P24 News Gujarat

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એરઇન્ડિયાના કર્મચારીઓની DJ પાર્ટી:લાજ-શરમ નેવે મુકી નાચતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ; કંપનીએ દુઃખ વ્યક્ત કરી 4 કર્મચારીઓને કાઢી મૂક્યા

અમદાવાદમાં AI 171 વિમાન દુર્ઘટનાના થોડા દિવસો બાદ, AISATSના કર્મચારીઓ પાર્ટી કરવાનો એક વીડિયો વાયરલ થયો હતો. ભારે ટીકા બાદ, કંપનીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને 4 સીનિયર કર્મચારીઓને કાઢી મૂક્યા છે. 4 સીનિયર અધિકારીઓને કાઢી મુક્યા એર ઇન્ડિયા સાથે સંકળાયેલી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (AISATS)એ 4 સીનિયર અધિકારીઓને કાઢી મુક્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના થોડા દિવસો પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કર્મચારીઓ ઓફિસ પાર્ટીમાં ગીત ગાતા અને ડાન્સ કરતા દેખાયા હતા. લાજ-શરમ નેવે મુકી નાચતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ થયો છે. વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ પાર્ટી ગુરુગ્રામ ઓફિસમાં યોજાઈ હતી, જ્યારે અમદાવાદમાં એર ઈન્ડિયા ડ્રીમલાઈનર દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માત પછી, લોકોએ સોશિયલ મીડિયા પર પાર્ટી મનાવવા પર આકરી ટીકા કરતા નારાજગી વ્યક્ત કરી, જેના પછી કંપનીને કડક પગલાં લેવા પડ્યા. કંપનીએ કહ્યું, અમે આ ઘટના બદલ ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ AISATS દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્તન અમારી કંપનીના મૂલ્યોની વિરુદ્ધ છે. અમે જવાબદારો સામે કડક શિસ્તભંગના પગલાં લીધા છે અને બાકીના કર્મચારીઓને વોર્નિંગ આપી છે. કંપનીએ કહ્યું, “અમે પીડિત પરિવારો સાથે ઉભા છીએ અને આ ઘટના બદલ ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ. અમે પ્રોફેશનલિજ્મ અને જવાબદારી પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.” AISATSએ એર ઇન્ડિયા અને SATS વચ્ચેનું જોઈન્ટ વેન્ચર છે AISATSએ એર ઇન્ડિયા અને SATS લિમિટેડ વચ્ચેનું 50-50 જોઈન્ટ વેન્ચર છે, જે ગેટવે સેવાઓ અને ફૂડ સોલ્યુશન્સના અગ્રણી પ્રોવાઈડ છે. AI 171 વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત
12 જૂન, 2025ના રોજ, અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ થયાના થોડીક મિનિટ પછી જ ક્રેશ થયું હતું. આ અકસ્માત અમદાવાદની બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં થયો હતો, જે અમદાવાદ એરપોર્ટ નજીક આવેલી છે. AI 171 વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. વિમાનમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ અકસ્માતને ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા વિમાન અકસ્માતોમાંનો એક માનવામાં આવે છે. વિમાન અકસ્માતના આ સમાચાર પણ વાંચો… પ્લેનક્રેશઃ પાઇલટે 2000થી વધુ લોકોના જીવ બચાવ્યા:3 સેકન્ડ પણ મોડું કર્યું હોત તો 1200 બેડની સિવિલ પર ફ્લાઇટ ક્રેશ થાત, પાઇલટની સૂઝબૂઝે મોટી દુર્ઘટના ટાળી 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હજારોમાં હોઈ શકી હોત. જોકે, કેપ્ટન સુમિત સભરવાલ (56)ની સૂઝબૂઝને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કેપ્ટન સુમિતને ખ્યાલ આવ્યો કે તે વિમાનને ક્રેશ થતું અટકાવી શકશે નહીં, ત્યારે તેમણે જાણીજોઈને વિમાનને એવી જગ્યાએ ક્રેશ કર્યું, જ્યાં નુકસાન ઓછામાં ઓછું થાય. સંપુર્ણ સમાચાર વાંચો…

