P24 News Gujarat

ભાસ્કર વિશેષ:જૂનાગઢના સંશોધન કેન્દ્રએ વિકસાવેલી મગફળીની નવી જાતને આવકાર, દેશમાં 12 હજાર ક્વિન્ટલ બિયારણ વેચાયું

જૂનાગઢમાં મગફળી સંશોધન કેન્દ્રમાં સંશોધિત થયેલી મગફળીની નવી જાતિ ગિરનાર-4 અને ગિરનાર-5ના બિયારણમાં આ વર્ષે અચાનક જબ્બર ઉછાળો આવ્યો છે અને દેશભરમાં 12,000 ક્વિન્ટલ બિયારણ વેચાઈ ગયું છે. ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુમાં મગફળીની આ જાત સૌથી વધુ વેચાઈ છે. જૂનાગઢના 2 અને હૈદરાબાદના 4 વિજ્ઞાનીએ દસ વર્ષ સુધી સંશોધન કરીને આ જાત વિકસાવી હતી, એમની મહેનત હવે રંગ લાવી છે. ગિરનારની પર્વતમાળાની વચ્ચે બેસીને શોધાઈ હોવાથી મગફળીની આ જાતનું નામ ગીરનાર પર રાખવામાં આવ્યું હતું. મગફળી સંશોધન કેન્દ્રના વડા ડો.એસ. કે. બેરાએ ભાસ્કરને કહ્યું હતું કે, વર્ષ 2020માં આ જાતનું સંશોધન થયું ત્યારે ખેડૂતો અને સરકાર બંનેને એટલો ભરોસો ન હતો. પણ હવે આ જાતનું ઉત્પાદન જોઈને સરકાર પણ ચોંકી ગઈ છે. ચાલુ વર્ષ 2025માં 7,000 ક્વિન્ટલ બિયારણ વેચાઈ ગયું છે જ્યારે હજુ બીજા 5000 ક્વિન્ટલ બિયારણની ડિમાન્ડ છે. એટલે કે, આ વર્ષે કુલ 12,000 ક્વિન્ટલ આ બિયારણ દેશભરના ખેડૂતો વાવશે. ખેડૂત એક ક્વિન્ટલ બિયારણ વાવે તો 20 ક્વિન્ટલ પાક મળતા ખેડૂતોનો 20 ગણો ફાયદો થાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ બિયારણમાં દવાનો ખર્ચ થતો નથી. કારણ કે બિયારણ ની અંદર જ દવા આવે છે. આ વૈજ્ઞાનિકોએ આ જાત વિકસાવી
1. ડો.એસ. કે. બેરા (જુનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર)
2. ડો. રાધાકૃષ્નન (રિટાયર્ડ, જુનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર)
3. ડો. એસ. કે. નિગમ (હૈદરાબાદ)
4. ડો.રાજીવ ભરસને(હૈદરાબાદ, હાલ ઓસ્ટ્રેલિયા)
5. ડો. પાંડે (હૈદરાબાદ) ઓલિવ ઓઇલ 3000 રૂપિયા જ્યારે આ તેલ 200 રૂપિયે લિટર
અત્યારે મોલ તેમજ દુકાનમાં સ્વાસ્થ્ય માટે સારામાં સારું તેલ ઓલિવ ઓઇલ ગણાય છે. અત્યારે આ તેલ 3000 રૂપિયા લિટર મળી રહ્યું છે. આ તેલમાં 80 ટકા ઓલિક એસિડ આવે છે જ્યારે જુનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર એ વિકસાવેલા તેલમાં 75 ટકા ઓલિક એસિડ હોય છે અને તે માત્ર 200 રૂપિયા લિટર બજારમાં મળે છે. 53 ટકા તેલનું પ્રમાણ, ખેડૂતો માટે આશીર્વાદ
ગિરનાર પાંચ અને ગિરનાર ચાર ની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો તેમાં ઓલીક એસિડ નું 75% જેટલું પ્રમાણ છે. ઓછા બીજમાં વધુ ઉત્પાદન આપે છે. ઉપરાંત ખરીફ ઋતુમાં હેક્ટર દીઠ 3 ટનથી પણ વધારે ઉત્પાદન આપે છે. ગિરનાર 4 અને 5ના ફાયદા
આ જાત તેના ઉચ્ચ પોલિક એસિડના પ્રમાણ માટે જાણીતું છે કે જે હૃદય રોગને અટકાવે છે અને કોલેસ્ટ્રોલનું સ્થળ સામાન્ય રાખે છે. ગિરનાર 4 અને 5નું તેલ ઓલિવના તેલ કરતાં આરોગ્ય માટે સારું છે. કારણકે તેમાં 78 ટકા ઓલિક એસિડ નું પ્રમાણ છે. ગિરનાર પાસે તેલમાંથી ખેડૂતો અને સામાન્ય માણસોને સુગંધ અને સ્વાદ પણ એટલો જ મળી રહે છે. આ તેલમાં બનાવેલી વાનગી 10 ગણી વધારે સંગ્રહ શક્તિ ધરાવે છે.

​જૂનાગઢમાં મગફળી સંશોધન કેન્દ્રમાં સંશોધિત થયેલી મગફળીની નવી જાતિ ગિરનાર-4 અને ગિરનાર-5ના બિયારણમાં આ વર્ષે અચાનક જબ્બર ઉછાળો આવ્યો છે અને દેશભરમાં 12,000 ક્વિન્ટલ બિયારણ વેચાઈ ગયું છે. ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુમાં મગફળીની આ જાત સૌથી વધુ વેચાઈ છે. જૂનાગઢના 2 અને હૈદરાબાદના 4 વિજ્ઞાનીએ દસ વર્ષ સુધી સંશોધન કરીને આ જાત વિકસાવી હતી, એમની મહેનત હવે રંગ લાવી છે. ગિરનારની પર્વતમાળાની વચ્ચે બેસીને શોધાઈ હોવાથી મગફળીની આ જાતનું નામ ગીરનાર પર રાખવામાં આવ્યું હતું. મગફળી સંશોધન કેન્દ્રના વડા ડો.એસ. કે. બેરાએ ભાસ્કરને કહ્યું હતું કે, વર્ષ 2020માં આ જાતનું સંશોધન થયું ત્યારે ખેડૂતો અને સરકાર બંનેને એટલો ભરોસો ન હતો. પણ હવે આ જાતનું ઉત્પાદન જોઈને સરકાર પણ ચોંકી ગઈ છે. ચાલુ વર્ષ 2025માં 7,000 ક્વિન્ટલ બિયારણ વેચાઈ ગયું છે જ્યારે હજુ બીજા 5000 ક્વિન્ટલ બિયારણની ડિમાન્ડ છે. એટલે કે, આ વર્ષે કુલ 12,000 ક્વિન્ટલ આ બિયારણ દેશભરના ખેડૂતો વાવશે. ખેડૂત એક ક્વિન્ટલ બિયારણ વાવે તો 20 ક્વિન્ટલ પાક મળતા ખેડૂતોનો 20 ગણો ફાયદો થાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ બિયારણમાં દવાનો ખર્ચ થતો નથી. કારણ કે બિયારણ ની અંદર જ દવા આવે છે. આ વૈજ્ઞાનિકોએ આ જાત વિકસાવી
1. ડો.એસ. કે. બેરા (જુનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર)
2. ડો. રાધાકૃષ્નન (રિટાયર્ડ, જુનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર)
3. ડો. એસ. કે. નિગમ (હૈદરાબાદ)
4. ડો.રાજીવ ભરસને(હૈદરાબાદ, હાલ ઓસ્ટ્રેલિયા)
5. ડો. પાંડે (હૈદરાબાદ) ઓલિવ ઓઇલ 3000 રૂપિયા જ્યારે આ તેલ 200 રૂપિયે લિટર
અત્યારે મોલ તેમજ દુકાનમાં સ્વાસ્થ્ય માટે સારામાં સારું તેલ ઓલિવ ઓઇલ ગણાય છે. અત્યારે આ તેલ 3000 રૂપિયા લિટર મળી રહ્યું છે. આ તેલમાં 80 ટકા ઓલિક એસિડ આવે છે જ્યારે જુનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર એ વિકસાવેલા તેલમાં 75 ટકા ઓલિક એસિડ હોય છે અને તે માત્ર 200 રૂપિયા લિટર બજારમાં મળે છે. 53 ટકા તેલનું પ્રમાણ, ખેડૂતો માટે આશીર્વાદ
ગિરનાર પાંચ અને ગિરનાર ચાર ની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો તેમાં ઓલીક એસિડ નું 75% જેટલું પ્રમાણ છે. ઓછા બીજમાં વધુ ઉત્પાદન આપે છે. ઉપરાંત ખરીફ ઋતુમાં હેક્ટર દીઠ 3 ટનથી પણ વધારે ઉત્પાદન આપે છે. ગિરનાર 4 અને 5ના ફાયદા
આ જાત તેના ઉચ્ચ પોલિક એસિડના પ્રમાણ માટે જાણીતું છે કે જે હૃદય રોગને અટકાવે છે અને કોલેસ્ટ્રોલનું સ્થળ સામાન્ય રાખે છે. ગિરનાર 4 અને 5નું તેલ ઓલિવના તેલ કરતાં આરોગ્ય માટે સારું છે. કારણકે તેમાં 78 ટકા ઓલિક એસિડ નું પ્રમાણ છે. ગિરનાર પાસે તેલમાંથી ખેડૂતો અને સામાન્ય માણસોને સુગંધ અને સ્વાદ પણ એટલો જ મળી રહે છે. આ તેલમાં બનાવેલી વાનગી 10 ગણી વધારે સંગ્રહ શક્તિ ધરાવે છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *