ચારે કોર લાશોના ઢગલાં…. ઉબકાં આવે તેવી દુર્ગંધ…. આક્રંદ કરતાં ચહેરાઓ… અને અસહ્ય ગરમી…. આ બધાની વચ્ચે અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઇટ અને સિવિલ હોસ્પિટલમાં કેટલાક લોકો ખડેપગે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા હતા. શરીર પર સફેદ શર્ટ, ખાખી પેન્ટ અને માથા પર કાળા રંગની ટોપી, કહેવાની જરૂર નહીં પડે કે આ લોકો RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના કાર્યકરો હતા. બળેલી લાશો ઉપાડવાથી માંડીને સિવિલના ગેટ પર ટ્રાફિક મેનેજમેન્ટ અને લોકોને પાણી આપતા સંઘના કાર્યકરોના ફોટો-વીડિયો તો તમે જોયા જ હશે પરંતુ તેમનું એક એવું પાસું પણ હતું જે તમે નહીં જાણતા હો. સિવિલ હોસ્પિટલમાં રહેલી કાર્યકરોની ટીમે DNA ટેસ્ટ માટે ડૉક્ટર્સને સેમ્પલ લેવામાં પણ મદદ કરી હતી. આ ટીમમાં RSSના 2 કાર્યકર એવા હતા જે પોતે જ ડૉક્ટર હતા. મેડિકલ એથિક્સમાં માનનારા લોકોને કદાચ આ વાત ગળે ન ઉતરે પણ એ સમયે અફરાતફરીના વાતાવરણમાં કાર્યકરોએ રાહત કામગીરીના ભાગરૂપે અને માનવતાના ધોરણે આ કામ કર્યું હતું. જેનો ઉલ્લેખ સંઘના સાપ્તાહિક મેગેઝિન સાધનામાં છપાયેલા લેખમાં કરાયો છે. જેના પછી દિવ્ય ભાસ્કરે સેવામાં જોડાયેલા RSSના કાર્યકર હિમાલય ગૌસ્વામી સાથે ખાસ વાતચીત કરી હતી સાથે જ કેટલાક પીડિત પરિવારોને મળી તેમનો પ્રતિભાવ પણ જાણ્યો હતો. પ્લેન ક્રેશ બાદ સંઘના 200 કરતાં વધારે કાર્યકરોએ 3 શિફ્ટમાં કામગીરી કરી હતી. 60 સ્વયંસેવકો સવારના સમયે, 100 સ્વયંસેવકો દિવસ દરમિયાન અને 60 સ્વયંસેવકો આખી રાત દરમિયાન કામ કરતાં હતા. તેમણે પીડિત પરિવારો માટે પ્રાથમિક વ્યવસ્થાની સાથોસાથ તેમની સાથે રહીને સહાનુભૂતિ આપવાથી લઇને મૃતદેહ મળે ત્યારે સાંત્વના પાઠવવાની કામગીરી કરી હતી. કોઇપણ આફત, હોનારત કે પછી સંકટના સમયે RSSના કાર્યકરો ઘટના સ્થળે પહોંચી જતા હોય છે અને મદદ કરતાં હોય છે. હિમાલય ગૌસ્વામી RSSના એ કાર્યકર છે જે અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સેવા કરવા માટે બનાવાયેલી કાર્યકરોની ટીમમાં જોડાયા હતા. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે ઘટનાની ભયાનકતા વર્ણવી હતી. વાંચો તેમનો અનુભવ તેમના જ શબ્દોમાં…. પ્રાંત કાર્યાલયમાંથી ફોન આવ્યો અને ટીમ પહોંચી ગઇ
‘જ્યારે પ્લેન ક્રેશની દુર્ઘટના બની એ સમયે હું મારા મિત્ર સાથે હતો, અમે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન મારા ફોનની રિંગ વાગી મેં જોયું તો એ ફોન અમારા સંઘના પ્રાંત કાર્યાલય પરથી હતો. મેં ઊપાડ્યો એટલે મને કહ્યું કે, મેઘાણીનગર પાસે પ્લેન ક્રેશ થયું છે. તમે જ્યાં પણ હો ત્યાંથી ઘટનાસ્થળ પર પહોંચો એટલે તરત જ અમે અન્ય કાર્યકર્તાઓ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યાં. લગભગ 2 વાગ્યેને 5 મિનિટે અમે જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યાં ત્યારે ફાયરના જવાનો, પોલીસના જવાનો અને તંત્રના કર્મચારીઓ ત્યાં કામગીરી કરી રહ્યા હતા. આ જોઇને લાગતું હતું કે એક મોટી દુર્ઘટના અહીં ઘટી છે. અમે પણ આ કામગીરીમાં જોડાઇ ગયા હતા.’ સંઘના કાર્યકરોએ બળેલી લાશો ઉપાડી એમ્બ્લ્યુલન્સમાં મુકી
