P24 News Gujarat

53 વર્ષ પછી ઉત્તર ગુજરાતમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યાં:’ગાય-ભેંસની ગરદન સાંકળથી બાંધેલી હતી ને શરીર વરસાદના પાણીમાં ખેંચાતા હતા’

મહાદેવનો ચમત્કાર જુઓ. પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી. કડાકા-ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જળાધારીના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઊડીને પડ્યા. પણ શિવલિંગને કોઈ નુકસાન થયું નહિ. ઉત્તર ગુજરાતનું પાલનપુર હોય કે મહેસાણા. અવિરત વરસાદના કારણે હાલત કફોડી બની છે. ગામડાંની હાલત તો વધારે ખરાબ છે. ખેતરો તળાવ બની ગયા છે. કાચા મકાનો પડી ગયા છે. સિમેન્ટના મજબૂત રસ્તા તૂટી ગયા છે. હજી હમણાં, પાંચ દિવસ પહેલાં ઉત્તર ગુજરાતમાં એવો વરસાદ વરસ્યો કે જોનારા તો એવું જ કહે છે કે, અમે અમારી જિંદગીમાં આવો વરસાદ જોયો નથી. બે ફૂટ દૂરનું ય કાંઈ દેખાય નહીં. પાંચ દી’ પહેલાં આ વરસાદ પડ્યો દાંતા, ખેડબ્રહ્મા અને વડાલીના આસપાસના ગામોમાં. એ જેવો તેવો નહિ. વડાલીમાં સાડાબાર ઈંચ, ખેડબ્રહ્મામાં સાડા અગિયાર ઈંચ અને દાંતામાં 9 ઈંચ. એ દિવસે જે વરસાદ વરસી ગયો તે પછી આ ગામડાંની હાલત કેવી છે, તેનો ચિતાર ભાસ્કરે ગ્રાઉન્ડ પર જઈને મેળવ્યો. શું બન્યું એ જાણી લો. 21 જૂન શનિવારની રાત્રે ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકામાં આભ ફાટ્યું હોય તેવો મૂશળધાર વરસાદ વરસ્યો. વરસાદ એટલો બધો પડ્યો કે ગામના લોકોએ કહ્યું કે આટલો બધો વરસાદ અમે અમારા જીવનમાં ક્યારેય નથી જોયો. 1972માં પૂર આવ્યું ત્યારે આટલો બધો વરસાદ થયો હતો. એ પછી હવે 2025માં એક જ રાતમાં 11-12 ઇંચ વરસાદ થતાં ખેતરોમાં ભારે નુકસાન થયું, પાળા તૂટી ગયા, ઘરો ધરાશાયી થઈ ગયા, રસ્તા પર ભેખડો ધસી પડી, પશુઓનાં મોત થયા, લાઈટના થાંભલા પડી ગયા, હાઈવે પર લાગેલા મોટાભાગના સાઈન બોર્ડ પડી ગયા. ઉત્તર ગુજરાતમાં હજી ય આભ ફાટવા જેવી સ્થિતિ યથાવત છે. વરસાદ તો ચાલુ ને ચાલુ જ છે. આટલા વરસાદ બાદ તાલુકા અને ગામોમાં શું સ્થિતિ છે? કેટલું નુકસાન થયું છે? તેનો તાગ મેળવવા ભાસ્કરની ટીમ ઉત્તર ગુજરાતના ગામડાંઓમાં પહોંચી. ભાસ્કર વડાલી, ખેડબ્રહ્મા અને દાંતાના ગામોમાં પહોંચ્યું. અહીં આસપાસના હાથરવા, ગલોડિયા જેવા અંતરિયાળ ગામોમાં જઈને સ્થિતિનો તાગ મેળવ્યો. આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં એક-એક કરીને વડાલી, ખેડબ્રહ્મા અને દાંતાની સ્થિતિ વિશે જાણીશું. પહેલાં વડાલી અને તેના ગામોની વાત કરીએ. સાબરકાંઠાના વડાલીમાં ખેતરોનો પાક ને ટપકની નળીઓ તણાઈને જતી રહી સૌથી પહેલા અમે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં પહોંચ્યા. અહીં હાથરવા ગામની મુલાકાત લેતા ગામમાં હજી પણ કેટલાક રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે ગામના મજબૂત એવા સિમેન્ટના રસ્તાએક ઝાટકે તૂટી ગયા. ઘરમાંથી બહાર જઈ પણ ન શકાય એટલો બધો વરસાદ વરસ્યો. સાંબેલાધાર વરસાદે તમામ નદીનાળાં છલકાવી દીધા હતા. નાળાના પાણી ઓવરફ્લો થઈ જતાં ખેતરોમાં ઘૂસી ગયા હતા ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોએ ભારે નુકસાન થયું. ખેતરો જાણે મોટા તળાવ બની ગયા હતા. ભાસ્કરે વડાલી તાલુકાના હાથરવા ગામના સ્થાનિકો સાથે વાતચીત કરી હતી જેમાં કમલેશભાઈ જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી વરસાદ તો ચાલુ જ છે. પણ હું તમને ગયા શનિવારની વાત કરું તો એના જેવો વરસાદ જોયો નથી. એ દિવસે સાંજ પછી જે વરસાદ પડ્યો તો આખી રાત અમે જાગતા રહ્યા. લાઈટ પણ જતી રહી હતી. સવારે જોયું તો વાત જ જવા દો. ખેતરો તો પાણીમાં ડૂબેલા હતા. અમે કપાસ વાવ્યા હતા એ તણાઈ ગયા. ઘણી જગ્યાએ તો રસ્તા પણ તૂટી ગયા હતા. કોઈ વાહન જઈ શકે તેવી સ્થિતિમાં નથી. હાથરવા ગામના અન્ય વ્યક્તિ ઘનશ્યામભાઈએ જણાવ્યું કે, 21 તારીખની સાંજ પછી રાત્રે અમારા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો. જેના કારણે વ્યાપક પ્રમાણમાં ખેતીને નુકસાન થયું છે. મગફળી અને કપાસના પાકોમાં ભારે નુકસાન થયું છે. હાલમાં ખેતરમાં કોઈની ટપકની નળીઓ પણ દેખાતી નથી. નળીઓ પણ તણાઈ ગઈ. હાથરવા ગામના હીરાબેન વાત કરતાં કહે છે કે મારા અડધા ખેતરના પાળા તૂટી જતા જતા ભારે નુકસાન થયું છે. અમે દોડ વિઘા ખેતરમાં સોયાબીનની ખેતી કરી હતી. પરંતુ ભારે વરસાદના કારણે અમારા ખેતરમાં ખૂબ નુકસાન થયું છે. રાત્રે વરસાદ એવો ભયંકર પડતો હતો કે કોઈ ઘરની બહાર જોવા પણ નહોતું નીકળી શકતું. એ રાત તો ભયાનક હતી. હાથરવા ગામના સરપંચ જીતેન્દ્રભાઈ પટેલે સમગ્ર સ્થિતિનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે, અમારા ગામના ઇતિહાસમાં પહેલીવાર આટલો મુશળધાર વરસાદ પડ્યો છે. અમે અમારા જીવનમાં આવો વરસાદ ગામમાં ક્યારેય નથી જોયો. એક જ રાતમાં 15 ઇંચ વરસાદ પડતાં ગામના ખેતરોને ભારે નુકસાન પહોંચ્યું છે. પંચાયત ઓફિસમાં વરસાદ માપ્યો તો એ રાત્રે 14.8 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રાત્રે લાઈટ પણ જતી રહી હતી. ગામમાં બધાએ તે રાત અંધકારમાં વિતાવી બીજા દિવસે સવારમાં લાઈટ આવી હતી. વરસાદ એટલો બધો હતો કે એક પણ રસ્તો જોઈ શકાતો નહતો. દરેક રોડ ઉપર અઢીથી ત્રણ ફૂટ જેટલું પાણી દેખાતું હતું. હજી પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આમ તો અમારા ગામમાં એક સિઝનનો આખો 25 થી 30 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે પરંતુ આ તો એક જ રાતમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો. ખેડબ્રહ્માના ગલોડિયા ગામમાં રૌદ્ર રૂપ, ફળિયામાંથી ઘરનો સામાન તણાઈને બહાર નીકળી ગયો
ભાસ્કરની ટીમ વડાલીથી 10 કિલોમીટર આગળ ખેડબ્રહ્મામાં પહોંચી હતી. જ્યાં ગલોડિયા ગામની મુલાકાત લેતાં ગામમાં ભારે નુકસાનની સ્થિતિ જોવા મળી. અહીં રસ્તા પર લાગેલા મોટાભાગના તમામ મોટા બોર્ડ નીચે ગયા હતા. કેટલીક જગ્યાએ તો ઘર સંપૂર્ણપણે તૂટી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે કૂવાની દીવાલ પણ તૂટી ગઈ. ભારે વરસાદના કારણે ગલોડિયા ગામના ઘણા ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. અહીં પણ વડાલીના હાથરવા ગામની જેમ ખેતરોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળ્યું. ખેડબ્રહ્માના મોટાભાગના ગામોમાં પાણી ફરી વળ્યા હતા. હરણાવ નદીમાં સિઝનના પહેલા વરસાદમાં જ પૂર આવતાં જેને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ વરસાદમાં 4 મકાન ધરાશાયી થયા અને 5 પશુનાં મોત થયા હતા. ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદથી વધુ અસરગ્રસ્ત ગામ ગલોડિયામાં ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા. ચોકમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. ગલોડિયા ગામના સરપંચ પટેલ વિનોદભાઈએ કહ્યું કે મેં મારી 49 વર્ષની ઉંમરમાં આટલો બધો વરસાદ એકસાથે ક્યારેય નથી જોયો. અમારા વડીલો કહેતા હતા કે 1972માં ગામમાં પૂર આવ્યું હતું. એ પછી આજે 2025માં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે શનિવારે 21 તારીખ ની સાંજે 5:00 વાગ્યાથી બીજા દિવસે સવારના 5:00 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો રાત્રે 10:00 વાગ્યા પછી ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદના કારણે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ના બોર્ડ પર પડી ગયા ખેતરોમાં વાવેતર હતું તે બધું ધોવાણ થઈ ગયું. લોકોના પાળા તૂટી ગયા. ડ્રિપઇરીગેશન સિસ્ટમને પણ ઘણું નુકસાન થયું. સવારે પાંચ થી દસ વાગ્યા સુધી વિજયનગરથી ખેડબ્રહ્મા જવાનો માર્ગ સંપૂર્ણ પણે બંધ થઈ ગયો હતો. રોડ ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને પણ ઘણી તકલીફ પડી રહી હતી. વરસાદમાં કોઈ જાનહાની તો નથી થઈ પરંતુ ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. અમે ડીડીઓ અને મામલતદારને ગ્રામ્ય કક્ષાએથી રજૂઆત કરી છે તે અમારા ગામના જેટલી પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમને બને તેટલી ઝડપથી સહાય આપવામાં આવે. ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામના સ્થાનિક વસંતભાઈ પટેલ સાથે ભાસ્કરે વાતચીત કરતાં જણાવ્યું કે, એ સાંજે શરૂ થયેલો વરસાદ બીજા દિવસે સવાર સુધી ચાલુ રહ્યો હતો. અંદાજે 12 ઇંચ જેટલો વરસાદ અમારા ખેડબ્રહ્મામાં પડ્યો હતો. આ વરસાદમાં મારું ઘર તો સાવ તૂટી ગયું. જેના માટે ગ્રામ પંચાયતના લોકો સર્વે કરીને ગયા છે હવે જે સહાય મળે તે ખરું. ગ્રામ પંચાયતના લોકોએ આશ્વાસન આપ્યું છે કે સરકારમાંથી જે સહાય મળશે તે અપાવીશું. ભારે વરસાદને કારણે પશુપાલકોને, ઢોર ઢાંખર અને ખેતીને પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે. ખેડૂતોની ડ્રીપ ઇરીગેશનની સિસ્ટમ વરસાદમાં તણાઈ ગઈ. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે કેટલીક જગ્યાઓએ તો કુવાના પાળા પણ તૂટી ગયા. ગાય અને ભેંસ ચરાવતા ગલોડિયા ગામના વક્તાભાઈ કહે છે કે અમે રાત્રે સુઈ રહ્યા હતા, ત્યારે ઘર આંગણે ગમાણમાં બાંધેલી ભેંસોનો અને ગાયોનો અવાજ આવવા લાગ્યો. પશુઓના અવાજથી અમે ઉઠી ગયા. ઉઠીને જોયું તો મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. એવો વરસાદ કે અમારા તબેલામાં ભેંસો ને ગાયો તણાઈ રહી હતી. બિચારી સાંકળ સાથે બાંધેલી હતી ને પાણીમાં શરીર ખેંચાતું હતું. ગળે ટૂંપો આવતો હતો. એની સાંકળ અમે તાત્કાલિક ખોલી દીધી અને છૂટી કરી. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે અમારા ઘરની બહાર મેઈન દરવાજા પર લાગેલું તાળું પણ તૂટી ગયું. જેના કારણે પાણીનો પ્રવાહ બધું સતત બહાર વહેતો ગયો. જેમાં અમારો ડ્રીપ ઈરીગેશનનો સામાન અને અને ઘરનો સામાન પણ તણાઈ ગયો. અમારા ટ્રેક્ટરની ટ્રોલી પણ તણાઈ રહી હતી. જેના માટે અમે ગામમાંથી બે ત્રણ લોકોની મદદ લઈને તેને દોરડાંથી બાંધી દીધી. ત્યારે ય ગરદન સુધીનું પાણી હતું. મારી 60 વર્ષની ઉંમર થઈ પરંતુ આવો મુશળધાર વરસાદ મેં ક્યારેય નથી જોયો. 1972 માં હું ખૂબ જ નાનો હતો ત્યારે પૂર આવ્યું હતું તે જોયું હતું. એ પછી આ વખતે મેં આવો વરસાદ જોયો. ગલોડિયા ગામના અનેક સ્થાનિક જીગર પટેલ તેમના નુકસાન વિશે વાત કરતા જણાવે છે કે, અમે અંદાજે 10 વીઘા જેટલી જમીનમાં ખેતી કરીએ છીએ. ખેતી માટે અંદાજે 3000 કિલો જેટલું બિયારણ જોઈએ. આ બધું તણાઈ ગયું. નહીં-નહીં તો ય અમને 10 થી 12 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે અમને સહાય આપવામાં આવે. ગામના જયાબેન પટેલે જણાવ્યું કે સાંજે શરૂ થયેલો વરસાદ બીજા દિવસે સવારે પાંચ છ વાગ્યા સુધી અવિરત વરસતો રહ્યો. મારા છોકરાને 30 વર્ષ જેટલી ઉંમર થઈ એના પહેલા દસ વર્ષથી હું આ ગામમાં આવી હતી. મેં મારા જીવનમાં આટલો વરસાદ ક્યારેય નથી જોયો. અમે તો ઘરમાં ઊંઘતા હતા અને ઢોરના અવાજથી અમે ઉઠી ગયા કે કેમ ઢોર રાત્રે આટલો અવાજ કરી રહ્યા છે… પછી બહાર આવીને જોયું તો વરસાદ હતો. બહુ જોરદાર વરસાદ. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે મારા ઘરનો દરવાજો પણ ખુલી ગયો. અમારા ઘરના તમામ સાધનો દોરડાંથી બાંધવા પડ્યા. છતાંય ઘરનો કેટલોક સામાન પાટિયા અને તગારા સહિતનો સામાન વરસાદના તણાઈ ગયો. ડ્રીપઈરીગેશનની ઘણી નળીઓ તણાઈ ગઈ. ખેતીમાં પણ ખૂબ નુકસાન થયું છે. હવે ફરીથી બિયારણ લાવીને ફરીથી બધું વાવવું પડશે. આટલો બધો ગામમાં વરસાદ પડ્યો પરંતુ તંત્રમાંથી એક પણ અધિકારી કે કોઈ નેતા ગામમાં જોવા પણ નથી આવ્યા. દાંતાની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયાં, દર્દીઓને ટ્રેકટરમાં બીજે શિફ્ટ કરવા પડ્યા
ભાસ્કરની ટીમ ખેડબ્રહ્મા બાદ બનાસકાંઠાના દાંતા તાલુકમાં પહોંચી હતી. દાંતામાં પણ એ રાત્રે 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે આંબાઘાટ ઉપર રાત્રે એકાએક ભેખડ ઘસી પડી. બેથી અઢી કિલોમીટરના ઘાટ પર લગભગ 500 મીટરના રસ્તા પર પથ્થરો પથરાઇ ગયા હતા. એક તરફનો રસ્તો સાવ બંધ થઈ ગયો. વાહન ચાલકો માટે આ રસ્તે વાહન ચલાવવું સંભવ જ નહોતું. આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ નહોતી. દાંતા પોલીસ અને આર એન્ડ બી વિભાગની ટીમોએ પથ્થરો હટાવી રસ્તો શરૂ કરાવી દીધી હતી. દાંતા અને અંબાજીની વચ્ચે રહેતા રાજેશ પંચાલ તે દિવસની સ્થિતિનું વર્ણન કરતા કહે છે કે, વરસાદ આખી રાત પડ્યો હતો જે સવાર સુધી ચાલુ રહ્યો હતો. અગાઉ પણ ઘણી વખત ભારે વરસાદ અમારા જિલ્લામાં પડ્યો છે પણ આટલો અવિરત મુશળધાર વરસાદ ભારે પવન સાથે ક્યારેય નથી પડ્યો. એક બાજુ ભારે વરસાદ અને પવનની ગતિ પણ એટલી બધી હતી કે કોઈ વાહન પણ રસ્તા ઉપર ન ચલાવી શકે. દાતામાં સતલાસણા રોડ ઉપર એટલી બધી ભેખડો ધસી પડી હતી કે રસ્તો બંધ થઈ ગયો હતો. દાંતામાં રહેતા બીજા એક સ્થાનિક હર્ષવર્ધન વાઘેલા કહે છે કે એ રાત્રે દાંતામાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયું હતું. દર્દીઓને ટ્રેક્ટરમાં લઈ જઈ બીજી જગ્યાએ શિફ્ટ કરવા પડ્યા હતા. ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી તમામ નદી અને નાળા છલકાઈ ગયા હતા. ઘણી જગ્યાએ પશુઓના મોત થયાં. કેટલીક જગ્યાએ જમીનનું ધોવાણ થઈ ગયું ખેતરોમાં પણ નુકસાન થયું. ખેડૂતોના બાજરી, સોયાબિન જેવા પાક તણાઈ ગયા. કેટલાક ગામોમાં લાઈટના થાંભલા પડી ગયા હોવાથી કેટલાક ગામો રાત્રે અંધકારમય બની ગયા હતા. દાતામાં એક જ રાતમાં 9 ઇંચ વરસાદ પડ્યો હોય તેવું કદાચ પહેલીવાર થયું હશે.

​મહાદેવનો ચમત્કાર જુઓ. પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી. કડાકા-ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જળાધારીના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઊડીને પડ્યા. પણ શિવલિંગને કોઈ નુકસાન થયું નહિ. ઉત્તર ગુજરાતનું પાલનપુર હોય કે મહેસાણા. અવિરત વરસાદના કારણે હાલત કફોડી બની છે. ગામડાંની હાલત તો વધારે ખરાબ છે. ખેતરો તળાવ બની ગયા છે. કાચા મકાનો પડી ગયા છે. સિમેન્ટના મજબૂત રસ્તા તૂટી ગયા છે. હજી હમણાં, પાંચ દિવસ પહેલાં ઉત્તર ગુજરાતમાં એવો વરસાદ વરસ્યો કે જોનારા તો એવું જ કહે છે કે, અમે અમારી જિંદગીમાં આવો વરસાદ જોયો નથી. બે ફૂટ દૂરનું ય કાંઈ દેખાય નહીં. પાંચ દી’ પહેલાં આ વરસાદ પડ્યો દાંતા, ખેડબ્રહ્મા અને વડાલીના આસપાસના ગામોમાં. એ જેવો તેવો નહિ. વડાલીમાં સાડાબાર ઈંચ, ખેડબ્રહ્મામાં સાડા અગિયાર ઈંચ અને દાંતામાં 9 ઈંચ. એ દિવસે જે વરસાદ વરસી ગયો તે પછી આ ગામડાંની હાલત કેવી છે, તેનો ચિતાર ભાસ્કરે ગ્રાઉન્ડ પર જઈને મેળવ્યો. શું બન્યું એ જાણી લો. 21 જૂન શનિવારની રાત્રે ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકામાં આભ ફાટ્યું હોય તેવો મૂશળધાર વરસાદ વરસ્યો. વરસાદ એટલો બધો પડ્યો કે ગામના લોકોએ કહ્યું કે આટલો બધો વરસાદ અમે અમારા જીવનમાં ક્યારેય નથી જોયો. 1972માં પૂર આવ્યું ત્યારે આટલો બધો વરસાદ થયો હતો. એ પછી હવે 2025માં એક જ રાતમાં 11-12 ઇંચ વરસાદ થતાં ખેતરોમાં ભારે નુકસાન થયું, પાળા તૂટી ગયા, ઘરો ધરાશાયી થઈ ગયા, રસ્તા પર ભેખડો ધસી પડી, પશુઓનાં મોત થયા, લાઈટના થાંભલા પડી ગયા, હાઈવે પર લાગેલા મોટાભાગના સાઈન બોર્ડ પડી ગયા. ઉત્તર ગુજરાતમાં હજી ય આભ ફાટવા જેવી સ્થિતિ યથાવત છે. વરસાદ તો ચાલુ ને ચાલુ જ છે. આટલા વરસાદ બાદ તાલુકા અને ગામોમાં શું સ્થિતિ છે? કેટલું નુકસાન થયું છે? તેનો તાગ મેળવવા ભાસ્કરની ટીમ ઉત્તર ગુજરાતના ગામડાંઓમાં પહોંચી. ભાસ્કર વડાલી, ખેડબ્રહ્મા અને દાંતાના ગામોમાં પહોંચ્યું. અહીં આસપાસના હાથરવા, ગલોડિયા જેવા અંતરિયાળ ગામોમાં જઈને સ્થિતિનો તાગ મેળવ્યો. આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં એક-એક કરીને વડાલી, ખેડબ્રહ્મા અને દાંતાની સ્થિતિ વિશે જાણીશું. પહેલાં વડાલી અને તેના ગામોની વાત કરીએ. સાબરકાંઠાના વડાલીમાં ખેતરોનો પાક ને ટપકની નળીઓ તણાઈને જતી રહી સૌથી પહેલા અમે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં પહોંચ્યા. અહીં હાથરવા ગામની મુલાકાત લેતા ગામમાં હજી પણ કેટલાક રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે ગામના મજબૂત એવા સિમેન્ટના રસ્તાએક ઝાટકે તૂટી ગયા. ઘરમાંથી બહાર જઈ પણ ન શકાય એટલો બધો વરસાદ વરસ્યો. સાંબેલાધાર વરસાદે તમામ નદીનાળાં છલકાવી દીધા હતા. નાળાના પાણી ઓવરફ્લો થઈ જતાં ખેતરોમાં ઘૂસી ગયા હતા ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોએ ભારે નુકસાન થયું. ખેતરો જાણે મોટા તળાવ બની ગયા હતા. ભાસ્કરે વડાલી તાલુકાના હાથરવા ગામના સ્થાનિકો સાથે વાતચીત કરી હતી જેમાં કમલેશભાઈ જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી વરસાદ તો ચાલુ જ છે. પણ હું તમને ગયા શનિવારની વાત કરું તો એના જેવો વરસાદ જોયો નથી. એ દિવસે સાંજ પછી જે