​અમદાવાદમાં AI 171 વિમાન દુર્ઘટનાના થોડા દિવસો બાદ, AISATSના કર્મચારીઓ પાર્ટી કરવાનો એક વીડિયો વાયરલ થયો હતો. ભારે ટીકા બાદ, કંપનીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને 4 સીનિયર કર્મચારીઓને કાઢી મૂક્યા છે. 4 સીનિયર અધિકારીઓને કાઢી મુક્યા એર ઇન્ડિયા સાથે સંકળાયેલી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (AISATS)એ 4 સીનિયર અધિકારીઓને કાઢી મુક્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના થોડા દિવસો પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કર્મચારીઓ ઓફિસ પાર્ટીમાં ગીત ગાતા અને ડાન્સ કરતા દેખાયા હતા. લાજ-શરમ નેવે મુકી નાચતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ થયો છે. વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ પાર્ટી ગુરુગ્રામ ઓફિસમાં યોજાઈ હતી, જ્યારે અમદાવાદમાં એર ઈન્ડિયા ડ્રીમલાઈનર દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માત પછી, લોકોએ સોશિયલ મીડિયા પર પાર્ટી મનાવવા પર આકરી ટીકા કરતા નારાજગી વ્યક્ત કરી, જેના પછી કંપનીને કડક પગલાં લેવા પડ્યા. કંપનીએ કહ્યું, અમે આ ઘટના બદલ ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ AISATS દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્તન અમારી કંપનીના મૂલ્યોની વિરુદ્ધ છે. અમે જવાબદારો સામે કડક શિસ્તભંગના પગલાં લીધા છે અને બાકીના કર્મચારીઓને વોર્નિંગ આપી છે. કંપનીએ કહ્યું, “અમે પીડિત પરિવારો સાથે ઉભા છીએ અને આ ઘટના બદલ ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ. અમે પ્રોફેશનલિજ્મ અને જવાબદારી પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.” AISATSએ એર ઇન્ડિયા અને SATS વચ્ચેનું જોઈન્ટ વેન્ચર છે AISATSએ એર ઇન્ડિયા અને SATS લિમિટેડ વચ્ચેનું 50-50 જોઈન્ટ વેન્ચર છે, જે ગેટવે સેવાઓ અને ફૂડ સોલ્યુશન્સના અગ્રણી પ્રોવાઈડ છે. AI 171 વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત
12 જૂન, 2025ના રોજ, અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ થયાના થોડીક મિનિટ પછી જ ક્રેશ થયું હતું. આ અકસ્માત અમદાવાદની બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં થયો હતો, જે અમદાવાદ એરપોર્ટ નજીક આવેલી છે. AI 171 વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. વિમાનમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ અકસ્માતને ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા વિમાન અકસ્માતોમાંનો એક માનવામાં આવે છે. વિમાન અકસ્માતના આ સમાચાર પણ વાંચો… પ્લેનક્રેશઃ પાઇલટે 2000થી વધુ લોકોના જીવ બચાવ્યા:3 સેકન્ડ પણ મોડું કર્યું હોત તો 1200 બેડની સિવિલ પર ફ્લાઇટ ક્રેશ થાત, પાઇલટની સૂઝબૂઝે મોટી દુર્ઘટના ટાળી 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હજારોમાં હોઈ શકી હોત. જોકે, કેપ્ટન સુમિત સભરવાલ (56)ની સૂઝબૂઝને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કેપ્ટન સુમિતને ખ્યાલ આવ્યો કે તે વિમાનને ક્રેશ થતું અટકાવી શકશે નહીં, ત્યારે તેમણે જાણીજોઈને વિમાનને એવી જગ્યાએ ક્રેશ કર્યું, જ્યાં નુકસાન ઓછામાં ઓછું થાય. સંપુર્ણ સમાચાર વાંચો… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *