વિસાવદર સીટ પર જીતીને ફૂલ ફોર્મમાં આવેલી આમ આદમી પાર્ટીને બે દિવસમાં જ ઝટકો લાગ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના નેતૃત્વ સામે ખૂલ્લેઆમ બ્યુગલ ફૂંક્યું છે. તેમણે ગાંધીનગરમાં આજે સવારે દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે તેમણે પાર્ટી કે ધારાસભ્યપદેથી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પાર્ટીમાંથી ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ઉમેશ મકવાણા પાર્ટીથી કેમ નારાજ છે? તેમની આગામી રણનીતિ શું છે? સહિતના સવાલાનો જવાબ જાણવા માટે દિવ્ય ભાસ્કરે ઉમેશ મકવાણા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે પાર્ટી હાઇકમાન્ડથી લઇને પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને આડેહાથ લીધા હતા. મને સસ્પેન્ડ કરવાનો અધિકાર ઇસુદાન પાસે પણ નથી
ઉમેશ મકવાણાએ આકરા પ્રહાર કરતા કહ્યું, ઇસુદાન ગઢવી માત્ર ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે, જ્યારે ઉમેશ મકવાણા રાષ્ટ્રીય કક્ષના નેતા છે. એટલે મને સસ્પેન્ડ કરવાનો અધિકાર ઇસુદાન ગઢવી પાસે પણ નથી. ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું
મકવાણાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હું ક્યારેય ધારાસભ્યપદેથી રાજીનામું નથી આપવાનો. હું હંમેશા બોટાદની જનતાના પ્રશ્નો ઉઠાવતો રહીશ. હું ભાજપ કે કોંગ્રેસમાં પણ નથી જોડાવાનો. મને હોદ્દાનો કોઇ મોહ નથી. જ્યારે ભાજપમાં હતો ત્યારે ઊંચા પદ પર હોવા છતાં પણ મેં પાર્ટી છોડી દીધી હતી. આપના કેટલાક નેતાઓ ભાજપના અંડરકવર એજન્ટ
મકવાણાએ ઉમેર્યું, અમારી પાર્ટીના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓ ભાજપના અંડર કવર એજન્ટ બનીને કામ કરે છે. જ્યારે કેટલાક નેતાઓ ભાજપના ઇશારે કામ કરે છે. તેઓ ભાજપની મલાઇ ખાવા ઇચ્છે છે. અમારા કેટલાક નેતાઓમાં ભાજપના અને કોંગ્રેસના વિચારો આવી ગયા છે. ભાજપનો કન્ટ્રોલ રહે એટલે AAPના અમુક નેતાઓને જીતાડવામાં આવે છે
તેમણે આગળ કહ્યું, આમ આદમી પાર્ટી પર ભાજપનો કન્ટ્રોલ રહે એ માટે કેટલાક નેતાઓને હાથે કરીને જીતાડવામાં આવે છે. AAP વર્ષ 2027ની ચૂંટણી જીતી નથી શકવાની પરંતુ એજન્ટ બનીને ભાજપને કેવી રીતના વધુ સીટો મળે એ પ્રકારનું કામ કરે છે. પોતાના રાજીનામા અંગે ઉમેશ મકવાણાએ કહ્યું, ભાજપ સાથે વેચાઇ ગયેલા નેતાઓ મને સસ્પેન્ડ કરવાની વાત કરે છે પરંતુ મેં તો પહેલેથી જ રાજીનામું આપી દીધું હતું. એટલે મને સસ્પેન્ડ કરવાની કોઇ વાત જ નથી. મને સાઇડ લાઇન કરવાનું કાવતરું છે
આમ આદમી પાર્ટીના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓ અને ભાજપના નેતાઓ ભેગા મળીને કેવી રીતે વિધાનસભામાં પ્રશ્નો ન ઉઠાવવા અને મને સાઇડ લાઇન કરવાનું સુનિયોજિત કાવતરું ઘડ્યું છે. કેવી રીતે ઉમેશ મકવાણા રાજીનામું આપે તેવા તેમના સતત પ્રયત્નો રહ્યા છે. મને સસ્પેન્ડ કરનાર વ્યક્તિ પણ ક્યાંકને ક્યાંક ભાજપ સાથે સંકળાયેલા છે. તેમને ડર છે કે ઉમેશ મકવાણા કોળી સમાજના અને પછાત સમાજના પ્રશ્નો ઉઠાવતા થઇ જશે. વિધાનસભામાં કોળી સમાજ માટે મુદ્દો ઉઠાવનાર હું એકલો જ છું. વિધાનસભાની અંદર સૌથી વધુ અને સૌથી અઘરા પ્રશ્નો હું જ ઉઠાવું છું. ગુજરાતના પ્રભારી સામે પણ આંગણી ચિંધી
ઉમેશ મકવાણાએ કહ્યું, ગુજરાતમાં અત્યારે જે આમ આદમી પાર્ટીના પ્રભારી (ગોપાલ રાય) થઇને આવ્યા છે તેઓ પોતે દિલ્હી વિધાનસભામાં જીત્યા હતા, પરંતુ અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને તેમણે હરાવ્યા હતા. એટલે ગુજરાતના પ્રભારી પર પણ સવાલ ઊભા થાય છે. ટૂંકમાં વાત એવી છે હું એકમાત્ર એવો નેતા છું, જે સાચાને સાચું અને ખોટાને ખોટું કહું છું. આગામી રણીનીતિ શું હશે?
ઉમેશ મકવાણાએ કહ્યું, આગામી એક અઠવાડિયામાં આગેવાનો સાથે અમારી મિટિંગ મળવાની છે. જેમાં નક્કી કરીશું કે આગળ અમારે શું કરવાનું છે. તેમણે એવું પણ કહ્યું, મને પાર્ટીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યાની વાત મારા સુધી હજી નથી પહોંચી. પણ જો મને સસ્પેન્ડ કરવામાં આવશે તો ઓબીસી તથા કોળી સમાજને પૂછીને જરૂર હશે તો ચોક્કસ નવી પાર્ટી બનાવીશ. અગાઉ કોળી સમાજનું આંદોલન થયું હતું. એ વખતે પણ નવી પાર્ટી બનાવવાની વાત હતી. તમે શું એ જ નેતાઓ સાથે નવી પાર્ટી બનાવવાની વાત કરો છો? આ સવાલના જવાબમાં ઉમેશ મકવાણાએ કહ્યું, હું માત્ર કોળી સમાજની નહીં પણ સમગ્ર પછાત સમાજની વાત કરું છું. ટૂંક જ સમયમાં અમે આગેવાનો સાથે મીટિંગ કરવાના છીએ. એ પછી આગામી સમયમાં શું કરવું, નવી પાર્ટી બનાવવી કે નહીં એ અંગેનો નિર્ણય લઇશું. કઇ પાર્ટીમાં જોડાશે?
અન્ય પાર્ટીમાં જોડાવા અંગે ઉમેશ મકવાણાએ પહેલી વખત ભાસ્કર સમક્ષ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, જે પાર્ટી કોળી સમાજની અને પછાત સમાજની વાત કરવા તેમજ તેમને પ્રતિનિધિત્વ આપવા તૈયાર હશે. તેમને અમારું ચોક્કસ સમર્થન હશે. કડી કે વિસાવદર એક પણ જગ્યાએ મને જવાબદારી નહોતી આપી
જો કડીના ઉમેદવાર સાથે અન્યાય થયો હતો તો ઉમેશ મકવાણા કેમ કડીના ઉમેદવાર સાથે સતત ન રહ્યા તેના જવાબમાં ઉમેશ મકવાણા કહે છે કે, પાર્ટીએ મને કડી બેઠક પર પ્રભારી બનાવવાની વાત કરી હતી પરંતુ આ પછી પાર્ટીએ મને કડી કે વિસાવદર એક પણ જગ્યાએ કોઇ પણ જવાબદારી આપી નહોતી સુધીરભાઇની નારાજગી અંગે મને ખ્યાલ નથી
અમે સુધીર વાઘાણીની નારાજગી અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે સુધીરભાઇની નારાજગી અંગે મને વધુ ખ્યાલ નથી તેનો જવાબ તો તેઓ જ આપી શકશે. ઉમેશ મકવાણા પાર્ટીના કાર્યક્રમોમાં દેખાતા નહોતા
નોંધનીય છે કે ઉમેશ નારણભાઈ મકવાણા છેલ્લા ઘણા સમયથી પાર્ટીના નેતૃત્વથી નારાજ હતા. તેમજ પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજર રહેતા નહોતા. કડી અને વિસાવદર ચૂંટણીના પ્રચારમાં પણ દેખાયા નહોતા. એ અગાઉ આમ આદમી પાર્ટીની લીડરશિપ તેમને મનાવવાની કોશિશ કરી રહી હતી.જોકે તેમની નારાજગી દૂર થઈ શકી નહોતી. વિવાદોમાં પણ સપડાઈ ચૂક્યા છે ઉમેશ મકવાણા
ઉમેશ મકવાણા હાલ કાયદાકીય સકંજા અને વિવાદોમાં પણ સપડાયેલા છે. બોટાદ જિલ્લામાં દારૂના ધંધાર્થી પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ કાર્યવાહી કરી ત્યારે ઉમેશ મકવાણાએ તેમની પાર્ટીના એક સભ્ય શૌકત સૈયદ મૌલાનાને એટ્રોસિટી એક્ટ જેવા ગુનામાં છોડાવવા બોટાદ એસપીને ફોન કરી ધમકી આપી હોવાનું ખુદ વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. જોકે ઉમેશ મકવાણાએ ત્યારે વળતો એવો હુંકાર કર્યો હતો કે સરકાર પાસે CBI-LCB જેવી તપાસ એજન્સીઓ છે. જો આ વાત સત્ય સાબિત થશે તો હું ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેવા તૈયાર છું. આ ઉપરાંત દોઢેક મહિના પહેલાં તેમના પૂર્વ PA અજય જમોડે લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા 13 લાખ રૂપિયા પાછા ન આપતા હોવાની તેમજ ધમકી આપતા હોવાની ઉમેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ ધારાસભ્યો ભાજપના નિશાના પર
સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી વિધાનસભા બાદ જ ગુજરાતમાં AAPને તોડવા માટે ભાજપે ‘ઓપરેશન લોટસ’ શરૂ કરી દીધું હતું. વિસાવદર ચૂંટણી વખતે AAPના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ પ્રચાર કરવા આવે ત્યારે જ ધડાકો કરવાનો પ્લાન હતો. જોકે તેમાં સફળતા મળી નહોતી. અને વિસાવદર સીટ પર AAPનો વિજય થયો હતો. ત્યારે ફરી ભાજપે સક્રીય થઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખેંચી લાવવા માટે કવાયત શરૂ કરી દીધી છે. સૂત્રોના કહેવા મુજબ ત્રણ ધારાસભ્યોમાં બોટાદના ઉમેશ મકવાણા ઉપરાંત જામજોધપુરના હેમંત ખવા અને ગારિયાધારના સુધીર વાઘાણી ભાજપના નિશાના પર છે.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182 સીટમાંથી ભાજપે 156 સીટ જીતી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો આવી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કરી 12.92% વોટ શેર સાથે 5 સીટ કબજે કરી હતી. જીતેલા પાંચ ધારાસભ્યોમાં ચૈતર વસાવા-ડેડિયાપાડા, ઉમેશ મકવાણા- બોટાદ, હેમંત ખવા-જામજોધપુર, સુધીર વાઘાણી- ગારિયાધાર અને વિસાવદર-ભૂપત ભાયાણીનો સમાવેશ થતો હતો. ભાજપે કોંગ્રેસના ચાર અને AAPના એક ધારાસભ્યને તોડ્યા હતા
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી 2022 બાદથી ભાજપે કોંગ્રેસ અને AAPના ધારાસભ્યોને તોડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કોંગ્રેસના ચાર ધારાસભ્ય- અર્જુન મોઢવાડિયા-પોરબંદર, સી.જે.ચાવડા- વીજાપુર, અરવિંદ લાડાણી-માણાવદર અને ચિરાગ પટેલ-ખંભાતને તોડ્યા હતા. જ્યારે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કમળનો હાથ પકડ્યો હતો. બાદમાં પાંચેય પેટાચૂંટણીમાં ભાજપની સીટ પર ચૂંટાયા હતા. ભાજપે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યને તોડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા, જેમાં એકમાં સફળતા મળી હતી. વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીએ આપના ધારાસભ્યપદેથી રાજીનામું આપી કેસરિયો ખેસ પહેરી લીધો હતો. ભૂપત ભાયાણી જૂન-2023માં સુરતની એક હોટલમાં એક અજાણી મહિલા સાથે જોવા મળતાં ભારે ઊહાપોહ મચ્યો હતો. જે-તે સમયે ભાયાણીએ વીડિયો મોર્ફ કરેલો હોવાનો બચાવ કર્યો હતો, જેના થોડો સમય બાદ જ તેમણે ભાજપનો હાથ પકડી લીધો હતો. જૂન-2025માં યોજાયેલી પેટા ચૂંટણીમાં આ સીટ પર ભાજપે ભૂપત ભાયાણીને ટિકીટ નહોતી આપી. તેમની જગ્યાએ કિરીટ પટેલને ફરી મેદાનમાં ઉતાર્યા હતા. જેમને હરાવીને AAPના ગોપાલ ઈટાલિયા વિજેતા થયા હતા.