંધ હાલતમાં જોવા મળ્યું. જૂનવાણી લાકડાંની ડેલી હતી. દીવાલો કાળી પડી ગઈ છે. અંદર કોઈ રહેતું નથી પણ વિજયભાઈ ઘણીવાર એ ઘરમાં આંટો મારવા જતા. આ ઘર તેમના પિતા રમણિકલાલે ભાડે રાખ્યું હતું. પછી તો રાજકોટ વિકસતું ગયું ને વિજયભાઈએ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે પ્રકાશ સોસાયટીમાં ઘર લીધું, પરંતુ રમણિકલાલે ભાડે રાખેલા ઘરમાં વિજયભાઈની અઢળક સ્મૃતિઓ જોડાયેલી છે. એટલે વિજયભાઈએ એ ઘર મકાનમાલિક પાસેથી ખરીદી લીધું. માત્ર યાદગીરી સાચવવા માટે જ. આજે પણ ઘર વિજયભાઈ રૂપાણીના નામનું જ છે અને હજી પણ એ તેમણે વેચ્યું નથી. આ ઘર કોર્નરનું છે અને તેનો બીજો ભાગ કોટક શેરી નંબર-6માં પડે છે. આ શેરીમાં ઘરની છેલ્લી બે બારી વિજયભાઈનો રૂમ હતો અને ત્યાંથી એ કાર્યકરોને સૂચના આપતા રહેતા. આ ઘર આસપાસ દુકાનો અને શો-રૂમ થઈ ગયાં છે. આ રોડનું નામ ભૂપેન્દ્ર રોડ છે અને આખો કોમર્શિયલ વિસ્તાર બની ગયો છે. કોલેજકાળથી વિજયભાઈ પિતાજીની પેઢીએ બેસતા
હવે વાત પેઢીની કરીએ તો સાંગણવા ચોક નજીક જ, એટલે વિજયભાઈના જૂના ઘરથી માંડ એકાદ કિલોમીટર દૂર ગરેડિયા કૂવા રોડ પર રમણિરલાલ એન્ડ સન્સ નામની પેઢીની જગ્યા આજે પણ બંધ હાલતમાં છે. અંદર ખાલી છે. કોઈ બેસતું નથી. વિજયભાઈ, તેમના ભાઈ બધા અલગ અલગ જગ્યાએ સેટ થઈ ગયા પછી સમય જતાં પેઢીને તાળાં રહેવા લાગ્યાં, પરંતુ વિજયભાઈ ક્યારેય આ પેઢીની જગ્યાને ભૂલ્યા નથી. તેમના પિતા રમણિકલાલ રૂપાણી અને તેમના ભાઈઓ બધા દિવાળીએ નિયમિત ચોપડા પૂજન કરતા. એ વખતે ચોપડા પૂજનની તૈયારી કરવાની જવાબદારી વિજયભાઈની રહેતી. ધનતેરસની સાંજે ચોપડા પૂજન થઈ જાય પછી પેઢી વધાવી લેવાતી. પેઢી વધાવી લેવાનું (શટર પાડવાનું) કામ પણ વિજયભાઈ કરતા. ગયા વર્ષે પેઢીની જગ્યામાં ત્રણ પેઢીએ સાથે ચોપડા પૂજન કર્યું હતું
વિજયભાઈ એક્ટિવ પોલિટિક્સમાં આવ્યા. ભાજપના અને સંઘના પ્રચારક બન્યા. એ દેશ-વિદેશમાં ગમે ત્યાં હોય, તેઓ રાજકોટ આવી જતા અને દિવાળીના પર્વે અચૂક ચોપડા પૂજન કરાવતા. વિજયભાઈના લગ્ન થયા પછી તેઓ પત્ની અંજલિબેન સાથે પૂજામાં બેસતા. તેમને સંતાનો થયાં પછી તે બાળકોને પણ ચોપડા પૂજનમાં સાથે રાખતાં. મુખ્યમંત્રી બન્યા પછી પણ ક્યારેય ચોપડા પૂજનની પરંપરા ચૂક્યા નથી. મુખ્યમંત્રી હતા તો પણ તેમના કોન્વોય અને બોડીગાર્ડ સાથે દિવાળીમાં રાજકોટ આવતા અને કાફલાને ત્રિકોણબાગ ચોક પાસે રોકીને ત્યાંથી સવા કિલોમીટર જેટલું ચાલીને રઘુવીરપરા શેરી નંબર-10માં આવેલી રમણિકલાલ એન્ડ સન્સ પેઢીમાં ચોપડા પૂજન કરતા. ગયા વર્ષે 2024માં તેમણે દિવાળી કરવા અમેરિકા રહેતા દીકરા ઋષભને રાજકોટ બોલાવ્યો હતો. ત્યારે ઋષભની નાનકડી દીકરી રેવા પણ સાથે હતી. એટલે વિજયભાઈ, તેનો દીકરો ઋષભ અને વિજયભાઈની પૌત્રી રેવા એમ ત્રણ-ત્રણ પેઢી એકસાથે ચોપડા પૂજનમાં બેઠા હતા. એ વખતે બોડીગાર્ડ, પોલીસ અને અધિકારીઓને સૂચના જ હતી કે ત્રિકોણબાગથી આગળ આવવાનું નહીં. રસ્તા સાંકડા છે એટલે લોકોને હાલાકી પડે. આમ પણ વિજયભાઈને આ વિસ્તારના લોકો તો વર્ષોથી ઓળખે. તેમને ખ્યાલ જ હોય કે સંજોગો કોઈપણ હોય, વિજયભાઈ ગરેડિયા કૂવા રોડ પરની પેઢીમાં ચોપડા પૂજન કરવા પહોંચી જ જશે. વિજયભાઈને સાંગણવા ચોક પાસેના તેમના જૂના ઘર વડવાઓની સ્મૃતિ તરીકે સાચવી રાખ્યું છે. એની નિયમિત સાફસફાઈ પણ કરાવતા હતા. વિધિની વક્રતા એ છે કે વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા તેમના નવા ઘરેથી નીકળીને રામનાથપરા સ્મશાન જશે ત્યારે રસ્તામાં જૂનું ઘર આવશે. અત્યારે રમણિકલાલ એન્ડ સન્સ પેઢીને જુનવાણી કમાન વાસેલી છે, પેંડા આકારનાં જુનવાણી તાળાં મારેલાં છે. પેઢી બંધ છે અને આ જગ્યા હવે દિવાળીએ ચોપડા પૂજનની રાહ ચોક્કસ જોશે. ‘મોરબી પૂર હોનારત સમયે રસોડું કેમ ચલાવ્યું, કપડાં ક્યાંથી લાવ્યા એ બધું એ જ જાણે’
વિનુભાઈ જીવરાજાનીએ કહ્યું, જનસંઘના કારણે વર્ષો પહેલાં વિજયભાઈના સંપર્કમાં આવ્યો. વિજયભાઈ એટલે જીવતા જાગતા સેવક. સમાજસેવાનું કોઈપણ કામ હોય તો વિજયભાઈ એક સૈનિકની જેમ હાજર હોય. મોરબીના પૂર હોનારત વખતે અમે દોઢ મહિનો સાથે કામ કર્યું. વિજયભાઈના માર્ગદર્શનમાં જ મોરબી પૂર હોનારતનું બધું કામ થયું. દોઢ મહિનો રસોડું કેમ ચલાવ્યું, લોકો માટે કપડાં ક્યાંથી લાવ્યા એ બધું એ જ જાણે. અમે તો માત્ર પહોંચાડવાનું કામ કરતા. વિજયભાઈ, ચીમનભાઈ પટેલ બધા સાથે જ કામ કરતા. ‘કાંઈ પણ કામકાજ હોય તો કહેજો’
મારા પરિવારની વાત કરું તો અમને દરેક રીતે વિજયભાઈ મદદરૂપ થયા છે. એ અમને કહેતા કે, હું તમને સહયોગ આપું છું પણ કોઈને તમારે મારું નામ નહીં આપવાનું. છેલ્લે સુધી અમારી સાથે સંબંધ રાખ્યો. ચાર મહિના પહેલાં મારા પૌત્રના લગ્ન હતા તો વિજયભાઈએ એમાં હાજરી આપી હતી. જતાં જતાં કહેતા જાય કે, કાંઈ પણ કામકાજ હોય તો કહેજો. મેડિકલની મદદની જરૂર હોય, કોઈ કાર્યકર્તાનું નિધન થાય તો અગિયારમું, બારમું થાય ત્યાં સુધી હાજર રહેતા અને નિહારથી લઈ વિધિ સુધીનો ખર્ચ એ ઉપાડતા. કાર્યકરનું મૃત્યુ થતાં સ્કૂટર લઈને તાબડતોબ પહોંચી ગયા
વિનુભાઈ એક કિસ્સો વાગોળતાં કહે છે, અમારો એક કાર્યકર હતો, મુકેશ માંડલિયા. એકવાર મુકેશે વિજયભાઈને વાત કરી કે કેન્સરની બીમારી છે અને આર્થિક હાલત કફોડી છે. વિજયભાઈ અને હું મુકેશના ઘરે ગયા. પરિવારને મદદ કરી પણ મુકેશનું નિધન થયું. આ વાતની જાણ થતાં વિજયભાઈ બહારગામથી તાબડતોબ આવી ગયા અને મુકેશના ઘરે સ્કૂટર લઈને પહોંચ્યા. મુકેશની વિધિ પૂરી ન થઈ ત્યાં સુધી રોકાયા. મારા મમ્મીની ભાગવત સપ્તાહ હતી. મેં વિજયભાઈને કહ્યું કે, તમે આવો તો સારું. એ વખતે વિજયભાઈ રઘુવીરપરામાં બોલ બેરિંગની પેઢીના થડે બેસતા. થડે કોઈ નહોતું તો ય વિજયભાઈ બધું મૂકીને મારે ત્યાં આઠ દિવસ ભાગવત સપ્તાહમાં આવ્યા હતા. વિજયભાઈના એક ફોને સર્વજ્ઞને આજે અમેરિકા પહોંચાડી દીધો