વરસાદ પડ્યો તો આખી રાત અમે જાગતા રહ્યા. લાઈટ પણ જતી રહી હતી. સવારે જોયું તો વાત જ જવા દો. ખેતરો તો પાણીમાં ડૂબેલા હતા. અમે કપાસ વાવ્યા હતા એ તણાઈ ગયા. ઘણી જગ્યાએ તો રસ્તા પણ તૂટી ગયા હતા. કોઈ વાહન જઈ શકે તેવી સ્થિતિમાં નથી. હાથરવા ગામના અન્ય વ્યક્તિ ઘનશ્યામભાઈએ જણાવ્યું કે, 21 તારીખની સાંજ પછી રાત્રે અમારા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો. જેના કારણે વ્યાપક પ્રમાણમાં ખેતીને નુકસાન થયું છે. મગફળી અને કપાસના પાકોમાં ભારે નુકસાન થયું છે. હાલમાં ખેતરમાં કોઈની ટપકની નળીઓ પણ દેખાતી નથી. નળીઓ પણ તણાઈ ગઈ. હાથરવા ગામના હીરાબેન વાત કરતાં કહે છે કે મારા અડધા ખેતરના પાળા તૂટી જતા જતા ભારે નુકસાન થયું છે. અમે દોડ વિઘા ખેતરમાં સોયાબીનની ખેતી કરી હતી. પરંતુ ભારે વરસાદના કારણે અમારા ખેતરમાં ખૂબ નુકસાન થયું છે. રાત્રે વરસાદ એવો ભયંકર પડતો હતો કે કોઈ ઘરની બહાર જોવા પણ નહોતું નીકળી શકતું. એ રાત તો ભયાનક હતી. હાથરવા ગામના સરપંચ જીતેન્દ્રભાઈ પટેલે સમગ્ર સ્થિતિનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે, અમારા ગામના ઇતિહાસમાં પહેલીવાર આટલો મુશળધાર વરસાદ પડ્યો છે. અમે અમારા જીવનમાં આવો વરસાદ ગામમાં ક્યારેય નથી જોયો. એક જ રાતમાં 15 ઇંચ વરસાદ પડતાં ગામના ખેતરોને ભારે નુકસાન પહોંચ્યું છે. પંચાયત ઓફિસમાં વરસાદ માપ્યો તો એ રાત્રે 14.8 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રાત્રે લાઈટ પણ જતી રહી હતી. ગામમાં બધાએ તે રાત અંધકારમાં વિતાવી બીજા દિવસે સવારમાં લાઈટ આવી હતી. વરસાદ એટલો બધો હતો કે એક પણ રસ્તો જોઈ શકાતો નહતો. દરેક રોડ ઉપર અઢીથી ત્રણ ફૂટ જેટલું પાણી દેખાતું હતું. હજી પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આમ તો અમારા ગામમાં એક સિઝનનો આખો 25 થી 30 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે પરંતુ આ તો એક જ રાતમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો. ખેડબ્રહ્માના ગલોડિયા ગામમાં રૌદ્ર રૂપ, ફળિયામાંથી ઘરનો સામાન તણાઈને બહાર નીકળી ગયો
ભાસ્કરની ટીમ વડાલીથી 10 કિલોમીટર આગળ ખેડબ્રહ્મામાં પહોંચી હતી. જ્યાં ગલોડિયા ગામની મુલાકાત લેતાં ગામમાં ભારે નુકસાનની સ્થિતિ જોવા મળી. અહીં રસ્તા પર લાગેલા મોટાભાગના તમામ મોટા બોર્ડ નીચે ગયા હતા. કેટલીક જગ્યાએ તો ઘર સંપૂર્ણપણે તૂટી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે કૂવાની દીવાલ પણ તૂટી ગઈ. ભારે વરસાદના કારણે ગલોડિયા ગામના ઘણા ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. અહીં પણ વડાલીના હાથરવા ગામની જેમ ખેતરોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળ્યું. ખેડબ્રહ્માના મોટાભાગના ગામોમાં પાણી ફરી વળ્યા હતા. હરણાવ નદીમાં સિઝનના પહેલા વરસાદમાં જ પૂર આવતાં જેને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ વરસાદમાં 4 મકાન ધરાશાયી થયા અને 5 પશુનાં મોત થયા હતા. ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદથી વધુ અસરગ્રસ્ત ગામ ગલોડિયામાં ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા. ચોકમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. ગલોડિયા ગામના સરપંચ પટેલ વિનોદભાઈએ કહ્યું કે મેં મારી 49 વર્ષની ઉંમરમાં આટલો બધો વરસાદ એકસાથે ક્યારેય નથી જોયો. અમારા વડીલો કહેતા હતા કે 1972માં ગામમાં પૂર આવ્યું હતું. એ પછી આજે 2025માં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે શનિવારે 21 તારીખ ની સાંજે 5:00 વાગ્યાથી બીજા દિવસે સવારના 5:00 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો રાત્રે 10:00 વાગ્યા પછી ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદના કારણે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ના બોર્ડ પર પડી ગયા ખેતરોમાં વાવેતર હતું તે બધું ધોવાણ થઈ ગયું. લોકોના પાળા તૂટી ગયા. ડ્રિપઇરીગેશન સિસ્ટમને પણ ઘણું નુકસાન થયું. સવારે પાંચ થી દસ વાગ્યા સુધી વિજયનગરથી ખેડબ્રહ્મા જવાનો માર્ગ સંપૂર્ણ પણે બંધ થઈ ગયો હતો. રોડ ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને પણ ઘણી તકલીફ પડી રહી હતી. વરસાદમાં કોઈ જાનહાની તો નથી થઈ પરંતુ ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. અમે ડીડીઓ અને મામલતદારને ગ્રામ્ય કક્ષાએથી રજૂઆત કરી છે તે અમારા ગામના જેટલી પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમને બને તેટલી ઝડપથી સહાય આપવામાં આવે. ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામના સ્થાનિક વસંતભાઈ પટેલ સાથે ભાસ્કરે વાતચીત કરતાં જણાવ્યું કે, એ સાંજે શરૂ થયેલો વરસાદ બીજા દિવસે સવાર સુધી ચાલુ રહ્યો હતો. અંદાજે 12 ઇંચ જેટલો વરસાદ અમારા ખેડબ્રહ્મામાં પડ્યો હતો. આ વરસાદમાં મારું ઘર તો સાવ તૂટી ગયું. જેના માટે ગ્રામ પંચાયતના લોકો સર્વે કરીને ગયા છે હવે જે સહાય મળે તે ખરું. ગ્રામ પંચાયતના લોકોએ આશ્વાસન આપ્યું છે કે સરકારમાંથી જે સહાય મળશે તે અપાવીશું. ભારે વરસાદને કારણે પશુપાલકોને, ઢોર ઢાંખર અને ખેતીને પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે. ખેડૂતોની ડ્રીપ ઇરીગેશનની સિસ્ટમ વરસાદમાં તણાઈ ગઈ. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે કેટલીક જગ્યાઓએ તો કુવાના પાળા પણ તૂટી ગયા. ગાય અને ભેંસ ચરાવતા ગલોડિયા ગામના વક્તાભાઈ કહે છે કે અમે રાત્રે સુઈ રહ્યા હતા, ત્યારે ઘર આંગણે ગમાણમાં બાંધેલી ભેંસોનો અને ગાયોનો અવાજ આવવા લાગ્યો. પશુઓના અવાજથી અમે ઉઠી ગયા. ઉઠીને જોયું તો મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. એવો વરસાદ કે અમારા તબેલામાં ભેંસો ને ગાયો તણાઈ રહી હતી. બિચારી સાંકળ સાથે બાંધેલી હતી ને પાણીમાં શરીર ખેંચાતું હતું. ગળે ટૂંપો આવતો હતો. એની સાંકળ અમે તાત્કાલિક ખોલી દીધી અને છૂટી કરી. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે અમારા ઘરની બહાર મેઈન દરવાજા પર લાગેલું તાળું પણ તૂટી ગયું. જેના કારણે પાણીનો પ્રવાહ બધું સતત બહાર વહેતો ગયો. જેમાં અમારો ડ્રીપ ઈરીગેશનનો સામાન અને અને ઘરનો સામાન પણ તણાઈ ગયો. અમારા ટ્રેક્ટરની ટ્રોલી પણ તણાઈ રહી હતી. જેના માટે અમે ગામમાંથી બે ત્રણ લોકોની મદદ લઈને તેને દોરડાંથી બાંધી દીધી. ત્યારે ય ગરદન સુધીનું પાણી હતું. મારી 60 વર્ષની ઉંમર થઈ પરંતુ આવો મુશળધાર વરસાદ મેં ક્યારેય નથી જોયો. 1972 માં હું ખૂબ જ નાનો હતો ત્યારે પૂર આવ્યું હતું તે જોયું હતું. એ પછી આ વખતે મેં આવો વરસાદ જોયો. ગલોડિયા ગામના અનેક સ્થાનિક જીગર પટેલ તેમના નુકસાન વિશે વાત કરતા જણાવે છે કે, અમે અંદાજે 10 વીઘા જેટલી જમીનમાં ખેતી કરીએ છીએ. ખેતી માટે અંદાજે 3000 કિલો જેટલું બિયારણ જોઈએ. આ બધું તણાઈ ગયું. નહીં-નહીં તો ય અમને 10 થી 12 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે અમને સહાય આપવામાં આવે. ગામના જયાબેન પટેલે જણાવ્યું કે સાંજે શરૂ થયેલો વરસાદ બીજા દિવસે સવારે પાંચ છ વાગ્યા સુધી અવિરત વરસતો રહ્યો. મારા છોકરાને 30 વર્ષ જેટલી ઉંમર થઈ એના પહેલા દસ વર્ષથી હું આ ગામમાં આવી હતી. મેં મારા જીવનમાં આટલો વરસાદ ક્યારેય નથી જોયો. અમે તો ઘરમાં ઊંઘતા હતા અને ઢોરના અવાજથી અમે ઉઠી ગયા કે કેમ ઢોર રાત્રે આટલો અવાજ કરી રહ્યા છે… પછી બહાર આવીને જોયું તો વરસાદ હતો. બહુ જોરદાર વરસાદ. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે મારા ઘરનો દરવાજો પણ ખુલી ગયો. અમારા ઘરના તમામ સાધનો દોરડાંથી બાંધવા પડ્યા. છતાંય ઘરનો કેટલોક સામાન પાટિયા અને તગારા સહિતનો સામાન વરસાદના તણાઈ ગયો. ડ્રીપઈરીગેશનની ઘણી નળીઓ તણાઈ ગઈ. ખેતીમાં પણ ખૂબ નુકસાન થયું છે. હવે ફરીથી બિયારણ લાવીને ફરીથી બધું વાવવું પડશે. આટલો બધો ગામમાં વરસાદ પડ્યો પરંતુ તંત્રમાંથી એક પણ અધિકારી કે કોઈ નેતા ગામમાં જોવા પણ નથી આવ્યા. દાંતાની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયાં, દર્દીઓને ટ્રેકટરમાં બીજે શિફ્ટ કરવા પડ્યા
ભાસ્કરની ટીમ ખેડબ્રહ્મા બાદ બનાસકાંઠાના દાંતા તાલુકમાં પહોંચી હતી. દાંતામાં પણ એ રાત્રે 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે આંબાઘાટ ઉપર રાત્રે એકાએક ભેખડ ઘસી પડી. બેથી અઢી કિલોમીટરના ઘાટ પર લગભગ 500 મીટરના રસ્તા પર પથ્થરો પથરાઇ ગયા હતા. એક તરફનો રસ્તો સાવ બંધ થઈ ગયો. વાહન ચાલકો માટે આ રસ્તે વાહન ચલાવવું સંભવ જ નહોતું. આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ નહોતી. દાંતા પોલીસ અને આર એન્ડ બી વિભાગની ટીમોએ પથ્થરો હટાવી રસ્તો શરૂ કરાવી દીધી હતી. દાંતા અને અંબાજીની વચ્ચે રહેતા રાજેશ પંચાલ તે દિવસની સ્થિતિનું વર્ણન કરતા કહે છે કે, વરસાદ આખી રાત પડ્યો હતો જે સવાર સુધી ચાલુ રહ્યો હતો. અગાઉ પણ ઘણી વખત ભારે વરસાદ અમારા જિલ્લામાં પડ્યો છે પણ આટલો અવિરત મુશળધાર વરસાદ ભારે પવન સાથે ક્યારેય નથી પડ્યો. એક બાજુ ભારે વરસાદ અને પવનની ગતિ પણ એટલી બધી હતી કે કોઈ વાહન પણ રસ્તા ઉપર ન ચલાવી શકે. દાતામાં સતલાસણા રોડ ઉપર એટલી બધી ભેખડો ધસી પડી હતી કે રસ્તો બંધ થઈ ગયો હતો. દાંતામાં રહેતા બીજા એક સ્થાનિક હર્ષવર્ધન વાઘેલા કહે છે કે એ રાત્રે દાંતામાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયું હતું. દર્દીઓને ટ્રેક્ટરમાં લઈ જઈ બીજી જગ્યાએ શિફ્ટ કરવા પડ્યા હતા. ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી તમામ નદી અને નાળા છલકાઈ ગયા હતા. ઘણી જગ્યાએ પશુઓના મોત થયાં. કેટલીક જગ્યાએ જમીનનું ધોવાણ થઈ ગયું ખેતરોમાં પણ નુકસાન થયું. ખેડૂતોના બાજરી, સોયાબિન જેવા પાક તણાઈ ગયા. કેટલાક ગામોમાં લાઈટના થાંભલા પડી ગયા હોવાથી કેટલાક ગામો રાત્રે અંધકારમય બની ગયા હતા. દાતામાં એક જ રાતમાં 9 ઇંચ વરસાદ પડ્યો હોય તેવું કદાચ પહેલીવાર થયું હશે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *