P24 News Gujarat

ટ્રમ્પે કહ્યું- અમેરિકન હુમલાઓને કારણે ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અટક્યું:નેતન્યાહુએ કહ્યું- ટ્રમ્પને ફેબ્રુઆરીમાં હુમલાની યોજના જણાવી, સમર્થન આપવાનો નિર્ણય તેમનો હતો

બુધવારે નેધરલેન્ડ્સમાં નાટો સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાઓને કારણે 12 દિવસનું ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અટક્યું. તેમણે કહ્યું, ‘ઈરાન 12 દિવસ દરમિયાન નર્કમાંથી પસાર થયું, જેના કારણે તેણે પરમાણુ શસ્ત્રો બનાવવાની ઇચ્છા છોડી દીધી. જો ઈરાન ફરીથી ન્યૂક્લિયર પ્રોગ્રામ શરૂ કરશે, તો અમે ફરીથી હુમલો કરીશું.’ બીજી તરફ ઈરાને પણ સ્વીકાર્યું છે કે, 22 જૂને અમેરિકાના હુમલાથી તેના પરમાણુ સ્થળોને ઘણું નુકસાન થયું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ આ વાતની પુષ્ટિ કરી છે. અલ જઝીરા સાથે વાત કરતા બગાઈએ કહ્યું કે, અમેરિકાના બસ્ટર બોમ્બના હુમલા અસરકારક હતા અને પરમાણુ સ્થળોને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, બગાઈએ નુકસાનની વિગતો આપી ન હતી. જોકે, યુએસ મીડિયા હાઉસ CNN અને ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો છે કે અમેરિકાના હુમલાઓને કારણે ઈરાનનો ન્યૂક્લિયર પ્રોગ્રામ થોડા મહિના પાછળ ઠેલાઈ ગયો છે. તે સંપૂર્ણપણે નાશ પામ્યો નથી. આ દાવો અમેરિકન ગુપ્તચર અહેવાલના આધારે કરવામાં આવ્યો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ મીડિયા રિપોર્ટ્સને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા. 12 દિવસ પછી ઈઝરાયલે ઈરાનમાં યુદ્ધવિરામનો અમલ શરૂ કોર્યો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના 12મા દિવસે મંગળવારે યુદ્ધવિરામ થયો હતો. બંને દેશોએ આ વાતની પુષ્ટિ કરી છે અને આ યુદ્ધમાં પોતાની જીતનો દાવો પણ કર્યો છે. ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલે ઇરાન સામે ઐતિહાસિક જીત મેળવી છે, જે પેઢીઓ સુધી યાદ રહેશે. તેમણે કહ્યું – અમે સિંહની જેમ ઉભા થયા અને અમારી ગર્જનાએ તેહરાનને હચમચાવી નાખ્યું. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તેમનો દેશ પરમાણુ કાર્યક્રમ બંધ કરશે નહીં. તેમણે કહ્યું – ‘આ ટેકનોલોજી મેળવવા માટે અમે ખૂબ જ મહેનત કરી છે. અમારા વૈજ્ઞાનિકોએ બલિદાન આપ્યું છે.’ ગઈકાલે ઈરાનની રાજધાની તેહરાનમાં પણ વિજય ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સવારે 3:30 વાગ્યે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની માહિતી આપી હતી. ઇઝરાયલ-ઈરાન યુદ્ધનું અપડેટ્સ નીચે બ્લોગમાં વાંચો…

​બુધવારે નેધરલેન્ડ્સમાં નાટો સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાઓને કારણે 12 દિવસનું ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અટક્યું. તેમણે કહ્યું, ‘ઈરાન 12 દિવસ દરમિયાન નર્કમાંથી પસાર થયું, જેના કારણે તેણે પરમાણુ શસ્ત્રો બનાવવાની ઇચ્છા છોડી દીધી. જો ઈરાન ફરીથી ન્યૂક્લિયર પ્રોગ્રામ શરૂ કરશે, તો અમે ફરીથી હુમલો કરીશું.’ બીજી તરફ ઈરાને પણ સ્વીકાર્યું છે કે, 22 જૂને અમેરિકાના હુમલાથી તેના પરમાણુ સ્થળોને ઘણું નુકસાન થયું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ આ વાતની પુષ્ટિ કરી છે. અલ જઝીરા સાથે વાત કરતા બગાઈએ કહ્યું કે, અમેરિકાના બસ્ટર બોમ્બના હુમલા અસરકારક હતા અને પરમાણુ સ્થળોને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, બગાઈએ નુકસાનની વિગતો આપી ન હતી. જોકે, યુએસ મીડિયા હાઉસ CNN અને ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો છે કે અમેરિકાના હુમલાઓને કારણે ઈરાનનો ન્યૂક્લિયર પ્રોગ્રામ થોડા મહિના પાછળ ઠેલાઈ ગયો છે. તે સંપૂર્ણપણે નાશ પામ્યો નથી. આ દાવો અમેરિકન ગુપ્તચર અહેવાલના આધારે કરવામાં આવ્યો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ મીડિયા રિપોર્ટ્સને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા. 12 દિવસ પછી ઈઝરાયલે ઈરાનમાં યુદ્ધવિરામનો અમલ શરૂ કોર્યો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના 12મા દિવસે મંગળવારે યુદ્ધવિરામ થયો હતો. બંને દેશોએ આ વાતની પુષ્ટિ કરી છે અને આ યુદ્ધમાં પોતાની જીતનો દાવો પણ કર્યો છે. ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલે ઇરાન સામે ઐતિહાસિક જીત મેળવી છે, જે પેઢીઓ સુધી યાદ રહેશે. તેમણે કહ્યું – અમે સિંહની જેમ ઉભા થયા અને અમારી ગર્જનાએ તેહરાનને હચમચાવી નાખ્યું. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તેમનો દેશ પરમાણુ કાર્યક્રમ બંધ કરશે નહીં. તેમણે કહ્યું – ‘આ ટેકનોલોજી મેળવવા માટે અમે ખૂબ જ મહેનત કરી છે. અમારા વૈજ્ઞાનિકોએ બલિદાન આપ્યું છે.’ ગઈકાલે ઈરાનની રાજધાની તેહરાનમાં પણ વિજય ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સવારે 3:30 વાગ્યે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની માહિતી આપી હતી. ઇઝરાયલ-ઈરાન યુદ્ધનું અપડેટ્સ નીચે બ્લોગમાં વાંચો… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *