P24 News Gujarat

પ્રાર્થના કરીને કારમાં બેઠાં ને ધસમસતો પ્રવાહ તાણી ગયો:’અમે ટિફિન સર્વિસથી ગુજરાન ચલાવતા, ઘરમાં ટિફિનની રસોઈ બનાવનારા તણાઈ ગયા, હવે મારું કોણ?’

મારાં મમ્મી, બે બહેનો, દાદા-દાદી બધા તણાઈ ગયાં. મેં તો આખો પરિવાર ખોઈ નાખ્યો. હું શું કરીશ? મારું ઘરે કેમ ચાલશે? આ વાક્ય છે પ્રિયંક ચૌહાણના. જેમના એક જ ઘરમાંથી એકસાથે પાંચ વ્યક્તિનાં મોત થયાં છે. ગામના પાદરમાં વરસાદના પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો ને ઈકો કાર તણાઈ. કારમાં બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહીં. ગામના જ બીજા બે વ્યક્તિ મળીને સાત તણાયાં. અત્યારે લાઠીદડ ગામ શોકમાં ગરકાવ છે. ઘટના છે બોટાદથી 15 કિલોમીટર દૂર આવેલા લાઠીદડ ગામની. ગામમાં રહેતો ચૌહાણ પરિવાર ગામથી પાંચ કિલોમીટર દૂર ચાલીને બાલા સુરધન દાદાના મંદિરે દર્શન કરવા ગયો હતો. આ પરિવાર સાંજે પહોંચ્યો. દર્શન કર્યા ને અનરાધાર વરસાદ તૂટી પડ્યો. જાણે વાદળ ફાટ્યું હોય. આસપાસના ખેતરો ઘડીના છઠ્ઠાભાગમાં તળાવ બની ગયા. ખેતરોમાંથી પાણી ઊછાળા મારીમારીને રસ્તા પર વહેવા લાગ્યું. સુરધન દાદાના મંદિર આસપાસ નાનાં તળાવ છે તેમાંથી પણ પાણી બહાર નીકળીને આવવા લાગ્યું. હવે શું કરવું? ચૌહાણ પરિવાર માટે સવાલ એ થયો કે ઘરે કેમ જવું? કોઈને ફોન કર્યો ને ઈકો કાર લેવા પહોંચી ગઈ. ઈકો કાર ચાલક સુરેન્દ્રનગરના હતા. તેની સાથે એક ભાઈ પણ હતા. મંદિર પાસે જે ફસાયા હતા તેમાં ચૌહાણ પરિવારના પાંચ અને વાવેતા પરિવારના બે વ્યક્તિ હતા. આ સાત વ્યક્તિ ઈકો કારની રાહમાં ઊભા હતા. ઈકો કાર ચાલકે ગમે તેમ કરીને મંદિર સુધી કાર પહોંચાડી. પાછળ લાઠીદડ ગામના સાતેય બેઠા. હવે ગાડીમાં નવ વ્યક્તિ બેઠી હતી. કારમાં બેઠા ત્યાં કોણ જાણે કેવી રીતે ધસમસતું પાણી આવી ગયું ને આખી ઈકો કાર તણાઈ ગઈ. આગળ બેઠેલા બે પુરૂષ કૂદી પડ્યા પણ બાકીના બહાર ન નીકળી શક્યા ને ઈકો કાર પાણીમાં ગરક થઈ ગઈ. પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે કોઈને બચાવી શકાય તેવી સ્થિતિ નહોતી. સુરધન દાદા મંદિર પાસે રાહ જોઈને ઊભેલા સાતેય તણાઈ ગયા. આ સાતમાંથી છ તો મહિલાઓ હતી. આ આખી ઘટના સામે આવ્યા પછી ભાસ્કર પહોંચ્યું બોટાદના લાઠીદડ ગામે. ચૌહાણ પરિવારને મળીને બધી વાતો જાણી. આસપાસના લોકો પાસેથી એ પણ જાણ્યું કે આખી ઘટના બની કેવી રીતે? શું કહ્યું પરિવારે? શું કહ્યું નજરે જોનારે અને શું કહ્યું પ્રાંત અધિકારીએ? જાણીએ આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં… ખેતરોનું પાણી ને તળાવનું પાણી કેડી પર ને નહેરમાં ધસમસતું આવી ગયું અને… લાઠીદડ ગામ અંતરિયાળ છે. ઘણા ખેતર છે અને ત્યાં કુદરતી રીતે જ બનેલી એક નહેર પણ છે. હવે બનાવ જ્યાં બન્યો તે કેવી રીતે બન્યો, આ નહેર કેવી રીતે બની તે અમે જાણવાનો પ્રયાસ કર્યો. જેમણે નજરે આ બનાવ જોયો છે અને બચાવ કામગીરીમાં પણ મદદ કરી તેવા ધર્મેશભાઈ પટેલ અમને આ જગ્યા ઉપર ખેતરમાં કામ કરતા હતા. અમે તેમની સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, ગાડી લાઠીદડમાં નથી તણાઈ પણ આ જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ આ જ ગામના રહેવાસી હતા. આ લોકો અમારા ગામથી થોડા અંદરના ભાગમાં જ્યાં બાળા સુરધન દાદા નું મંદિર આવ્યું છે ત્યાં દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાં આસપાસમાં નાના નાના તલાવડા પણ વરસાદના પાણીથી છલકાઈ ગયા હતા અને વરસાદ પણ વરસી રહ્યો હતો. તેમણે પ્રયાસો કર્યો કે તેઓ ગાડીમાં બેસીને નીકળી જાય પણ અહીંયા ખેતરો ખૂબ જ છે એટલે ખેતરમાં જે પાણી હોય છે તે આ નહેરમાં જતું રહે છે એટલે નાના નાના તલાવડા પણ છલકાઈને પાણી વહેવા લાગ્યું અને ખેતરોનું પાણી પણ વહેવા લાગ્યું જેના કારણે એક મોટો પ્રવાહ આવ્યો અને આ પાણીના પ્રવાહમાં આ ગાડી તણાવા લાગી હતી. બાળા સુરધન દાદાના મંદિરેથી ઈકો ગાડી તણાઈ ગઈ હતી. જેમાં કુલ નવ જણા સવાર હતા તેમાંથી જે બે વ્યક્તિ જેમાંથી એક ડ્રાઇવર અને તેમની બાજુમાં બેઠેલા સાથીદાર બચી ગયા અને બાકીના જે પાછળની સીટ પર સાત વ્યક્તિ બેઠા હતા એમાંથી પાંચ તો એક જ પરિવારના છે અને બીજા બે તેમના સંબંધી છે. એ તમામ લોકોના તણાઈ જવાથી મૃત્યુ થયા. આ ગાડી બે કિલોમીટર દૂરથી તણાઈને આવી હતી અને મારું જે ખેતર છે ત્યાં નહેરની દીવાલનો ભાગ છે ત્યાં આવીને ગાડી ફસાઈ ગઈ. મારા ખેતર પાસેથી પાંચ જણાની બોડી મળી આવી અને અમે લોકોએ કલેકટર ઓફિસમાં આ બાબતની જાણ કરતાં થોડીવારમાં જ NDRFની ટીમ આવી ગઈ અને તેમને બીજી બે બોડીની શોધખોળ કરવાનું શરૂ કર્યું. જેમાં બીજા જે મૃતદેહો લાઠીદડ ગામથી બે કિલોમીટર દૂર કેરિયા ગામથી મળી આવ્યા હતા. એનો અર્થ એવો થયો કે સુરધન દાદાના મંદિરેથી પાંચ કિલોમીટર દૂરથી બે વ્યક્તિ મળી. વિચારો, પાણીનો પ્રવાહ કેટલો સ્પીડમાં હશે. ગામના લોકો કોન્ટ્રાક્ટર અને તલાટી કમ મંત્રીને ફરિયાદ કરી-કરીને થાક્યા જ્યારે દિવ્ય ભાસ્કર ની ટીમ લાઠીદડ ગામમાં પહોંચી ત્યારે ગામના પાછળના ભાગમાં જ્યાં તૂટેલા રોડ ઉપર થઈને બનાવના સ્થળે પહોંચી. ત્યારે જોયું કે અહીંયા રોડ પણ તૂટેલો હતો. જે જગ્યાએ આ ઈકો ગાડી તણાઈને ફસાઈ હતી, અમે ત્યાં પહોંચ્યા. સ્થળ પર જોયું કે આ એક કુદરતી નહેર જ બની છે એટલે કે દર વર્ષે જ્યારે વરસાદ વરસે છે ત્યારે ખૂબ પાણી આવે છે જેના કારણે ઘસારો થઈને પાણીથી કુદરતી નહેર બની ગઈ છે. નહેર પણ કેવી. પંદર ફૂટ ઊંડી. અહીંયા ગામજનોનું એવું કહેવાનું થાય છે કે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કોન્ટ્રાક્ટરને અમે વારંવાર જાણ કરી છે કે અહીંયા પાણીનું વેણ વધારે હોવાથી અજાણ્યા લોકો અહીંયા ગાડી લઈને નીકળે છે તેમને ખબર નથી હોતી કે આની ઊંડાઈ કેટલી છે. તેના માટે કોન્ટ્રાક્ટરે બોર્ડ મૂકવાનું હોય છે કે અહીંયા પાણીનો પ્રવાહ હોવાથી સંભાળવું. પણ કોઈ બોર્ડ માર્યું નથી. ધર્મેશભાઈ પટેલ કહે છે કે, મેં શ્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હિરેન પટેલને રજૂઆત કરી હતી કે, અહીં રસ્તો બનાવો છો પણ વરસાદમાં સલામત નથી. સાવચેતીનું બોર્ડ મરાવો. લાઠીદડ ગામમાં હાલ કોઈ સરપંચ નથી અને તલાટી મંત્રી છે તેમને ગામના લોકોએ અનેકવાર મૌખિક અને લેખિતમાં પણ રજૂઆત કરે છે તેમ છતાં પણ કશું જ સાંભળતા નથી. મેં તો મારો આખો પરિવાર ગુમાવી દીધો જેમનો આખો પરિવાર સાફ થઈ ગયો તે પ્રિયંક ચૌહાણ લાઠીદડ રહે છે. ભાસ્કર તેમના ઘરે પહોંચ્યું હતું. તેમણે આખો પરિવાર ગુમાવ્યો છે. પ્રિયંકે ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, ઘટના બની તે કુદરતી હતી. પૂર આવ્યું ને મારો આખો પરિવાર તણાઈ ગયો. મારાં મમ્મી, બે બહેનો, દાદા-દાદી બધા સાત વ્યક્તિ હતા. મારી સાથેના પાંચ પરિવારજનો ગુમાવ્યા. બીજા બે સંબંધી જ છે પણ ગામમાં રહે છે. હવે પરિવારમાં મારું કોઈ રહ્યું નથી. સરકારને અપીલ છે કે બનતી સહાય કરે. મારે આવકનો સ્ત્રોત હવે કોઈ રહ્યો નથી. અમે ટિફિન સર્વિસથી ગુજરાન ચલાવતા હતા. રાજકારણ ને ઈ બધાથી હું અજાણ છું. પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કે રાજ્ય સરકાર તરફથી જે સહાય મળતી હોય તે જલ્દી મળે તો સારું. દિવ્ય ભાસ્કરની ટીમે આ ગાડી જે જગ્યાએથી તણાઈ ને આવી ત્યાં જવાની કોશિશ કરી પણ જે રસ્તે અમે નીકળ્યા ત્યાં હજુ પણ પાણી ભરેલા હતા એટલે ગાડી અંદર જઈ શકે તેમ નહોતી. અમે ચાલીને જવાનો પણ પ્રયાસ કર્યો પણ પાણી ખૂબ વધારે ભરેલું હોવાથી અંદર જઈ શકાય તેમ નહોતું. અમે અંદાજે આ બાળા સુરધનદાદાના મંદિરથી 500 મીટર દૂર જ રોકાઈ ગયા. ત્યાં જોયું કે જે પ્રમાણે હાલ 500 મીટર દૂરથી જ આટલું પાણી ભરાયેલું છે તો જ્યારે ઘટના બની ત્યારે કેટલું પાણી ભરાયું હશે તેનો અંદાજ લગાવી શકાય છે. બે વર્ષ પહેલાં આ જ જગ્યાએ નહેરમાં ટ્રેક્ટર પડી ગયું હતું ગામના ચોરે બેઠેલા લોકો સાથે જ્યારે અમે વાત કરી. એ લોકોનું કહેવું છે કે, ગામમાં આટલો મોટો બનાવ પહેલીવાર બન્યો છે. એકસાથે એક જ પરિવારના સાત લોકો મૃત્યુ પામ્યા હોય ચોરે બેઠેલા લોકો એ પણ કહે છે કે અગાઉ પણ બનાવ બન્યા છે પણ આવો કરુણતમ બનાવ પહેલીવાર બન્યો છે. અગાઉ બે વર્ષ પહેલાં પણ એક ટ્રેક્ટર આજ નહેરમાં પડી ગયું હતું અને તેમાં જે વ્યક્તિ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ નહેર જોખમી છે. ખાસ કરીને ચોમાસામાં. આ નહેરમાં જેટલું પાણી ભરાય છે તેના કારણે આસપાસના ખેતરના શેઢા પડી જાય છે. ખેતરને પણ નુકસાન થાય છે. પોલીસતંત્રને સૂચના આપી છે કે કોઝ-વે પાસે એક જવાન ડિપ્લોય કરે : પ્રાંત અધિકારી આવા બનાવ વારંવાર બનતા રોકવા શું કરી શકાય? જે વ્યક્તિઓ ડૂબી ગયા છે તેમને કેવી રીતે સહાય મળશે? એ જાણવા અમે બોટાદનાં પ્રાંત અધિકારી અંકિતા ગોસ્વામીને મળ્યા. અંકિતાબેને દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, બોટાદ જિલ્લામાં ભારે વરસાદ થયો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પ્રવાહ એકદમ વધી ગયો. અમને ખબર પડી તો તરત ફાયરની ટીમ મોકલી. તપાસ કરતાં અમને ખબર પડી કે ઈકો કારમાં નવ વ્યક્તિ હતી. તેમાંથી બે પુરુષનો બચાવ થયો હતો. બાકીનાં છ મહિના અને એક પુરુષ મળીને સાત વ્યક્તિ તણાઈ ગયાં હતા. શોધખોળ માટે NDRFની મદદ લીધી હતી. શોધખોળના અંતે તમામ સાતેય મૃતદેહ મળી આવ્યા હતા. અમે આ અંગે રાજ્ય સરકારને જાણ કરી છે અને મૃતકના પરિવારને તાકીદે સહાય મળી રહે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. આવા બનાવો રોકવા માટે અમે પોલીસ તંત્રને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કોઝ-વે હોય અને જ્યાં પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યાં એક પોલીસ જવાન અથવા એક હોમગાર્ડ ડિપ્લોય કરે અને અંતરાય મૂકીને લોકોને પાણીમાં જતાં અટકાવે. સાત મૃતકોના નામ.. સાત મૃતકોના નામ..

​મારાં મમ્મી, બે બહેનો, દાદા-દાદી બધા તણાઈ ગયાં. મેં તો આખો પરિવાર ખોઈ નાખ્યો. હું શું કરીશ? મારું ઘરે કેમ ચાલશે? આ વાક્ય છે પ્રિયંક ચૌહાણના. જેમના એક જ ઘરમાંથી એકસાથે પાંચ વ્યક્તિનાં મોત થયાં છે. ગામના પાદરમાં વરસાદના પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો ને ઈકો કાર તણાઈ. કારમાં બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહીં. ગામના જ બીજા બે વ્યક્તિ મળીને સાત તણાયાં. અત્યારે લાઠીદડ ગામ શોકમાં ગરકાવ છે. ઘટના છે બોટાદથી 15 કિલોમીટર દૂર આવેલા લાઠીદડ ગામની. ગામમાં રહેતો ચૌહાણ પરિવાર ગામથી પાંચ કિલોમીટર દૂર ચાલીને બાલા સુરધન દાદાના મંદિરે દર્શન કરવા ગયો હતો. આ પરિવાર સાંજે પહોંચ્યો. દર્શન કર્યા ને અનરાધાર વરસાદ તૂટી પડ્યો. જાણે વાદળ ફાટ્યું હોય. આસપાસના ખેતરો ઘડીના છઠ્ઠાભાગમાં તળાવ બની ગયા. ખેતરોમાંથી પાણી ઊછાળા મારીમારીને રસ્તા પર વહેવા લાગ્યું. સુરધન દાદાના મંદિર આસપાસ નાનાં તળાવ છે તેમાંથી પણ પાણી બહાર નીકળીને આવવા લાગ્યું. હવે શું કરવું? ચૌહાણ પરિવાર માટે સવાલ એ થયો કે ઘરે કેમ જવું? કોઈને ફોન કર્યો ને ઈકો કાર લેવા પહોંચી ગઈ. ઈકો કાર ચાલક સુરેન્દ્રનગરના હતા. તેની સાથે એક ભાઈ પણ હતા. મંદિર પાસે જે ફસાયા હતા તેમાં ચૌહાણ પરિવારના પાંચ અને વાવેતા પરિવારના બે વ્યક્તિ હતા. આ સાત વ્યક્તિ ઈકો કારની રાહમાં ઊભા હતા. ઈકો કાર ચાલકે ગમે તેમ કરીને મંદિર સુધી કાર પહોંચાડી. પાછળ લાઠીદડ ગામના સાતેય બેઠા. હવે ગાડીમાં નવ વ્યક્તિ બેઠી હતી. કારમાં બેઠા ત્યાં કોણ જાણે કેવી રીતે ધસમસતું પાણી આવી ગયું ને આખી ઈકો કાર તણાઈ ગઈ. આગળ બેઠેલા બે પુરૂષ કૂદી પડ્યા પણ બાકીના બહાર ન નીકળી શક્યા ને ઈકો કાર પાણીમાં ગરક થઈ ગઈ. પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે કોઈને બચાવી શકાય તેવી સ્થિતિ નહોતી. સુરધન દાદા મંદિર પાસે રાહ જોઈને ઊભેલા સાતેય તણાઈ ગયા. આ સાતમાંથી છ તો મહિલાઓ હતી. આ આખી ઘટના સામે આવ્યા પછી ભાસ્કર પહોંચ્યું બોટાદના લાઠીદડ ગામે. ચૌહાણ પરિવારને મળીને બધી વાતો જાણી. આસપાસના લોકો પાસેથી એ પણ જાણ્યું કે આખી ઘટના બની કેવી રીતે? શું કહ્યું પરિવારે? શું કહ્યું નજરે જોનારે અને શું કહ્યું પ્રાંત અધિકારીએ? જાણીએ આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં… ખેતરોનું પાણી ને તળાવનું પાણી કેડી પર ને નહેરમાં ધસમસતું આવી ગયું અને… લાઠીદડ ગામ અંતરિયાળ છે. ઘણા ખેતર છે અને ત્યાં કુદરતી રીતે જ બનેલી એક નહેર પણ છે. હવે બનાવ જ્યાં બન્યો તે કેવી રીતે બન્યો, આ નહેર કેવી રીતે બની તે અમે જાણવાનો પ્રયાસ કર્યો. જેમણે નજરે આ બનાવ જોયો છે અને બચાવ કામગીરીમાં પણ મદદ કરી તેવા ધર્મેશભાઈ પટેલ અમને આ જગ્યા ઉપર ખેતરમાં કામ કરતા હતા. અમે તેમની સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, ગાડી લાઠીદડમાં નથી તણાઈ પણ આ જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ આ જ ગામના રહેવાસી હતા. આ લોકો અમારા ગામથી થોડા અંદરના ભાગમાં જ્યાં બાળા સુરધન દાદા નું મંદિર આવ્યું છે ત્યાં દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાં આસપાસમાં નાના નાના તલાવડા પણ વરસાદના પાણીથી છલકાઈ ગયા હતા અને વરસાદ પણ વરસી રહ્યો હતો. તેમણે પ્રયાસો કર્યો કે તેઓ ગાડીમાં બેસીને નીકળી જાય પણ અહીંયા ખેતરો ખૂબ જ છે એટલે ખેતરમાં જે પાણી હોય છે તે આ નહેરમાં જતું રહે છે એટલે નાના નાના તલાવડા પણ છલકાઈને પાણી વહેવા લાગ્યું અને ખેતરોનું પાણી પણ વહેવા લાગ્યું જેના કારણે એક મોટો પ્રવાહ આવ્યો અને આ પાણીના પ્રવાહમાં આ ગાડી તણાવા લાગી હતી. બાળા સુરધન દાદાના મંદિરેથી ઈકો ગાડી તણાઈ ગઈ હતી. જેમાં કુલ નવ જણા સવાર હતા તેમાંથી જે બે વ્યક્તિ જેમાંથી એક ડ્રાઇવર અને તેમની બાજુમાં બેઠેલા સાથીદાર બચી ગયા અને બાકીના જે પાછળની સીટ પર સાત વ્યક્તિ બેઠા હતા એમાંથી પાંચ તો એક જ પરિવારના છે અને બીજા બે તેમના સંબંધી છે. એ તમામ લોકોના તણાઈ જવાથી મૃત્યુ થયા. આ ગાડી બે કિલોમીટર દૂરથી તણાઈને આવી હતી અને મારું જે ખેતર છે ત્યાં નહેરની દીવાલનો ભાગ છે ત્યાં આવીને ગાડી ફસાઈ ગઈ. મારા ખેતર પાસેથી પાંચ જણાની બોડી મળી આવી અને અમે લોકોએ કલેકટર ઓફિસમાં આ બાબતની જાણ કરતાં થોડીવારમાં જ NDRFની ટીમ આવી ગઈ અને તેમને બીજી બે બોડીની શોધખોળ કરવાનું શરૂ કર્યું. જેમાં બીજા જે મૃતદેહો લાઠીદડ ગામથી બે કિલોમીટર દૂર કેરિયા ગામથી મળી આવ્યા હતા. એનો અર્થ એવો થયો કે સુરધન દાદાના મંદિરેથી પાંચ કિલોમીટર દૂરથી બે વ્યક્તિ મળી. વિચારો, પાણીનો પ્રવાહ કેટલો સ્પીડમાં હશે. ગામના લોકો કોન્ટ્રાક્ટર અને તલાટી કમ મંત્રીને ફરિયાદ કરી-કરીને થાક્યા જ્યારે દિવ્ય ભાસ્કર ની ટીમ લાઠીદડ ગામમાં પહોંચી ત્યારે ગામના પાછળના ભાગમાં જ્યાં તૂટેલા રોડ ઉપર થઈને બનાવના સ્થળે પહોંચી. ત્યારે જોયું કે અહીંયા રોડ પણ તૂટેલો હતો. જે જગ્યાએ આ ઈકો ગાડી તણાઈને ફસાઈ હતી, અમે ત્યાં પહોંચ્યા. સ્થળ પર જોયું કે આ એક કુદરતી નહેર જ બની છે એટલે કે દર વર્ષે જ્યારે વરસાદ વરસે છે ત્યારે ખૂબ પાણી આવે છે જેના કારણે ઘસારો થઈને પાણીથી કુદરતી નહેર બની ગઈ છે. નહેર પણ કેવી. પંદર ફૂટ ઊંડી. અહીંયા ગામજનોનું એવું કહેવાનું થાય છે કે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કોન્ટ્રાક્ટરને અમે વારંવાર જાણ કરી છે કે અહીંયા પાણીનું વેણ વધારે હોવાથી અજાણ્યા લોકો અહીંયા ગાડી લઈને નીકળે છે તેમને ખબર નથી હોતી કે આની ઊંડાઈ કેટલી છે. તેના માટે કોન્ટ્રાક્ટરે બોર્ડ મૂકવાનું હોય છે કે અહીંયા પાણીનો પ્રવાહ હોવાથી સંભાળવું. પણ કોઈ બોર્ડ માર્યું નથી. ધર્મેશભાઈ પટેલ કહે છે કે, મેં શ્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હિરેન પટેલને રજૂઆત કરી હતી કે, અહીં રસ્તો બનાવો છો પણ વરસાદમાં સલામત નથી. સાવચેતીનું બોર્ડ મરાવો. લાઠીદડ ગામમાં હાલ કોઈ સરપંચ નથી અને તલાટી મંત્રી છે તેમને ગામના લોકોએ અનેકવાર મૌખિક અને લેખિતમાં પણ રજૂઆત કરે છે તેમ છતાં પણ કશું જ સાંભળતા નથી. મેં તો મારો આખો પરિવાર ગુમાવી દીધો જેમનો આખો પરિવાર સાફ થઈ ગયો તે પ્રિયંક ચૌહાણ લાઠીદડ રહે છે. ભાસ્કર તેમના ઘરે પહોંચ્યું હતું. તેમણે આખો પરિવાર ગુમાવ્યો છે. પ્રિયંકે ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, ઘટના બની તે કુદરતી હતી. પૂર આવ્યું ને મારો આખો પરિવાર તણાઈ ગયો. મારાં મમ્મી, બે બહેનો, દાદા-દાદી બધા સાત વ્યક્તિ હતા. મારી સાથેના પાંચ પરિવારજનો ગુમાવ્યા. બીજા બે સંબંધી જ છે પણ ગામમાં રહે છે. હવે પરિવારમાં મારું કોઈ રહ્યું નથી. સરકારને અપીલ છે કે બનતી સહાય કરે. મારે આવકનો સ્ત્રોત હવે કોઈ રહ્યો નથી. અમે ટિફિન સર્વિસથી ગુજરાન ચલાવતા હતા. રાજકારણ ને ઈ બધાથી હું અજાણ છું. પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કે રાજ્ય સરકાર તરફથી જે સહાય મળતી હોય તે જલ્દી મળે તો સારું. દિવ્ય ભાસ્કરની ટીમે આ ગાડી જે જગ્યાએથી તણાઈ ને આવી ત્યાં જવાની કોશિશ કરી પણ જે રસ્તે અમે નીકળ્યા ત્યાં હજુ પણ પાણી ભરેલા હતા એટલે ગાડી અંદર જઈ શકે તેમ નહોતી. અમે ચાલીને જવાનો પણ પ્રયાસ કર્યો પણ પાણી ખૂબ વધારે ભરેલું હોવાથી અંદર જઈ શકાય તેમ નહોતું. અમે અંદાજે આ બાળા સુરધનદાદાના મંદિરથી 500 મીટર દૂર જ રોકાઈ ગયા. ત્યાં જોયું કે જે પ્રમાણે હાલ 500 મીટર દૂરથી જ આટલું પાણી ભરાયેલું છે તો જ્યારે ઘટના બની ત્યારે કેટલું પાણી ભરાયું હશે તેનો અંદાજ લગાવી શકાય છે. બે વર્ષ પહેલાં આ જ જગ્યાએ નહેરમાં ટ્રેક્ટર પડી ગયું હતું ગામના ચોરે બેઠેલા લોકો સાથે જ્યારે અમે વાત કરી. એ લોકોનું કહેવું છે કે, ગામમાં આટલો મોટો બનાવ પહેલીવાર બન્યો છે. એકસાથે એક જ પરિવારના સાત લોકો મૃત્યુ પામ્યા હોય ચોરે બેઠેલા લોકો એ પણ કહે છે કે અગાઉ પણ બનાવ બન્યા છે પણ આવો કરુણતમ બનાવ પહેલીવાર બન્યો છે. અગાઉ બે વર્ષ પહેલાં પણ એક ટ્રેક્ટર આજ નહેરમાં પડી ગયું હતું અને તેમાં જે વ્યક્તિ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ નહેર જોખમી છે. ખાસ કરીને ચોમાસામાં. આ નહેરમાં જેટલું પાણી ભરાય છે તેના કારણે આસપાસના ખેતરના શેઢા પડી જાય છે. ખેતરને પણ નુકસાન થાય છે. પોલીસતંત્રને સૂચના આપી છે કે કોઝ-વે પાસે એક જવાન ડિપ્લોય કરે : પ્રાંત અધિકારી આવા બનાવ વારંવાર બનતા રોકવા શું કરી શકાય? જે વ્યક્તિઓ ડૂબી ગયા છે તેમને કેવી રીતે સહાય મળશે? એ જાણવા અમે બોટાદનાં પ્રાંત અધિકારી અંકિતા ગોસ્વામીને મળ્યા. અંકિતાબેને દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, બોટાદ જિલ્લામાં ભારે વરસાદ થયો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પ્રવાહ એકદમ વધી ગયો. અમને ખબર પડી તો તરત ફાયરની ટીમ મોકલી. તપાસ કરતાં અમને ખબર પડી કે ઈકો કારમાં નવ વ્યક્તિ હતી. તેમાંથી બે પુરુષનો બચાવ થયો હતો. બાકીનાં છ મહિના અને એક પુરુષ મળીને સાત વ્યક્તિ તણાઈ ગયાં હતા. શોધખોળ માટે NDRFની મદદ લીધી હતી. શોધખોળના અંતે તમામ સાતેય મૃતદેહ મળી આવ્યા હતા. અમે આ અંગે રાજ્ય સરકારને જાણ કરી છે અને મૃતકના પરિવારને તાકીદે સહાય મળી રહે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. આવા બનાવો રોકવા માટે અમે પોલીસ તંત્રને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કોઝ-વે હોય અને જ્યાં પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યાં એક પોલીસ જવાન અથવા એક હોમગાર્ડ ડિપ્લોય કરે અને અંતરાય મૂકીને લોકોને પાણીમાં જતાં અટકાવે. સાત મૃતકોના નામ.. સાત મૃતકોના નામ.. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *