ગુજરાતમાં મનરેગા યોજના જાણે કૌભાંડનો પર્યાય બની ગઈ હોય એમ લાગે છે. થોડા સમય પહેલાં દાહોદમાં બચુ ખાબડના બે દીકરાઓની એજન્સીઓએ મનરેગામાં કૌભાંડ કર્યા હોવાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં થયો હતો. જે બાદ પોલીસે બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ થઈ હતી. ઈન્વેસ્ટિગેશનના બીજા ભાગમાં દિવ્ય ભાસ્કરે નર્મદા અને ભરૂચ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા કૌભાંડને ખુલ્લું પાડ્યું હતું. 27 મેના રોજ આ રિપોર્ટ પબ્લિશ થયા બાદ ત્રીજા જ દિવસે ખુદ સરકાર ફરિયાદી બની હતી અને ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જેમાં વેરાવળની બે એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝના માલિકોના નામ હતા. આ કેસની તપાસ માટે સરકારે એક SITની રચના કરી છે. જેણે હવેકોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાની ભરૂચ પોલીસે ધરપકડ કરી લીધી છે. જેના કારણે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વેરાવળમાં રહીને હીરા જોટવા અને તેમની નજીકના લોકોએ મનરેગા યોજનામાં કઈ હદે જઈને કામ પાર પાડ્યા તેનો નવો ખુલાસો વાંચો આજના રિપોર્ટમાં. જ્યારે વેરાવળમાં મનરેગાના કૌભાંડનો એકડો ઘૂંટાયો
મનરેગામાં કૌભાંડ દાહોદથી માંડીને નર્મદા, ભરૂચ જિલ્લામાં થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પરંતુ નર્મદા અને ભરૂચ જિલ્લામાં જે એજન્સી પર કૌભાંડમા આરોપ લાગ્યા છે તેના માલિકો હીરા જોટવાની નજીકના લોકો છે. એટલે દિવ્ય ભાસ્કરે વેરાવળ જઈને આ બન્ને એજન્સીઓની કામગીરી, તેના માલિકો પીયૂષ નુકાણી અને જોધા સભાડના ભૂતકાળ વિશે તપાસ કરી હતી. પીયૂષ પોતાનો મેનેજર હોવાની કબૂલાત હીરા જોટવા ભૂતકાળમાં કરી ચૂક્યા છે. એટલે દિવ્ય ભાસ્કરની ટીમ વેરાવળના ગામડાઓ ઘૂમી તો ઘણા ચોંકાવનારા પ્રકરણનો ખુલાસો થયો છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં મનરેગાની ગેરરીતિમાં જે બે એજન્સીઓનાં નામ ખૂલ્યાં એ બંને ઘણા અંશે એકબીજા સાથે સંકળાયેલી છે. જેમ કે… સરપંચ બન્યા એજન્સીના માલિક અને પછી થયું કૌભાંડ
સૌથી પહેલા અમે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સુંદરપરા ગામે પહોંચ્યા. થોડા વર્ષો પહેલાં આ ગામમાં જોધાભાઈ સભાડ સરપંચ હતા. જે હવે શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીના માલિક છે. એટલે ભરૂચ જિલ્લામાં આ એજન્સીઓ મનરેગા કૌભાંડ કર્યું હોવાના આરોપસર પોલીસ જોધાભાઈ સભાડને શોધી રહી છે. હીરા જોટવાએ થોડા મહિનાઓ પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી, એમાં તેમની સાથે જાહેરસભામાં જોધાભાઈ સભાડ હોવાનું પણ તેમને લખ્યું હતું. ભૂતકાળમાં પણ હીરા જોટવાનું નામ મનરેગામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યું છે
સુંદરપરા ગામમાં પણ મનરેગા યોજના હેઠળ થયેલા કામનો કલંકિત ઇતિહાસ છે. કારણ કે સુંદરપરામાં મનરેગાના કામમાં થયેલી ગેરરીતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાનું નામ ઉછળ્યું હતું. જેના કારણે 4 કરોડ રૂપિયાનું પેમેન્ટ પણ અટકી પડ્યું હતું. આ કિસ્સામાં હીરા જોટવાએ સરકારી અધિકારીને જાનથી મારી નાખવાની ચાર-ચાર વખત ધમકી આપી હોવાની 2018માં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. અત્યારે નર્મદા જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય મોદી જે તે સમયે ગીર સોમનાથમાં જિલ્લા વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા હતા. તેમનું કામ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ચાલતી કામગીરી પર દેખરેખ રાખવાનું હોય. ગાંધીનગરથી આદેશ છૂટ્યો અને હીરા જોટવાના 4 કરોડ રૂપિયા અટવાઈ ગયા
પોલીસ ફરિયાદમાં આપેલી માહિતી પ્રમાણે વેરાવળ તાલુકાના તેમજ સુત્રાપાડા તાલુકામાં પૂર સંરક્ષણ દીવાલ બનાવવાની હતી. જેના માટે સિમેન્ટ, કપચી, રેતી સપ્લાય કરવાનો કોન્ટ્રક્ટ હીરા જોટવાની વૃંદાવન એજન્સીને મળ્યો હતો. મનરેગા યોજના હેઠળ આવા બે તાલુકામાં તેમણે 4 કરોડ રૂપિયાનો માલ-સામાન પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. પરંતુ આ કામોમાં ગેરરીતિ હોવાની ગંધ છેક ગાંધીનગર સુધી પહોંચી ગઈ હતી. એટલે 9 એપ્રિલ, 2017ના રોજ ગ્રામ વિકાસ વિભાગના કમિશનરે જિલ્લા વિકાસ અધિકારીને તપાસનો આદેશ આપ્યો હતો. જે બાદ જિલ્લા વિકાસ અધિકારીએ સંજય મોદીને તપાસ કરીને રિપોર્ટ આપવાનું કામ સોંપ્યું હતું. વિગતવાર તપાસ કર્યા બાદ સંજય મોદીએ 26 ફેબ્રુઆરી, 2018ના રોજ ગાંધીનગરમાં ગ્રામ વિકાસ કચેરી રિપોર્ટ ફાઇલ કરી દીધો હતો. જેમાં તેમણે લેખિતમાં જણાવ્યું હતું કે એજન્સીને આ કામ બદલ રૂપિયાની ચૂકવણી કરવી યોગ્ય નથી. જો કે સંજય મોદી ઉચ્ચ અધિકારીને રિપોર્ટ સોંપે એ પહેલાં જ હીરાભાઈ જોટવાએ ચૂકવણું મેળવવા વિવિધ દબાણયુક્તિઓ અપનાવી અને નિયામકને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. હીરા જોટવા 2024માં કોંગ્રેસની ટિકિટ પર જૂનાગઢથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેમણે જમા કરેલી એફિડેવિટમાં આ જ પોલીસ ફરિયાદનો પણ ઉલ્લેખ હતો. સુંદરપરા ગામની જેમ જ વેરાવળ તાલુકામાં આવેલી હસનાવદર ગામનું નામ પણ મનરેગા કૌભાંડમાં સપડાઈ ચૂક્યું છે. 2016માં આ ગામ મનરેગા કૌભાંડના કારણે ખૂબ ચર્ચામાં આવ્યું હતું અને આ વાત ફરી એકવાર અત્યારે તાજી થઈ ગઈ છે. કારણ કે એ સમયે પણ હીરા જોટવાના નજીકના લોકોની એજન્સીને મળેલા કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયું હતું અને 10 અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા. જો કે આશ્ચર્યની વાત એ છે કે એજન્સી કે તેના માલિકોનું વાળ પણ વાંકો નહોતો થયો. થોડા દિવસ પહેલાં અમે હસનાવદર ગામે પહોંચ્યા ત્યારે ગુજરાતભરમાં મનરેગા કૌભાંડની ચર્ચાઓ ચાલતી જ હતી. અમારે હસનાવદર ગામના સાઇન બોર્ડના વીડિયો લેવા હતા. પણ ગામમાં ક્યાંય બોર્ડ જોવા ન મળ્યું એટલે અમે ગામમાં એક જગ્યાએ ટોળામાં બેસેલા લોકોને પૂછ્યું. એક સ્થાનિકે કહ્યું કે ગામનું નામ પ્રાથમિક શાળાના બોર્ડ પર લખેલું છે. અમે શાળાના મુખ્ય ઝાંપા સુધી પહોંચ્યા તો અમારી પાછળ ગામના ચાર-પાંચ લોકો પણ પહોંચી ગયા. આ લોકોને અમે વિવાદમાં આવેલી પૂર સંરક્ષણ દીવાલ વિશે પૂછ્યું. એમાં કોની એજન્સીનું નામ ચર્ચાયું હતું એ પણ સવાલ કર્યો. આ સાંભળીને ગામના લોકોનું વર્તન અચાનક જ બદલાઈ ગયું. એક સ્થાનિકે કહ્યું, સાહેબ પછી તો એ દીવાલ બની પણ ગઈ. અમે કહ્યું, તમે અમારી સાથે આવો અને એ દીવાલ બતાવશો? એટલે ગામના લોકોએ અમને ઇશારો કરીને દીવાલ કઈ દિશામાં આવી છે એ જણાવી દીધું. પરંતુ સાથે આવવાનો ઈન્કાર કરી દીધો. આ પછી તો એકબાદ એક એમ તમામ લોકો છટકી ગયા. અમે દીવાલ સુધી પહોંચ્યા. દીવાલ તો ત્યાં બનેલી જોવા મળી પરંતુ ગામલોકો પહેલાં જ સ્વીકારી ચૂક્યા હતા કે કૌભાંડ સામે આવ્યા બાદ દીવાલ બનાવવામાં આવી હતી. દિવ્ય ભાસ્કરને કેટલાક ડોક્યુમેન્ટ મળી આવ્યા, જેમાં આ કૌભાંડની રજેરજની વિગતોનો ઘટસ્ફોટ થયો છે. જે તે સમયે આ દીવાલ કૌભાંડની તપાસ માટે પણ ગાંધીનગરથી આદેશ થયો હતો. જેમાં ચાર સભ્યોની એક ટીમે તપાસ કરી હતી. 10 જુલાઈ, 2016ના રોજ તપાસ અધિકારીઓએ હસનાવદર ગામની રૂબરુ મુલાકાત લીધી હતી. જે બાદ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો કે હસનાવદર ગામમાં પૂર સંરક્ષણ માટે ત્રણ દીવાલ બનાવવામાં 1 કરોડ 1 લાખ 81 હજાર 313 રૂપિયાનું કૌભાંડ થયું છે. આ સાથે જ 9 મુદ્દા ટાંકીને ગેરરીતિ સ્પષ્ટ પણ કરી હતી. વાંચો કેવી રીતે નિયમોને નેવે મૂકીને કરોડો રૂપિયાની કટકી કરી લેવામાં આવી. 1. સમગ્ર કામની સંયુકત રીતે મેઝરમેંટની તપાસ કરતાં એસ્ટીમેટ મુજબ પૂર સંરક્ષણ દીવાલની લંબાઈ સ્થળ પર સામાન્ય ફેરફાર સાથે પૂરી માલૂમ પડેલ છે, તેમજ કામનું ટેકનિકલ સ્ટાફ દ્વારા રોજેરોજનું સુપરવિઝન અને મોનિટરિંગ થયું નથી. કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરતાં કામ લાઇનલેવલ તેમજ ફિનિશિંગ વગરનું જણાયેલ છે, આ કામ માટે વાઇબ્રેટર મશીન વાપરવું જરૂરી હોવા છતાં વાપરવામાં આવેલ નથી તેમ જણાય છે. 2. આ કામમાં ઉપયોગમાં લેવાયેલ માલસામાનનું સ્થાનિક દૈનિક વપરાશ અને સ્ટોક રજિસ્ટરમાં જમા લઈ રોજેરોજનું દૈનિક વપરાશ રજિસ્ટર નિભાવવામાં આવેલ નથી. 3. કામમાં વપરાયેલા માલસામાનની ગુણવત્તાનું પરીક્ષણ ફ્રિક્વન્સી ઓફ લેબ ટેસ્ટ એન્ડ ફ્રિક્વન્સી ઓફ ફિલ્ડ ટેસ્ટ સરકારી શીડ્યુલ મુજબ કે ક્યૂબ ટેસ્ટ કરાયેલ નથી. 4. તાલુકા પંચાયતના મનરેગા યુનિટમાં ટેકનિકલ સ્ટાફ ઉપલબ્ધ હોવા છતાં કામોના સ્થળની એકપણ વખત મુલાકાત લેવામાં આવી હોય કે આ કામનું સુપરવિઝન મોનિટરિંગ કે ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તેવું જણાયેલ નથી. સમગ્ર કામનું તાલુકા પંચાયતના મનરેગા યુનિટ દ્વારા અમલીકરણ કક્ષાના ટેકનિકલ રેકર્ડનું રેગ્યુલર ઇન્સ્પેક્શન થયેલ નથી. 5. આ કામ માટે અમલીકરણ એજન્સી દ્વારા જરૂરી ભાવો સ્થાનિક પ્રસિદ્ધિ ધરાવતા દૈનિક સમાચારપત્રમાં જાહેરાત આપી ફક્ત આઈટમ સપ્લાય રેટ પ્રતિ યુનિટમાં મેળવેલ છે. તે ભાવો સરકારી ધારાધોરણો મુજબ ઇ-ટેન્ડરિંગ પધ્ધતિથી મેળવવાના થતા હતા, તે મુજબ કાર્યવાહી થયેલ નથી. તેથી યોજનાના નિયમો તેમજ જોગવાઈઓનુ સદંતર ઉલ્લંઘન કરીને નાણાકીય ગેરરીતીઓ કરવામાં આવેલ છે. 6. મળેલ ભાવનું યોગ્ય સ્તરેથી જરૂરી નેગોશિએશન કરવામાં આવેલ નથી 7. જૂનાગઢ જિલ્લાએથી વર્ષ 2014-15માં વહીવટી મંજૂરી આપેલી હતી. નવીન ગીર-સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી ફરીથી વહીવટી મંજૂરી મેળવી કામો શરું કરવાના હોય છે પણ તેમ કર્યું નથી 8. તમામ રેકર્ડ રજિસ્ટરને સિક્કા રજિસ્ટરોમાં ચડાવવામાં આવ્યા નથી. ગેરરીતિના 9મા મુદ્દા તરીકે તપાસ સમિતિએ માલ-સામાનના બિલ અને તેની ચૂકવણીની તારીખોનો ઉલ્લેખ કર્યો હતો. આમ કોન્ટ્રાક્ટ પ્રમાણે કામ થાય વગર જ જે તે એજન્સીને 1 કરોડ 1 લાખ 81 હજાર 313 રૂપિયા એક જ દિવસમાં ચૂકવી દેવામાં આવ્યા હતા. મનરેગાની ઓફિશિયલ વેબસાઇટ પર માહિતી જ નથી
સામાન્ય રીતે મનરેગા યોજના હેઠળ જેટલા પણ કામ થતા હોય તેની વિગતો ઓફિશિયલ વેબસાઇટ મળી જાય છે. જેમાં માલ-સામાન ખર્ચ, મજૂરી ખર્ચ, કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીનું નામ, પેમેન્ટની તારીખ વગેરે માહિતી સામેલ હોય છે. પરંતુ નોંધવા જેવી વાત એ છે કે હસનાવદરની ત્રણ દીવાલના પેમેન્ટની વિગતો વેબસાઇટ પર મળતી જ નથી. આમ, ગીર સોમનાથ જિલ્લામાંથી કૌભાંડનો શરૂ થયેલા પ્રયોગોએ જિલ્લાની સીમા વટાવી અને આદિવાસી વિસ્તારમાં ટૂંકાગાળામાં આ જ મોડસએપરેન્ડીથી કરોડો રૂપિયા છાપી લીધા. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ 30 મેના રોજ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જો કે જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના માલિકો હજુ ફરાર છે. જ્યારે હીરા જોટવા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા પર આરોપ લાગ્યા ત્યારે લગભગ એક મહિના પહેલાં દિવ્ય ભાસ્કરે તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે તેમણે આપેલા ખુલાસા વાંચો. રિપોર્ટર: મનરેગાની ગેરરીતિમાં તમારું નામ ઊછળી રહ્યું છે, તમારો પક્ષ શું છે?
હીરા જોટવા: હું કોંગ્રેસનો નેતા છું એ ગુનો છે. બીજો કોઈ ગુનો નથી. ના તો દાહોદમાં મારા કે મારા ઓળખીતાના નામે કામ નથી થયાં. ના તો મંત્રીશ્રીના (બચુ ખાબડ) દીકરાઓને ઓળખી શકું. રિપોર્ટર: જલારામ એન્ટરપ્રાઇઝના માલિક પીયૂષ નુકાણી તમારા મેનેજર છે. એ વાત સાચી?
હીરા જોટવા: બિલકુલ ખોટી વાત છે. મેં આજદિન સુધીમાં સોએક છોકરાઓને કોઈ ને કોઈ ધંધો કરતા શિખવાડ્યો. તેમણે 3 કિલોમીટરનો રોડ બનાવ્યો હોય અને એમાં 2 મીટર ઓછો હોય તો હું જાહેરજીવન છોડી દઉં. રાજકીય માણસોના હજાર ટેકેદાર હોય. ઘણાં સલાહ-સૂચન લઈ ગયા હોય, ફોટા લઉ ગયા હોય એ પણ ખબર ન હોય. એ મારો મેનેજર નથી અને ભાગીદાર પણ નથી. જે હું જાણું છું, 25-30 કરોડનાં કામ કર્યાં હોય અને કોઈ આવીને એમ કહે કે 2400 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. અલ્યા ભાઈ, વકરો એટલો નફો ન હોય. વિસાવદરની ચૂંટણીને ધ્યાને રાખીને જે ચાલુ થયું છે એ દુ:ખદાયક છે. પત્રકારોએ તટસ્થ રહેવું જોઈએ. મારી સાફ છબિ છે, હું ગાંધીવાદી છું. પાક્કો કોંગ્રેસી છું. અત્યારસુધીમાં પહેલો ફોન તમારો આવ્યો છે. હું તમારો આભાર માનું છું. રિપોર્ટર: જોધાભાઈ સભાડ સાથે પણ તમારો બિઝનેસ ચાલે છે?
હીરા જોટવા: ના.. બિલકુલ નથી ચાલતો. એ બાજુના તાલુકાના એક ગામના સરપંચ છે. હું સરપંચ યુનિયનમાં પણ કામ કરતો હોઉં. જિલ્લા પંચાયતમાં વિપક્ષ નેતા પણ હતો. લોકસભાની ચૂંટણી પણ લડ્યો. એટલે સ્વાભાવિક છે કે ફોટાઓ સંબંધો, મિત્રો હોય. મારી કોઈ ભાગીદારી નથી. રિપોર્ટર: 2018માં અધિકારી સંજય મોદીએ તમારી સામે ફરિયાદ નોંધાવી હતી. તમારા અને તમારા ભત્રીજાના નામે વૃંદાવન કન્સ્ટ્રક્શન નામની એજન્સી છે. તેમને તમે મારી નાખવાની ધમકી આપી હતી.
હીરા જોટવા: એ મારો કૌટુંબિક ભત્રીજો છે અને ભાજપનો કાર્યકર છે. વૃંદાવન કન્સ્ટ્રક્શને બનાવેલી દીવાલો આજે પણ ઊભી છે. આપણા વિસ્તારના ટેકેદારોનું કામ ન કરે અને મોટો કરપ્શન માગતું હોય અથવા કામ ન કરતું હોય ત્યારે સ્વાભાવિક રીતે કોઈ નેતા તરીકે આપણને કહે કે આવું સારું ન લાગે. તમે કામ જોઈ આવો. એનું બિલ સંજય મોદીએ નથી આપ્યું, આજે પણ નથી મળ્યું. રિપોર્ટર: સંજય મોદીએ તમારી પાસેથી કોઈ રકમ માગી હતી?
હીરા જોટવા: હું વ્યક્તિગત બાબતમાં નથી પડતો. સાત વર્ષ પછી પણ કામ થવા છતાં રૂપિયા નથી મળ્યા, એનું કારણ શું? રિપોર્ટર: તેમણે (સંજય મોદી) ફરિયાદમાં લખાવ્યું છે કે ચાર-ચાર વખત મારી નાખવાની તમે ધમકી આપી હતી.
હીરા જોટવા: સંજયભાઈ મોદીને મારાથી અસંતોષ હોય તો પોલીસ ફરિયાદ કરી. એનો વાંધો નથી. આજે આપણે કામ ન કરીએ તો કોઈ કહે અને એ વાત ધમકી કહેવાતી હોય તો બહુ ખરાબ કહેવાય. મારી વિનંતી છે કે કોઈને અન્યાય ન થાય. ગુજરાતમાં કોંગ્રેસવાળાનાં કામ નથી થતાં. કોઈ ટેકેદાર કામ કરે તો ગુનો છે. અધિકારીઓ એમ કહે છે કે કોંગ્રેસવાળાને માનનારી એજન્સી છે એટલે તેને ટેન્ડર ન આપો, બિલ ન ચૂકવો. હું અપેક્ષા રાખું છું કે જેણે કામ કર્યું છે તેને બિલ મળવું જોઈએ અને જેણે કામ નથી કર્યું તેને સજા મળવી જોઈએ એ પક્ષ રાખવામાં આવે. ભરૂચમાં મનરેગા યોજનાના કામોમાં થયેલી ગેરરીતિની તપાસ માટે એસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે. DySP અનિલ SITમાં કુલ 11 પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 1 PI, 1 PSI સહિતના અનુભવી અધિકારીઓ અને કર્મચારીઓને સામેલ કર્યા છે. આ ટીમ મનરેગા યોજનામાં 56 ગામોમાં થયેલા 7.30 કરોડના નાણાકીય ગેરવહીવટ, ખોટા બિલ અને એમાં સરકારી અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરશે. તપાસમાં હજુ પણ ભૂતપૂર્વ સરપંચો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના નામો પણ ખુલવાની શકયતા છે. એટલે હવે બધાની નજર SITની આગળની કાર્યવાહી પર ટકી છે.