દર વખતે ટ્રમ્પની સીઝફાયરની વાતો ‘મિસફાયર’ થઈ જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે સીઝફાયરની વાત કરી, પણ બંને દેશ માન્યા નહિ. ભારત-પાકિસ્તાન વચ્ચે અંદરોઅંદર વાતચીત થઈ ગઈ, પણ ટ્રમ્પે જશ ખાટવા ઉતાવળે જાહેરાત કરી નાખી કે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થઈ ગયું. ભારતે ચોખ્ખી ના પાડી કે તમારા કહેવાથી નથી થયું. ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં પણ ટ્રમ્પે સીઝફાયરની વાતો ગાઈ-વગાડીને કરી. ઈરાને સ્પષ્ટ નનૈયો ભણી દીધો કે સીઝફાયર-બીઝફાયર નહિ થાય. આ બધા વચ્ચે ત્રણેય દેશ ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાને દ્રાક્ષ ખાટી લાગે છે. કોઈ જીત્યું નથી છતાં ત્રણેય દેશ શેખી મારે છે કે અમે જીતી ગયા. નમસ્કાર, હકીકતમાં ઈરાનને પહેલેથી જ અમેરિકાના હુમલાની ગંધ આવી ગઈ હતી, એટલે તેણે દસ પરમાણુ બોમ્બ બને એટલું યુરેનિયમ પહેલાં જ સગેવગે કરી નાખ્યું હતું. અમેરિકાને હવે એ ચિંતા છે કે મૂળ હેતુ તો સર્યો નહિ. ઈરાને યુરેનિયમ ક્યાં સગેવગે કર્યું, એ કોઈ જાણી શક્યું નથી એટલે 400 કિલો યુરેનિયમ રહસ્ય બની ગયું. ઈરાને અમેરિકા એરબેઝ પર હુમલો કર્યો તો ટ્રમ્પે વળતો હુમલો ન કર્યો
અમેરિકાએ ઈરાનનાં ત્રણ પરમાણુ ઠેકાણાં પર હુમલો કર્યો પછી ડોનાલ્ડ ટ્રમ્પે વળતો હુમલો ન કરીને ધરપત જાળવી રાખી. ઊલટું એવું કહ્યું કે ઈરાનનો આભાર માનું છું કે અમને હુમલાની અગાઉથી જાણ કરી. ઈરાને 14 જેટલી ફટાકડાના રોકેટ જેવડી મિસાઈલો છોડી હતી. એમાંથી 13 તો અમે તોડી નાખી. એક પડી, પણ એનાથી કાંઈ થયું નથી. અમે ઈરાન પર વળતો હુમલો નથી કરવાના. તેમને એકવાર ગુસ્સો કાઢવો હતો તો કાઢી લેવા દીધો. હવે બધું બંધ કરીએ છીએ. ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરતાં લખ્યું – ભગવાન આખી દુનિયાને આશીર્વાદ આપે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 23 જૂને ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું કે કોંગ્રેચ્યુલેશન્સ. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંપૂર્ણ સહમતી બની ગઈ છે કે 12 કલાક માટે કમ્પ્લીટ એન્ડ, ટોટલ યુદ્ધવિરામ થશે (અત્યારથી લગભગ 6 કલાકમાં હવે ઈઝરાયલ અને ઈરાન પોતાનાં અંતિમ મિશનોને પૂરું કરી લેશે). એ પછી યુદ્ધને સમાપ્ત થયેલું માનવામાં આવશે. સત્તાવાર રીતે ઈરાન સીઝફાયર શરૂ કરશે અને 12 કલાકમાં ઈઝરાયલ સીઝફાયર કરશે. આ રીતે 12 દિવસ ચાલનારા યુદ્ધનો અંત આવશે. દરેક યુદ્ધવિરામ દરમિયાન બીજો પક્ષ શાંતિ જાળવશે. હું બંને દેશો ઈરાન અને ઈઝરાયલને સહનશક્તિ, સાહસ અને બુદ્ધિમતા રાખવા બદલ અભિનંદન આપું છું. આ એક એવું યુદ્ધ છે, જે વર્ષો સુધી ચાલી શકતું હતું અને આખા મિડલ ઈસ્ટને નષ્ટ કરી શકતું હતું, પણ એવું કાંઈ થયું નહિ અને થશે પણ નહિ. ભગવાન ઈઝરાયલને આશીર્વાદ આપે. ભગવાન ઈરાનને આશીર્વાદ આપે. ભગવાન અમેરિકાને આશીર્વાદ આપે અને ભગવાન આખી દુનિયાને આશીર્વાદ આપે. ટ્રમ્પની બડાઈ, ઈઝરાયલ અને ઈરાન મારી પાસે શાંતિ પ્રસ્તાવ લઈને આવ્યા હતા
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ઇઝરાયલ અને ઈરાન બંને તેમની પાસે શાંતિનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. બંનેએ લગભગ એક જ સમયે તેમની પાસે પહોંચીને શાંતિનો પ્રસ્તાવ મૂક્યો. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ જાણતા હતા કે સમય આવી ગયો છે. દુનિયા અને મિડલ ઈસ્ટ વાસ્તવિક વિજેતા છે. બંને રાષ્ટ્રો તેમના ભવિષ્યમાં પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ જોશે. બંને પાસે ઘણું બધું મેળવવાનું છે. જો તેઓ ધર્મ અને સત્યના માર્ગથી ભટકી જશે તો તેમને ઘણું ગુમાવવું પડશે. ઇઝરાયલ અને ઈરાનનું ભવિષ્ય બહુ સમૃદ્ધ છે. ત્રણેય ખેલાડી જીતનો દાવો કરે છે
ઈઝરાયલ માને છે કે અમારે ઈરાનને પરચો બતાવવો હતો, એ બતાવી દીધો. હવે એ ક્યારેય પરમાણુ હથિયાર નહિ બનાવી શકે. આ યુદ્ધમાં અમારી જીત થઈ છે.
અમેરિકા માને છે કે અમારી પાસે બંકર બોમ્બ હતા, એનો ઉપયોગ કરીને ઈરાનનાં પરમાણુ ઠેકાણાં તબાહ કર્યાં. હવે ઈરાન ઊંચી આંખ કરીને નહિ જોઈ શકે. માટે અમે જીતી ગયા.
ઈરાન માને છે કે ઈઝરાયલ અને અમેરિકા પરમાણુ ઠેકાણાં તબાહ કરવા આ યુદ્ધ કરી રહ્યા છે, પણ અમે પરમાણુ બોમ્બ બનાવવા માટેનું યુરેનિયમ એવી જગ્યાએ રાખ્યું છે કે ત્યાં કોઈ પહોંચી નહિ શકે. અમે ઈઝરાયલને કડક જવાબ આપ્યો છે અને અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો છે. જીત અમારી થઈ. નેતન્યાહુ આવનારી ચૂંટણીમાં ફાયદો લેવા માગે છે
ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓએ માત્ર તેહરાનને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને બતાવ્યું કે વોશિંગ્ટન તેલ અવીવની સાથે મજબૂત રીતે ઊભું છે, એટલે અમેરિકા અડધી રાતે પણ ઈઝરાયલની મદદ કરશે. જિયોપોલિટિકલ ઈમેજ વધારવા ઉપરાંત આ પ્રદર્શનથી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને સ્થાનિક સ્તરે પણ ફાયદો થશે, કારણ કે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં પોતે ઊભા રહેવાના છે. નેતન્યાહુ માને છે કે આવતા વર્ષે હું જ ચૂંટાઈશ. અમેરિકાએ અગાઉ કહેલું કે ઈઝરાયલ તો ખોમેની પર એટેક કરવાનું હતું, અમે રોક્યું
રોઈટર્સ ન્યૂઝ એજન્સીએ અમેરિકાના સરકારી અધિકારીઓને ટાંકીને એક રિપોર્ટ છાપ્યો છે. એમાં લખ્યું છે કે ઇઝરાયલ એ ફિરાકમાં હતું કે ઈરાનના ટોચના લીડર અયાતુલ્લાહ અલી ખોમેની પર હુમલો કરવો. ડોનાલ્ડ ટ્રમ્પે વિટો વાપરીને ઇઝરાયલને આવું કરવાની ના પાડી અને આ વિટો પાવર ડોનાલ્ડ ટ્રમ્પે વાપર્યો એટલે ઇઝરાયલે ખોમેની પર હુમલો નથી કર્યો. રોઈટર્સનો આ રિપોર્ટ બહાર આવ્યા પછી ઈસ્લામિક દેશોમાં હલચલ મચી ગઈ છે, જોકે ઇઝરાયેલના રાષ્ટ્રપતિ નેતન્યાહુએ અમેરિકી સરકારના આ દાવાને ફગાવી દીધો છે અને એવું કહ્યું છે કે અમે ખોમેની ઉપર હુમલો કરવાનો કોઈ પ્લાન કરતા નહોતા, એટલે અહીં પણ ટ્રમ્પ ખોટા સાબિત થયા. ટ્રમ્પે નવેમ્બરમાં જ ઈઝરાયલને ઉશ્કેર્યું હતું
અમેરિકાની મેલી મુરાદ એવી રહી છે કે યેન કેન પ્રકારેણ વિશ્વમાં અરાજકતા ઊભી કરવી. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી આ મેલી મુરાદમાં વધારો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી તેની સરકાર અલગ અલગ ફતવા બહાર પાડે છે. અમેરિકા અત્યારે બે દેશ વચ્ચે અરાજકતા પેદા કરવાનું કામ કરે છે અને ઈરાન-ઇઝરાયલ યુદ્ધ એનો જ એક ભાગ હોઈ શકે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીનો પ્રચાર કરતા હતા ત્યારે તેમણે ઇઝરાયલને ઉશ્કેર્યું હતું અને એવું કહ્યું હતું કે ઈરાનનાં પરમાણુ ઠેકાણાં ઉપર હુમલો કરી દો. કાંઈપણ થાય તો હું બેઠો છું, એટલે ટ્રમ્પે નવેમ્બર-ડિસેમ્બરમાં ઇઝરાયલને ઉશ્કેરણી કરવાનું કામ ચાલુ કર્યું હતું. પછી જ્યારે કોઈપણ બે દેશ વચ્ચે સંઘર્ષ પેદા થાય છે ત્યારે અમેરિકા અને ખાસ કરીને ટ્રમ્પ શાંતિની વાત લઈને દુનિયાની સામે આવી જાય છે. ટ્રમ્પ જ્યારે જ્યારે શાંતિ કે સીઝફાયરની વાત લઈને દુનિયા સામે આવે છે ત્યારે કોઈ તેની વાત માનતું નથી. રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ટ્રમ્પે ફાંકા માર્યા હતા
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા ધમપછાડા કરતા હતા. તે અમેરિકા ફર્સ્ટની વાતો કરતા હતા અને સાથે ચૂંટણીપ્રચારમાં એવું કહેતા હતા કે મને રાષ્ટ્રપતિ બનવા દો એટલીવાર. મારા એક ફોનથી રશિયા-યુક્રેન હથિયાર હેઠાં મૂકી દેશે. જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે પુતિનને મનાવી જોયા, પણ ન માન્યા. પુતિને કહી દીધું કે જ્યાં સુધી યુક્રેનનો સમાવેશ નાટોમાં નહિ કરવાની ખાતરી મળશે પછી જોઈશું. ટ્રમ્પે ઝેલેન્સ્કીને વ્હાઈટ હાઉસમાં આમંત્રણ આપ્યું. તેમણે ઝેલેન્સ્કીને યુદ્ધ ખતમ કરવા દબાણ કર્યું, પણ તેઓ ન માન્યા. ગુસ્સે થયેલા ટ્રમ્પે ઝેલેન્સ્કીને ગેટ આઉટ કહી દીધું. ટૂંકમાં ટ્રમ્પે ધમપછાડા તો બહુ કર્યા, પણ રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થયું નહિ. 2022માં પણ બંને દેશોએ ટ્રમ્પને ગાંઠ્યા નહિ
2022માં ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશના રાષ્ટ્રપતિને ફોન કર્યો હતો કે તમે જે યુદ્ધ શરૂ કર્યું છે એ આગળ વધે એ પહેલાં રોકી દો. ત્યારે પણ બંને દેશના રાષ્ટ્રપતિઓએ ટ્રમ્પની વાત નહોતી માની. એ વખતે તો જો બાઈડન રાષ્ટ્રપતિ હતા. ટ્રમ્પ તો રાષ્ટ્રપતિ પણ નહોતા, હવે ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે છતાં બંને દેશ તેમની વાત માનતા નથી. 2022માં જે દિવસે ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સ્કીને ફોન કર્યો એ જ દિવસે યુક્રેને 34 ડ્રોન મોકલીને રશિયાના શહેર મોસ્કો પર મોટો હુમલો કર્યો હતો. એ પછી યુક્રેનનો આ 117 ડ્રોન શિપમાં મોકલીને રશિયા પર ખતરનાક હુમલો કર્યો હતો. ભારત-પાકિસ્તાન તણાવમાં પણ ટ્રમ્પ કૂદી પડ્યા હતા
ભારતે કરેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ હતી. પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે ભારતને બે હાથ જોડ્યા કે હવે તણાવ ખતમ કરો ત્યારે ભારતે તલવાર મ્યાન કરી. વાતચીત તો ભારત-પાકિસ્તાન સાથે થઈ હતી અને તેની જાણકારી ટ્રમ્પને આપવામાં આવી હતી. ઉતાવળિયા ટ્રમ્પે જસ ખાટવા સોશિયલ મીડિયા પર લખી નાખ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ખતમ થઈ ગયો છે અને આ બધું મેં કરાવ્યું છે. થોડા દિવસો તો ટ્રમ્પની વાહ વાહ થઈ, પણ ભારતે ટ્રમ્પનો ફુગ્ગો ફોડી નાખ્યો. ભારતે કહ્યું કે પાકિસ્તાન સાથે સીઝફાયર એ ભારતનો નિર્ણય હતો. ભારત કોઈની મધ્યસ્થી સ્વીકારતું નથી. ટ્રમ્પનો રશિયા-યુક્રેન યુદ્ધમાં મેળ ન પડ્યો તો ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની તક ઝડપી લીધી. ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા ઓફર કરી હતી
વિદેશનીતિના જાણકાર માઈકલ કુગલમેને લખ્યું છે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન માટે ફરીથી પોસ્ટ કરી અને એમાં તેમણે કહ્યું કે તે કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન સાથે મળીને કામ કરશે. આ તેના પહેલા કાર્યકાળમાં આપેલી ઓફરથી આગળની વાત છે. જ્યારે તેમણે કહ્યું હતું કે જો બંને દેશ ઈચ્છે તો કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરી શકે છે. માઈકલ કુગલમેન માને છે કે શરૂઆતમાં અમેરિકાએ ખાસ રસ ન દાખવ્યો. 1999 અને 2019માં પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસો દરમિયાન અમેરિકા ખૂબ એક્ટિવ હતું, પણ આ વખતે અમેરિકાએ શરૂઆતમાં રસ ન દાખવ્યો ને કહી દીધું કે અમારે લેવા-દેવા નથી. પછી સીધી સમાધાનની વાત આવી. ટ્રમ્પને શું કરવું છે એ તેમને જ ખબર નથી પડતી. રાષ્ટ્રપતિ દિશા ભટકી ગયા છે. છેલ્લે,
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ જલદી ઠરે એવું લાગતું નથી, કારણ કે ઈઝરાયલના નેતન્યાહુની વિપક્ષી પાર્ટીના નેતા લિબરમેને કહ્યું, ઘાયલ સિંહને છોડી ન શકાય. ઈરાન સાથે ફરી યુદ્ધ થશે જ. ટૂંકમાં ટ્રમ્પ ગમે એટલા ઉપાડા લે, તેમની વાત કોઈ માનતું નથી. લાગે છે કે ટ્રમ્પ કાર્ડ હવાઈ ગયું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)