P24 News Gujarat

ગોપાલ ઇટાલિયાની જીતના 10 ફેક્ટર:પેરિસ નહીં ખાતર ચાલ્યું, કેજરીવાલનો આક્રમક પ્રચાર, હારેલાને ફરી ટિકિટ આપવી ભાજપને ભારે પડી

સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલી વિસાવદરની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ 17 હજારથી વધુ મતોએ વિજય મેળવ્યો છે. એકતરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો 2 મહિનાનો પ્રચંડ પ્રચાર હતો તો બીજીતરફ છેલ્લા એક અઠવાડિયામાં આખા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓની ફોજ કિરીટ પટેલના સમર્થનમાં ઉતરી હતી. જો કે અંતે જનતાના મૂડની જીત થઇ અને ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા. વિસાવદરની પેટાચૂંટણી દરમિયાન દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. જેના પછી અમે કહ્યું હતું કે વિસાવદરની જનતા અને ખેડૂતોનો ટ્રેન્ડ ગોપાલ ઇટાલિયા તરફ છે. હવે જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઇ છે ત્યારે આ જીત પાછળના 10 ફેક્ટર જાણો. એવું કહેવાય છે કે પેટાચૂંટણીના પરિણામો સામાન્ય રીતે સત્તાપક્ષ તરફી હોય છે પરંતુ વિસાવદરે ફરી એકવાર આ વાતને ખોટી ઠેરવી છે. અગાઉ પેટાચૂંટણીમાં રાધનપુર અને થરાદની બેઠક પર ભાજપની હાર થઇ હતી. વિસાવદરની પેટાચૂંટણીમાં રસ્તાઓને પેરિસ જેવા બનાવવાનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કહ્યું હતું કે હું જીતીશ તો અહીંના રસ્તાઓને પેરિસ જેવા બનાવી દઇશ. જેની સામે આપના ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું હતું કે વિસાવદરને પેરિસ જેવું બનાવવાની ક્યાં જરૂર છે? અમે તો વિસાવદરને કેશુબાપાના સપનાનું ગોકુળિયું બનાવીશું. ગોપાલ ઇટાલિયાએ પોતાના પ્રચારમાં ખાતરનો પ્રશ્ન પણ જોરશોરથી ઉપાડ્યો હતો. વિસાવદરના મતદારોની તાસીર
ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન દિવ્ય ભાસ્કરની ટીમે અનેક ગામોની મુલાકાત લીધી હતી. અમે વિવિધ વિસ્તારના ખેડૂતોને પણ મળ્યા. અનેક લોકોના મોઢે એક વાત હતી કે સત્તાપક્ષને વોટ નથી દેવો. કેટલાક પાસે તો કારણ હતા કે સરકારે અમારા રોડ નથી બનાવ્યા, GIDC નથી બનાવી વગેરે વગરે.. જ્યારે એક વર્ગ એવો હતો કે જેને ભાજપને કેમ વોટ નથી આપવો તેનું કોઇ કારણ નહોતું પરંતુ બસ તેમને સત્તા પક્ષને વોટ નહોતો આપવો. ટૂંકમાં છેલ્લા 15 વર્ષથી વિસાવદરમાં મતદારોનો એક તબક્કો એવો છે કે જે સત્તાની વિરૂદ્ધ જવામાં જ માને છે. તે સરકાર વિરોધી જ વોટ આપે છે. તેને કોંગ્રેસ કે બીજી પાર્ટી સાથે કોઇ લેવાદેવા નથી પરંતુ તેને બસ સત્તાપક્ષને વોટ નથી દેવો. ભાજપે આ વર્ષે આ તબક્કાના લોકોને તોડવા અથવા તેમને સરકાર તરફી વલણ અપનાવવા અનેક પ્રયાસો કર્યા પરંતુ પરિણામો પરથી તે તબક્કો અડગ રહ્યો હોય તેવું સ્પષ્ટ પણે લાગે છે. પ્રતિનિધિના પક્ષ પલટાથી લોકોમાં રોષ
વિસાવદરની જનતાએ 2017માં ચૂંટેલા હર્ષદ રિબડિયા પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા. 2022ની ચૂંટણીમાં જનતાએ ભૂપત ભાયાણીને ચૂંટ્યા તો ભૂપત ભાયાણી પણ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા. આમ પ્રજા જે પ્રતિનિધિને ચૂંટે તે ભાજપમાં જોડાઇ જતા હતા. જેથી મતદારોમાં એક પ્રકારનો રોષ હતો. ખાતર, ઇકો ઝોન, સહકારી કૌભાંડ જેવા ખેડૂતોના પ્રશ્નો
વિસાવદર મત વિસ્તારમાં મોટાભાગના મતદારો ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતો સાથે સંકળાયેલા પ્રશ્નો આ વિસ્તારમાં મોટી અસર કરે છે. સામાન્ય રીતે ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ મોટો ભાગ ભજવતા હોય છે. પરંતુ અહીં ત્રણેય મુખ્ય ઉમેદવાર એક જ જ્ઞાતિના હતા. આ ઉપરાંત અહીં ખેડૂતોના પ્રશ્નો જ્ઞાતિ સમીકરણ પર હાવિ થયા હોય તેવું લાગી રહ્યું છે. ઉદાહરણ તરીકે, ઇકો ઝોન એ આ વિસ્તારનો એક મોટો મુદ્દો છે. ઇકો ઝોનનો સ્થાનિકોમાં ભરપૂર વિરોધ પહેલેથી જોવા મળી રહ્યો હતો. જે ખેડૂતોના ગામો ઇકો ઝોનમાં આવે છે. તે લોકોને જ્ઞાતિ સમીકરણ કરતાં પણ વધુ મહત્વ એ વાતનું હતું કે ઇકો ઝોનને લઇ તેમના સમર્થનમાં કોણ વાત કરે છે. ઇકો ઝોન સામેની લડાઇ કોંગ્રેસે ચાલુ કરી હતી તે વાત ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ આ લડાઇને અત્યાર સુધી ઉગ્ર રીતે ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. આ જ રીતે ખાતરની સમસ્યા આ વિસ્તારમાં પહેલેથી જોવા મળે છે. ખેડૂતોને સમયસર ખાતર ન મળે તેનો રંજ હોય છે. ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો હાઇજેક કરી લીધો હતો. આ મદ્દો ચર્ચાનો વિષય બન્યા બાદ વિસાવદર સીટ પર ભાજપના પ્રભારી જયેશ રાદડિયાએ ખેડૂતોને કહ્યું કે ખાતર ખૂટે તો ફોન કરજો પરંતુ ખેડૂતોને આ વાત ગળે ન ઉતરી. બીજી તરફ આટલું ઓછું હોય તેમ આમ આદમી પાર્ટીએ ચૂંટણી સમયે સહકારી બેંકમાં થયેલા કૌભાંડને પણ ઉજાગર કર્યું હતું. તેમણે આ કૌભાંડ પાછળ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. જો કે કૌભાંડ થયા બાદ મારી પાસે સહકારી બેંકની જવાબદારી આવી તેવી ચોખવટ કિરીટ પટેલ કરે તે પહેલાં જ આ મુદ્દો સમગ્ર પંથકમાં ફેલાઇ ચૂક્યો હતો. આ મુદ્દે કિરીટ પટેલની છબિ ખરડવામાં આમ આદમી પાર્ટીને પૂરતી સફળતા મળી. આમ અહીંના ખેડૂતોના ત્રણેય મુખ્ય મુદ્દા આમ આદમી પાર્ટીએ ઉપાડી લીધા. આ મુદ્દાઓ અંગે ખેડૂતો પહેલેથી જ સરકારથી નારાજ હતા. આમ આદમી પાર્ટી આ ખેડૂતોના મતને પોતાની તરફ ખેંચવામાં સફળ રહી. આમ આદમી પાર્ટીની તૈયારી
ચૂંટણીના ગણિત અને તેની ઝીણવટભરી તૈયારીઓમાં ભાજપ પહેલેથી જ મજબૂત છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝીણવટભરી તૈયારી કરી હતી. સુરતથી માંડીને આખા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોને વિસાવદર બોલાવી લેવામાં આવ્યા હતા. નેતાના ગૃપ બનાવી દરેકને કેટલાક ગામોની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની સભા અને રેલી પણ કરવામાં આવી હતી. ખુદ અરવિંદ કેજરીવાલે અહીંયા 2 વખત આવીને ચૂંટણી સભાઓ સંબોધી હતી. આ ઉપરાંત આપે દરેક બૂથ પર 7 સભ્યોની એક બૂથ સમિતિ બનાવી હતી. જે રીતે ભાજપના પેજ પ્રમુખ લોકોને મતદાન કરવા ખેંચી લાવે છે તે રીતે આમ આદમી પાર્ટીની બૂથ સમિતિએ દરેક બૂથની જવાબદારી ઉઠાવી લીધી હતી. આપે કોઇ ગેરરીતિ ન થાય તે માટે મતદાન સમયે દરેક કાર્યકરને હાજર રહેવા સૂચના આપી હતી. એક ચિઠ્ઠી બનાવી હતી જેમાં મતદાન શરૂ થયું ત્યારે અને પૂરૂં થયું ત્યારે EVMની બેટરીની ટકાવારી પણ લખી લીધી હતી. મતદાન પછી પરિણામના દિવસ સુધી દરેક સ્ટ્રોંગ રૂમની બહાર 24 કલાક આમ આદમી પાર્ટીના કાર્યકરો નજર રાખી રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાને સમયનો લાભ મળ્યો
વિસાવદરની પેટાચૂંટણી યોજાશે કે નહીં યોજાય? અત્યારે યોજાશે કે થોડા મહિનાઓ પછી? લોકો જ્યારે આવી વાતો કરી રહ્યા હતા ત્યારે તો આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો. પેટાચૂંટણી જાહેર થઇ ત્યારે તો ગોપાલ ઇટાલિયા આખા મત વિસ્તારમાં બે વખત ફરી ચૂક્યા હતા. જ્યારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો એના 90 દિવસ પહેલાથી ગોપાલ ઇટાલિયાએ વિસાવદરને પોતાનું રહેઠાણ બનાવી લીધું હતું. ગોપાલ ઇટાલિયા આ સમયનો એડવાન્ટેજ લઇ પોતાની એક ખેડૂત નેતા અને તેમના પ્રતિનિધિ તરીકેની છાપ ઊભી કરવામાં સફળ રહ્યા. કિરીટ પટેલની છાપ
વિસાવદરના ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન અમે અનેક લોકો પાસેથી એવું સાંભળ્યું હતું કે અમે ભાજપના સમર્થક છીએ પરંતુ તેમણે આ વખતે ખોટો ઉમેદવાર પસંદ કર્યો છે. કિરીટ પટેલની છાપ વિસાવદરના ખેડૂતોમાં ખરાબ છે. જ્યારે સહકારી આગેવાન હતા ત્યારે ઓફિસે આવેલા ખેડૂતોને થયેલા કડવા અનુભવો પણ અનેક લોકોએ અમને વર્ણવ્યા હતા. કિરીટ પટેલ ખેડૂતોને સરખો જવાબ નથી આપતા એ વાત પણ સ્થાનિક સ્તરે ફેલાઇ ગઇ હતી. આટલી વાત ઓછી હોય તેમ સહકારી બેંકના કૌભાંડમાં પણ તેમનું નામ સામે આવ્યું. અમારી સાથે વાતચીત દરમિયાન અનેક ખેડૂતોએ કહ્યું હતું કે, અમે વર્ષોથી અમારી વચ્ચે રહેતા અને ખેડૂત તરીકેની છાપ ધરાવતા સામાન્ય વ્યક્તિને અમારો પ્રતિનિધિ બનાવતા આવ્યા છીએ. જેમ કે કેશુબાપા, હર્ષદ રિબડિયા, ભૂપત ભાયાણી પરંતુ કિરીટ પટેલ પોતે ખેડૂતોના આગેવાન હોવાનો દાવો ચોક્કસ કરતા હતા પરંતુ તેમની છબિ સામાન્ય વ્યક્તિ તરીકેની ક્યારેય નથી રહી. તેમનું ગ્રાઉન્ડ કનેક્શન સામાન્ય વ્યક્તિ તરીકેનું નથી રહ્યું. આ છબિનું પણ નુકસાન તેમને થયું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓની નારાજગી
હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાયા બાદ 2022ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી સામે હાર્યા હતા. જેના પછી ભૂપત ભાયાણી પણ આપ છોડીને ભાજપમાં જોડાઇ ગયા હતા. આ પેટાચૂંટણીમાં ટિકિટ માટેની રેસમાં બન્ને નેતાઓ આગળ હતા પરંતુ ભાજપે બન્ને નેતાઓને સાઇડમાં રાખીને 2017ની ચૂંટણી હારેલા કિરીટ પટેલને ફરીથી મેદાને ઉતાર્યા હતા. જેથી આ બન્ને નેતાઓ નારાજ હોવાની ચર્ચા ઉઠી હતી. સરકાર સામે સામાન્ય માણસની છબિ ઊભી કરી
વિસાવદરની પેટાચૂંટણીને જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. મુખ્યમંત્રી, ગૃહમંત્રીથી લઈને આખી કેબિનેટે ત્યાં પ્રચાર કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખથી માંડીને આસપાસના જિલ્લાઓમાંથી ભાજપના નેતાઓ અને કાર્યકરોએ પણ વિસાવદરમાં ધામા નાખ્યા હતા. ભાજપે વિસાવદર જીતવા ફોજ ઉતારી પરંતુ ગોપાલ ઇટાલિયાએ આ વાતને પણ પોતાના તરફી કરી લીધી. છેલ્લા 15 દિવસના દરેક ભાષણમાં ગોપાલ ઇટાલિયાએ એક વાત અચૂક કરી છે. તેમણે વારંવાર કહ્યું કે હું સામાન્ય માણસ છું પરંતુ મને હરાવવા આખી સરકાર રોડ પર ઉતરી છે. ખેડૂતોને આડા દિવસે તલાટી મંત્રીને મળવામાં પણ ચાર ચાર ધક્કા ખાવા પડે છે. જ્યારે મારા લીધે અત્યારે ગામડાઓમાં કેબિનેટ મંત્રી ખેડૂતોને મળવા વલખાં મારી રહ્યા છે. આ રીતે ભાજપે આટલા બધા નેતાઓ મેદાનમાં ઉતાર્યા એ જાણે તેમને હારવાનો ડર હોય તે રીતે ગોપાલ ઇટાલિયાએ પોતાની તરફ વણી લીધી. પોતાના લીધે આખી સરકાર રોડ પર ઉતરી છે તેવું કહી તે સ્થાનિકના મનમાં મોટા નેતા સાબિત થવામાં ખરા ઉતર્યા. કોંગ્રેસના ઉમેદવારનો રકાસ
વિસાવદરમાં કોંગ્રેસે જેને ટિકિટ આપી હતી તે નીતિન રાણપરિયાને ફક્ત 5500 જેટલા જ મત મળ્યા હતા. નીતિન રાણપરિયા સ્થાનિક નેતા હોવા ઉપરાંત કોરોના સમયે તેમણે લોકોની ઘણી સેવા કરી હતી. તેમ છતાં આ બન્ને બાબતોનો તેમને કોઇ ફાયદો ન મળ્યો. નીતિન રાણપરિયા આમ આદમી પાર્ટીના મત તોડશે તેવી ચર્ચા હતી જો કે તેવું પણ ન થયું. વિસાવદરનો વિકાસ અને ભાજપની થિયરી
વિસાવદરના અનેક ખેડૂતોએ અમને કહ્યું કે, અમે ભાજપને એટલે વોટ નથી આપતા કારણ કે તે અમારા મત વિસ્તારનો વિકાસ નથી કરતો. અમે ખેડૂતોને પૂછ્યું કે, તમે ભાજપના ઉમેદવારને જીતાડતા નથી એટલે વિકાસ નથી થતો તેવું ભાજપ કહે છે. પરંતુ વિસાવદરના ખેડૂતો કહેતા કે જે વિસ્તારમાં વિપક્ષ હોય તેનો વિકાસ નહીં કરવાનો? ભાજપ અમારો ઉમેદવાર લાવો તો વિકાસ કરીશું આવું કહીને કેટલીક જગ્યાએ સફળ થયો છે. કેટલાક વિસ્તારના લોકો વિકાસથી વંચિત છીએ તેવું સ્વીકારીને અંતે ભાજપને સત્તા પર લાવ્યા છે પરંતુ વિસાવદરની જનતા થોડી અલગ છે. અમને એક રત્ન કલાકારે તો ચોખ્ખું કહી દીધું હતું કે, ભાજપે આ જ થિયરી બદલવાની જરૂર છે. ભાજપ એમ કહે છે કે વોટ આપો પછી વિકાસ કરીશું. વિસાવદરની જનતા એમ કહે છે કે પહેલાં વિકાસ કરો પછી વોટ આપીશું. ટૂંકમાં આજે પણ વિસાવદર વિકાસથી વંચિત છે તે માટે સ્થાનિકો ધારાસભ્યથી વધુ ભાજપ સરકારને જવાબદાર ઠેરવે છે. જેની અસર ચૂંટણીના પરિણામ પર જોઇ શકાય છે.

​સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલી વિસાવદરની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ 17 હજારથી વધુ મતોએ વિજય મેળવ્યો છે. એકતરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો 2 મહિનાનો પ્રચંડ પ્રચાર હતો તો બીજીતરફ છેલ્લા એક અઠવાડિયામાં આખા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓની ફોજ કિરીટ પટેલના સમર્થનમાં ઉતરી હતી. જો કે અંતે જનતાના મૂડની જીત થઇ અને ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા. વિસાવદરની પેટાચૂંટણી દરમિયાન દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. જેના પછી અમે કહ્યું હતું કે વિસાવદરની જનતા અને ખેડૂતોનો ટ્રેન્ડ ગોપાલ ઇટાલિયા તરફ છે. હવે જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઇ છે ત્યારે આ જીત પાછળના 10 ફેક્ટર જાણો. એવું કહેવાય છે કે પેટાચૂંટણીના પરિણામો સામાન્ય રીતે સત્તાપક્ષ તરફી હોય છે પરંતુ વિસાવદરે ફરી એકવાર આ વાતને ખોટી ઠેરવી છે. અગાઉ પેટાચૂંટણીમાં રાધનપુર અને થરાદની બેઠક પર ભાજપની હાર થઇ હતી. વિસાવદરની પેટાચૂંટણીમાં રસ્તાઓને પેરિસ જેવા બનાવવાનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કહ્યું હતું કે હું જીતીશ તો અહીંના રસ્તાઓને પેરિસ જેવા બનાવી દઇશ. જેની સામે આપના ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું હતું કે વિસાવદરને પેરિસ જેવું બનાવવાની ક્યાં જરૂર છે? અમે તો વિસાવદરને કેશુબાપાના સપનાનું ગોકુળિયું બનાવીશું. ગોપાલ ઇટાલિયાએ પોતાના પ્રચારમાં ખાતરનો પ્રશ્ન પણ જોરશોરથી ઉપાડ્યો હતો. વિસાવદરના મતદારોની તાસીર
ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન દિવ્ય ભાસ્કરની ટીમે અનેક ગામોની મુલાકાત લીધી હતી. અમે વિવિધ વિસ્તારના ખેડૂતોને પણ મળ્યા. અનેક લોકોના મોઢે એક વાત હતી કે સત્તાપક્ષને વોટ નથી દેવો. કેટલાક પાસે તો કારણ હતા કે સરકારે અમારા રોડ નથી બનાવ્યા, GIDC નથી બનાવી વગેરે વગરે.. જ્યારે એક વર્ગ એવો હતો કે જેને ભાજપને કેમ વોટ નથી આપવો તેનું કોઇ કારણ નહોતું પરંતુ બસ તેમને સત્તા પક્ષને વોટ નહોતો આપવો. ટૂંકમાં છેલ્લા 15 વર્ષથી વિસાવદરમાં મતદારોનો એક તબક્કો એવો છે કે જે સત્તાની વિરૂદ્ધ જવામાં જ માને છે. તે સરકાર વિરોધી જ વોટ આપે છે. તેને કોંગ્રેસ કે બીજી પાર્ટી સાથે કોઇ લેવાદેવા નથી પરંતુ તેને બસ સત્તાપક્ષને વોટ નથી દેવો. ભાજપે આ વર્ષે આ તબક્કાના લોકોને તોડવા અથવા તેમને સરકાર તરફી વલણ અપનાવવા અનેક પ્રયાસો કર્યા પરંતુ પરિણામો પરથી તે તબક્કો અડગ રહ્યો હોય તેવું સ્પષ્ટ પણે લાગે છે. પ્રતિનિધિના પક્ષ પલટાથી લોકોમાં રોષ
વિસાવદરની જનતાએ 2017માં ચૂંટેલા હર્ષદ રિબડિયા પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા. 2022ની ચૂંટણીમાં જનતાએ ભૂપત ભાયાણીને ચૂંટ્યા તો ભૂપત ભાયાણી પણ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા. આમ પ્રજા જે પ્રતિનિધિને ચૂંટે તે ભાજપમાં જોડાઇ જતા હતા. જેથી મતદારોમાં એક પ્રકારનો રોષ હતો. ખાતર, ઇકો ઝોન, સહકારી કૌભાંડ જેવા ખેડૂતોના પ્રશ્નો
વિસાવદર મત વિસ્તારમાં મોટાભાગના મતદારો ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતો સાથે સંકળાયેલા પ્રશ્નો આ વિસ્તારમાં મોટી અસર કરે છે. સામાન્ય રીતે ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ મોટો ભાગ ભજવતા હોય છે. પરંતુ અહીં ત્રણેય મુખ્ય ઉમેદવાર એક જ જ્ઞાતિના હતા. આ ઉપરાંત અહીં ખેડૂતોના પ્રશ્નો જ્ઞાતિ સમીકરણ પર હાવિ થયા હોય તેવું લાગી રહ્યું છે. ઉદાહરણ તરીકે, ઇકો ઝોન એ આ વિસ્તારનો એક મોટો મુદ્દો છે. ઇકો ઝોનનો સ્થાનિકોમાં ભરપૂર વિરોધ પહેલેથી જોવા મળી રહ્યો હતો. જે ખેડૂતોના ગામો ઇકો ઝોનમાં આવે છે. તે લોકોને જ્ઞાતિ સમીકરણ કરતાં પણ વધુ મહત્વ એ વાતનું હતું કે ઇકો ઝોનને લઇ તેમના સમર્થનમાં કોણ વાત કરે છે. ઇકો ઝોન સામેની લડાઇ કોંગ્રેસે ચાલુ કરી હતી તે વાત ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ આ લડાઇને અત્યાર સુધી ઉગ્ર રીતે ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. આ જ રીતે ખાતરની સમસ્યા આ વિસ્તારમાં પહેલેથી જોવા મળે છે. ખેડૂતોને સમયસર ખાતર ન મળે તેનો રંજ હોય છે. ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો હાઇજેક કરી લીધો હતો. આ મદ્દો ચર્ચાનો વિષય બન્યા બાદ વિસાવદર સીટ પર ભાજપના પ્રભારી જયેશ રાદડિયાએ ખેડૂતોને કહ્યું કે ખાતર ખૂટે તો ફોન કરજો પરંતુ ખેડૂતોને આ વાત ગળે ન ઉતરી. બીજી તરફ આટલું ઓછું હોય તેમ આમ આદમી પાર્ટીએ ચૂંટણી સમયે સહકારી બેંકમાં થયેલા કૌભાંડને પણ ઉજાગર કર્યું હતું. તેમણે આ કૌભાંડ પાછળ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. જો કે કૌભાંડ થયા બાદ મારી પાસે સહકારી બેંકની જવાબદારી આવી તેવી ચોખવટ કિરીટ પટેલ કરે તે પહેલાં જ આ મુદ્દો સમગ્ર પંથકમાં ફેલાઇ ચૂક્યો હતો. આ મુદ્દે કિરીટ પટેલની છબિ ખરડવામાં આમ આદમી પાર્ટીને પૂરતી સફળતા મળી. આમ અહીંના ખેડૂતોના ત્રણેય મુખ્ય મુદ્દા આમ આદમી પાર્ટીએ ઉપાડી લીધા. આ મુદ્દાઓ અંગે ખેડૂતો પહેલેથી જ સરકારથી નારાજ હતા. આમ આદમી પાર્ટી આ ખેડૂતોના મતને પોતાની તરફ ખેંચવામાં સફળ રહી. આમ આદમી પાર્ટીની તૈયારી
ચૂંટણીના ગણિત અને તેની ઝીણવટભરી તૈયારીઓમાં ભાજપ પહેલેથી જ મજબૂત છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝીણવટભરી તૈયારી કરી હતી. સુરતથી માંડીને આખા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોને વિસાવદર બોલાવી લેવામાં આવ્યા હતા. નેતાના ગૃપ બનાવી દરેકને કેટલાક ગામોની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની સભા અને રેલી પણ કરવામાં આવી હતી. ખુદ અરવિંદ કેજરીવાલે અહીંયા 2 વખત આવીને ચૂંટણી સભાઓ સંબોધી હતી. આ ઉપરાંત આપે દરેક બૂથ પર 7 સભ્યોની એક બૂથ સમિતિ બનાવી હતી. જે રીતે ભાજપના પેજ પ્રમુખ લોકોને મતદાન કરવા ખેંચી લાવે છે તે રીતે આમ આદમી પાર્ટીની બૂથ સમિતિએ દરેક બૂથની જવાબદારી ઉઠાવી લીધી હતી. આપે કોઇ ગેરરીતિ ન થાય તે માટે મતદાન સમયે દરેક કાર્યકરને હાજર રહેવા સૂચના આપી હતી. એક ચિઠ્ઠી બનાવી હતી જેમાં મતદાન શરૂ થયું ત્યારે અને પૂરૂં થયું ત્યારે EVMની બેટરીની ટકાવારી પણ લખી લીધી હતી. મતદાન પછી પરિણામના દિવસ સુધી દરેક સ્ટ્રોંગ રૂમની બહાર 24 કલાક આમ આદમી પાર્ટીના કાર્યકરો નજર રાખી રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાને સમયનો લાભ મળ્યો
વિસાવદરની પેટાચૂંટણી યોજાશે કે નહીં યોજાય? અત્યારે યોજાશે કે થોડા મહિનાઓ પછી? લોકો જ્યારે આવી વાતો કરી રહ્યા હતા ત્યારે તો આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો. પેટાચૂંટણી જાહેર થઇ ત્યારે તો ગોપાલ ઇટાલિયા આખા મત વિસ્તારમાં બે વખત ફરી ચૂક્યા હતા. જ્યારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો એના 90 દિવસ પહેલાથી ગોપાલ ઇટાલિયાએ વિસાવદરને પોતાનું રહેઠાણ બનાવી લીધું હતું. ગોપાલ ઇટાલિયા આ સમયનો એડવાન્ટેજ લઇ પોતાની એક ખેડૂત નેતા અને તેમના પ્રતિનિધિ તરીકેની છાપ ઊભી કરવામાં સફળ રહ્યા. કિરીટ પટેલની છાપ
વિસાવદરના ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન અમે અનેક લોકો પાસેથી એવું સાંભળ્યું હતું કે અમે ભાજપના સમર્થક છીએ પરંતુ તેમણે આ વખતે ખોટો ઉમેદવાર પસંદ કર્યો છે. કિરીટ પટેલની છાપ વિસાવદરના ખેડૂતોમાં ખરાબ છે. જ્યારે સહકારી આગેવાન હતા ત્યારે ઓફિસે આવેલા ખેડૂતોને થયેલા કડવા અનુભવો પણ અનેક લોકોએ અમને વર્ણવ્યા હતા. કિરીટ પટેલ ખેડૂતોને સરખો જવાબ નથી આપતા એ વાત પણ સ્થાનિક સ્તરે ફેલાઇ ગઇ હતી. આટલી વાત ઓછી હોય તેમ સહકારી બેંકના કૌભાંડમાં પણ તેમનું નામ સામે આવ્યું. અમારી સાથે વાતચીત દરમિયાન અનેક ખેડૂતોએ કહ્યું હતું કે, અમે વર્ષોથી અમારી વચ્ચે રહેતા અને ખેડૂત તરીકેની છાપ ધરાવતા સામાન્ય વ્યક્તિને અમારો પ્રતિનિધિ બનાવતા આવ્યા છીએ. જેમ કે કેશુબાપા, હર્ષદ રિબડિયા, ભૂપત ભાયાણી પરંતુ કિરીટ પટેલ પોતે ખેડૂતોના આગેવાન હોવાનો દાવો ચોક્કસ કરતા હતા પરંતુ તેમની છબિ સામાન્ય વ્યક્તિ તરીકેની ક્યારેય નથી રહી. તેમનું ગ્રાઉન્ડ કનેક્શન સામાન્ય વ્યક્તિ તરીકેનું નથી રહ્યું. આ છબિનું પણ નુકસાન તેમને થયું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓની નારાજગી
હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાયા બાદ 2022ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી સામે હાર્યા હતા. જેના પછી ભૂપત ભાયાણી પણ આપ છોડીને ભાજપમાં જોડાઇ ગયા હતા. આ પેટાચૂંટણીમાં ટિકિટ માટેની રેસમાં બન્ને નેતાઓ આગળ હતા પરંતુ ભાજપે બન્ને નેતાઓને સાઇડમાં રાખીને 2017ની ચૂંટણી હારેલા કિરીટ પટેલને ફરીથી મેદાને ઉતાર્યા હતા. જેથી આ બન્ને નેતાઓ નારાજ હોવાની ચર્ચા ઉઠી હતી. સરકાર સામે સામાન્ય માણસની છબિ ઊભી કરી
વિસાવદરની પેટાચૂંટણીને જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. મુખ્યમંત્રી, ગૃહમંત્રીથી લઈને આખી કેબિનેટે ત્યાં પ્રચાર કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખથી માંડીને આસપાસના જિલ્લાઓમાંથી ભાજપના નેતાઓ અને કાર્યકરોએ પણ વિસાવદરમાં ધામા નાખ્યા હતા. ભાજપે વિસાવદર જીતવા ફોજ ઉતારી પરંતુ ગોપાલ ઇટાલિયાએ આ વાતને પણ પોતાના તરફી કરી લીધી. છેલ્લા 15 દિવસના દરેક ભાષણમાં ગોપાલ ઇટાલિયાએ એક વાત અચૂક કરી છે. તેમણે વારંવાર કહ્યું કે હું સામાન્ય માણસ છું પરંતુ મને હરાવવા આખી સરકાર રોડ પર ઉતરી છે. ખેડૂતોને આડા દિવસે તલાટી મંત્રીને મળવામાં પણ ચાર ચાર ધક્કા ખાવા પડે છે. જ્યારે મારા લીધે અત્યારે ગામડાઓમાં કેબિનેટ મંત્રી ખેડૂતોને મળવા વલખાં મારી રહ્યા છે. આ રીતે ભાજપે આટલા બધા નેતાઓ મેદાનમાં ઉતાર્યા એ જાણે તેમને હારવાનો ડર હોય તે રીતે ગોપાલ ઇટાલિયાએ પોતાની તરફ વણી લીધી. પોતાના લીધે આખી સરકાર રોડ પર ઉતરી છે તેવું કહી તે સ્થાનિકના મનમાં મોટા નેતા સાબિત થવામાં ખરા ઉતર્યા. કોંગ્રેસના ઉમેદવારનો રકાસ
વિસાવદરમાં કોંગ્રેસે જેને ટિકિટ આપી હતી તે નીતિન રાણપરિયાને ફક્ત 5500 જેટલા જ મત મળ્યા હતા. નીતિન રાણપરિયા સ્થાનિક નેતા હોવા ઉપરાંત કોરોના સમયે તેમણે લોકોની ઘણી સેવા કરી હતી. તેમ છતાં આ બન્ને બાબતોનો તેમને કોઇ ફાયદો ન મળ્યો. નીતિન રાણપરિયા આમ આદમી પાર્ટીના મત તોડશે તેવી ચર્ચા હતી જો કે તેવું પણ ન થયું. વિસાવદરનો વિકાસ અને ભાજપની થિયરી
વિસાવદરના અનેક ખેડૂતોએ અમને કહ્યું કે, અમે ભાજપને એટલે વોટ નથી આપતા કારણ કે તે અમારા મત વિસ્તારનો વિકાસ નથી કરતો. અમે ખેડૂતોને પૂછ્યું કે, તમે ભાજપના ઉમેદવારને જીતાડતા નથી એટલે વિકાસ નથી થતો તેવું ભાજપ કહે છે. પરંતુ વિસાવદરના ખેડૂતો કહેતા કે જે વિસ્તારમાં વિપક્ષ હોય તેનો વિકાસ નહીં કરવાનો? ભાજપ અમારો ઉમેદવાર લાવો તો વિકાસ કરીશું આવું કહીને કેટલીક જગ્યાએ સફળ થયો છે. કેટલાક વિસ્તારના લોકો વિકાસથી વંચિત છીએ તેવું સ્વીકારીને અંતે ભાજપને સત્તા પર લાવ્યા છે પરંતુ વિસાવદરની જનતા થોડી અલગ છે. અમને એક રત્ન કલાકારે તો ચોખ્ખું કહી દીધું હતું કે, ભાજપે આ જ થિયરી બદલવાની જરૂર છે. ભાજપ એમ કહે છે કે વોટ આપો પછી વિકાસ કરીશું. વિસાવદરની જનતા એમ કહે છે કે પહેલાં વિકાસ કરો પછી વોટ આપીશું. ટૂંકમાં આજે પણ વિસાવદર વિકાસથી વંચિત છે તે માટે સ્થાનિકો ધારાસભ્યથી વધુ ભાજપ સરકારને જવાબદાર ઠેરવે છે. જેની અસર ચૂંટણીના પરિણામ પર જોઇ શકાય છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *