P24 News Gujarat

બાળકને આગલા દિવસે રૂપાણીનું સપનું આવ્યું હતું:જેને જોતાં જ વિજયભાઇ ભેટી પડતા એ તુષારે કહ્યું હવે મારો જીવ બળે છે

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જે બાળક પર અનહદ પ્રેમ હતો તે બાળક એટલે તુષાર દાવડા. તુષાર વિજય રૂપાણીને સ્ટેજ પર ભેટતો હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. પ્લેન ક્રેશના આગલા દિવસે જ તુષારને વિજય રૂપાણીનું સપનું આવ્યું હતું. તુષારે પોતાના ટીચરને આ વાત કરી હતી. સાંભળીને કદાચ આશ્ચર્ય થાય પરંતુ તેના ટીચરના મતે આવું થયું છે. તુષાર દિવ્યાંગ છે અને રાજકોટની એક સંસ્થા સાથે જોડાયેલો છે. જોગાનુજોગ વિજય રૂપાણી અને તુષારની જન્મતારીખનો પણ એક સંયોગ છે. દિવ્ય ભાસ્કરે તુષારના ટીચર પૂજા પટેલ સાથે ખાસ વાતચીત કરીને તેમની પાસેથી એ ઘટના વિશે માહિતી મેળવી હતી. કોણ છે તુષાર દાવડા?
તુષાર જન્મથી જ ડાઉ સિન્ડ્રોમ બીમારીથી પીડાય છે. આ બીમારી મનો દિવ્યાંગતાનો એક પ્રકાર છે. જેના કારણે તે સરખું બોલી નથી શકતો. તે બોલે તો સામાન્ય લોકોને સમજી ન શકે પણ તેનો પરિવાર કે તેની સાથે નિયમિત રહેતા લોકો સરળતાથી સમજી જાય છે. તુષાર વિજય રૂપાણીને ઉકાણી કહીને બોલાવતો
તુષાર ડાઉ સિન્ડ્રોમ બીમારીથી પીડાતો હોવાથી તેના ઉચ્ચારો સ્પષ્ટ નથી થતાં એટલે તે વિજય રૂપાણીના બદલે ઉકાણી શબ્દ બોલતો. તુષારને શું સપનું આવ્યું હતું?
અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનાના આગલા દિવસે (11મી જૂને) તુષારને સપનું આવ્યું હતું કે વિજય રૂપાણીનું અવસાન થયું છે. તુષારે આ વાત તેના ટીચરને પણ કરી હતી. શરૂઆતમાં તો તેના ટીચર માનવા તૈયાર નહોતા પરંતુ તુષારે ફરીથી એ જ કહ્યું કે મને તો આગલા દિવસે જ સપનું આવ્યું હતું કે વિજય રૂપાણીનું અવસાન થયું છે. જન્મતારીખનો પણ સંયોગ
જોગાનુજોગ વિજય રૂપાણીની જન્મ તારીખ 2 ઓગસ્ટ હતી. જ્યારે તુષારનો જન્મ દિવસ તેના પછીના દિવસે એટલે કે 3 ઓગસ્ટે આવે છે. શ્રદ્ધાંજલિ સભામાં તુષાર અને રૂપાણી પરિવારની ભાવુક વાતચીત
વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ સભામાં જ્યારે તુષાર ગયો હતો અને અંજલિબેનને મળ્યો હતો.અંજલિબેને તુષારને એવું કહ્યું હતું કે જો સાહેબ તો તને કેટલો પ્રેમ કરતા હતા, આટલો પ્રેમ તો તેણે ઋષભને પણ નથી કર્યો. ઋષભ રૂપાણીએ તુષારને એવી વાત કરી હતી કે તને પપ્પા કેટલો બધો પ્રેમ કરતા હતા, કેવી રીતે મળતા હતા. આવો પ્રેમ તો મનેય નથી કર્યો. જેના પછી તુષારે એવું કહ્યું હતું કે મને ઉકાણી સાહેબ યાદ આવે છે. મારો જીવ બળે છે. તુષાર અને વિજય રૂપાણીનો વીડિયો વાઇરલ થયો હતો
વિજય રૂપાણીના અવસાન બાદ એક વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. જેમાં એક દિવ્યાંગ બાળક સ્ટેજ પર આવીને તેમને ભેટી પડે છે અને પછી થોડી ક્ષણો માટે તેમની સાથે વાતચીત કરે છે. આ વીડિયોમાં જે બાળક દેખાય છે તે જ તુષાર દાવડા છે. આ વીડિયો વર્ષ 2020નો છે. 2 ઓગસ્ટે વિજય રૂપાણીના જન્મદિને સમાજ સુરક્ષા અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તુષાર વિજયભાઇને ગળે મળ્યો હતો. એ સમયે તુષારની ઉંમર 14 વર્ષ આસપાસ હશે. આજે તેની ઉંમર 19 વર્ષની છે. તુષાર રાજકોટની પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન નામની સંસ્થા સાથે જોડાયેલો છે. આ સંસ્થા દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે. પૂજા પટેલ તેના પ્રેસિડન્ટ છે. રાજકોટમાં વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ સભા યોજાઇ હતી ત્યારે તુષાર અને પૂજા પટેલ સહિત બીજા બાળકો પણ ત્યાં ગયા હતા. તુષારે ટીચરને આગલા દિવસે આવેલા સપનાની વાત કરી
પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રેસિડન્ટ પૂજા પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, તુષારને આગલા દિવસે સપનું આવ્યું હતું કે વિજયભાઇ રૂપાણી ભગવાન પાસે જતા રહ્યા.જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે મોબાઇલમાં સમાચાર આવ્યા હતા. પહેલાં તો એવી અટકળો હતી કે એ પ્લેનમાં વિજયભાઇ પણ હતા પરંતુ પછી મને ફાઇનલ ખબર પડી એટલે હું તરત જ મોબાઇલ લઇને તુષાર પાસે તેના ક્લાસ રૂમમાં ગઇ. મેં તુષારને ફોટો બતાવ્યો. મેં કહ્યું કે વિજયભાઇ રૂપાણી તો તુષારે પૂછ્યું કોણ ઉકાણી? મેં કહ્યું હા, વિજયભાઇ પ્લેનમાં જતા હતા અને પ્લેન ક્રેશ થયું તો ભગવાન પાસે જતા રહ્યા. મેં જેવું તુષારને આવું કહ્યું કે તે બોલ્યો- મેડમ, મને તો ખબર છે. મેં તુષારને પૂછ્યું કે તને ક્યાંથી ખબર પડી? તો તુષારે કહ્યું કે મને કાલે સપનું આવ્યું હતું. તુષાર સાચું બોલે છે કે ખોટું બોલે છે તે મને નથી ખબર. પૂજા પટેલે કહ્યું કે, તુષારના મમ્મી, તુષારની બહેન બધા સાથે હતા ત્યારે અમે તેને ફરીથી પૂછ્યું હતું તો તેણે કસમ ખાઇને કહ્યું કે મને તો ખબર હતી કેમ કે મને સપનું આવ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું હતું કે તુષાર ક્યાં છે? તેને બોલાવો
‘વર્ષ 2020નો જે વીડિયો વાઇરલ થયો છે તે કાર્યક્રમની વાત કરતા પૂજા પટેલે કહ્યું કે, એ દિવસે વિજયભાઇએ પૂછ્યું હતું કે તુષાર ક્યાં છે? તેને બોલાવો. મારે તેને મળવું છે. જેના પછી અમે તુષારને બોલાવ્યો હતો અને તે વિજયભાઇને સ્ટેજ પર જઇને મળ્યો હતો. વિજયભાઇએ ત્યારે તેને કહ્યું હતું કે તે સરસ કપડાં પહેર્યા છે તો તુષારે પણ વિજયભાઇને કહ્યું હતું કે તમે પણ બહુ સરસ લાગો છો. આવી બન્ને વચ્ચે વાતચીત થઇ હતી.’ મેરેથોનમાં તુષાર પહેલીવાર વિજય રૂપાણીને મળ્યો હતો
તુષાર અને વિજય રૂપાણી પહેલીવાર ક્યારે મળ્યા તેનો ઉલ્લેખ કરતા પૂજા પટેલે કહ્યું કે, વિજયભાઇ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે મેરેથોન દોડ યોજાઇ હતી. એ મેરેથોનમાં દિવ્યાંગ બાળકોએ પણ ભાગ લીધો હતો. દિવ્યાંગ બાળકો સામાન્ય લોકો સાથે દોડી ન શકે એટલે તેમના માટે અલગ વ્યવસ્થા કરાવી હતી. અમે બધા સ્ટેજ પર ઊભા હતા. વિજયભાઇ ફ્લેગ ઓફ કરીને જતા હતા. વિજયભાઇ દિવ્યાંગોના ફ્લેગ ઓફ માટે અમારા સ્ટેજ પર આવશે કે નહીં તે કંઇ નક્કી નહોતું પણ તેઓ અમારા સ્ટેજ પાસેથી નીકળ્યા. તેમણે જોયું કે અહીંયા બધા દિવ્યાંગ બાળકો છે એટલે તેઓ અમારા સ્ટેજ પર આવ્યા. ત્યારે તુષારે પહેલીવાર વિજયભાઇને જોયા હતા અને તરત જ તેમને ભેટી પડ્યો હતો. આ તુષાર અને વિજયભાઇની પહેલી મુલાકાત હતી. તુષારે બૂમ પાડી એ ઉકાણી…. અને વિજય રૂપાણી પાછા ફરીને તેને મળ્યા
એક કિસ્સા વિશે તેણે કહ્યું કે, એક વખત વિજય રૂપાણી આગળ નીકળી ગયા હતા અને અમે પાછળ ઊભા હતા. મેં તુષારને કહ્યું કે ચલ, તુષાર આપણે વિજયભાઇ પાસે જઇએ તો તુષારે ના પાડી અને કહ્યું કે અહીંયા જ ઊભા રહો, હમણાં વિજયભાઇ અહીં આવશે. આના પછી તુષારે એ ઉકાણી…. કરીને બૂમ પાડી, આ સાંભળીને વિજયભાઇએ પાછળ જોયું અને પાછા ફરીને તુષારને મળ્યા હતા. તુષાર આ સંસ્થા સાથે જોડાયેલો છે
તુષાર જે પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન સાથે જોડાયેલો છે. તે સંસ્થા દિવ્યાંગ બાળકોના માતા-પિતા ચલાવે છે. અહીં ડાઉ સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી, મલ્ટિપલ ડિસેબિલિટી અને ઓટીઝમગ્રસ્ત બાળકોને પ્રવેશ અપાય છે અને તેમને વાંચન, લેખન, સંગીત, ચિત્ર અને રસોઇની તાલીમ અપાય છે. સંસ્થાના 700થી વધુ સભ્યો છે. વર્ષ 2008માં 5 દિવ્યાંગ બાળકોના માતા પિતા મળ્યા હતા અને બાળકોના પ્રશ્નો અંગે કંઇક કરવાનું નક્કી કર્યું હતું. જેના પછી વર્ષ 2009માં પ્રયાસની સ્થાપના થઇ. (તમામ માહિતી પૂજા પટેલ સાથેની વાતચીતના આધારે) આ પણ વાંચો
પૂજા પટેલના જીવનની કરૂણ વાસ્તવિક્તા

​પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જે બાળક પર અનહદ પ્રેમ હતો તે બાળક એટલે તુષાર દાવડા. તુષાર વિજય રૂપાણીને સ્ટેજ પર ભેટતો હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. પ્લેન ક્રેશના આગલા દિવસે જ તુષારને વિજય રૂપાણીનું સપનું આવ્યું હતું. તુષારે પોતાના ટીચરને આ વાત કરી હતી. સાંભળીને કદાચ આશ્ચર્ય થાય પરંતુ તેના ટીચરના મતે આવું થયું છે. તુષાર દિવ્યાંગ છે અને રાજકોટની એક સંસ્થા સાથે જોડાયેલો છે. જોગાનુજોગ વિજય રૂપાણી અને તુષારની જન્મતારીખનો પણ એક સંયોગ છે. દિવ્ય ભાસ્કરે તુષારના ટીચર પૂજા પટેલ સાથે ખાસ વાતચીત કરીને તેમની પાસેથી એ ઘટના વિશે માહિતી મેળવી હતી. કોણ છે તુષાર દાવડા?
તુષાર જન્મથી જ ડાઉ સિન્ડ્રોમ બીમારીથી પીડાય છે. આ બીમારી મનો દિવ્યાંગતાનો એક પ્રકાર છે. જેના કારણે તે સરખું બોલી નથી શકતો. તે બોલે તો સામાન્ય લોકોને સમજી ન શકે પણ તેનો પરિવાર કે તેની સાથે નિયમિત રહેતા લોકો સરળતાથી સમજી જાય છે. તુષાર વિજય રૂપાણીને ઉકાણી કહીને બોલાવતો
તુષાર ડાઉ સિન્ડ્રોમ બીમારીથી પીડાતો હોવાથી તેના ઉચ્ચારો સ્પષ્ટ નથી થતાં એટલે તે વિજય રૂપાણીના બદલે ઉકાણી શબ્દ બોલતો. તુષારને શું સપનું આવ્યું હતું?
અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનાના આગલા દિવસે (11મી જૂને) તુષારને સપનું આવ્યું હતું કે વિજય રૂપાણીનું અવસાન થયું છે. તુષારે આ વાત તેના ટીચરને પણ કરી હતી. શરૂઆતમાં તો તેના ટીચર માનવા તૈયાર નહોતા પરંતુ તુષારે ફરીથી એ જ કહ્યું કે મને તો આગલા દિવસે જ સપનું આવ્યું હતું કે વિજય રૂપાણીનું અવસાન થયું છે. જન્મતારીખનો પણ સંયોગ
જોગાનુજોગ વિજય રૂપાણીની જન્મ તારીખ 2 ઓગસ્ટ હતી. જ્યારે તુષારનો જન્મ દિવસ તેના પછીના દિવસે એટલે કે 3 ઓગસ્ટે આવે છે. શ્રદ્ધાંજલિ સભામાં તુષાર અને રૂપાણી પરિવારની ભાવુક વાતચીત
વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ સભામાં જ્યારે તુષાર ગયો હતો અને અંજલિબેનને મળ્યો હતો.અંજલિબેને તુષારને એવું કહ્યું હતું કે જો સાહેબ તો તને કેટલો પ્રેમ કરતા હતા, આટલો પ્રેમ તો તેણે ઋષભને પણ નથી કર્યો. ઋષભ રૂપાણીએ તુષારને એવી વાત કરી હતી કે તને પપ્પા કેટલો બધો પ્રેમ કરતા હતા, કેવી રીતે મળતા હતા. આવો પ્રેમ તો મનેય નથી કર્યો. જેના પછી તુષારે એવું કહ્યું હતું કે મને ઉકાણી સાહેબ યાદ આવે છે. મારો જીવ બળે છે. તુષાર અને વિજય રૂપાણીનો વીડિયો વાઇરલ થયો હતો
વિજય રૂપાણીના અવસાન બાદ એક વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. જેમાં એક દિવ્યાંગ બાળક સ્ટેજ પર આવીને તેમને ભેટી પડે છે અને પછી થોડી ક્ષણો માટે તેમની સાથે વાતચીત કરે છે. આ વીડિયોમાં જે બાળક દેખાય છે તે જ તુષાર દાવડા છે. આ વીડિયો વર્ષ 2020નો છે. 2 ઓગસ્ટે વિજય રૂપાણીના જન્મદિને સમાજ સુરક્ષા અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તુષાર વિજયભાઇને ગળે મળ્યો હતો. એ સમયે તુષારની ઉંમર 14 વર્ષ આસપાસ હશે. આજે તેની ઉંમર 19 વર્ષની છે. તુષાર રાજકોટની પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન નામની સંસ્થા સાથે જોડાયેલો છે. આ સંસ્થા દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે. પૂજા પટેલ તેના પ્રેસિડન્ટ છે. રાજકોટમાં વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ સભા યોજાઇ હતી ત્યારે તુષાર અને પૂજા પટેલ સહિત બીજા બાળકો પણ ત્યાં ગયા હતા. તુષારે ટીચરને આગલા દિવસે આવેલા સપનાની વાત કરી
પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રેસિડન્ટ પૂજા પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, તુષારને આગલા દિવસે સપનું આવ્યું હતું કે વિજયભાઇ રૂપાણી ભગવાન પાસે જતા રહ્યા.જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે મોબાઇલમાં સમાચાર આવ્યા હતા. પહેલાં તો એવી અટકળો હતી કે એ પ્લેનમાં વિજયભાઇ પણ હતા પરંતુ પછી મને ફાઇનલ ખબર પડી એટલે હું તરત જ મોબાઇલ લઇને તુષાર પાસે તેના ક્લાસ રૂમમાં ગઇ. મેં તુષારને ફોટો બતાવ્યો. મેં કહ્યું કે વિજયભાઇ રૂપાણી તો તુષારે પૂછ્યું કોણ ઉકાણી? મેં કહ્યું હા, વિજયભાઇ પ્લેનમાં જતા હતા અને પ્લેન ક્રેશ થયું તો ભગવાન પાસે જતા રહ્યા. મેં જેવું તુષારને આવું કહ્યું કે તે બોલ્યો- મેડમ, મને તો ખબર છે. મેં તુષારને પૂછ્યું કે તને ક્યાંથી ખબર પડી? તો તુષારે કહ્યું કે મને કાલે સપનું આવ્યું હતું. તુષાર સાચું બોલે છે કે ખોટું બોલે છે તે મને નથી ખબર. પૂજા પટેલે કહ્યું કે, તુષારના મમ્મી, તુષારની બહેન બધા સાથે હતા ત્યારે અમે તેને ફરીથી પૂછ્યું હતું તો તેણે કસમ ખાઇને કહ્યું કે મને તો ખબર હતી કેમ કે મને સપનું આવ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું હતું કે તુષાર ક્યાં છે? તેને બોલાવો
‘વર્ષ 2020નો જે વીડિયો વાઇરલ થયો છે તે કાર્યક્રમની વાત કરતા પૂજા પટેલે કહ્યું કે, એ દિવસે વિજયભાઇએ પૂછ્યું હતું કે તુષાર ક્યાં છે? તેને બોલાવો. મારે તેને મળવું છે. જેના પછી અમે તુષારને બોલાવ્યો હતો અને તે વિજયભાઇને સ્ટેજ પર જઇને મળ્યો હતો. વિજયભાઇએ ત્યારે તેને કહ્યું હતું કે તે સરસ કપડાં પહેર્યા છે તો તુષારે પણ વિજયભાઇને કહ્યું હતું કે તમે પણ બહુ સરસ લાગો છો. આવી બન્ને વચ્ચે વાતચીત થઇ હતી.’ મેરેથોનમાં તુષાર પહેલીવાર વિજય રૂપાણીને મળ્યો હતો
તુષાર અને વિજય રૂપાણી પહેલીવાર ક્યારે મળ્યા તેનો ઉલ્લેખ કરતા પૂજા પટેલે કહ્યું કે, વિજયભાઇ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે મેરેથોન દોડ યોજાઇ હતી. એ મેરેથોનમાં દિવ્યાંગ બાળકોએ પણ ભાગ લીધો હતો. દિવ્યાંગ બાળકો સામાન્ય લોકો સાથે દોડી ન શકે એટલે તેમના માટે અલગ વ્યવસ્થા કરાવી હતી. અમે બધા સ્ટેજ પર ઊભા હતા. વિજયભાઇ ફ્લેગ ઓફ કરીને જતા હતા. વિજયભાઇ દિવ્યાંગોના ફ્લેગ ઓફ માટે અમારા સ્ટેજ પર આવશે કે નહીં તે કંઇ નક્કી નહોતું પણ તેઓ અમારા સ્ટેજ પાસેથી નીકળ્યા. તેમણે જોયું કે અહીંયા બધા દિવ્યાંગ બાળકો છે એટલે તેઓ અમારા સ્ટેજ પર આવ્યા. ત્યારે તુષારે પહેલીવાર વિજયભાઇને જોયા હતા અને તરત જ તેમને ભેટી પડ્યો હતો. આ તુષાર અને વિજયભાઇની પહેલી મુલાકાત હતી. તુષારે બૂમ પાડી એ ઉકાણી…. અને વિજય રૂપાણી પાછા ફરીને તેને મળ્યા
એક કિસ્સા વિશે તેણે કહ્યું કે, એક વખત વિજય રૂપાણી આગળ નીકળી ગયા હતા અને અમે પાછળ ઊભા હતા. મેં તુષારને કહ્યું કે ચલ, તુષાર આપણે વિજયભાઇ પાસે જઇએ તો તુષારે ના પાડી અને કહ્યું કે અહીંયા જ ઊભા રહો, હમણાં વિજયભાઇ અહીં આવશે. આના પછી તુષારે એ ઉકાણી…. કરીને બૂમ પાડી, આ સાંભળીને વિજયભાઇએ પાછળ જોયું અને પાછા ફરીને તુષારને મળ્યા હતા. તુષાર આ સંસ્થા સાથે જોડાયેલો છે
તુષાર જે પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન સાથે જોડાયેલો છે. તે સંસ્થા દિવ્યાંગ બાળકોના માતા-પિતા ચલાવે છે. અહીં ડાઉ સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી, મલ્ટિપલ ડિસેબિલિટી અને ઓટીઝમગ્રસ્ત બાળકોને પ્રવેશ અપાય છે અને તેમને વાંચન, લેખન, સંગીત, ચિત્ર અને રસોઇની તાલીમ અપાય છે. સંસ્થાના 700થી વધુ સભ્યો છે. વર્ષ 2008માં 5 દિવ્યાંગ બાળકોના માતા પિતા મળ્યા હતા અને બાળકોના પ્રશ્નો અંગે કંઇક કરવાનું નક્કી કર્યું હતું. જેના પછી વર્ષ 2009માં પ્રયાસની સ્થાપના થઇ. (તમામ માહિતી પૂજા પટેલ સાથેની વાતચીતના આધારે) આ પણ વાંચો
પૂજા પટેલના જીવનની કરૂણ વાસ્તવિક્તા 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *