ચાર દી’ થ્યા. બધે પાણી-પાણી છે. અમે તો સામાન બધો ઊંચે ચડાવી દીધો પણ નળિયા પડી ગયા છે. સંડાસ-બાથરૂમમાં ય પાણી ભરેલાં છે. અમે બીજાના ઘરે રહીએ છીએ. સહાયમાં તો શું? ગયા વર્ષે 1100-1100 રૂપિયા આપી ગયા હતા. બીજું કાંઈ નહીં. બધા આવે ને જોઈને ચાલ્યા જાય. પછી કોઈ જોવા જ ન આવે. હું ટેક્સટાઈલ માર્કેટમાં ટેમ્પો ચલાવું છું. મોટા પાર્સલની હેરફેર કરવાની. એક અઠવાડિયાંથી કામ બંધ છે. આવક બંધ થઈ જાય તો ખાવા-પીવાના ફાંફા પડી જાય છે.
આ શબ્દો છે સુરતના રહેવાસીઓના. સુરત જળબંબાકાર થઈ ગયા પછી કેટલાક વિસ્તારોમાંથી ચાર-પાંચ દિવસે ય પાણી ઓસર્યા નથી. એમાં ય સણિયા હેમાદ અને સારોલી વિસ્તારના લોકોની હાલત ટાપુ પર રહેતા લોકો જેવી થઈ ગઈ છે. ઘરમાં પાણી ભરેલાં, બહાર નીકળો તો ત્યાં પાણી ભરેલાં, ફ્લેટમાં પહેલા માળ સુધી પાણી, જવું તો ક્યાં જવું? બહાર કેવી રીતે નીકળવું? આ ‘ટાપુ જેવા’ બની ગયેલા વિસ્તારમાં ફાયર વિભાગની બોટ દિવસમાં ત્રણવાર ફેરા કરીને ફૂડ પેકેટ અને દૂધ પહોંચાડે છે. ગયા વર્ષે જે હાલત વડોદરાની થઈ હતી તેવી જ કફોડી સ્થિતિ ભાજપના મોડેલ સ્ટેટ ગુજરાતની અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતની થઈ છે. સુરતના સણિયા હેમાદ અને સરોલી વિસ્તારોમાં ભાસ્કરની ટીમ હકીકત જાણવા પહોંચી. જોયું તો કેડ સમાણા પાણી ભરાયેલાં જોવા મળ્યાં. લોકોએ ઘરમાં પડેલા પલંગ કે લાકડાંના સોફામાં તમામ ઘરવખરી ગોઠવી દીધી છે. આ પલંગને દોરડાંથી બાંધીને છેક છત સુધી પહોંચાડી દીધો છે. એટલે વરસાદ આવે તો સામાન પલળે નહીં. ઘણા ઘરોમાં ટાઈલ્સ ઉખડી ગઈ છે. કોઈના વાડામાં તો કોઈના ટોઈલેટ-બાથરૂમમાં ચાર-ચાર દિવસ પછી પણ વરસાદનું પાણી ભરેલું છે. પાણી જાણે અહીં જ અટકી ગયું છે. દિવ્ય ભાસ્કરે સુરતના આ વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે આખરે સાચી સ્થિતિ શું છે? ચાર-ચાર દિવસ થયા છતાં બોટથી ફૂડ પેકેટ પહોંચાડાય છે
દિવ્ય ભાસ્કર પહેલા પહોંચ્યું સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં. અહીં નજીકમાંથી નહેર પસાર થાય છે. સણિયા હેમાદ વિસ્તારમાં નાનું ને મોટું તળાવ છે. નહેરનું પાણી તળાવમાં જાય છે ને બેક મારે છે. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ હોય ત્યારે સણિયા હેમાદ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે. લોકો ઘરની બહાર નીકળી શકે તેવી હાલત નથી. અહીં સ્લમ વિસ્તાર છે તેમાં પાણી ઘૂસે એટલે પૂરું. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની હાલત કફોડી બની જાય છે. દિવ્ય ભાસ્કર સણિયા હેમાદ વિસ્તારમાં પહોંચ્યું. કમર સુધીના પાણીમાં ઉતરીને ભાસ્કર રિપોર્ટરે હકીકત જાણવાની કોશિશ કરી. જોયું તો દયા આવે તેવી હાલતમાં લોકો રહે છે. સ્લમ વિસ્તારના લોકો હોય કે ફ્લેટમાં રહેતા લોકો. અત્યારે બધા પાણી વચ્ચે ફસાઈ પડ્યા છે. અહીંયા સાઈ ફ્લેટ અને વિવેક સોસાયટી પાણીમાં ગરકાવ છે. લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી. કારણ કે બહાર એક માળ જેટલું પાણી આવી ગયું છે. જેના કારણે આ સોસાયટીના રહીશો પોતાના ઘરમાં જ પુરાઈ રહ્યા છે. તેમના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા તથા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધી સાધન સામગ્રી બોટ મારફતે આ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. દિવસમાં ત્રણ વાર સામાન પહોંચાડાય છે. જ્યારે અચાનક પાણી વધી ગયું અને ખાડીમાંથી જે પાણી તેના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેના કારણે દર વર્ષે આ વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે. જ્યારે પાણી ભરાઈ ગયું ત્યારે લોકોને બહાર નીકળે તેવી પરિસ્થિતિ નહોતી ત્યારે આ સ્થિતિની અંદર એક ગર્ભવતી મહિલા પણ ઘરની અંદર હતાં તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઘરમાં પાણી, પાણીમાં ઘર; નથી સુવાના, નથી ખાવાના ઠેકાણાં, ગરીબોની હાલત બદતર
જ્યારે અમે આ અસરગ્રસ્ત પરિવારમાં તેમની પરિસ્થિતિ જાણવા માટે પહોંચ્યા ત્યારે એક ઘરના મહિલા ઉર્મીલાબેન અમારી સાથે વાત કરતાં જણાવે છે કે, આવું દર વર્ષે થાય છે. અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા છે. આ બધું જ પાણી ગંદકીવાળું પાણી છે અમારે ક્યાં બેસીને ખાવું? રહેવું ક્યાં બાળકો લઈને સુવું ક્યાં? બહુ બધી તકલીફ પડે છે. અમારે કોને કહેવું. અમારા નાના બાળકો છે તો એમના માટે અમે અહીંયા દૂધ પણ માંગીએ છીએ પણ અમને દૂધ નથી આપતા. અમે તો જેમ તેમ કરીને દિવસ કાઢીએ છીએ પણ બાળકોને ભૂખ્યા કેમ સુવાડવા? કોર્પોરેશનવાળા ભાજન આપી જાય છે પણ એમાં ચાર-પાંચ પૂરી હોય ને થોડું શાક હોય. ઘરના બધાને કેમ પૂરું થાય? દિવ્ય ભાસ્કરની ટીમ બીજા પીડીતના ઘરે પહોંચી, ત્યાં અમને ગૌરીબેન મળ્યાં. ગૌરીબેનના ઘર ને જોતાં તો ભય લાગ્યો કે આ ઘર અત્યારે જ ક્યાંક પડે નહીં…એમનું ઘર માટી લિંપણનું બનેલું છે. વરસાદના કારણે તેમના ઘરમાં એક બાજુની દીવાલ પણ પડી ગઈ છે. વયોવૃદ્ધ ગૌરીબેન કહે છે કે અમારી સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે. અમારા ઘરનો બધો સામાન પલળી ગયો છે અને લાઈટ પણ બંધ થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી અમે બીજા કોઈકના ઘરે સુવા માટે જઈએ છીએ. હવે એ લોકો પણ અમને કેટલું એમના ઘરે રહેવા દે? અમારે અહિયાં અમારે બધાને કાચા મકાન છે. જ્યાં સુવાની જગ્યા હોય ત્યાં સુઈ જઈએ છીએ. મારા ઘરમાં પણ મારો દીકરો અને તેના નાનાં નાનાં બે દીકરા છે. તે પણ અત્યારે બીજાના ઘરે રહે છે. કેમ કે અહીંયા વરસાદના કારણે ઘરની અંદર પણ ગંદકી થઈ ગઈ છે. બધો સામાન પલળી ગયો છે. મારા ઘરમાં રહેવા જેવું રહ્યું નથી ને દીવાલ ક્યારે પડે તેની કોઈ ખબર નથી. ફ્લેટમાં રહેતા લોકો પણ નીચે ઉતરી શકતા નથી, ચાર દી’થી ફસાયા છે
આ વિસ્તારની સ્થિતિ એટલી હદે ભયંકર છે કે, જ્યાં સુધી પાણી ઉતરશે નહીં ત્યાં સુધી લોકો જ્યાં ફસાયેલા છે ત્યાંથી બહાર નીકળી શકે તેમ નથી. અને જે બહાર છે તે અંદર નથી જઈ શકે તેમ નથી. કોર્પોરેશન દ્વારા અહીંયા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. બોટ મારફત જે લોકોને મેડિકલ ઈમરજન્સી છે તેમને બેસાડીને એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવે છે. ખાવા પીવાની અને પાણીની વ્યવસ્થા પણ આ બોટ મારફત રોજ સવાર સાંજ કરવામાં આવે છે. આખો રસ્તો અહીંયા એક બેટમાં ફેરવાઈ ગયો છે. અહીંયા થોડું ઘણું પાણી ઉતર્યું છે. હવે જેના કારણે અહીંયા ગંદકી પણ ખૂબ થઈ ગઈ છે. કોર્પોરેશન દ્વારા સફાઈ તો કરવામાં આવે છે પણ જે પ્રમાણે દવાનો છંટકાવ કરવો જોઈએ, તે નથી કરવામાં આવતો. જો અહીંયા દવાનો છંટકાવ કરવામાં ન આવે તો રોગચાળો પણ ફાટી નીકળે તેવી હાલત છે. મોટાભાગના ઝૂપડામાં રહેતા લોકો અહીંયા મજૂરી કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. ઘણા લોકો એવા છે કે જે આજુબાજુના ફ્લેટમાં કચરા પોતુ કરીને પોતાનું ઘર ચલાવે છે. હાલ એવી પરિસ્થિતિ છે કે એ તમામ ફ્લેટ પણ પાણીમાં છે. બધાના વાહનો પાણીમાં છે. ફ્લેટના લોકોને હવે પૈસાની પણ તંગી ઊભી થઈ છે, તેવું અહીના લોકો જણાવી રહ્યા છે. કામરેજનું પાણી અહીં આવે, તે મીઠી ખાડીમાં ભળે પછી અહીંનું પાણી ઉતરે
આ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લોકો ફસાયેલા છે અને પાણી એટલું બધું વધી ગયું છે કે બીજી કોઈ જાનહાની ન થાય તેના માટે અહીંયા તાકીદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોર્પોરેશનની ટીમ પણ અહીંયા હાજર છે. જ્યારથી પાણી ભરાઈ ગયું છે ત્યારથી શોર્ટસર્કિટના કારણે જી.ઈ.બીનું સબ સ્ટેશન પણ બળી ગયું છે. જેના કારણે આખા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. કાચા મકાનોમાં તો લાઈટ-પંખા ભૂલી જવાના. ફ્લેટમાં પણ ચાર-ચાર દિવસથી લાઈટ નથી. રાત્રે લાઈટના અભાવે આખો વિસ્તાર ભયાનક ભાસે છે. લોકો વીજ કચેરીએ ફોન કરે છે એવો જવાબ આપવામાં આવે છે કે અત્યારે તો પાણી ભરેલું છે કશું થઈ શકે એમ નથી. અમે કરી દઈએ પણ શોર્ટ સર્કિટ થશે અને કોઈનો જીવ જશે તો જવાબદારી કોણ લેશે? એટલે અત્યારે હાલ જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી આ વિસ્તારના રહીશોએ લાઈટ વગર જ રહેવું પડશે. સ્થાનિક લોકો કહે છે કે, અહીં કામરેજ તાલુકાના 75 ગામોનું પાણી આવે છે તે અહીંની ખાડીમાંથી પસાર થાય છે અને મીઠી ખાડીમાં મળે છે. ત્યાંનું ઉતરે પછી અહીંનું ઉતરે. પણ સુરતમાં સતત વરસાદ ચાલુ છે. ખાડીનું પાણી ઉતરે એવું લાગતું નથી. વરસાદ અઠવાડિયું રોકાય તો મેળ પડે. સેણિયા હેમાદથી દિવ્ય ભાસ્કરની ટીમ સુરતના સારોલી વિસ્તારમાં પહોંચી. આ વિસ્તારમાં મોટાભાગે નાના મોટા વેપારીઓની દુકાનો છે અને બાજુમાં એક શાકભાજીનું મોટી માર્કેટ છે. અમે રોડ ઉપરથી નીકળ્યા ત્યારે અહીંયા ચાલી પણ ન શકાય તેવી પરિસ્થિતિ છે. કેમ કે વરસાદના કારણે રોડ તૂટી ચૂક્યા છે અને તેના ઉપર ઘૂંટણસમા પાણી ભરેલા છે એટલે ખબર નથી કે આગળ ગટર ખુલી હશે કે નહીં.. ક્યાં ખાડો હશે તેની પણ ખબર નથી પડે એમ. રસ્તા નદી બની ગયા છે. સારોલી વિસ્તારમાં જે ટેમ્પો ચલાવીને પોતાનું ઘરનું ગુજરાત ચલાવે છે તેવા હિરેનકુમાર પાંડે અમે મળ્યા. હિરેનકુમાર જણાવે છે કે આ ચાર પાંચ દિવસથી જે વરસાદ પડ્યો છે અને બહાર જે આખા રોડ ઉપર નદી જોવા માહોલ થઈ ગયો છે, તેના કારણે અમે ટેમ્પો લઈને નીકળી નથી શકતા. ત્રણ દિવસથી અહીંયા જ પડ્યા છીએ. છેલ્લા ત્રણ ચાર દિવસથી બેઠાં છીએ તો આવકે ય બંધ છે. બીજા ટેમ્પો ચાલક કે જે અહીંયા માલ સામાનની હેરફેર કરે છે તેવા ઇમરાન શેખે કહ્યું કે, ત્રણ ચાર દિવસથી હું ટેમ્પો નથી ચલાવતો. આજે થોડું ફરીને હું ટેમ્પો લઈને જેમ તેમ સાહસ કર્યું છે કે કંઈક ધંધો મળી જાય. કેમ કે છેલ્લા બે દિવસથી તો ઘરમાં ખાવાનું પણ કંઈ નથી. આમને આમ કેવી રીતે બેસી રહીશું? ભૂખે મરવાના દિવસો આવશે એટલે આજે સાહસ કરીને હું ટેમ્પો લઈને નીકળ્યો છું કે કંઈક કામ મળી જાય. જ્યાં જઈએ ત્યાં ચારે બાજુ પાણી જ ભરાયેલા છે. ક્યાંય પાણી ઉતરતા નથી એટલે ડર લાગે છે કે ટેમ્પો બંધ ના પડી જાય. ટેક્સટાઈલના વેપારી ધીરેન સોની બળાપો કાઢતાં કહે છે કે, સાવ આવી વ્યવસ્થા થોડી હોય? જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ટેમ્પોની અવર જવર બંધ છે એટલે માલનો ભરાવો થઈ રહ્યો છે. વરસાદના કારણે કારીગરો આવતા નથી. જે આવે છે તે બીચારા કમર સુધી પાણીમાં આવી જાય છે. આવી હાલત ક્યાં સુધી રહેશે, કોને ખબર?