સામાન્ય રીતે એવું જ કહેવાય કે મેકઅપ તો માત્ર છોકરીઓ જ કરે… છોકરાઓ ક્યારેય મેકઅપને હાથ પણ અડાડે નહીં, પરંતુ હવે સમય બદલાયો છે. હવે માત્ર યુવતીઓ જ નહીં, યુવકો પણ મેકઅપ કરવામાં સહેજ પણ અચકાતા નથી. એ વાત અલગ છે કે હજી પણ યુવકો મેકઅપ કરતા હોવાની વાત સ્વીકારવામાં શરમાય છે. ભારતમાં પુરુષોના મેકઅપની પહેલી જ બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી છે અને તે લૉન્ચ કરનાર એક અમદાવાદી રાહુલ શાહ છે. તાજેતરમાં જ દિવ્ય ભાસ્કરે રાહુલ શાહ સાથે ખાસ વાતચીત કરી હતી. ‘પાંચ વર્ષ અમેરિકામાં રહ્યો’
અમદાવાદમાં જ જન્મેલા 34 વર્ષીય રાહુલ શાહ વાતની શરૂઆત કરતાં જણાવે છે, ‘અમારો ફેમિલી બિઝનેસ કોટન-કેમિકલ ટ્રેડિંગનો છે. મેં અમદાવાદમાંથી જ બેચલર ઇન ફાર્મસી કર્યું ને પછી અમેરિકાની ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટી ઑફ ધ સાયન્સમાંથી ફાર્માકોગ્નોસીમાં માસ્ટરની ડિગ્રી લીધી, જેમાં હું પ્લાન્ટમાંથી કેવી રીતે દવા બની શકે તે શીખ્યો. અઢી વર્ષે માસ્ટર કર્યા બાદ અમેરિકાના ઓલમ્પિયામાં કોસ્મેટિક કંપનીમાં ચારેક વર્ષ કામ કર્યું. જ્યારે મેં ઇન્ડિયા આવવા નોકરી છોડી ત્યારે મારો વાર્ષિક પગાર ₹60 લાખની આસપાસ હતો.’ ‘લાખોના પગારની નોકરી ઠુકરાવી ઇન્ડિયા પરત ફર્યો’
સામાન્ય રીતે ગુજરાતીઓ અમેરિકા ગયા બાદ પાછા આવતા નથી, પરંતુ રાહુલ સારી નોકરી છોડીને પાછા આવ્યા તે અંગે તેમણે જણાવ્યું, ‘મને નથી લાગતું કે હવે અમેરિકામાં ખાસ કંઈ રહ્યું હોય. મારી વાત કરું તો હું ફેમિલીમેન છું. મને ફ્રેન્ડ ને પરિવાર વચ્ચે રહેવું ગમે અને મોડી રાત સુધી ફ્રેન્ડ્સ સાથે ગપ્પાં મારવા ગમે. અમેરિકામાં બધું દૂર દૂર હોવાથી આમાંથી કંઈ જ પોસિબલ થાય એમ નથી. અમેરિકામાં તમે પેરેન્ટ્સથી દૂર હો અને તે જ કારણે એકલા પડી જાવ છો. માત્ર હું જ નહીં, ઘણા લોકો અમેરિકાથી પરત ફરી રહ્યા છે. ટાઇમ બદલાઈ રહ્યો છે. અમેરિકાનો ખોટો મોહ રાખવા જેવો નથી. સાચું કહું તો હવે ત્યાં કંઈ જ નથી.’ ‘દેશના ગ્રોથમાં સપોર્ટ કરો’
‘ભારતમાં ઘણો જ ગ્રોથ છે. આખી દુનિયાને ખબર છે કે ભારત આગળ આવી રહ્યું છે. તમે આ ગ્રોથમાં તમારો ફાળો આપો તે વધારે જરૂરી છે, આ રીતે તમે તમારા દેશ માટે કંઈક કોન્ટ્રીબ્યૂટ કરશો. અમેરિકામાં લોકો માત્ર ને માત્ર પૈસા માટે જાય છે અને ભારતમાં પણ પૈસા બનાવી શકો છો. કદાચ એકાદ-બે વર્ષ વધારે લાગે, પરંતુ આપણે આપણા ઘરમાં, દેશમાં ને પેરેન્ટ્સ સાથે રહી શકીએ. અમેરિકામાં એકલા પડી જવાય ને ભારતમાં બધા સાથે હોય છે. મેં એ પણ જોયું છે કે અમેરિકા જઈને આપણે આખો દિવસ ઇન્ડિયાની જ વાતો કરીએ છીએ અને રાત પડે એટલે પેરેન્ટ્સ સાથે ફોન પર હોઈએ, એના કરતાં શાંતિથી ભારતમાં રહીએ. હું તો એમ જ કહીશ કે અમેરિકાથી ભારત પાછા આવી જ જવું જોઈએ.’ ‘પત્નીને અમેરિકા સેટલ થવું નહોતું’
‘બીજી એક વાત એ કે મારાં લગ્ન થયા ને પત્ની CA છે અને તે US આવવા તૈયાર નહોતી. તેને ઇન્ડિયામાં જ રહેવું હતું. મારે પણ એવું નહોતું કે અમેરિકામાં જ સેટલ થવું છે. મારે થોડા સમય બાદ પરત તો આવવાનું જ હતું તો 2018માં આવી ગયો. એક વાત ખાસ કહીશ કે, જો કોઈએ અમેરિકા સેટલ ના થવું હોય તો તેમણે જલ્દીથી ભારત આવી જવું જોઈએ. મને લાગે છે કે અમેરિકામાં ઘણાં વર્ષો રહો અને પછી ભારત આવો ત્યારે સેટ થવામાં થોડી મુશ્કેલી પડતી હોય છે. યંગ એજમાં પરત આવો તો ભારતમાં સરળતાથી ટેક્નોલોજીથી લઈને વિવિધ બાબતો અડોપ્ટ કરી શકાય ને સરળતાથી સેટલ થઈ શકાય.’ ‘ફેમિલી બિઝનેસને બદલે પોતાના ફિલ્ડમાં આગળ વધવું હતું’
વાતને આગળ વધારતાં રાહુલ કહે છે, ‘ઇન્ડિયા તો આવી ગયો, પરંતુ મારે ફેમિલી બિઝનેસમાં જોડાવું નહોતું. એ મારું ફિલ્ડ નહોતું. મારું ફિલ્ડ કોસ્મેટિક બ્રાન્ડ અગેનું હતું તો ગુજરાતમાં રહીને વિવિધ કોસ્મેટિક બ્રાન્ડને કન્સલ્ટ કરતો, પ્રોડ્ક્ટસનું ફોર્મ્યુલેશન બનાવું, મેન્યુફેક્ચરિંગ પણ કરું છું. કોસ્મેટિક બ્રાન્ડમાં મેં બિઅર્ડો, મેન કંપની, ફેબ બ્યૂટી, ક્રેશ બ્યૂટી સાથે કામ કર્યું છે. મોટાભાગે મેં વીમેનને લગતી બ્રાન્ડ સાથે કામ કર્યું. બિઅર્ડો ને મેન કંપની પુરુષો માટે બોડીવોશ-ફેસવોશ ને દાઢી-વાળને લગતી પ્રોડક્ટ બનાવે છે.’ ‘અમેરિકામાં પુરુષો મેકઅપ યુઝ કરતા’
‘આ બધાની વચ્ચે મારે પોતાનું કંઈક કરવું હતું. જ્યારે હું અમેરિકા હતો ત્યારે આસપાસના ફ્રેન્ડ્સ કન્સિલર સ્ટીક વાપરતા અને તેને કારણે ખીલ- સ્કીનના અન-ઇવન ટોન સરળતાથી છુપાઈ જતા. મને તે સમયે આ આઇડિયો ઘણો જ ગમ્યો હતો. ભારત આવીને મેં આ અંગે થોડું ગંભીરતાથી વિચાર્યું. એ વાત નક્કી હતી કે મારે મારા ફિલ્ડમાં જ આગળ વધવું હતું તો તેમાં રિસર્ચ કરતાં એ વાત તરત જ ખબર પડી કે ભારતમાં તો પુરુષોના મેકઅપ માટે કોઈ બ્રાન્ડ જ નથી. આ સ્પેસ એકદમ ખાલી છે તો નક્કી કર્યું કે આમાં કંઇક થઈ શકે. મારા પાસે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી હતી ને હું પોતે કેમિસ્ટ હોવાથી ખ્યાલ હતો કે પ્રોડક્ટ કેવી રીતે બને? મારે તો સિમ્પલ એક પ્રોડક્ટ લૉન્ચ કરીને જોવાનું હતું કે રિસ્પોન્સ કેવો મળે છે? તો બસ મેં મારી પોતાની બ્રાન્ડ લૉન્ચ કરવાનું નક્કી કર્યું. આમ પણ સામાન્ય રીતે સૌ પહેલાં કોરિયામાં ટ્રેન્ડ શરૂ થાય, તે અમેરિકા જાય અને પછી ભારતમાં આવે. અમેરિકામાં પુરુષોમાં મેકઅપ લગાવવાનો ટ્રેન્ડ હતો અને ઇન્ડિયામાં તે અપકમિંગ હતું એટલે મેં બસ ટ્રાય કરવાના ઈરાદા સાથે ‘યાન મેન’ કંપની શરૂ કરી.’ યાન મેન એટલે શું?
