P24 News Gujarat

બીજા દિવસે ટીમ ઈન્ડિયાની નજર 500+ રન બનાવવા પર રહેશે:કેપ્ટન ગિલ અને રિષભ પંત પર રહેશે જવાબદારી; ઇંગ્લિશ બોલર્સ પહેલા દિવસે અકળાયા

તેંડુલકર-એન્ડરસ ટ્રોફીની પહેલી ટેસ્ટમાં પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના બેટર્સે ધૂમ મચાવી. પહેલો દિવસ ભારતીય ટીમના નામે રહ્યો. ઓપનર્સે સારી શરૂઆત અપાવ્યા પછી કેપ્ટન ગિલ અને વાઇસ કેપ્ટન રિષભે દિવસના અંતે જોરદાર સ્કોર ઊભો કર્યો, પહેલા દિવસે જયસ્વાલ અને ગિલે સેન્ચુરી ફટકારી. તો રિષભ પંતે ફિફ્ટી ફટકારી. પ્રથમ દિવસે ભારતનો સ્કોર 359/3 રહ્યો હતો. અગાઉ, લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને ભારતીય ઓપનર્સે ખોટો સાબિત કર્યો અને અંગ્રેજ બોલર્સ પર પહેલાથી જ પકડ જમાવી. ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ 92 રનની ઓપનિંગ ભાગીદારી કરી. કેએલ રાહુલને બ્રાયડન કાર્સે આઉટ કર્યો. તો ડેબ્યૂટન્ટ સુદર્શન ઝીરોમાં આઉટ થયો. પહેલા દિવસના અંતે જયસ્વાલે 101 રન, શુબમન ગિલ 127* રન, રિષભ પંત 65* રન, કેએલ રાહુલ 42 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે 2 વિકેટ લીધી. જ્યારે બ્રાયડન કાર્સને એક વિકેટ મળી. હવે બીજા દિવસે ટીમ ઈન્ડિયાની નજર 500+ રન કરવા પર રહેશે. કારણ કે પહેલા દિવસે પીચ સપાટ દેખાતી હતી. મતલબ કે જેમ-જેમ રમત આગળ વધતી જશે, તેમ-તેમ પીચ સપાટ થતી જશે અને બેટિંગ માટે વધુ અનુકુળ થઈ જશે. જયસ્વાલે કરિયરની પાંચમી સેન્ચુરી ફટકારી
યશસ્વી જયસ્વાલે ટેસ્ટ કરિયરની પાંચમી સેન્ચુરી ફટકારી છે. ઓપનિંગ બેટરે ઇંગ્લેન્ડમાં પોતાની પહેલી સદી ફટકારી. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પાંચમી સદી ફટકારી છે. યશસ્વીએ બ્રાયડન કાર્સની ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા અને એક રન લઈને પોતાની સેન્ચુરી પૂરી કરી. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડમાં ડેબ્યૂ ઇનિંગ્સમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બન્યો છે. યશસ્વી જયસ્વાલ 101 રન બનાવીને આઉટ થયો. તેને બેન સ્ટોક્સે બોલ્ડ કર્યો. આ સ્ટોક્સની બીજી વિકેટ છે. તેણે 129 રનની ભાગીદારી તોડી. શુભમન ગિલની કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં સદી
યુવા કેપ્ટન શુભમન ગિલ ચોથા નંબરે બેટિંગ કરવા ઉતર્યો. તેણે જયસ્વાલ સાથે 129 રનની પાર્ટનરશિપ કરી. તેણે ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી ફટકારી. શુભમન ગિલ કેપ્ટન બન્યા પછી પહેલી મેચમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બન્યો છે. તેની પહેલાં, વિજય હજારે, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, ગિલે 2000 ટેસ્ટ રન પણ પૂરા કર્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઇંગ્લેન્ડ (ENG): બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર. ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઇસ-કેપ્ટન), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

​તેંડુલકર-એન્ડરસ ટ્રોફીની પહેલી ટેસ્ટમાં પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના બેટર્સે ધૂમ મચાવી. પહેલો દિવસ ભારતીય ટીમના નામે રહ્યો. ઓપનર્સે સારી શરૂઆત અપાવ્યા પછી કેપ્ટન ગિલ અને વાઇસ કેપ્ટન રિષભે દિવસના અંતે જોરદાર સ્કોર ઊભો કર્યો, પહેલા દિવસે જયસ્વાલ અને ગિલે સેન્ચુરી ફટકારી. તો રિષભ પંતે ફિફ્ટી ફટકારી. પ્રથમ દિવસે ભારતનો સ્કોર 359/3 રહ્યો હતો. અગાઉ, લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને ભારતીય ઓપનર્સે ખોટો સાબિત કર્યો અને અંગ્રેજ બોલર્સ પર પહેલાથી જ પકડ જમાવી. ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ 92 રનની ઓપનિંગ ભાગીદારી કરી. કેએલ રાહુલને બ્રાયડન કાર્સે આઉટ કર્યો. તો ડેબ્યૂટન્ટ સુદર્શન ઝીરોમાં આઉટ થયો. પહેલા દિવસના અંતે જયસ્વાલે 101 રન, શુબમન ગિલ 127* રન, રિષભ પંત 65* રન, કેએલ રાહુલ 42 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે 2 વિકેટ લીધી. જ્યારે બ્રાયડન કાર્સને એક વિકેટ મળી. હવે બીજા દિવસે ટીમ ઈન્ડિયાની નજર 500+ રન કરવા પર રહેશે. કારણ કે પહેલા દિવસે પીચ સપાટ દેખાતી હતી. મતલબ કે જેમ-જેમ રમત આગળ વધતી જશે, તેમ-તેમ પીચ સપાટ થતી જશે અને બેટિંગ માટે વધુ અનુકુળ થઈ જશે. જયસ્વાલે કરિયરની પાંચમી સેન્ચુરી ફટકારી
યશસ્વી જયસ્વાલે ટેસ્ટ કરિયરની પાંચમી સેન્ચુરી ફટકારી છે. ઓપનિંગ બેટરે ઇંગ્લેન્ડમાં પોતાની પહેલી સદી ફટકારી. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પાંચમી સદી ફટકારી છે. યશસ્વીએ બ્રાયડન કાર્સની ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા અને એક રન લઈને પોતાની સેન્ચુરી પૂરી કરી. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડમાં ડેબ્યૂ ઇનિંગ્સમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બન્યો છે. યશસ્વી જયસ્વાલ 101 રન બનાવીને આઉટ થયો. તેને બેન સ્ટોક્સે બોલ્ડ કર્યો. આ સ્ટોક્સની બીજી વિકેટ છે. તેણે 129 રનની ભાગીદારી તોડી. શુભમન ગિલની કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં સદી
યુવા કેપ્ટન શુભમન ગિલ ચોથા નંબરે બેટિંગ કરવા ઉતર્યો. તેણે જયસ્વાલ સાથે 129 રનની પાર્ટનરશિપ કરી. તેણે ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી ફટકારી. શુભમન ગિલ કેપ્ટન બન્યા પછી પહેલી મેચમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બન્યો છે. તેની પહેલાં, વિજય હજારે, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, ગિલે 2000 ટેસ્ટ રન પણ પૂરા કર્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઇંગ્લેન્ડ (ENG): બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર. ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઇસ-કેપ્ટન), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *