હું જ મહાન, હું જ વિશ્વમાં શાંતિ કરાવી શકું, હું જ યુદ્ધ રોકાવી શકું. એવી ગુલબાંગો ફેંકનાર ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ઝંપલાવી દીધું છે. ઈરાનનાં ત્રણ પરમાણુ ઠેકાણાં- ફોર્દો, નતાન્ઝ અને ઈસ્ફાહાન પર 13,600 કિલોના બંકર બોમ્બ ફેંક્યા. આ હુમલાથી દુનિયા સ્તબ્ધ છે. જાણે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ટ્રમ્પે બળતામાં ઘી હોમીને દુનિયાના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. 22 વર્ષ પછી અમેરિકાએ કોઈ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર ખોમેનીએ થોડા દિવસો પહેલાં જ ધમકી આપી હતી કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો તેમણે કલ્પના પણ નહીં કરી હોય એવો બદલો લેવામાં આવશે. હવે ઈરાન શું કરશે એના પર આખી દુનિયાની નજર છે. નમસ્કાર, અમેરિકા યુદ્ધમાં કૂદી ગયું છે. આ બધામાં દુનિયાની આંખે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર ચડી ગયા છે. મુનીરે એક ભૂલ એ કરી કે અમેરિકા જઈ ગજવાં ભરી લીધાં ને ઈરાન પર હુમલો કરવા માટે અમેરિકાને પાકિસ્તાનની એર સ્પેસ આપી દીધી. મુનીરને કરોડો ડોલર મળી ગયા. બની શકે કે આ પૈસાનો ઉપયોગ કાં તો પોતે રાષ્ટ્રપતિ બનવા માટે કરે અથવા ભારત વિરુદ્ધમાં કરે. ટ્રમ્પે મુનીરને ફોસલાવીને પોતાનું કામ કઢાવી લીધું. પાકિસ્તાનના રસ્તે અમેરિકાનો હુમલો અમેરિકાએ હિન્દ મહાસાગર સ્થિત ડિએગો ગાર્સિયા ટાપુ પરથી આ હુમલો કર્યો છે. અહીં અમેરિકાનું સિક્રેટ એરબેઝ છે, જ્યાંથી ચાર B-2 સ્ટેલ્થ બોમ્બરે ટેકઓફ કર્યું. આ પ્લેને પાકિસ્તાનની એર સ્પેસમાં દાખલ થઈ ફોર્દો, નતાન્ઝ અને ઇસ્ફહાન ન્યૂક્લિઅર પ્લાન્ટ પર કહેર વરસાવ્યો. અન્ય બે બોમ્બર પ્લેન અમેરિકાના વ્હાઇટમેન એરફોર્સ બેઝથી ઊડ્યાં. એ પછી એટલાન્ટિક મહાસાગર, જિબ્રાલ્ટર સ્ટેટ, મેડિટેરિયન સી, ઈઝરાયલ અને જોર્ડન ક્રોસ કરી ઈરાન પર હુમલો કર્યો. ઈરાન ગિન્નાયું, કહ્યું- અમેરિકાએ ભલભલા કાયદા તોડી નાખ્યા અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યાની જાણકારી ટ્રમ્પે આપી. ટ્રમ્પના નિવેદન પછી ઈઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું કહેતા આવ્યા છીએ કે તાકાત મારફત જ શાંતિ મળે છે. પહેલા તાકાત આવે છે ને પાછળ પાછળ શાંતિ આવે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાએ તાકાતથી કાર્યવાહી કરી છે. આની સામે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું, UNના સ્થાયી સદસ્ય અમેરિકાએ ઈરાનનાં પરમાણુ ઠેકાણાં પર હુમલા કરીને UN ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને NPT (ટ્રીટી ઓન ધ નોન પ્રોલિફરેશન ઓફ ન્યૂક્લિયર વેપન્સ)નું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. આ ઘટનાનાં લાંબા ગાળે ખરાબ પરિણામો આવશે. ટ્રમ્પે જે હુમલાની વાત કરી છે એમાં એક હથિયારની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. એ છે – મેસિવ ઓર્ડિનન્સ પેનિટ્રેટર. એનું નામ GBU-57 છે. એનો મતલબ છે- ગાર્ડેડ બોમ્બ યુનિટ. GBU 57ની વાત કરીએ તો- અમેરિકા 22 વર્ષ પછી ફરી યુદ્ધમાં ઊતર્યું ઈરાન પર હુમલો કરીને અમેરિકા 22 વર્ષ પછી સીધા યુદ્ધમાં કૂદી પડ્યું છે. ઈરાન પર હુમલો કર્યો એ ઓપરેશનનું નામ ‘મિડનાઈટ હેમર’ હતું. આ પહેલાં તેણે છેલ્લે 2003માં ઇરાક યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. અમેરિકાના સૈનિકો હજુ પણ ઇરાકમાં હાજર છે. એ યુદ્ધમાં અમેરિકાને બે ટ્રિલિયન ડોલર (બે લાખ કરોડ)નો ખર્ચ થયો હતો. ઈરાક યુદ્ધ પહેલાં અમેરિકાએ 2001માં અફઘાનિસ્તાન યુદ્ધમાં અલ-કાયદા અને તાલિબાન સામે લડ્યા હતા. આ અમેરિકાનું સૌથી લાંબું યુદ્ધ હતું. એ 2021માં અફઘાનિસ્તાનથી પાછું ફર્યું. જોકે અમેરિકાએ પરોક્ષ રીતે યમન, લિબિયા, સિરિયા અને સોમાલિયા પર હુમલો કર્યો હતો. નેતન્યાહુએ ટ્રમ્પની કાનભંભેરણી કરીને બાજી બદલી નાખી ઈઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ વર્ષોથી કહેતા આવ્યા છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવે છે અને એની સાઈટ નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા માત્ર અમેરિકામાં છે. ટ્રમ્પે એક સમયે વિદેશમાં સૈન્ય કાર્યવાહી સામે અભિયાન ચલાવ્યું હતું. તેણે રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાની વાત કરી. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવાની વાત 16 વખત રિપીટ કરી, પણ નેતન્યાહુએ ટ્રમ્પને ઉકસાવ્યા કે મિડલ ઈસ્ટમાં ઈરાન તાકાતવર બની જશે તો મારું-તમારું કાંઈ નહીં ઊપજે. મિડલ ઈસ્ટમાં પગ જમાવી રાખવો હોય તો ઈરાનને પાડી દેવું પડશે. ટ્રમ્પને થયું કે વાત તો સાચી છે. બસ, પત્યું. ટ્રમ્પે હુમલો કરી દીધો. હકીકતે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ આવું કરવાના વિરોધમાં હતી, પણ ટ્રમ્પ કોઈનું માન્યા નહીં. આ બે મુદ્દામાં સમજો અમરિકાને હવે શું ભય છે? આ બધામાં અસીમ મુનીર વિલન અસીમ મુનીરે અમેરિકા જઈને ટ્રમ્પ સાથે સેટિંગ કરી લીધું હોવાની વાત છે, કારણ કે ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા માટે પાકિસ્તાની એર સ્પેસનો ઉપયોગ કરવા મુનીર પાસે પ્રસ્તાવ મૂક્યો હતો. અસીમ મુનીર કેવી રીતે રંગ બદલે છે એ પાકિસ્તાનની જનતા તો સમજે જ છે. હવે ચીનને પણ મુનીર પરથી ભરોસો ઊઠી જશે. મુનીરે ઈરાનનો સોદો કર્યો. તેની સામે તેને કરોડો ડોલર મળ્યા હશે અને રૂપિયાનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરશે. ઈરાન પણ સમજી ગયું છે કે મુનીર દગાખોર છે. ઈરાનના મીડિયામાં પાનાં ભરી ભરીને મુનીરને ટીકા થઈ રહી છે. ઈરાનનું મીડિયા લખે છે કે મુનીરે પાકિસ્તાનનું ઝમીર અને જમીન, બંને ગીરવી મૂકી દીધાં. પાકિસ્તાન ઈસ્લામિક દેશને પણ દગો આપી શકે મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી. તેમણે સીઝફાયરનો રસ્તો બતાવ્યો છે અને આનાથી સૌથી મોટી તકલીફ અસીમ મુનીરને થશે. અમેરિકાએ પૈસા ફેંક્યા ને મુનીરે ઈરાન સાથે દગો કર્યો. અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો એ પાકિસ્તાનના રસ્તે કર્યો. બ્રિટનમાં ડિએગો ગાર્સિયા ટાપુ છે, ત્યાં અમેરિકાનો ગુપ્ત સૈન્ય અડ્ડો છે. અહીંથી જ અમેરિકાનાં 4 જેટલાં B2 બોમ્બરે ટેકઓફ કર્યું. બીજા બે બોમ્બર અમેરિકાથી જ ઊડ્યાં, જે પાકિસ્તાનાની એર સ્પેસમાં દાખલ થયાં, જેને પાકિસ્તાને રોક્યા નહીં. ન તો પાકિસ્તાને ઈરાનને જાણકારી આપી. પાકિસ્તાન થઈને આ બોમ્બર્સ વિમાને ત્રણ ન્યૂક્લિયર બેઝ પર હુમલો કર્યો. પછી એ ઈરાકના રસ્તે પાછા ફર્યાં. પાકિસ્તાન ગમે તેને દગો આપી શકે છે. પછી એ ઈસ્લામિક દેશ કેમ ન હોય. મુનીર-ટ્રમ્પે લંચ કર્યું ને 72 કલાકમાં ઈરાન પર હુમલો થયો પાકિસ્તાનને શું-શું નુકસાન? મુનીરની ટિપથી જ ઈઝરાયલે ઈરાનના ચીફ ઓફ આર્મી સ્ટાફને માર્યો! માત્ર મુનીર જ નહીં, પાકિસ્તાનના બધા આર્મી ચીફ દગાખોર છે. દગાખોરી પાકિસ્તાનના DNAમાં છે. એ મુનીરે સાબિત કરી આપ્યું. ઈઝરાયલ જ્યારે ઈરાન પર હુમલાની ફિરાકમાં હતું એ પહેલાં અસીમ મુનીર ઈરાન ગયા હતા. ઈરાનમાં તે ત્યાંના ચીફ ઓફ આર્મી મોહમ્મદ બાઘેરીને મળ્યા હતા. મુનીરે બાઘેરીને મોંઘી રિસ્ટ વોચ ભેટમાં આપી હતી. આવી રીતે ત્રણ-ચાર ઓફિસરને મળીને રિસ્ટ વોચ આપી હતી. એ વોચમાં GPS ટ્રેકર લાગેલું હતું. ઈઝરાયલે બાઘેરી અને બીજા ઓફિસરોને GPS થકી ટ્રેક કરીને તેના પર હુમલો કર્યો ને ખતમ કરી નાખ્યા. ઈરાનના આર્મી ચીફને મરાવવામાં પણ મુનીરનો હાથ મનાય છે. હવે ઈરાન શું કરશે? ઈરાન પાસે વળતો જવાબ આપવાના ઘણા વિકલ્પો છે. એક તો સીધો અમેરિકા પર હુમલો કરી શકે, પણ ઈરાન પાસે એટલી સ્ટ્રેન્થ નથી. અમેરિકા પર હુમલો કરવાની હિંમત પણ નહીં કરે. ઈરાન પાસે સૌથી મોટો રસ્તો છે કે ડિપ્લોમસીથી દુનિયાનું નાક દબાવવું. દુનિયા અમેરિકાને સમજાવે એટલે ઈરાન ક્રૂડના ભાવ વધે એવો રસ્તો અપનાવશે. ક્રૂડના ભાવ વધે એટલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધે. ઈરાન પાસે પર્શિયન ગલ્ફમાં યુએઈની બોર્ડરને અડીને એક ખાડી જગ્યા છે, જેને સ્ટ્રેટ ઓફ હોર્મુસ કહે છે. પર્શિયન ગલ્ફમાંથી ક્રૂડ ઓઈલના બેરલ ભરેલી શિપ પશ્ચિમી દેશો તરફ આગળ વધે તો સ્ટેટ ઓફ હોર્મુસ થઈને પસાર થવું પડે. સ્ટ્રેટ ઓફ હોર્મુસ ખાડીનો સાંકડો ભાગ છે. ઈરાન જો રસ્તો બંધ કરી દે તો ક્રૂડ ઓઈલમાં મોટી અસર થાય. માનો કે દુનિયાને 100 બેરલ ઓઈલની જરૂર છે તો આ 100માંથી 20 બેરલ તો આ પર્શિયન ગલ્ફથી નીકળીને સ્ટ્રેટ ઓફ હોર્મુસ સુધી આવે છે અને ત્યાંથી આગળ દુનિયાના દેશોમાં જાય છે. ઈરાન દુનિયા માટે ક્રૂડ સપ્લાયનો રસ્તો બંધ કરી દેશે. ભારત, ચીન, સાઉથ કોરિયા જેવા પશ્ચિમી એશિયાઈ દેશોને અસર કરશે. જો આ રસ્તો બંધ થશે તો દુનિયા માટે ક્રૂડ ઓઈલ મગાવવું કઠિન બનશે. રસ્તો બંધ તો સપ્લાય બંધ. સપ્લાય બંધ તો ક્રૂડની કિંમતો વધી જશે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબશે, પણ ભારતે આ રસ્તો બંધ થવાથી વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારત રશિયાથી વધારે ક્રૂડ મગાવે છે. બીજા દેશોમાંથી પણ ઈમ્પોર્ટ કરે છે, પણ બીજા દેશોને ચોક્કસ તકલીફ પડશે, જે માત્ર ક્રૂડ ઓઈલ મામલે ઈરાન પર જ નિર્ભર છે. UNSCમાં અમેરિકાની ઝાટકણી કાઢી UNSC (યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)ની ઈમર્જન્સી મિટિંગ 23 જૂને મળી હતી, જેમાં પશ્ચિમ એશિયામાં શરત વગર યુદ્ધવિરામની માગણી કરવામાં આવી. 15 દેશ વચ્ચે ચર્ચા થઈ એમાં તમામ દેશોએ એકસૂરમાં વાત સ્વીકારી કે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. UN મહાસચિવ એન્ટોરિયો ગુટેરસે બેઠકમાં કહ્યું હતું કે અમેરિકાનો ઈરાનનાં પરમાણુ ઠેકાણાં પરનો હુમલો ખતરનાક વળાંક છે. આપણે તરત અને નિર્ણાયકરૂપે કાર્યવાહી કરવી પડશે. પરમાણુ ટ્રીટી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનો પાયો છે. ઈરાને એનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. UNSCમાં રશિયન રાજદૂતે આ હુમલાની તુલના ઈરાક સાથેના હુમલા સાથે કરીને કહ્યું કે અમેરિકા ઈતિહાસમાંથી કાંઈ શીખ્યું નથી. ઈરાન પર હુમલાને લઈને અમેરિકામાં ટ્રમ્પનો વિરોધ ઈરાન પર બોમ્બમારો કર્યા પછી અમેરિકામાંથી જ ટ્રમ્પ સામે વિરોધ વંટોળ ઊઠ્યો છે. ટ્રમ્પની પોતાની રિપબ્લિકન પાર્ટીમાં મતભેદ સપાટી પર આવ્યા છે. વિપક્ષી ડેમોક્રેટ મૂળ ભારતીય નેતા રો ખન્નાએ અમેરિકન સૈનિકોને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો. રો ખન્નાએ અમેરિકી સાંસદોને કહ્યું હતું કે ટ્રમ્પની શક્તિઓ સીમિત કરવાનો સમય આવી ગયો છે. દરેકે વોર પાવર્સ રિઝોલ્યુશન (WPR) પર મતદાન કરવું જોઈએ અને ટ્રમ્પની સૈન્ય શક્તિઓ મર્યાદિત કરી નાખવી જોઈએ. ઈરાનના રાષ્ટ્રપતિએ મોદીને ફોન કર્યો અમેરિકાના હુમલા પછી ઈરાનના રાષ્ટ્રપતિ પઝશકિયાંએ મોદીને ફોન કર્યો હતો. બંને વચ્ચે 45 મિનિટ વાતચીત થઈ. ભારતની શક્તિ અહીં જ જણાઈ આવે છે, કારણ કે અમેરિકાને ભારતની જરૂર છે. ઈઝરાયલ મિત્ર દેશ છે. ઈરાનને પણ ભારત પર ભરોસો છે. ઈરાનને ભારત પર વિશ્વાસ છે કે જો યુદ્ધ ઠંડું પાડી શકે એમ કોઈ હોય તો એ ભારત જ છે. આ વાતચીત દરમિયાન મોદીએ 3Dની ફોર્મ્યુલા આપી. છેલ્લે, ઈરાનમાં તખતાપલટ થાય તોય ભારતને ફાયદો, ન થાય તોય ભારતને ફાયદો થાય એમ છે. જો ખોમેની સત્તા સ્થાને યથાવત્ રહ્યા તો એ ભારતની પડખે રહેશે, કારણ કે પાકિસ્તાને ગદ્દારી કરી છે. જો ઈરાનમાં તખતાપલટો થાય છે તો ઈરાનમાં ઈઝરાયલની પસંદગીની સરકાર બનશે, એટલે નવી સરકારનો ઝુકાવ પણ ભારત તરફ રહેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)