રાહુલને જ્યારે પૂછવામાં આવ્યું કે યાન મેન એવું નામ કેમ, તો જવાબમાં તેમણે કહ્યું, ‘નામની વાત કરું તો, ‘યાન’ એક સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ વ્હિકલ એટલે કે વાહન થાય, જેમ કે ચંદ્રયાન. સામાન્ય રીતે જે પુરુષો ખૂલીને લાઇફ જીવતા નથી તેઓ ક્યારેય મેકઅપનો યુઝ કરશે નહીં. જો પુરુષોએ મેકઅપનો યુઝ કરવો હોય તો તેમણે લાઇફને ખૂલીને જીવવી પડે. ઘણા પુરુષોના મનમાં એવો વહેમ હોય છે કે જો તે મેકઅપ કરશે તો લોકો તેમને ગે અથવા તો LGBTQ સમજી લેશે. આ વાત સાચી નથી. ખરી રીતે તો મેકઅપ કરવાથી પુરુષ વધુ સારો લાગશે અને આ દૃષ્ટિકોણ યાન મેન આપે છે એટલે આ નામ રાખ્યું.’ ’25 લાખના રોકાણથી બિઝનેસ શરૂ કર્યો’
‘2019માં 20-25 લાખના રોકાણથી યાન મેન શરૂ કર્યું. મેં આ પૈસા પરિવાર પાસેથી લીધા નહોતા. અમેરિકામાં થયેલી બચત તથા ભારતની કમાણી ભેગી કરીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો. 2019માં કોવિડની જસ્ટ પહેલાં જ યાન મેન માત્ર એક પ્રોડક્ટ કન્સિલરથી શરૂ કરી. મારે તો બસ એ જાણવું હતું કે લોકોનો રિસ્પોન્સ શું છે. પુરુષોએ આ પ્રોડક્ટ ખરીદી અને પછી મેં એ લોકો સાથે વાત કરીને અલગ-અલગ સમસ્યા સમજ્યો. કન્સિલર લૉન્ચ કર્યા પછી કસ્ટમર જ સામેથી સવાલ કરતા કે પિગમેન્ટેશન માટે શું છે, ખીલ થાય તો શું લગાવવું, લિપ્સ માટે શું છે, સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો તે ડાર્ક સર્કલની હતી અને તેના માટે ઘણા લોકોએ પૂછ્યું.’ ‘પેકેજિંગ પર ખાસ ધ્યાન આપ્યું’
‘આ દરમિયાન 100-200 લોકો સાથે વાત કરી. આ ઉપરાંત તેમને પ્રોડક્ટમાં દમ લાગ્યો કે નહીં, કેવી પ્રોડક્ટ જોઈએ, શું વિચારે છે… તે અંગેનો ડેટા કોરોનાકાળમાં ભેગો કર્યો. ડેટા એનાલિસિસમાં એ વાત સામે આવી કે ભારતીય પુરુષો પાસે મેકઅપની અલગ-અલગ વસ્તુઓ વાપરવાનો બિલકુલ ટાઇમ નથી ને તેમને ફટાફટ રિઝલ્ટ જોઈએ છે. જો રિઝલ્ટ ફટાફટ જોઈતું હોય તો તેનો ઉપાય એક માત્ર મેકઅપ છે. આ ડેટા પરથી જ મને કૉન્ફિડન્સ આવ્યો ને નક્કી કર્યું કે હવે ફૂલફ્લેજ રીતે પુરુષો માટે મેકઅપ લૉન્ચ કરીએ. મેં પેકેજિંગ પર ખાસ ધ્યાન આપ્યું અને તે મેનલી રાખ્યું અને નામ પણ એ રીતે રાખ્યાં, કારણ કે જો ફેમિનાઇન હોય તો પુરુષો લેતા અચકાતા હોય છે.’ ‘નેગેટિવ કમેન્ટ્સ પણ આવી, પરંતુ ગંભીરતાથી લીધી નહીં’
‘બિઝનેસ તો શરૂ કરી દીધો, પરંતુ લોકોની રિએક્શન કેવું હતું? રાહુલ કહે છે, પુરુષો થોડી મેકઅપ કરે.. આ રીતે જ બધાનું પહેલું રિએક્શન હતું. શરૂઆતમાં મને પણ આવું જ લાગ્યું. પરિવારની વાત કરું તો તેમને તો બસ એવું હતું કે તારે જે બિઝનેસ કરવો હોય તે કર, તારે બધું તારી રીતે જ કરવાનું છે. કોરોનાકાળમાં જ્યારે સર્વે કર્યો ત્યારે એ વાતનો અહેસાસ થયો કે આપણે એમ માની લઈએ છીએ કે પુરુષો થોડા મેકઅપ કરે, પરંતુ તેઓ કરે છે. હું માનસિક રીતે એ વાત માટે તૈયાર હતો કે જ્યારે હું માર્કેટમાં પ્રોડક્ટ લૉન્ચ કરીશ ત્યારે મારે બહુ બધી ગાળો ખાવી પડશે, નેગેટિવ કમેન્ટ આવશે અને તે આવી પણ ખરી, પરંતુ તેની સામે પોઝિટિવ વેલિડેશન જે મળ્યું તે વધારે હતું.’ ‘પુરુષો મેકઅપ વાપરે જ છે’
‘પુરુષો બિન્ધાસ્ત રીતે મેકઅપ વાપરે છે, પરંતુ તેઓ જાહેરમાં આ વાત કહેતા નથી. મને એ વાત સમજમાં આવી ગઈ છે કે પુરુષો વાપરશે, પરંતુ ક્યારેય કહેશે નહીં. પુરુષો મેકઅપ કરે છે એ વાત તદ્દન સાચી છે. સમાજ હવે બદલાઈ ગયો છે. ફ્રેન્ડ્સની વાત કરું તો તેમણે ક્યારેય મારી પ્રોડક્ટ વાપરી નહોતી. તેઓ તો મારી પર હસતા. સાચું કહું તો મારી પ્રોડક્ટ યંગ એજના પુરુષો વધારે યુઝ કરે છે.30-35 પછીના પુરુષો એટલો મેકઅપ કરતા નથી. આસપાસમાં લોકો બધા કહેતા કે કોણ મેકઅપ લગાવે, કોઈ લે નહીં… પરંતુ મેં આ બધી વાતોને ક્યારેય ગંભીરતાથી લીધી નહીં. મારી પ્રોડક્ટ વેચાતી હતી તો બસ મેં બીજી બાબતો પર ધ્યાન આપ્યું નહીં. હું તો એવું માનતો કે નેગેટિવ કમેન્ટથી વધારે પબ્લિસિટી થાય.’ ‘તમામ પ્રોડક્ટ્સ પ્લાન્ટ બેઝ્ડ છે’
‘મારી તમામ પ્રોડક્ટ્સ અમદાવાદમાં જ બને છે. મારું નક્કી છે કે હું કોસ્મેટિક નેચરલ જ બનાવીશ એટલે કે કોસ્મેટિક બનાવતી વખતે સૌ પહેલાં જે વસ્તુ યુઝ થાય તે છોડ-પાન જ હોય. પ્રોસેસ થયા બાદ તેમાં થોડું-ઘણું કેમિકલ એડ થાય. મારી દરેક પ્રોડક્ટનાં ફોર્મ્યુલેશન પ્લાન્ટ બેઝ્ડ છે અને થોડું ઘણું અમે હાયલ્યુરોનિક એસિડ, નીયાસિનામાઇડ હોય છે. આ નેચરલી અવેઇલેબલ છે, પરંતુ સિન્થેટિક છે. આ બંને પ્રોડક્ટ્સ હાર્મફૂલ કે ટોક્સિક નથી. આ જ કારણે મારી પ્રોડક્ટ્સ વીગન છે અને મોંઘી પણ છે. મારી પ્રોડક્ટ્સ ડર્મેટોલોજિસ્ટ, સેન્સિટિવ સ્કીન પર ટેસ્ટ કરેલી છે.’ આ બ્રાન્ડ કઈ રીતે અલગ છે?
‘મેં અલગ-અલગ બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે એટલે મને ખ્યાલ છે કે કેવી રીતે મેન્યુફેક્ચરિંગ થાય છે. સામાન્ય રીતે એવું થાય કે બ્રાન્ડ સામેથી મેન્યુફેક્ચરર પાસે જાય. દાખલા તરીકે, કોઈ બ્રાન્ડ ફેસવોશ બનાવવાની વાત કરે એટલે મેન્યુફેક્ચરર પોતાની પાસે જે રેડીમેડ ફેસવોશ પડ્યા હોય તેમાંથી જ એક પસંદ કરવાનું કહેશે. આ સમયે બ્રાન્ડ કે મેન્યુફેક્ચરર ગ્રાહકોનો વિચાર કરશે નહીં. મારી વાત કરું તો હું પોતે ફોર્મ્યુલેટર છું એટલે પ્રોડક્ટ ફોર્મ્યુલેશન અંગે મને પૂરતી માહિતી છે. અલગ-અલગ બ્રાન્ડ્સ સાથે કામ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે ભારતમાં ઇન્ડિયન પુરુષો માટે વેધર કે સ્કીન ટેક્સચર પ્રમાણે એક પણ પ્રોડક્ટ મળતી નથી. મારી પ્રોડક્ટ આ રીતે બધાથી અલગ છે.’ ‘ભારતભરમાં અમારી પ્રોડક્ટ્સ મળે છે’
રાહુલ પોતાની બ્રાન્ડ અંગે જણાવે છે, ‘અમે પહેલા દિવસથી જ અમારી બ્રાન્ડને પેન ઇન્ડિયા રાખીને ઓનલાઇન વેચાણ શરૂ કર્યું હતું. એક પ્રોડક્ટથી શરૂઆત કરી ને અત્યારે મારી પાસે અલગ-અલગ 17 પ્રોડક્ટ્સ છે, સ્કિન કેરમાં ફેસવોશ, બૉડીવોશ, જેલ મોઇશ્ચરાઇઝેશન, આઇક્રીમ, મેકઅપમાં કન્સિલર, પ્રાઇમર, ફાઉન્ડેશન, ટીન્ટેટ મોઇશ્ચરાઇઝેશન, સેટિંગ સ્પ્રે, કલર કરેક્ટર છે અને તેના અલગ-અલગ કોમ્બો પણ મળે છે. આજે યાન મેન દુનિયાના 17 જેટલા દેશોમાં મળે છે, જેમાં યુરોપના અલગ-અલગ દેશો, અમેરિકા, મેક્સિકો, UAE, સિંગાપોર, સાઉદી અરેબિયા સામેલ છે. 2023માં અમે નાયકા બ્યૂટી અવૉર્ડ જીત્યા. આ કોન્ટેસ્ટમાં સબ્યસાચી, કેટરિના કૈફ જજ હતાં. તે બધાને મારી પ્રોડક્ટ્સ ઘણી જ ગમી. તેમને આ અપકમિંગ ટ્રેન્ડ લાગ્યો. સાચું કહું તો આ અવૉર્ડ જીત્યા બાદ મને એક જાતનું વેલિડેશન મળ્યું હોય તેમ લાગ્યું. મનમાં એ વાતની ધરપત થઈ કે પુરુષોના મેકઅપ બ્રાન્ડના ફિલ્ડમાં પણ સ્કોપ છે.’ ‘પુરુષો જાહેરમાં મેકઅપ ખરીદવામાં શરમ અનુભવે છે’
રાહુલને પૂછવામાં આવ્યું કે ઑફલાઇન ક્યારે શરૂ કરશો તો તેમણે જણાવ્યું, ‘મેં ઓફલાઇનમાં સૌ પહેલાં દિલ્હીમાં 20 સ્ટોરમાં વેચવાનું શરૂ કર્યું, પરંતુ છ મહિનામાં માત્ર પાંચ જ પ્રોડક્ટ વેચાઈ. આ પરથી એ વાત શીખવા મળી કે પુરુષો દુકાન કે સ્ટોરમાં જઈને મેકઅપ ખરીદતા નથી, તેમને શરમ આવે છે. આ જ કારણે મેં ઑફલાઇન વેચાણનો વિચાર જ માંડી વાળ્યો. અમ માત્ર ઓનલાઇન વેચાણ કરીએ છીએ અને વિવિધ ઇકોમર્સ સાઇટ પર પ્રોડક્ટ્સ મળે છે.’ ‘ગુજરાતમાં સૌરાષ્ટ્રના લોકો વધુ ખરીદે’
‘છેલ્લા કેટલાક મહિનાનો રેકોર્ડ જોઉં તો ભારતમાં સૌથી વધારે વેચાણ કર્ણાટક, મહારાષ્ટ્ર તથા નોર્થ ઇન્ડિયામાં છે. આ પહેલાં નોર્થ-ઇસ્ટથી પુષ્કળ ઓર્ડર આવતા, પરંતુ ત્યાં લોજિસ્ટિક્સની બહુ સમસ્યા હોવાથી રિટર્ન રેશિયો વધી જતો હતો અને સરવાળે ઘણું નુકસાન જાય એટલે એ સાઇડ વેચાણ ઓછું કર્યું. ગુજરાતની વાત કરું તો, રાજકોટ-ભાવનગર-જૂનાગઢથી ઓર્ડર આવે છે. અમદાવાદમાં બહુ ઓછું વેચાણ છે. એમ કહેવું સહેજ પણ ખોટું નથી કે ગુજરાતમાં અમદાવાદ કરતાં સૌરાષ્ટ્રમાંથી વધુ ઓર્ડર આવે છે.’ હાલમાં કેટલું વેચાણ?
રાહુલ વેચાણ અંગે જણાવે છે, ‘અત્યારે મહિને 800-1000 યુનિટ વેચાય છે. આમ જોવા જાવ તો આ વેચાણ ઓછું છે, પરંતુ મારી પ્રોડક્ટની પ્રાઇસ વધારે હોવાથી એ રીતે સરભર થઈ જાય છે. 2019માં કોઈ જાતનું ટર્ન ઓવર નહોતું, જસ્ટ ચાલુ કર્યું હતું. પછી તરત જ કોવિડ આવી ગયો એટલે ખાસ વેચાણ થયું નહીં. 2022-23માં હું બહુ જ મિનિમમ પૈસા ખર્ચીને ચલાવતો ત્યારે મનમાં એવું હતું કે મારે કોઈ ખોટ ખાવી નથી. ગયા વર્ષે એક કરોડનું ટર્ન ઓવર હતું અને 10 લાખનું નુકસાન હતું. આ વર્ષે પાંચ કરોડનું ટર્ન ઓવર પ્રોજેક્ટ કર્યું છે. આમ તો એક કરોડનું ટર્ન ઓવર ઘણું જ ઓછું છે, પરંતુ આ ફિલ્ડ નવું છે અને પુરુષોને મેકઅપ વેચવો તે વાત જ પોતાનામાં ઘણી જ મોટી છે.’ ‘હાલમાં સાતથી આઠ લોકોની ટીમ છે’
‘શરૂઆત મેં એકલાથી જ કરી હતી. હવે સાતથી આઠ લોકોની ટીમ ઊભી કરી છે અને તેઓ ગુજરાત-ભારતમાં વિવિધ જગ્યાએ રહે છે. મારું વેરહાઉસ, પેકિંગ, કસ્ટમર સર્વિસ અમદાવાદમાં છે. આ ઉપરાંત બે-ત્રણ એજન્સી વિવિધ કામો કરતી હોય છે. સામાન્ય રીતે જ્યારે પણ કેશ ઑન ડિલિવરી ઓર્ડર આવે ત્યારે કન્ફર્મ કરવા અમે અચૂકથી ફોન કરીએ. અઠવાડિયે એક-બે વાર હું ફોન કરું ને તેમણે આ પ્રોડક્ટ કેમ લીધી તે વાત સમજવાનો પ્રયાસ કરું. કસ્ટમર સાથે મોટાભાગે હું જ વાત કરું છું અને તે ડેટા ભેગા કરીને નવી કોઈ પ્રોડક્ટ બહાર પાડવી હોય તો અંદાજો આવે. રિએક્શનની વાત કરું તો એકાદ કસ્ટમરે આ અંગે ફરિયાદ કરી છે. બાકી હું મારી પ્રોડક્ટને લઈ વિશ્વાસ અપાવી શકું કે તે એકદમ સેફ અને ટેસ્ટેડ છે. જો કોઈની સ્કિન વધુ પડતી સેન્સિટિવ હોય તો જ કદાચ રિએક્શન આવી શકે. ફીડબેકની વાત કરું તો, પુરુષો ક્યારેય ફીડબેક ના આપે. હું જ્યારે પણ ફોન કરું તો એક જ જવાબ મળે કે સારી પ્રોડક્ટ છે ને ફોન કાપી નાખે એટલે કે હજી પણ ભારતીય-ગુજરાતીઓ મેકઅપ વાપરે છે, પરંતુ કહેવામાં આજે પણ શરમાય છે. આવતા મહિને ત્રણ પ્રોડક્ટ લૉન્ચ થવાની છે.’ ‘પહેલી બે સિઝનમાં નસીબે સાથ ના આપ્યો’
‘શાર્ક ટેંક’ની વાત કરતાં રાહુલ શાહ જણાવે છે, ‘શાર્ક ટેંક’ની ફર્સ્ટ સિઝન વખતે મેં એમ જ અપ્લાય કર્યું. ફર્સ્ટ ને સેકન્ડ રાઉન્ડ ક્લિયર થઈ ગયા, પરંતુ પછી ફોન જ ના આવ્યો. ‘શાર્ક ટેંક’માં એવું હોય કે એ તમને ફોન કરે તો જ વાત થાય, જો તમે સામેથી એ નંબર પર ફોન કરો તો કોઈ રિસીવ જ ના કરે. સેકન્ડ સિઝનમાં ફરી અપ્લાય કર્યું ને ફરી ફર્સ્ટ-સેકન્ડ રાઉન્ડ ક્લિયર કર્યા, પરંતુ પછી નંબર લાગ્યો નહીં. ત્રીજી સિઝનમાં ઇગોમાં આવીને અપ્લાય ના કર્યું. ચોથી સિઝન આવી ત્યારે થયું કે ચાલો ને પાછું ટ્રાય કરીએ. આ વખતે માર્કેટ પણ નવું હતું અને લોકોને આ અંગે માહિતી હતી. આમ પણ શાર્ક ટેંકમાં જ્યારે એ લોકોને બોલાવવા હશે ત્યારે જ તમને બોલાવે.’ ‘શાર્ક ટેંક’માં ચાર રાઉન્ડ હોય’
‘પછી મેં ચોથી સિઝન માટે ફોર્મ ભર્યું. ‘શાર્ક ટેંક’માં ચાર રાઉન્ડ હોય છે. પહેલો રાઉન્ડ તો ફોર્મ ફિલિંગનો હોય પછી બીજા રાઉન્ડમાં ત્રણ મિનિટનો વીડિયો બનાવીને મોકલવાનો હોય છે, જેમાં બિઝનેસ અંગે હિન્દીમાં માહિતી આપવાની હોય છે. ત્રીજા રાઉન્ડમાં દિલ્હી કે મુંબઈ જઈને શાર્ક ટેંકનો આખો માહોલ ઊભો કર્યો હોય તેમાં બે કલાક વાત કરવાની હોય છે. આ સમયે ‘શાર્ક્સ’ને બદલે ચેનલના અધિકારીઓ બેઠા હોય છે અને તે સવાલ-જવાબ કરે. આ દરમિયાન તેઓ નાનામાં નાની વાત માર્ક કરે, ભાષા કેવી છે, આત્મવિશ્વાસ કેવો છે, કેવી રીતે વાતો કરો છો, ટીવી પર કેટલી કમ્ફર્ટેબલી વાત કરી શકશો? આ રાઉન્ડમાં સિલેક્ટ થયા બાદ ફાઇનલી તમારે ‘શાર્ક ટેંક’ પાસે જવાનું હોય છે. હું મુંબઈ જઈ ના શક્યો એટલે થર્ડ રાઉન્ડ દિલ્હીમાં થયો. ફાઇનલ રાઉન્ડ મુંબઈમાં જ હોય છે.’ ‘જતાં પહેલાં જૂની ત્રણ સિઝનના બધા એપિસોડ જોઈ નાખ્યા’
‘શાર્ક ટેંક’માં જતાં પહેલાં જૂની ત્રણ સિઝનના તમામ એપિસોડ જોઈ નાખ્યા હતા. ‘શાર્ક ટેંક’માં બિઝનેસ અંગેના સવાલો પૂછવામાં આવે અને એ નક્કી જ છે કે કયા સવાલો પૂછશે. સાચું કહું તો તમે ગમે તેટલી તૈયારી કરો, ત્યાં શાર્કને જે પૂછવું હોય તે જ પૂછે. તૈયારી કરી હોય તો કોન્ફિડન્સ લેવલ ઊંચું રહે. શાર્ક ટેંકમાં તમને પાંચ દિવસ પહેલાં બોલાવે. ત્યાં તમને ટીવીવાળા બહુ બધી તૈયારી કરાવે. તમને એકાદ-બેવાર સેટ પણ બતાવે, રિહર્સલ પણ કરાવે. સેટ ઘણા જ મોટા હોય અને આપણે પહેલી જ વાર જીવનમાં જોતા હોઈએ એટલે થોડા નર્વસ થઈ જઈએ તે સ્વાભાવિક છે. કેમેરા-લાઇટિંગ એટલું બધું હોય કે જોઈને જ નર્વસ થઈ જવાય.’ ‘શાર્ક ટેંક’માં પણ એવું હોય કે તમે કોઈ જજીસને મળ્યા નથી. ક્યારેય જોયા નથી. જે રીતે ટીવીમાં બતાવે છે તે જ રીતે દરવાજો ખૂલે ને વ્યક્તિ સ્ટેજ પર આવે ને શાર્ક ટેંકના જજીસને જુએ ને ત્યાં પહેલી જ વાર વાત કરે. સામાન્ય રીતે ડર ના હોય, પરંતુ નર્વસનેસ જરૂરથી હોય. ડીલ થઈ જાય એટલે દરવાજો બંધ થઈ જાય. પછી સીધું ઇન્ટરેક્શન જ્યારે ડીલ એકદમ ફાઇનલ થાય ત્યારે જજીસ સાથે વાતચીત થાય.’ ‘શાર્ક ટેંક’માં શરૂઆતની પાંચ મિનિટ ઘણી જ મહત્ત્વની
‘સ્ટેજ પર શરૂઆતની પાંચેક મિનિટ ઘણી જ મહત્ત્વની હોય છે. મુંબઈ જઈએ ત્યારે આપણી પાસે પોતાની લખેલી એક પીચ હોય છે. આ પીચમાં સુધારા-વધારા કરીને તેને બેસ્ટ સોનીનો સ્ટાફ બનાવે. તે પાંચ મિનિટમાં શું બોલવું, કેવી રીતે બોલવું તે ચેનલના માણસો શીખવે. શરૂઆતની પાંચેક મિનિટની પીચ એ લોકો એકદમ જ ગોખાવી દેતા હોય છે. પીચ બોલી ગયા બાદ કોઈ જ વાત સ્ક્રિપ્ટેડ હોતી નથી. શાર્ક એક પછી એક સવાલો પૂછે.આ પાંચ મિનિટમાં જ સોની ચેનલના લોકો મદદ કરે, ત્યારબાદ તો શાર્ક સવાલ પૂછે ને તમારે જવાબ આપવાના હોય છે. મારી વખતે જજીસમાં અનુપમ મિત્તલ, અમન ગુપ્તા, વિનિતા સિંહ, નમિતા થાપર તથા પિયૂષ બંસલ હતા.’ ‘દોઢ કલાક શૂટિંગ ચાલ્યું હતું’
‘શૂટિંગની વાત કરું તો, મેં દોઢેક કલાક સુધી શૂટિંગ કર્યું હતું અને ટેલિકાસ્ટ 15 મિનિટનું હતું. મને મારા જ ફિલ્ડના સવાલો પૂછવામાં આવ્યા એટલે મને બહુ વાંધો આવ્યો નહોતો. આમ પણ આ ફિલ્ડ એકદમ નવું છે એટલે કેવા કેવા સવાલો હોઈ શકે તેનો અંદાજ મને પહેલેથી જ હતો. વિનિતા તો પોતે મેકઅપ બ્રાન્ડ ચલાવે છે એટલે તેને મારો આઇડિયો ઘણો જ ગમ્યો. અમનને થોડી શંકા હતી. એને એવું હતું કે પુરુષો થોડો મેકઅપ વાપરે? તે તો શૂટિંગ હોય એટલે થોડો ઘણો મેકઅપ કરે છે. અનુપમ પહેલેથી મેકઅપ યુઝ કરે છે એટલે તેને કોઈ જ વાંધો નહોતો. પીયૂષને આ કેટેગરી નવી હોવાથી ઘણી જ મજા આવી. નમિતાને પણ આઇડિયા ગમ્યો. ઓવરઓલ બધા જ શાર્કને મારો આ આઇડિયા પસંદ આવ્યો ને છેલ્લે ડીલ પાંચ કરોડના વેલ્યુએશન સામે 1 કરોડ રૂપિયા સાથે અમન ગુપ્તા ને અનુપમ મિત્તલ સાથે 20% ઇક્વિટીમાં ફાઇનલ કરી.’ ‘નમિતાની સલાહ ક્યારેય ભૂલીશ નહીં’
‘શાર્ક ટેંક’માં નમિતાએ આપેલી સલાહ હું ક્યારેય ભૂલીશ નહીં. તેણે કહ્યું હતું, ‘તું ડિરેક્ટલી કેમ એમ નથી કહેતો કે આ મેકઅપ પ્રોડક્ટ છે. તું ગોળ ગોળ ફરીને કેમ આ વાત કરે છે.’ ત્યારે મેં એવો જવાબ આપ્યો કે પુરુષો આ વાત સાંભળવા તૈયાર નથી કે તે પણ મેકઅપ કરી શકે છે. અલબત્ત, હવે માર્કેટ તૈયાર થઈ ગયું છે. અમન ગુપ્તાને પછી મેં મારી પ્રોડક્ટ મોકલાવી અને તે હાલમાં યુઝ કરે છે. તેની સાથે અવાર-નવાર વાત થતી હોય છે. ડ્રીમની વાત કરું તો હાલમાં તો એક જ છે કે મારી કંપનીને હું 500 કરોડની કંપની બનાવું. આ ફિલ્ડમાં ઘણો જ સ્કોપ રહેલો છે.’ ‘જે પણ કરો ધગશથી કરો’
યુવાનોને સલાહ આપતાં રાહુલ કહે છે, ‘જીવનમાં જે પણ કામ કરો તે ધગશથી કરો અને ક્યારેય કોઈ વાતમાં સમાધાન કરવું નહીં. આ સાથે જ લાઇફને ફુલ એન્જોય કરવી. કામ કરવા ઉપરાંત જીવનમાં ઘણું બધું છે ને જીવન તો એક જ વાર મળ્યું છે એટલે લાઇફને પણ એટલી જ એન્જોય કરવી જરૂરી છે. બાકી તો જીવન ક્યારે પૂરું થઈ જશે તે ખ્યાલ પણ નહીં આવે. મારી તો હોમ ઑફિસ છે એટલે હું તો ત્રણ વર્ષની દીકરી સાથે રમતાં રમતાં કામ કરું છું એટલે મારે ટાઇમ મેનેજમેન્ટ ને વર્કલાઇફ બહુ જ સારી રીતે મેનેજ થઈ જાય છે. હું એ વાતનું ધ્યાન રાખું છું કે કામ પણ થવું જોઈએ અને સાથે સાથે જીવનની મજા પણ માણવી જોઈએ.’ ‘પૈસા પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી’
‘ગાંડાની જેમ પૈસા પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી. મહેનત કરશો તો પૈસા તો ઓટોમેટિક આવી જ જશે.જો તમે એન્જોયમેન્ટ સાથે કામ કરશો તો જીવનની એક અલગ મજા છે. બીજું એ કે, જે સ્ટાર્ટઅપ શરૂ કરો તેમાં ઊંડું નોલેજ હોવું જરૂરી છે. ઘણા લોકો પૈસા હોય એટલે ગમે તે સ્ટાર્ટઅપ શરૂ કરી દે, પરંતુ તેના વિશે જાણતા ના હોય તો તે બહુ લાંબું ના ચાલે. નવા કે વિચિત્ર આઇડિયા હોય તો પણ તેના પર કામ ચાલુ કરી જ દેવું જોઈએ. ભારતમાં એટલી વસતી છે કે ક્યાંક ને ક્યાંક તો માર્કેટ સેટ થઈ જ જશે. ભારતમાં સ્ટાર્ટઅપમાં સ્કોપ છે અને આવડત ને મહેનત હોય તો સફળતા અચૂકથી મળે.’