‘અમે ઘટનાસ્થળ પર પહોંચ્યાં ત્યારે ખૂબ જ ભયાવહ દ્રશ્ય અમારી નજર સામે હતું. અમારી સામે ઘણા લોકો સળગેલી હાલતમાં હતા. અહીં આગ ઓલવવાની કામગીરી ચાલી રહી હતી. આવી પરિસ્થિતિમાં અમે સૌથી પહેલાં ત્યાં જે ડેડ બોડી પડી હતી તેને સ્ટ્રેચરમાં મૂકીને એમ્બ્યુલન્સમાં મૂકવાની કામગીરી શરૂ કરી. આ સમયે અમારી પાસે ન તો હાથમાં પહેરવાના ગ્લવ્ઝ હતા કે ન તો કોઇપણ પ્રકારનું પ્રોટેક્શન.’ 10 લોકોની એક ટીમ સિવિલ હોસ્પિટલ ગઇ
‘આ સમયે અમને સૂચના મળી કે ઘટનાસ્થળ પર બે ટીમ છે તે પૈકી એક ટીમ પોસ્ટમોર્ટમ રૂમ તરફ પહોંચે. આ સૂચના બાદ અમારી 10 લોકોની એક ટીમ પોસ્ટ મોર્ટમ રૂમ તરફ પહોંચી. અહીં બીજા પણ કાર્યકરો પહોંચવાના શરૂ થઇ ગયા હતા. સૌ પ્રથમ અમે જોયું લોકોના ટોળાં હતા જેના કારણે એમ્બ્યુલન્સને આવવામાં તકલીફ પડી રહી હતી. આ જોયા પછી અમે સૌથી પહેલાં એમ્બ્યુલન્સ અહીં ઝડપથી પહોંચી શકે તે માટે રસ્તો કર્યો. ત્યાર બાદ જે ડેડ બોડીઓ ઘટનાસ્થળેથી એમ્બ્યુલન્સમાં આવી રહી હતી તેને સ્ટ્રેચર પર મૂકી હતી અને પછી રૂમની અંદર ડૉક્ટર અને સ્ટાફની સૂચના મુજબ તેને મુકતા હતા. આ સમયે આજ સુધી ન જોયેલા કે ન સાંભળેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક મૃતદેહ તો એવી હાલતમાં હતો કે તેને જોવો પણ સંભવ નહોતો કેમ કે વોમિટિંગ અને ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિ હતી.’ ‘ડૉક્ટરોએ અમને જોઇને પૂછ્યું-RSS?’
‘જ્યારે અમે ત્યાં પહોંચ્યા એ પછી એમ્બ્યુલન્સમાંથી ડેડ બોડી પીએમ રૂમમાં લઇ ગયા. ડૉક્ટરોએ અમને જોઇને કહ્યું RSS? ત્યારે અમે કહ્યું કે હા, અમે RSSના કાર્યકરો છીએ અને અહીં સેવા માટે આવ્યાં છીએ. ત્યારે ડૉક્ટર્સના શબ્દો હતા કે હાશ, તમે આવી ગયા બહું સારું થયું. જ્યારે આ કામગીરી પૂર્ણ થઇ ત્યારે પણ તેમના શબ્દો હતા કે તંત્ર અને સંઘના કારણે અમને ખૂબ જ સારી એવી મદદ મળી ગઇ. જેના કારણે 13 થી 14 કલાક જેટલા સમયમાં પીએમથી લઇને સેમ્પલિંગની કામગીરી પૂર્ણ થઇ ગઇ.’ ‘ડૉક્ટર્સ સૂચના આપતા અને અમે તે પ્રમાણે કરતા હતા’
‘જ્યારે બધી જ ડેડ બોડી પોસ્ટમોર્ટમ રૂમમાં આવી ગઇ એ પછી DNA ટેસ્ટ માટે બોર્ડીના પાર્ટના સેમ્પલની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સમયે પણ અમારી ટીમને પોસ્ટમોર્ટમ રૂમમાં કામ સોંપવામાં આવ્યું હતું. જ્યાં અમે ડૉક્ટરની સાથે રહીને સેમ્પલ લેવાની કામગીરી કરી હતી. સેમ્પલ માટે ડૉકટર એ બોડીમાંથી દાંત અને હાડકાંને લેતા હતા. આવા સમયે ડૉક્ટર અમને સૂચના આપતા હતા કે આ બોડીને ફેરવો તો અમે તે રીતે એ બોડીને ફેરવતાં હતા અને સેમ્પલ લેવામાં મદદ કરતાં હતા. આ સમયે અમુક બોડીના હાથમાં કેટલીક વસ્તુઓ પણ હતી એટલે તે વસ્તુઓને બોડીમાંથી કાઢીને બોક્સમાં મૂકવાની કામગીરી પણ કરી હતી. આમ અંદાજે 14 કલાક જેટલો સમય અહીં વિતાવ્યો હતો. જીવનમાં ક્યારેય ન જોયા હોય તેવા આ દ્રશ્યો જોયા.’ ‘પોસ્ટમોર્ટમ રૂમમાં ચારેતરફ મૃતદેહો પડ્યા હતા’
