ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ એક વર્ષ અગાઉ મહિલા T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. બુધવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ભારતીય ટીમ 14 જૂને એજબેસ્ટન ખાતે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટુર્નામેન્ટની શરૂઆતની મેચ 12 જૂને યજમાન ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે આ મેદાન પર રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 5 જુલાઈએ રમાશે. આ ટુર્નામેન્ટમાં 12 ટીમ ભાગ લેશે અને કુલ 33 મેચ રમાશે. 12 ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી, ભારતને ગ્રૂપ-Aમાં રાખવામાં આવ્યું
T20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી 12 ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-Aમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા છે. ગ્રૂપ-Bમાં ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ છે. બંને ગ્રૂપમાંથી બાકીની બે ટીમ ગ્લોબલ ક્વોલિફાયરમાંથી આવશે. ફાઇનલ 5 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે
દરેક ગ્રૂપમાંથી ટોચની 2 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. બંને સેમિફાઈનલ મેચ 30 જૂન અને 2 જુલાઈના રોજ ઓવલ ખાતે રમાશે અને ફાઈનલ મેચ 5 જુલાઈના રોજ લોર્ડ્સમાં રમાશે. આ 24 દિવસીય ટુર્નામેન્ટની મેચ 7 ગ્રાઉન્ડ પર રમાશે. આમાં એજબેસ્ટન, હેમ્પશાયર બાઉલ, હેડિંગ્લે, ઓલ્ડ ટ્રેફર્ડ, ધ ઓવલ, બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ અને લોર્ડ્સનો સમાવેશ થાય છે. ઇંગ્લિશ કેપ્ટન નતાલી સાયવર-બ્રન્ટે કહ્યું- આ વર્લ્ડ કપ યાદગાર રહેશે
ઇંગ્લેન્ડના કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટે કહ્યું, “વર્લ્ડ કપ હંમેશા ખાસ હોય છે, પરંતુ આ કપ અલગ લાગે છે, તેમાં રમતને ખરેખર બદલવાની શક્તિ છે. આ અમારી રમત માટે એક મોટી તક છે અને યુવાનોને પ્રેરણા આપવાની અને દેશભરના ચાહકોને આકર્ષવાની એક શ્રેષ્ઠ તક છે. ઘરઆંગણે વિશ્વની શ્રેષ્ઠ ટીમ સામે સૌથી મોટી ટ્રોફી માટે રમવું એ ખરેખર યાદગાર ઘટના બનવા જઈ રહી છે. હું તેનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ ટુર્નામેન્ટ દેશભરના ચાહકોને પ્રખ્યાત ક્રિકેટરોને લાઈવ જોવાની તક આપશે જ, પરંતુ તે મહિલાઓ અને છોકરીઓને ક્રિકેટમાં જોડાવા માટે પ્રેરણા આપીને કાયમી પરિવર્તન પણ લાવશે.”