P24 News Gujarat

Editor’s View: મિડલ ઈસ્ટ માથે મોટું સંકટ:અમેરિકાએ વોર શિપ રવાના કરી, ઈઝરાયલ મૂકવાના મૂડમાં નહીં, ઈસ્લામિક દેશો ઈરાનની પડખે, ભારતનું નરો વા- કુંજરો વા

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ આગળ વધ્યું છે. એકબીજા દેશોએ હુમલા વધાર્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે અમે ખોમેની નહીં મરે ત્યાં સુધી હુમલા કરીશું. ઈરાને એવું કહ્યું છે કે આજે નહીં તો કાલે ઈઝરાયલ કદાચ હુમલા બંધ કરી દેશે તોપણ ઈરાન સતત હુમલા ચાલુ રાખશે. અમે ઈઝરાયલને મૂકવાના નથી. આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિની વાતો પડતી મૂકી છે. હવે અમેરિકી વોર શિપ મિડલ ઈસ્ટ તરફ આગળ વધી રહી છે, એટલે કંઈક મોટું થવાનાં એંધાણ છે. નમસ્કાર, ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધમાં બીજા કયા દેશો, કોને સાથ આપી રહ્યા છે એ સમજવા જેવું છે. અત્યારે આખી દુનિયાની નજર મિડલ ઈસ્ટ પર છે. દુનિયાના 16 ઈસ્લામિક દેશો છે. આમાંથી મોટા ભાગના દેશો ઈઝરાયલ વિરુદ્ધમાં છે. તો અમેરિકા અને યુરોપિયન દેશો ઈઝરાયલને સાથ આપી રહ્યા છે. ભારતે કોઈ એક દેશનો પક્ષ નથી લીધો. ભારતે એવું કહ્યું છે કે બંને દેશો વાતચીત કરીને સમસ્યા ઉકેલે. પહેલા એ જાણી લઈએ કે ઈસ્લામિક દેશોએ શું કહ્યું? કયો દેશ કોની સાથે? ઈઝરાયલની સાથે… ઈરાનની સાથે ભારતનું નરો વા, કુંજરો વા બંને દેશ વાતચીત કરીને ઉકેલ લાવે ચીન અને રશિયા જેવા તાકતવર દેશો ઈરાનની પડખે આખી દુનિયા ઈરાન અને ચીનની દોસ્તી જાણે છે. ચીને ઈરાન પરના હુમલાને વખોડ્યો છે. ચીને કહ્યું હતું કે આ ઈરાનની સંપ્રભુતા પર હુમલો છે. ઈઝરાયલે હુમલા રોકી દેવા જોઈએ. દરેક દેશને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે. ચીન અને ઈરાનની દોસ્તી છુપાઈ નથી. આ બંને દેશ નિકટ છે. ખાસ કરીને ઊર્જા અને રક્ષા સંબંધિત ડીલમાં બંને દેશનો સહયોગ વધ્યો છે. અત્યારે ઈરાને ચીનને હજારો ટન બેલિસ્ટિક મિસાઈલનો ઓર્ડર આપ્યો છે. રશિયાની વાત કરીએ તો તે ઈરાનના સમર્થનમાં ઊતર્યું છે. રશિયાએ કહ્યું હતું કે આ કારણ વગરનો હુમલો છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું, 13 જૂનની રાત્રે ઈઝરાયલે કરેલા હુમલાની નિંદા કરીએ છીએ. રશિયા ઈરાનને સૈન્ય સહાય આપ્યા કરે છે. જો ઈઝરાયલ અને ઈરાન રોકાશે નહીં તો ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાશે. ટ્રમ્પે કહ્યું, યુદ્ધ બંધ નહીં થાય; અમેરિકાએ વોર શિપ રવાના કરી ટ્રમ્પ ઘડીક શાંતિની વાત કરે છે, ઘડીક યુદ્ધની વાત કરે છે. ટ્રમ્પે કહ્યું, મને લાગતું નથી કે ઈઝરાયલ-ઈરાન વચ્ચે શાંતિ થાય. યુદ્ધ લાંબું ચાલશે. અમેરિકા એગ્રેસિવલી ઈઝરાયલનો પક્ષ લેતું નથી, એટલે અમેરિકાની ભૂમિકા શંકાસ્પદ છે. અમેરિકા ક્યારેય ઓલ ટાઈમ ફ્રેન્ડ ન બની શકે. ટ્રમ્પ વેપારી માણસ છે. બિઝનેસ કરો તો ફ્રેન્ડ, નહીંતર દુશ્મન. આ બધા વચ્ચે અમેરિકા વોર શિપને મિડલ ઈસ્ટ તરફ મોકલી રહી છે. નિમિત્સ શિપ મિડલ ઈસ્ટ તરફ જઈ રહી છે. અમેરિકા તરફથી ઘણી મિલિટરી મૂવમેન્ટ જોવા મળી રહી છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ગ્રાઉન્ડ ફોર્સિસ મેમોદ પાકપોરનું કહેવું છે કે ઈરાન તેનું મિલિટરી ઓપરેશન ચાલુ રાખશે. જો ઈઝરાયલ હુમલા રોકી દે છે તોપણ અમે નહીં રોકાઈએ. ઈઝરાયલને બરાબરનો પાઠ ભણાવીશું. ઈરાને મોસાદ હેડક્વાર્ટર પર હુમલો કર્યો ઈરાને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના હેડક્વાર્ટર પર એરસ્ટ્રાઈક કરી છે. આ બિલ્ડિંગ રાજધાની તેલ અવીવના હર્ઝલિયા ટાઉનમાં છે. ઈઝરાયલની મિલિટરી ગુપ્તચર એજન્સી ‘અમાન’ની ઓફિસ પર પણ મિસાઈલો છોડવામાં આવી છે. મોસાદના હેડક્વાર્ટર પર થયેલા હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. હુમલા બાદ ત્યાં ભારે આગ લાગી ગઈ હતી. ઇઝરાયલે કહ્યું, ખામેનીની હાલત સદ્દામ હુસૈન જેવી જ થશે ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝેએ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને ચેતવણી આપી છે કે ઇરાકના સદ્દામ હુસૈન જેવી જ હાલત તમારી થશે. કાત્ઝેએ કહ્યું, હું ઈરાની સરમુખત્યારને ચેતવણી આપું છું. ભાગવું હોય તો ભાગી જાય. ઈઝરાયલને ટક્કર આપવા ઈસ્લામિક આર્મી તૈયાર કરે છે ઈરાન ઈરાને મુસ્લિમ દેશોને એકજૂટ કરવાની તૈયારી છે. ઈરાન અત્યારે તમામ ઈસ્લામિક દેશો સાથે વાતચીત કરે છે અને તેમના સમર્થનથી ઈસ્લામિક આર્મી તૈયાર કરે છે. IRGC કમાન્ડર મોહસિન રઝાઈએ ઈરાની મીડિયા સાથે વાત કરતાં કહ્યું, ઈઝરાયલ વિરુદ્ધમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાન હવે તુર્કી, સાઉદી અરબ, પાકિસ્તાન અને બીજા મુસ્લિમ દેશોને સાથે લઈને ‘ઈસ્લામિક સેના’ બનાવવા માગે છે. આ નિવેદન એ સાબિતી આપે છે કે ઈરાન હવે યુદ્ધવિરામના મૂડમાં તો નથી જ, પણ ઈસ્લામિક દેશોને સાથે રાખીને યુદ્ધને મોટું રૂપ આપવાના મૂડમાં છે. હવે પહેલવીએ પહેલ કરી, ઈરાનના લોકોને કહ્યું- હવે ખોમેનીનો સમય પૂરો થાય છે ઈરાનના કેટલાક નાગરિકો એવા પણ છે, જે ઈઝરાયલી હુમલાને સમર્થન આપી રહ્યા છે. આ લોકો એને મુક્તિ માટેનો સંઘર્ષ કહી રહ્યા છે. આવી જ એક વ્યક્તિ છે રઝા પહેલવી. આ નામ કોઈ સામાન્ય નામ નથી. રઝા પહેલવી એ વ્યક્તિ છે, જેમના પરિવારે એક સમયે ઈરાન પર શાસન કર્યું હતું. 1979 સુધી પહેલવીના પિતા મોહમ્મદ પહેલવી ઈરાનના રાજા હતા. રઝા પહેલવીએ ખોમેનીને સત્તા પરથી દૂર કરવા માટે હાકલ કરી છે. તેમણે કહ્યું હતું કે ઈરાનની સત્તા બદલવાનો સમય આવી ગયો છે. હવે આપણો સમય આવી રહ્યો છે. 