આજે ઈરાન સંદર્ભે આપણે બે મુદ્દાની વાત કરવાની છે.
પહેલો મુદ્દો એ છે કે, ભારતને જો સાથ આપવો હોય તો ઈઝરાયલનો આપશે. ઈરાનનો સાથ નહીં આપે. તેના કારણો આગળ જોઈએ.
બીજો મુદ્દો એ છે કે, ઈઝરાયલ અને અમેરિકા સાથે મળીને ઈરાનને ત્રણ ટુકડામાં વહેંચવા માગે છે. નમસ્કાર, 1971માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે ઈરાને પાકિસ્તાનને મદદ કરી હતી. હવે પાકિસ્તાનનો વારો છે કે તે ઈરાનનું ઋણ ઉતારે. મુનીર આ ઋણ ચૂકવે તે પહેલાં જ ટ્રમ્પની જાળમાં ફસાઈ ગયા. પણ વાત એ છે કે, જો ભારતે ઈરાન કે ઈઝરાયલ, કોઈ એકનો પક્ષ લેવાનો હશે તો એ ઈઝરાયલનો પક્ષ લેશે. બીજું, ઈરાનમાં માત્ર તખ્તાપલટ જ એક હેતુ નથી, ઈરાનને ત્રણ ટુકડામાં વહેંચવાનો ગેમ પ્લાન પણ છે. ખોમેનીએ ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું
સપ્ટેમ્બર 2024માં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખોમેનીએ મુસલમાનો વિશે વાત કરી હતી અને તેમાં ભારતની ટીકા કરી હતી. ખોમેનીએ કહ્યું હતું કે, કેટલાક દેશોમાં મુસલમાનો પર જુલમ થઈ રહ્યો છે. તેમાનું એક ભારત પણ છે. જોકે ભારતે ખોમેનીને સંભળાવી દીધું હતું કે, ખોટી વાતો ન ફેલાવો, આ નિવેદન નિંદનીય છે. 1971ની લડાઈમાં ઈરાનની ભૂમિકા
1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું. એ વખતે ઈરાનના સુપ્રીમ લીડર હતા, મોહમ્મદ રેઝા શાહ પહેલવી. તેને ચિંતા હતી કે ભારત પાકિસ્તાનને વેરવિખેર કરી નાખશે તો? કારણ કે પાકિસ્તાન અને ઈરાનની સરહદ અડીને આવેલી છે. બીજું, પાકિસ્તાન ઈસ્લામિક દેશ છે. ઈરાનને થયું કે આવા સમયમાં પાકિસ્તાનની મદદ કરવી જોઈએ. લેખક શ્રીનાથ રાઘવને તેમના પુસ્તક ‘1971 ગ્લોબલ હિસ્ટ્રી ઓફ ક્રિએશન ઓફ બાંગ્લાદેશ’માં લખ્યું છે કે, મે 1971માં ભારતના વિદેશ સચિવ ટીએન કૌલ ઈરાનના સુપ્રીમ લીડર શાહને મળવા તહેરાન ગયા હતા. ભારતને ગુપ્ત માહિતી મળી હતી કે ઈરાને પાકિસ્તાનને મદદ કરવા હથિયારો મોકલ્યા છે. કૌલે શાહને કહ્યું કે, તમે પાકિસ્તાનને હથિયારો ન આપો તો સારું. યાહ્યા ખાનને પણ સમજાવો કે આ મામલો એટલો લાંબો ન ખેંચે કે મોટું સંકટ બની જાય. ઈન્દિરા ગાંધીએ ઈરાનના શાહને જોરદાર જવાબ આપી દીધો હતો
ભારતના વિદેશ સચિવ ટીએન કૌલ ભારત આવી ગયા. એ પછીના મહિને 23 જૂન, 1971ના દિવસે ઈરાનના રાજદૂત ભારત આવ્યા અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે મુલાકાત કરી. રાજદૂતે ઈન્દિરા ગાંધીને કહ્યું કે, ઈરાનના શાહનો સંદેશો લઈને આવ્યો છું. એમણે કહેવડાવ્યું છે કે, તમારે અને યાહ્યા ખાને બેસીને વાતચીતથી મામલો ઉકેલી લેવો જોઈએ. ઈન્દિરા ગાંધીને અણગમો થયો. તેણે તરત એક મંત્રીને તહેરાન મોકલીને સંદેશો આપ્યો કે, તમારા સંદેશો મળ્યો. હું માત્ર એટલું કહી શકું કે પાકિસ્તાને કેટલી મોટી સમસ્યા ઊભી કરી છે તે સમજાવવામાં અમે નિષ્ફળ રહ્યા છીએ. હકીકતે, આ સમસ્યાનું સમાધાન પૂર્વ અને પશ્ચિમી પાકિસ્તાનના નેતાઓની વાતચીતથી જ થશે. ઈરાન-પાકિસ્તાન વચ્ચે ગુપ્ત સમજૂતી હતી
લેખક મોહમ્મદ યુનુસ તેમના પુસ્તક ‘ભુટ્ટો એન્ડ ધ બ્રેકઅપ ઓફ પાકિસ્તાન’માં લખે છે કે, ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ગુપ્ત સમજૂતી હતી કે, 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે કરાચીની હવાઈ સુરક્ષાની જવાબદારી ઈરાનની રહેશે. જો કે પછી યુદ્ધ થયું ત્યારે ઈરાનના શાહે હાથ ઊંચા કરીને પાકિસ્તાનને ટીંગાડી દીધું. યાહ્યા ખાને ઈરાનના શાહને કહેવડાવ્યું કે, તમે સપોર્ટ આપવાનું વચન આપ્યું હતું. પણ શાહે કહ્યું કે, આ બે દેશ પૂરતી વાત નથી રહી. મારે દુનિયાને જવાબ આપવો પડે. હું આમાં કોઈ જવાબદારી લઈશ નહીં. 2009માં ભારતે ઈરાન વિરુદ્ધ વોટ આપ્યો હતો
આમ તો ક્રૂડ ઓઈલના ઈમ્પોર્ટ અને અન્ય ટ્રેડના કારણે ભારત-ઈરાનના સંબંધો છે પણ ડિપ્લોમેટિક સંબંધો સારા નથી. અવિનાશ પાલીવાલ તેમના પુસ્તક ‘માય એનિમિઝ એનિમિ’માં લખે છે કે ભારતે 2009માં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના મંચ પર ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિરુદ્ધ વોટ આપ્યો હતો, ત્યારથી બે દેશ વચ્ચે સંબંધો વધારે બગડ્યા. જોકે એ પછી 2013માં ડો. મનમોહન સિંહ અને 2016માં નરેન્દ્ર મોદી ઈરાનની મુલાકાતે જઈ આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ઈરાન સાથે ચાબહર પોર્ટ અને જરાંજ- ડેલારામ હાઈવે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ બે પ્રોજેક્ટથી ભારત-ઈરાન અને અફઘાનિસ્તાન એમ ત્રણ દેશોના સંબંધોનો વિસ્તાર થયો. જરાંજ- ડેલારામ હાઈવે ઈરાન અને અફઘાનિસ્તાનને જોડે છે. અફઘાનિસ્તાનને સામાન મોકલવો હોય તો ભારત ઈરાનની જમીનનો ઉપયોગ કરી શકે છે. ઈરાન ભારતથી બે બાબતોના કારણે નારાજ છે
ઈરાન બે મુદ્દે ભારતથી નારાજ છે. એક, ભારતમાં મુસ્લિમો પર અત્યાયારનો આરોપ મૂક્યો છે. બીજું, ભારતે અફઘાનિસ્તાનમાં સલમા ડેમ બનાવ્યો છે. ભારતે અફઘાનિસ્તાનમાં ડેમ બનાવ્યો તેનાથી કાબુલ અને તહેરાન વચ્ચે તણાવ પેદા થઈ ગયો. એનું કારણ છે કે, આ ડેમ હરિ રૂદ નદી પર બનાવાયો છે. આ ડેમને ઈરાન પસંદ નથી કરતું. સલમા ડેમના કારણે ઈરાન તરફ જતા પાણી પર અફઘાનિસ્તાનનો કંટ્રોલ આવી ગયો. અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચે પાણીના ભાગ પાડવા મુદ્દે 1970થી ઝઘડો ચાલતો આવ્યો છે. 28 ફેબ્રુઆરી, 2005ના દિવસે ઈરાનના વિદેશમંત્રી કમાલ ખરાજી દિલ્હી આવ્યા હતા અને વડાપ્રધાન ડો. મનમોહન સિંહને મળ્યા હતા. તેમણે કહ્યું કે, તમે અફઘાનિસ્તાનમાં સલમા ડેમ બાંધ્યો, તેના કારણે અમારે પાણીની તકલીફ થઈ ગઈ છે. ત્યારે ડો. સિંહે જવાબ આપ્યો હતો કે, એ તમારા બે દેશનો વિષય છે. તમે અંદરો અંદર વાત કરી લો. ઈમરાન ખાન વડાપ્રધાન હતા ત્યારે આ વાત કરી હતી
2020માં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો હતો. પાકિસ્તાનના એ સમયના વડાપ્રધાન ઈમરાન ખાનને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન કોની પડખે છે? ઈરાન કે ઈઝરાયલ? ત્યારે ઈમરાન ખાને જવાબ આપ્યો હતો કે, બીજા દેશોને જે કરવું હોય તે કરે. પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ છે. મોહમ્મદ અલી જિન્હાએ 1948માં કહ્યું હતું કે, જ્યાં સુધી પેલેસ્ટાઈનના લોકોને તેમનો અધિકાર નથી મળી જતો ત્યાં સુધી ઈઝરાયલને અમે સ્વીકાર નહીં કરીએ. આજે પણ અમે આ વાતને વળગી રહ્યા છીએ. ઈમરાન ખાને ત્યારે પણ ઈરાનનો સાથ આપવાની વાત કરી હતી. 2005માં એ વખતના વિદેશમંત્રી ખુર્શીદ કસૂરી અને ઈઝરાયલના વિદેશમંત્રી સિલવાન શાલોમ વચ્ચે તુર્કીના ઈસ્તંબુલમાં મુલાકાત થઈ હતી. કહેવાય છે કે એ મુલાકાત તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને કરાવી હતી. પાકિસ્તાનમાં આ મુલાકાતના કારણે ભારે વિરોધ થયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેતન્યાહૂ ભારત આવ્યા ત્યારે આ વાત કરી હતી
ઈઝરાયલ સાથે સંબંધ રાખવા માટે ભલે પાકિસ્તાનીઓ વિરોધ કરે પણ ઈઝરાયલે ક્યારેય પાકિસ્તાનનો વિરોધ કર્યો નથી. ઈઝરાયલના લોકો ક્યારેય પાકિસ્તાનના વિરોધમાં રોડ પર નથી ઉતર્યા. 2018માં ઈઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામીન નેતન્યાહૂ ભારત આવ્યા હતા. તેમણે આ પ્રવાસ દરમિયાન એવું કહ્યું હતું કે, ઈઝરાયલ પાકિસ્તાનનું દુશ્મન નથી અને પાકિસ્તાને પણ અમારું દુશ્મન ન બનવું જોઈએ.
આ નિવેદન પછી પાકિસ્તાની સેનેટના તત્કાલિન ચેરમેન રઝા રબ્બાનીએ મુસ્લિમ વર્લ્ડને ચેતવણી આપતાં કહ્યું હતું કે, ભારત, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ઊભરતું ગઠબંધન મુસ્લિમ દુનિયા માટે સૌથી મોટો ખતરો છે. નહેરૂએ ઈઝરાયલને દેશ તરીકે માન્યતા આપી નહોતી
ઈરાન કટ્ટર ઈસ્લામિક દેશ છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાનને મદદ કરે છે. ખોમેનીએ ભારત માટે ખરાબ નિવેદન આપ્યું હતું. આ બધું જોતાં યુદ્ધમાં ભારત ઈરાનની સાથે નહીં પણ ઈઝરાયલની સાથે ઊભું રહેશે. ભારત અને ઈઝરાયલના સંબંધો પર ઊડતી નજર કરી લઈએ. ભારત અને ઈઝરાયલના રાજદ્વારી સંબંધનો ઈતિહાસ બહુ લાંબો નથી. ઈઝરાયલની રચના બાદ ભારતે તેને એક સ્વતંત્ર દેશ તરીકે સ્વીકૃતિ આપી નહોતી. ભારત ઈઝરાયલની રચનાની વિરુદ્ધમાં હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારતના સમર્થન માટે વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈનસ્ટાઈને જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો હતો ને કહ્યું હતું કે, તમે કમ સે કમ યહૂદીઓ સામે જુઓ. તે બહુ હેરાન થઈ રહ્યા છે. આઈન્સ્ટાઈનના પત્ર પર વિચાર કરીને નહેરુએ 1950ની 17 નવેમ્બરે નહેરુએ ઇઝરાયલને સ્વીકૃતિ આપી હતી. વાજપેયીના સમયમાં ભારતના ઈઝરાયલ સાથેના સંબંધો સુધર્યા
કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળની પહેલી સરકાર રચાઈ અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે ઇઝરાયલ સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો. વાજપેયીના શાસન કાળમાં ઇઝરાયલ સાથે આર્થિક, વ્યૂહાત્મક, વિજ્ઞાન-ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રે મહત્ત્વના અનેક કરાર થયા હતા. એ યાત્રા દરમિયાન અડવાણીએ પેલેસ્ટાઇનના નેતા યાસર અરાફાત સાથે પણ ગાઝામાં મુલાકાત કરી હતી. એ વખતે અડવાણીએ ઇઝરાયલ સાથે ન્યુક્લિયર સપોર્ટ વધારવાની તરફેણ કરી હતી. એ પછી 2003માં ઇઝરાયલના વડાપ્રધાન એરિયલ શેરોન ભારતની મુલાકાતે આવ્યા હતા અને તે મુલાકાત બન્ને દેશો માટે બહુ મહત્ત્વની સાબિત થઈ. આજની તારીખે રશિયા પછી ઇઝરાયલ ભારત માટે સૌથી વધુ શસ્ત્રો પૂરાં પાડતો દેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ-2017માં ઇઝરાયલની મુલાકાતે ગયા હતા અને તે કોઈ ભારતીય વડા પ્રધાનની પહેલી ઇઝરાયલ મુલાકાત હતી. તે પહેલાં સુધી ભારતનો કોઈ ઉચ્ચસ્તરીય નેતા ઇઝરાયલ જાય તો પેલેસ્ટાઈન જરૂર જતો હતો, પરંતુ નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન ગયા ન હતા અને મુલાકાત દરમિયાન પેલેસ્ટાઇનનું નામ સુદ્ધાં લીધું ન હતું. ઓક્ટોબર 2023માં ગાઝાએ જ્યારે ઈઝરાયલ પર પહેલીવાર હુમલો કર્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ભારત આ આતંકવાદી હુમલા વિરુદ્ધ ઇઝરાયલની પડખે છે. હવે આપણે બીજા મુદ્દા પર વાત કરીએ કે, અમેરિકા ઈરાનને ત્રણ ટુકડામાં વેંચવા માગે છે ખોમેનીના અંત પછી ઈરાનના ત્રણ ટુકડા થઈ શકે છે
ઈઝરાયલે હવે એક વાત પકડી રાખી છે કે ખોમેનીને નહીં મારીએ ત્યાં સુધી જંપીશું નહીં. માનો કે ગમે તેમ ખોમેનીનો અંત થયો તો તેના ગયા પછી ઈરાન પણ તૂટી શકે છે. દેશનિકાલ કરાયેલા ઈરાની નેતા ઈમાન ફોરૌતાને આશંકા વ્યક્ત કરી છે કે સત્તા પરિવર્તન પછી ઈરાન વિભાજીત થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં રહેતા કુર્દ લોકો અત્યારની સ્થિતિનો લાભ ઉઠાવી શકે છે. બાકીના વિસ્તારમાં પર્શીયન અને બલૂચ લોકો પણ વર્ચસ્વ જમાવી શકે છે. એટલે ઈરાનના પણ ત્રણ ભાગ થઈ શકે છે. કારણ કે ખોમેની પછી જો રેઝા પહેલવીના દીકરાને ગાદી મળે તો આ પણ સંભવ છે. ઈરાનમાં કોમનું ચિત્ર સમજવા જેવું છે
ઈરાનની વસ્તી 9 કરોડની છે. તેમાંથી 99 ટકા મુસલમાન છે. આ 99માંથી 90 ટકા શિયા અને 9 ટકા સુન્ની મુસલમાન છે. ઈરાનમાં મોટાભાગના સુન્ની તુર્કમેન, અરબ, બલૂચ અને કુર્દ છે. ઈરાનને માત્ર શિયા અને સુન્નીમાં જ વિભાજિત કરીને જોવું યોગ્ય નથી.
ઈરાનની વસ્તીમાં સૌથી મોટો ભાગ પર્શીયન અને ફારસીનો છે. આ બંને થઈને લગભગ 61 ટકા વસ્તી છે. આ પર્શીયનોને ઈરાનમાંથી હાંકી કઢાયા હતા તે વિશ્વના અલગ અલગ દેશોમાં પારસી બનીને વસ્યા. પણ હજી યે ઈરાનમાં 7 કરોડ પર્શીયન વસે છે.
ઈરાનનો બીજો સૌથી મોટો સમુદાય છે અજેરી. જેને અઝરબૈજાની પણ કહે છે. ઈરાનમાં લગભગ 2 કરોડ અજેરી છે. જે ઈરાનનો પર્શીયન પછીનો સૌથી મોટો સમુદાય છે. અત્યારના સર્વોચ્ચ લીડર ખોમેની પણ અજેરી સમુદાયમાંથી આવે છે. સરળ ભાષામાં કહીએ તો અજેરી એટલે ઈરાનના ખેડૂતો.
ઈરાનનો ત્રીજો સૌથી મોટો સમુદાય છે કુર્દ. કુર્દ લોકોનો ઈતિહાસ અનોખો છે. તેની કુલ વસ્તી 1 કરોડ છે. કુર્દ લડાયક મિજાજના મનાય છે. 17મી સદીમાં તુર્કમેન સામ્રાજ્યની રક્ષા કરવા કુર્દનો ઉપયોગ થયો હતો.
ઈરાનમાં બલૂચોની સંખ્યા પણ ઓછી નથી. ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં બલૂચો રહે છે. તેની વસ્તી પણ 1 કરોડ આસપાસ છે. પણ ઈરાનના શહેરી વિસ્તારમાં 15 લાખ બલૂચો રહે છે.
ઈરાનમાં અરબ લઘુમતીમાં છે. તેની સંખ્યા સૌથી ઓછી છે. મોટાભાગના અરબ ઈરાકની બોર્ડર પાસે રહે છે. છેલ્લે,
ઓડિશા પહોંચેલા નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથેની વાતચીતનો ફોડ પાડ્યો હતો. મોદીએ કહ્યું કે, હું G7 સમિટમાં કેનેડા ગયો હતો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો હતો. મને કહ્યું કે, કેનેડા આવ્યા જ છો તો અમેરિકા આવો. સાથે જમીશું, વાતો કરીશું… પણ મેં કહ્યું કે, હું અમેરિકા નહીં આવી શકું. મારે મહાપ્રભુ જગન્નાથની ધરતી પર જવાનું છે. મોદીએ આવું કરીને કોંગ્રેસને જવાબ આપી દીધો છે કે, નરેન્દર ક્યારેય સરેન્ડર નથી કરતા. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)