‘પોસ્ટમોર્ટમ રૂમમાં ચારે તરફ મૃતદેહો પડ્યા હતા. તેને ટેગિંગ પણ કરવાના હતા આવા સમયે ડૉક્ટરની ટીમ પણ ખૂબ જ સારી કામગીરી કરી હતી. તેઓએ પોતાના હાથ પર એક સાથે જેટલા શક્ય હોય તેટલા ટેગ પર નંબર મારીને રાખ્યાં હતા અને ફટાફટ મૃતદેહો પર લગાવી રહ્યાં હતા. જેથી અન્ય કોઇ વ્યક્તિ આ કામમાં ન રોકાય અને કામગીરી પણ ખૂબ જ ઝડપથી થઇ શકે. કેટલીક બોડીની તો એવી હાલત હતી કે તેના ઉપર ટેગિંગ પણ નહોતું થતું આવી પરિસ્થિતિમાં ડૉક્ટર તેને સાફ કરીને ત્યાં ટેગિંગની કામગીરી કરી રહ્યાં હતા. આ કામગીરી કર્યા પછી અમે તે મૃતદેહને ઉપાડીને ડૉક્ટરની સૂચના પ્રમાણે વ્યવસ્થિત રીતે ગોઠવવાની કામગીરી કરતાં હતા. સાથે જ સેમ્પલ જે ડબ્બામાં લેવામાં આવતાં તેના ઉપર પણ તેના માર્કિંગની કામગીરી કરતાં હતા.’ ‘ડૉક્ટર્સે મૃતદેહ સામે બે હાથ જોડી માફી માંગી હતી’
‘અમે પોસ્ટમોર્ટમ રૂમમાં ડૉક્ટરની ટીમની મદદ કરી રહ્યા હતા એ સમયે અમારી ચારેય બાજુ મૃતદેહો જ મૃતદેહો હતા. કેટલાક ડૉક્ટર સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા તો કેટલાક ટેગિંગ મારવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે એ રૂમમાં સંવેદનાના અનેક દ્રશ્યો જોયા. ડૉક્ટર પણ એ મૃતદેહોને બે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યાં હતા કે અમારી કંઇ ભૂલચૂક હોય તો માફ કરજો.’ ભયાનક દૃશ્યો ભૂલાતા નહોતા
‘પહેલાં દિવસની આખી રાત અહીં રહ્યાં પછી જ્યારે સવારે ઘરે પહોંચ્યાં ત્યારે હું ભોજન પણ નહોતો કરી શક્યો કેમ કે દિવસ અને રાત્રિ દરમિયાન જે દ્રશ્યો જોયા હતા તે ભૂલાતાં જ નહોતા. એટલું જ નહીં એ દિવસે અમે સૂઇ શક્યા નહોતા. કેમ કે અમે મૃતદેહોને આવી હાલતમાં જોયા હતા, બોડીમાં આંગળીઓ જતી રહેતી હતી. એક બોડી તો એવી હતી જેમાં ન તો માથાનો ભાગ હતો કે ન તો પગનો ભાગ હતો. જેવી બોડી ઉપાડી એટલે તરત તેમાંથી લોહી બધું જ અમારા ઉપર આવ્યું એટલે આ ખૂબ જ ભયાનક દ્રશ્યો હતા.’ ‘કોઇપણ પરિસ્થિતિ હોય તેવામાં સમાજની પડખે ઊભા રહેવાની પ્રેરણા અમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાંથી મળી છે. શાખામાં અમે ભારત માતા કી જયના નારા દ્વારા મનમાં એવો ભાવ કેળવીએ છીએ કે આ દેશના દરેક નાગરિક એ મારા ભાઇ બહેન છે અને તેમના પર આવેલી તકલીફ તે મારા પરિવાર ઉપર આવેલી તકલીફ છે. પોતાના પરિવારની તકલીફમાં મદદ કરવી તે આપણી ફરજ છે. આવી પરિસ્થિતિમાં સેવામાં લાગી જઇએ છીએ અને અમને હિંમત મળે છે.’ હિમાલય ગૌસ્વામી સાથેની વાતચીત બાદ દિવ્ય ભાસ્કરે સિવિલ હોસ્પિટલમાં હાજર પીડિત પરિવારોના કેટલાક સ્વજનો સાથે વાત કરી હતી. દીપેશભાઇ પટેલના બેન વિભૂતિબેન વ્યવસાયે ડૉક્ટર હતા. તેઓ આ દુર્ઘટનામાં અવસાન પામ્યા હતા. દીપેશભાઇ અને બીજા પરિવારજનો જ્યારે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે તેમને RSSની સેવા મળી હતી. પીડિત પરિવારે સંઘના કાર્યકરોની સેવાની પ્રશંસા કરી
દીપેશ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું, અમને જ્યારે પ્લેન ક્રેશની જાણ થઇ એ દિવસે સાંજે જ અમે અહીં આવી પહોંચ્યા હતા. જે બાદ તંત્ર દ્વારા તમામ સુવિધાઓથી લઇને DNA પ્રોસેસ માટેનું ગાઇડન્સ અમને યોગ્ય રીતે મળ્યું છે. પરિવાર માટે રહેવા અને જમવાની પણ સારી સુવિધા છે. RSSની સેવા ખૂબ સારી અને અવિશ્વસનીય છે. ‘તેમની એટલી મોટી ટીમ છે કે પૂરતી સેવા મળી રહે છે. તેમની ટીમને ડિપાર્ટમેન્ટ પ્રમાણે વહેંચવામાં આવી છે. આ સાથે પોલીસકર્મીઓની સેવા પણ ખૂબ સારી છે. અમારી તકલીફને કારણે બે શબ્દો વધારે બોલી જવાય તો પણ તેઓ અમને સમજે છે. જે રીતે પરિસ્થિતિ સર્જાઇ છે તે પ્રમાણે પ્રશાસનની સેવા ખૂબ સારી છે.’ ખેડા જિલ્લાના ઠાસરાના રહેવાસી રોમીન વોરાના પરિવારના 3 સભ્યો પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે. રોમીન વોરા પરિવારજનોના મૃતદેહ મેળવવા માટે જ્યારે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા ત્યારે તેમને પણ સંઘના કાર્યકરોએ મદદ કરી હતી. મૃતકના પરિવારજને RSSનો આભાર માન્યો
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રોમીન વોરા કહે છે કે, ફ્લાઇટમાં મારા પરિવારના 3 સભ્યો હતા. એક મારો ભાઇ હતો જેનું નામ પરવેઝ વોરા છે. 4.5 વર્ષની દીકરી ઝુબેરિયા પણ ફ્લાઇટમાં હતી. મારા માસી યાસ્મિનબેન પણ ફ્લાઇટમાં હતા. ‘અમે મારા ભાઇને એરપોર્ટ ડ્રોપ કરીને જઇ રહ્યા હતા. અમે રસ્તામાં હતા તેટલામાં સમાચાર મળ્યા કે ફ્લાઇટ ક્રેશ થઇ છે. એટલે અમે ભાગીને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમે હોસ્પિટલમાં તપાસ કરી પણ કોઇ માહિતી મળી ન શકી. પરંતુ ત્યારથી લઇને અત્યાર સુધી RSS, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને જમિયત ઉલેમા-એ-હિંદનો અમને પૂરતો સપોર્ટ છે. પોલીસ તંત્રનો પણ અમને સારો સહયોગ છે. પરંતુ હોસ્પિટલના સિક્યોરિટીના તંત્રનો અમે કોઇ સહયોગ નથી મળ્યો. પહેલા દિવસે અમે સમાચાર સાંભળ્યા તે દિવસથી અમે હોસ્પિટલમાં જ છીએ. ઘટનાના પહેલા દિવસે અમે ખૂબ ડિપ્રેશનમાં હતા. જો કે, તે દિવસથી લઇને આજ સુધી જમવાથી લઈને તમામ સુવિધા RSS દ્વારા જ મળી છે. સરકાર દ્વારા અમને કોઇ સુવિધા મળી નથી. ‘ ‘RSSની સેવા ક્યારેય નહીં ભૂલું’
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુત્ર, પુત્રવધુ અને પૌત્રીને ગુમાવનાર અબ્દુલભાઇ નાના બાવાની મુલાકાત લીધી હતી. આ સમયે અબ્દુલભાઇએ બે હાથ જોડીને તેમને કહ્યું હતું કે, RSSએ અમને બેસીને બાળકની જેમ જમાડ્યા હતા. એમની સેવા તો હું ક્યારેય નહીં ભૂલું. સવારના 10 વાગ્યાથી લઇને રાત્રે 1 વાગ્યા સુધી અમારી સાથે રહેતાં હતા. બીજી સંસ્થાઓએ પણ અમને મદદ કરી છે એટલે એ બાબતે પણ અમને કોઇ ફરિયાદ નથી. સરકાર સામે પણ અમને કોઇ ફરિયાદ નથી.