37 વર્ષ પહેલાં ઈરાનમાં એક જબરદસ્ત ક્રાંતિ થઈ હતી. આ ક્રાંતિએ ઈરાનના ધાર્મિક-રાજકીય અને સામાજિક માળખાને બદલી નાખ્યું. ઉદારવાદી ઈરાન હવે કટ્ટરતા તરફ આગળ વધી રહ્યું હતું. આ ક્રાંતિનાં પરિણામના કારણે બે લોકોનાં નસીબ બદલાઈ ગયાં. આ બે લોકો હતા- મોહમ્મદ પહેલવી અને આયાતુલ્લાહ ખોમેની. આ ક્રાંતિ પછી 26 વર્ષ સુધી ઈરાન પર શાસન કરનારા મોહમ્મદ પહેલવીને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા. મોહમ્મદ પહેલવી પોતાનો જીવ બચાવવા માટે ઇજિપ્ત ભાગી ગયા. 14 વર્ષ સુધી ઇરાક અને ફ્રાન્સમાં દેશનિકાલ થયેલા આયાતુલ્લાહ ખોમેની ક્રાંતિ પછી ઈરાન પાછા ફર્યા. લાખો લોકોએ તેમનું સ્વાગત કર્યું અને તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા બનાવી દીધા. 3 જૂન 1989ના દિવસે અયાતુલ્લાહ ખોમેનીનું મૃત્યુ થયું અને તેની જગ્યા તેના પુત્ર અને શિષ્ય અલી ખોમેનીએ લીધી. જે આજે ઈરાન પર રાજ કરે છે. ઈજિપ્ત ભાગી ગયેલા મોહમ્મદ પહેલવીના દીકરા રઝા પહેલવી અત્યારે અમેરિકામાં રહે છે અને ઈઝરાયલ ઈચ્છે છે કે ખોમેનીની જગ્યાએ તે આવે. છેલ્લે, કેનેડામાં ચાલી રહેલી G7 સમિટ અધૂરી છોડીને ટ્રમ્પ અમેરિકા જવા નીકળી ગયા. તેમના પરમ મિત્ર મોદીને મળવા ન રોકાયા. ટ્રમ્પના ગયા પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને એવું કહ્યું કે ઈઝરાયલ-ઈરાન વચ્ચે સીઝફાયર કરાવવા ટ્રમ્પ વહેલા નીકળી ગયા. ટ્રમ્પે સામે જવાબ લખ્યો કે મેક્રોનને તો ગમે તેમ બોલવાની આદત છે. હું સીઝફાયર માટે નહીં, એનાથીય મોટાં કામ માટે અમેરિકા પાછો ફર્યો છું. સીઝફાયરથી મોટું કામ શું છે, એ તો ટ્રમ્પ જાણે… સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

​ઈરાન-ઈઝરાયલ યુદ્ધ આગળ વધ્યું છે. એકબીજા દેશોએ હુમલા વધાર્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે અમે ખોમેની નહીં મરે ત્યાં સુધી હુમલા કરીશું. ઈરાને એવું કહ્યું છે કે આજે નહીં તો કાલે ઈઝરાયલ કદાચ હુમલા બંધ કરી દેશે તોપણ ઈરાન સતત હુમલા ચાલુ રાખશે. અમે ઈઝરાયલને મૂકવાના નથી. આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિની વાતો પડતી મૂકી છે. હવે અમેરિકી વોર શિપ મિડલ ઈસ્ટ તરફ આગળ વધી રહી છે, એટલે કંઈક મોટું થવાનાં એંધાણ છે. નમસ્કાર, ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધમાં બીજા કયા દેશો, કોને સાથ આપી રહ્યા છે એ સમજવા જેવું છે. અત્યારે આખી દુનિયાની નજર મિડલ ઈસ્ટ પર છે. દુનિયાના 16 ઈસ્લામિક દેશો છે. આમાંથી મોટા ભાગના દેશો ઈઝરાયલ વિરુદ્ધમાં છે. તો અમેરિકા અને યુરોપિયન દેશો ઈઝરાયલને સાથ આપી રહ્યા છે. ભારતે કોઈ એક દેશનો પક્ષ નથી લીધો. ભારતે એવું કહ્યું છે કે બંને દેશો વાતચીત કરીને સમસ્યા ઉકેલે. પહેલા એ જાણી લઈએ કે ઈસ્લામિક દેશોએ શું કહ્યું? કયો દેશ કોની સાથે? ઈઝરાયલની સાથે… ઈરાનની સાથે ભારતનું નરો વા, કુંજરો વા બંને દેશ વાતચીત કરીને ઉકેલ લાવે ચીન અને રશિયા જેવા તાકતવર દેશો ઈરાનની પડખે આખી દુનિયા ઈરાન અને ચીનની દોસ્તી જાણે છે. ચીને ઈરાન પરના હુમલાને વખોડ્યો છે. ચીને કહ્યું હતું કે આ ઈરાનની સંપ્રભુતા પર હુમલો છે. ઈઝરાયલે હુમલા રોકી દેવા જોઈએ. દરેક દેશને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે. ચીન અને ઈરાનની દોસ્તી છુપાઈ નથી. આ બંને દેશ નિકટ છે. ખાસ કરીને ઊર્જા અને રક્ષા સંબંધિત ડીલમાં બંને દેશનો સહયોગ વધ્યો છે. અત્યારે ઈરાને ચીનને હજારો ટન બેલિસ્ટિક મિસાઈલનો ઓર્ડર આપ્યો છે. રશિયાની વાત કરીએ તો તે ઈરાનના સમર્થનમાં ઊતર્યું છે. રશિયાએ કહ્યું હતું કે આ કારણ વગરનો હુમલો છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું, 13 જૂનની રાત્રે ઈઝરાયલે કરેલા હુમલાની નિંદા કરીએ છીએ. રશિયા ઈરાનને સૈન્ય સહાય આપ્યા કરે છે. જો ઈઝરાયલ અને ઈરાન રોકાશે નહીં તો ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાશે. ટ્રમ્પે કહ્યું, યુદ્ધ બંધ નહીં થાય; અમેરિકાએ વોર શિપ રવાના કરી ટ્રમ્પ ઘડીક શાંતિની વાત કરે છે, ઘડીક યુદ્ધની વાત કરે છે. ટ્રમ્પે કહ્યું, મને લાગતું નથી કે ઈઝરાયલ-ઈરાન વચ્ચે શાંતિ થાય. યુદ્ધ લાંબું ચાલશે. અમેરિકા એગ્રેસિવલી ઈઝરાયલનો પક્ષ લેતું નથી, એટલે અમેરિકાની ભૂમિકા શંકાસ્પદ છે. અમેરિકા ક્યારેય ઓલ ટાઈમ ફ્રેન્ડ ન બની શકે. ટ્રમ્પ વેપારી માણસ છે. બિઝનેસ કરો તો ફ્રેન્ડ, નહીંતર દુશ્મન. આ બધા વચ્ચે અમેરિકા વોર શિપને મિડલ ઈસ્ટ તરફ મોકલી રહી છે. નિમિત્સ શિપ મિડલ ઈસ્ટ તરફ જઈ રહી છે. અમેરિકા તરફથી ઘણી મિલિટરી મૂવમેન્ટ જોવા મળી રહી છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ગ્રાઉન્ડ ફોર્સિસ મેમોદ પાકપોરનું કહેવું છે કે ઈરાન તેનું મિલિટરી ઓપરેશન ચાલુ રાખશે. જો ઈઝરાયલ હુમલા રોકી દે છે તોપણ અમે નહીં રોકાઈએ. ઈઝરાયલને બરાબરનો પાઠ ભણાવીશું. ઈરાને મોસાદ હેડક્વાર્ટર પર હુમલો કર્યો ઈરાને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના હેડક્વાર્ટર પર એરસ્ટ્રાઈક કરી છે. આ બિલ્ડિંગ રાજધાની તેલ અવીવના હર્ઝલિયા ટાઉનમાં છે. ઈઝરાયલની મિલિટરી ગુપ્તચર એજન્સી ‘અમાન’ની ઓફિસ પર પણ મિસાઈલો છોડવામાં આવી છે. મોસાદના હેડક્વાર્ટર પર થયેલા હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. હુમલા બાદ ત્યાં ભારે આગ લાગી ગઈ હતી. ઇઝરાયલે કહ્યું, ખામેનીની હાલત સદ્દામ હુસૈન જેવી જ થશે ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝેએ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને ચેતવણી આપી છે કે ઇરાકના સદ્દામ હુસૈન જેવી જ હાલત તમારી થશે. કાત્ઝેએ કહ્યું, હું ઈરાની સરમુખત્યારને ચેતવણી આપું છું. ભાગવું હોય તો ભાગી જાય. ઈઝરાયલને ટક્કર આપવા ઈસ્લામિક આર્મી તૈયાર કરે છે ઈરાન ઈરાને મુસ્લિમ દેશોને એકજૂટ કરવાની તૈયારી છે. ઈરાન અત્યારે તમામ ઈસ્લામિક દેશો સાથે વાતચીત કરે છે અને તેમના સમર્થનથી ઈસ્લામિક આર્મી તૈયાર કરે છે. IRGC કમાન્ડર મોહસિન રઝાઈએ ઈરાની મીડિયા સાથે વાત કરતાં કહ્યું, ઈઝરાયલ વિરુદ્ધમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાન હવે તુર્કી, સાઉદી અરબ, પાકિસ્તાન અને બીજા મુસ્લિમ દેશોને સાથે લઈને ‘ઈસ્લામિક સેના’ બનાવવા માગે છે. આ નિવેદન એ સાબિતી આપે છે કે ઈરાન હવે યુદ્ધવિરામના મૂડમાં તો નથી જ, પણ ઈસ્લામિક દેશોને સાથે રાખીને યુદ્ધને મોટું રૂપ આપવાના મૂડમાં છે. હવે પહેલવીએ પહેલ કરી, ઈરાનના લોકોને કહ્યું- હવે ખોમેનીનો સમય પૂરો થાય છે ઈરાનના કેટલાક નાગરિકો એવા પણ છે, જે ઈઝરાયલી હુમલાને સમર્થન આપી રહ્યા છે. આ લોકો એને મુક્તિ માટેનો સંઘર્ષ કહી રહ્યા છે. આવી જ એક વ્યક્તિ છે રઝા પહેલવી. આ નામ કોઈ સામાન્ય નામ નથી. રઝા પહેલવી એ વ્યક્તિ છે, જેમના પરિવારે એક સમયે ઈરાન પર શાસન કર્યું હતું. 1979 સુધી પહેલવીના પિતા મોહમ્મદ પહેલવી ઈરાનના રાજા હતા. રઝા પહેલવીએ ખોમેનીને સત્તા પરથી દૂર કરવા માટે હાકલ કરી છે. તેમણે કહ્યું હતું કે ઈરાનની સત્તા બદલવાનો સમય આવી ગયો છે. હવે આપણો સમય આવી રહ્યો છે. 37 વર્ષ પહેલાં ઈરાનમાં એક જબરદસ્ત ક્રાંતિ થઈ હતી. આ ક્રાંતિએ ઈરાનના ધાર્મિક-રાજકીય અને સામાજિક માળખાને બદલી નાખ્યું. ઉદારવાદી ઈરાન હવે કટ્ટરતા તરફ આગળ વધી રહ્યું હતું. આ ક્રાંતિનાં પરિણામના કારણે બે લોકોનાં નસીબ બદલાઈ ગયાં. આ બે લોકો હતા- મોહમ્મદ પહેલવી અને આયાતુલ્લાહ ખોમેની. આ ક્રાંતિ પછી 26 વર્ષ સુધી ઈરાન પર શાસન કરનારા મોહમ્મદ પહેલવીને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા. મોહમ્મદ પહેલવી પોતાનો જીવ બચાવવા માટે ઇજિપ્ત ભાગી ગયા. 14 વર્ષ સુધી ઇરાક અને ફ્રાન્સમાં દેશનિકાલ થયેલા આયાતુલ્લાહ ખોમેની ક્રાંતિ પછી ઈરાન પાછા ફર્યા. લાખો લોકોએ તેમનું સ્વાગત કર્યું અને તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા બનાવી દીધા. 3 જૂન 1989ના દિવસે અયાતુલ્લાહ ખોમેનીનું મૃત્યુ થયું અને તેની જગ્યા તેના પુત્ર અને શિષ્ય અલી ખોમેનીએ લીધી. જે આજે ઈરાન પર રાજ કરે છે. ઈજિપ્ત ભાગી ગયેલા મોહમ્મદ પહેલવીના દીકરા રઝા પહેલવી અત્યારે અમેરિકામાં રહે છે અને ઈઝરાયલ ઈચ્છે છે કે ખોમેનીની જગ્યાએ તે આવે. છેલ્લે, કેનેડામાં ચાલી રહેલી G7 સમિટ અધૂરી છોડીને ટ્રમ્પ અમેરિકા જવા નીકળી ગયા. તેમના પરમ મિત્ર મોદીને મળવા ન રોકાયા. ટ્રમ્પના ગયા પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને એવું કહ્યું કે ઈઝરાયલ-ઈરાન વચ્ચે સીઝફાયર કરાવવા ટ્રમ્પ વહેલા નીકળી ગયા. ટ્રમ્પે સામે જવાબ લખ્યો કે મેક્રોનને તો ગમે તેમ બોલવાની આદત છે. હું સીઝફાયર માટે નહીં, એનાથીય મોટાં કામ માટે અમેરિકા પાછો ફર્યો છું. સીઝફાયરથી મોટું કામ શું છે, એ તો ટ્રમ્પ જાણે… સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી) 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *