ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે એટલે કે 25 જૂને એક્સિઓમ મિશન 4 હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, એટલે કે ISS જવા ઉડાન ભરશે. તેમની સાથે ત્રણ અન્ય અવકાશયાત્રીઓ પણ સ્પેસ સ્ટેશન જશે. આ મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ બપોરે 12:01 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. શુભાંશુ સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઇસરો વચ્ચેના કરાર હેઠળ, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે. શુભાંશુ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. 41 વર્ષ પહેલાં, રાકેશ શર્માએ 1974માં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં અંતરિક્ષની યાત્રા કરી હતી. ડ્રેગન સ્પેસક્રાફ્ટ 26 જૂનના રોજ સાંજે 04:30 વાગ્યે લગભગ 28.5 કલાક બાદ ISS સાથે જોડાશે. એક્સિયમ-4 મિશન 6 વખત ટાળવામાં આવ્યું હતું મિશનનો ઉદ્દેશ: સ્પેસ સ્ટેશન બનાવવાના પ્લાનિંગનો એક ભાગ Ax-4 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષમાં રિસર્ચ કરવાનો અને નવી ટેકનોલોજીનો ટેસ્ટ કરવાનો છે. આ મિશન પ્રાઈવેટ સ્પેસ ટ્રાવેલને પ્રોત્સાહન આપવાનું પણ છે અને તે એક્સિયમ સ્પેસ પ્લાનિંગનો એક ભાગ છે, જે ભવિષ્યમાં એક કોમર્શિયલ સ્પેસ સ્ટેશન (એક્સિયમ સ્ટેશન) બનાવવાનો પ્લાન છે. હવે 5 મહત્વપૂર્ણ સવાલના જવાબ: સવાલ 1: શુભાંશુ શુક્લા કોણ છે? જવાબ: શુભાંશુનો જન્મ 1986માં ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો. તેમણે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)માંથી અભ્યાસ કર્યો હતો. તેઓ 2006માં વાયુસેનામાં જોડાયા હતા અને તેમને ફાઇટર જેટ ઉડાડવાનો અનુભવ છે. તેમને ISROના ગગનયાન મિશન માટે પણ પસંદ કરવામાં આવ્યા છે, જે ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન છે. અવકાશયાત્રી બનવા માટે, તેમણે રશિયા અને અમેરિકામાં ખાસ ટ્રેનિંગ લીધી. આમાં તેમણે માઇક્રોગ્રેવિટી, ઇમરજન્સી હેન્ડલિંગ અને વૈજ્ઞાનિક પ્રયોગોમાં કામ કરવાનું શીખ્યા. સવાલ 2: શુભાંશુ ISS પર શું કરશે? જવાબ: શુભાંશુ ત્યાં 14 દિવસ રહેશે અને ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ડિઝાઇન કરાયેલા 7 પ્રયોગો કરશે. આમાંના મોટાભાગના બાયોલોજિકલ અભ્યાસો હશે, જેમ કે અંતરિક્ષમાં માનવ સ્વાસ્થ્ય અને સજીવો પર થતી અસરો જોવી. આ ઉપરાંત, તેઓ નાસા સાથે 5 વધુ પ્રયોગો કરશે, જે લાંબા અંતરિક્ષ મિશન માટે ડેટા એકત્રિત કરશે. આ મિશનમાં કરવામાં આવેલા પ્રયોગો ભારતના ગગનયાન મિશનને મજબૂત બનાવશે. સવાલ 3: આ મિશનમાં ભારતને કેટલો ખર્ચ થયો છે? જવાબ: ભારતે આ મિશન પર અત્યાર સુધીમાં લગભગ 548 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આમાં શુભાંશુ અને તેના બેકઅપ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયરને ટ્રેનિંગ આપવાનો ખર્ચ પણ સામેલ છે. આ રૂપિયા ટ્રેનિંગ, સાધનો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી પર ખર્ચવામાં આવ્યા છે. શુભાંશુની ટ્રેનિંગની 3 તસવીરો… સવાલ 4: ભારત માટે આ મિશન કેટલું મહત્વનું છે? જવાબ: શુભાંશુનો આ અનુભવ ગગનયાન મિશન (2027માં પ્લાન્ડ) માટે ખૂબ મદદરૂપ થશે. પાછા ફર્યા પછી તે જે ડેટા અને અનુભવ લાવશે તે ભારતના અવકાશ કાર્યક્રમને આગળ વધારવામાં મદદ કરી શકે છે. સવાલ 5: શું આ કોઈ પ્રાઈવેટ સ્પેસ મિશન છે? જવાબ: હા, એક્સિયમ મિશન 4 એક પ્રાઈવેટ સ્પેસ ફ્લાઈટ મિશન છે. તે અમેરિકાની પ્રાઈવેટ સ્પેસ કંપની એક્સિયમ સ્પેસ અને નાસા વચ્ચેના સહયોગથી થઈ રહ્યું છે. આ એક્સિયમ સ્પેસનું ચોથું મિશન છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શું છે? ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પૃથ્વીની આસપાસ ફરતું એક મોટું અંતરિક્ષયાન છે. તેમાં અવકાશયાત્રીઓ રહે છે અને માઈક્રોગ્રેવિટીમાં પ્રયોગો કરે છે. તે 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાવેલ કરે છે. તે દર 90 મિનિટે પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરે છે. તે 5 સ્પેસ એજન્સીઓ સાથે મળીને બનાવવામાં આવ્યું છે. સ્ટેશનનો પહેલો ભાગ નવેમ્બર 1998માં લોન્ચ કરવામાં આવ્યો હતો.