ફોટોગ્રાફીનું કામ કરતા દેવર્ષિ પાઠક કહે છે કે, મારો દીકરો સર્વજ્ઞ સાયબર સિક્યોરિટીમાં એક્સપર્ટ થવા માગતો હતો. એ તેનો ગોલ પૂરો કરી શક્યો તે રૂપાણી સાહેબને આભારી છે. તે રાજકોટમાં 11મુ અને 12મુ ભણ્યો. તેને ટકા સારા આવ્યા. પર્સન્ટાઈલ પણ સારા આવ્યા. એને સાયબર સિક્યોરિટીમાં ગોલ પૂરો કરવા માટે સારી ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળે એ જરૂરી હતું. કોલેજમાં કટ ઓફ ક્યાં અટકશે એ ખબર નહોતી, અને જો સર્વજ્ઞને એડમિશન નહીં મળે તો તેની આવડત એળે જશે એ ભય પણ હતો. હું વિજયભાઈને મળ્યો. મેં તેમને વાત કરી કે મારો દીકરો હોશિયાર છે. તેને સારી કોલેજમાં એડમિશન મળી જાય તો તેના ગોલ તરફ આગળ વધી શકશે. વિજયભાઈએ બધા સર્ટિફિકેટ જોયા. તેમને લાગ્યું કે છોકરો ટેલેન્ટેડ છે. એટલે તેમણે ગુજરાતની સારામાં સારી ઈન્સ્ટિટ્યૂટમાં ફોન કરીને રિક્વેસ્ટ કરી કે આ છોકરાને એડમિશન મળે તો એ આગળ વધી શકે તેમ છે. વિજયભાઈની વાતને કોલેજે ગંભીરતાથી લીધી. તેને એડમિશન મળી ગયું ને આજે સર્વજ્ઞ ન્યૂજર્સીમાં સાયબર સિક્યોરિટીનો અભ્યાસ કરે છે. રૂપાણી સાહેબનું ઋણ જીવનભર ભુલાય તેમ નથી. ‘મારું હાર્ટ 15 ટકા જ કામ કરતું, ડોક્ટરે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો 25 લાખ કહ્યો હતો’
દિવ્ય ભાસ્કરે રાજકોટના સમીર કોઠારી સાથે વાતચીત કરી હતી. સમીરભાઈ અત્યારે મીરા નગર વિસ્તારમાં રહે છે. સમીરભાઈ કહે છે, 2019માં મને ખબર પડી કે મારું હાર્ટ 15 ટકા જ કામ કરે છે. રાજકોટમાં ઘણી જગ્યાએ બતાવ્યું તો લગભગ બધા બ્લોકેજ છે તેમ માનતા હતા. પછી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ડો. ધીરેન શાહને બતાવ્યું તો તેણે જે વાત કરી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે કહ્યું કે તમને બ્લોકેજનો પ્રોબ્લેમ નથી. હાર્ટનો જ પ્રોબ્લેમ છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. હું તો બહુ દોડાદોડી કરી શકું નહીં એટલે મારાં પત્ની ફાલ્ગુની સરકારી પ્રોસેસ માટેની ફાઈલ લઈને એક ઓફિસથી બીજી ઓફિસ જતા. કારણ કે ડોક્ટરે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો 25 લાખ રૂપિયા કહ્યો હતો. ‘રાજકોટનો હું પહેલો પેશન્ટ હતો, જેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હોય’
સમીરભાઈ કહે છે, રાજકોટનો હું પહેલો પેશન્ટ હતો જેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હોય. નવું હાર્ટ મળે ક્યારે તે સવાલ હતો. મળી જાય તો ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો કેવી રીતે કાઢીશું, તે બીજો સવાલ હતો. કારણ કે હું થોડું ચાલું તો શ્વાસ ચડે, કોઈના કોન્ટેક્ટમાં આવવાની પણ મનાઈ હતી. ખાનગી નોકરી હતી તે છૂટી ગઈ. અંતે અમારા સમાજમાંથી કોઈએ કહ્યું કે, વિજયભાઈને વાત કરો, એ તો આપણા સમાજના છે. મને થયું કે વિજયભાઈ રૂપાણી તો મુખ્યમંત્રી છે. ત્યાં સુધી કેવી રીતે પહોંચવું. એટલે કોઈએ અમને તેમના પીએ નીરજ પાઠકનો નંબર આપ્યો ને તેમના મારફત અમે વિજયભાઈ પાસે રજૂઆત કરી. સમીરભાઈ વાત આગળ વધારતાં કહે છે, હકીકતે સરકાર બાયપાસના 5 લાખ આપતી હતી, પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની કોઈ જોગવાઈ નહોતી. આ વાત વિજયભાઈના ધ્યાને આવી તો તેમણે મારી ફાઈલ મગાવી. સિમ્સમાં ડો. શાહ પાસેથી વિગતો જાણી. વિજયભાઈએ બાયંધરી આપી કે સિમ્સના એકાઉન્ટમાં હું તમારા ઓપરેશનના રૂપિયા જમા કરાવી આપીશ. સરકારી પ્રોસેસ છે એટલે ઓપરેશન પછી હોસ્પિટલને પૈસા મળશે. તમે ઓપરેશન કરાવી લો. નવું હાર્ટ મળતાં આઠ મહિના નીકળી ગયા. અંતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. ને ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેની ડિટેઈલ ફાઈલ સરકારમાં મૂકી. ફરી વિજયભાઈને જાણ કરવામાં આવી. તેમના પ્રયાસોથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની રકમ મળી ગઈ. આજે હું મારામાં નવું હૃદય ધબકે છે તો તે વિજયભાઈના કારણે જ. સમીરભાઈ કહે છે, વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવામાં નથી આવતી. હું મારી દીકરીને ટ્યૂશન ક્લાસમાં મૂકવા જાઉં તો વિજયભાઈનું ઘર રસ્તામાં જ આવે. મને એમ જ થાય છે કે વિજયભાઈ ઘરે અંદર જ હશે. કોણ જાણે કેમ પણ માનવા તૈયાર નથી. આ પણ વાંચો: મૃતદેહો બળીને કોલસો થઇ ગયા, જુઓ શોકિંગ PHOTOS VIDEO પ્લેન ક્રેશના 10 ભયાનક VIDEO: અમદાવાદના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું, જેમાં 105 જેટલા લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના બાદ કેટલાક રૂંવાડાં ઊભાં કરી દે એવાં દૃશ્યો સામે આવ્યાં છે. કોઈના ધડથી માથાં અલગ થયાં તો કોલસો થયેલા મૃતદેહોના ઢગલા જોવા મળ્યા, ડૉક્ટરોની હોસ્ટેલ પર વિમાન ક્રેશ થતાં કેટલાય ડૉક્ટરોનો કાળ સાથે ભેટો થયો. વધુ સમાચાર વાંચવા ક્લિક કરો… અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઇટમાં સવાર પેસેન્જર-ક્રૂનું લિસ્ટ ભાસ્કર પાસેઃ અમદાવાદની લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટમાં 242 પેસેન્જર હતા. દિવ્ય ભાસ્કર પાસે આ તમામ પેસેન્જરનાં નામની યાદી આવી છે, જેમાં વિજય રૂપાણીનું નામ પણ સામેલ છે. વધુ સમાચાર વાંચવા ક્લિક કરો… અમદાવાદમાં પ્લેન ક્રેશનો LIVE વીડિયો અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 169 ભારતીયો, 53 બ્રિટિશર, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિક સવાર હતા. વધુ સમાચાર વાંચવા ક્લિક કરો…