P24 News Gujarat

Editor’s View: ચીન પોતાના જ ફાંસલામાં ફસાયું:SCO સમિટમાં રાજનાથ સિંહની ‘ધોકાવાળી’, પાકિસ્તાનને નાક કાપીને હાથમાં આપી દીધું, જાણો સહી ન કરવાની ઇનસાઇડ સ્ટોરી

રાજનાથ સિંહે ચીન જઈને પાકિસ્તાનને તમાચો મારી દીધો છે. વાત એમ છે કે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશોની સમિટ ચીનના કિંગદાઓ શહેરમાં ચાલી રહી છે. આ સમિટમાં દુનિયાના 10 દેશના રક્ષામંત્રી પહોંચ્યા છે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ચીન ગયા છે. 2020માં ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પછી રાજનાથ સિંહ પહેલીવાર ચીન પહોંચ્યા છે. અહીં તમામ દેશોનું જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પડે છે. આ સ્ટેટમેન્ટમાં ચીને કૂટનીતિ વાપરી, પણ એની કારી ફાવી નહિ. ચીને સ્ટેટમેન્ટ રાજનાથ સિંહને વાંચવા આપ્યું. દરેક દેશો સ્ટેટમેન્ટમાં સહી કરે પછી એને જાહેર કરાય છે. રાજનાથ સિંહે સહી કરવા સ્ટેટમેન્ટ હાથમાં લીધું. ચીને એમાં લખ્યું હતું કે બલૂચિસ્તાનમાં ભારત અશાંતિ ફેલાવે છે. ચીને એ નહોતું લખ્યું કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના કારણે ભારતના પહેલગામમાં હુમલો થયો. રાજનાથ સિંહ આ નિવેદન વાંચ્યું ને ભડક્યા. તરત પેન નીચે મૂકી દીધી ને કહ્યું, ભારત આમાં હસ્તાક્ષર નહીં કરે. અહીં ચીનનો દાવ ઊંધો પડી ગયો. નમસ્કાર, SCO સમિટ દર વર્ષે દરેક દેશમાં અલગ અલગ વિષય સાથે મળે છે. 10 મહિના પહેલાં પાકિસ્તાનમાં સમિટ હતી. ત્યારે વિદેશનીતિ પર વાત હતી એટલે એસ. જયશંકર ગયા હતા. આ વખતે ચીનમાં સમિટ છે. રક્ષા સહયોગનો વિષય છે એટલે રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીન ગયા છે, પણ ભારતની સંપ્રભુતા સાથે બાંધછોડ નહિ થાય, એવો કડક મેસેજ રાજનાથ સિંહે ચીન અને પાકિસ્તાન બંનેને આપી દીધો છે. તેમણે પોતાના પ્રવચનમાં પણ પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો. રાજનાથ સિંહે તેમના સંબોધનમાં શું કહ્યું? ચીનના કિંગદાઓ શહેરમાં SCO સમિટ ચાલી રહી છે. એમાં સંબોધન કરતાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાનને તમાચો મારી દીધો. તેમણે કહ્યું હતું કે આતંકવાદના દોષિતો, ફંડ આપનારા અને પોષનારાઓને જવાબદાર ઠેરવવા જોઈએ અને તેની સાથે વ્યવહાર કરવામાં “બેવડા” ધોરણો અપનાવવાં ન જોઈએ. રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કેટલાક દેશો આતંકવાદીઓને આશ્રય આપવા માટે સરહદ પાર આતંકવાદનો ‘નીતિગત સાધન’ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું, અમારા ક્ષેત્રમાં સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવ સાથે સંબંધિત છે. આ સમસ્યાઓનું મૂળ કટ્ટરવાદ, ઉગ્રવાદ અને આતંકવાદમાં વધારો છે. શાંતિ, સમૃદ્ધિ અને આતંકવાદ એકસાથે ચાલી શકતાં નથી. તેમણે ચીનને પણ ટોણો માર્યો કે સામૂહિક વિનાશનાં હથિયારો આતંકવાદીઓના હાથમાં આપી દેવામાં આવે તો કાયમ શાંતિ રહેતી નથી. રાજનાથ સિંહે ચીન, પાકિસ્તાન અને દુનિયાના દેશોને સ્પષ્ટ સંદેશો આપી દીધો કે જે પોતાના સ્વાર્થ માટે આતંકવાદને પોષે છે અને ઉપયોગ કરે છે તેમણે પરિણામો ભોગવવાં પડશે. નિર્દોષોનું લોહી વહાવશે તેને છોડીશું નહીં. શાંતિ માટે આતંકવાદ સૌથી મોટો ખતરો છે. અમે આતંકવાદના ગઢને ધ્વસ્ત કરીને રહીશું. ચીને જોઇન્ટ સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે રાજનાથ સિંહે શું કર્યું? ગોળ ટેબલ પર ચીની રક્ષામંત્રી, તેના અધિકારીઓ બેઠા હતા. સામે રાજનાથ સિંહ અને ભારતના અધિકારીઓ બેઠા હતા. ચીને ટેબલ પર એક કાગળ રાજનાથ સિંહ સામે સરકાવ્યો. એ જોઈન્ટ સ્ટેટમેન્ટ હતું. SCOમાં જેટલા પણ 10 દેશ છે તેનું સંયુક્ત નિવેદન ચીને તૈયાર કર્યું હતું, કારણ કે સમિટનું યજમાન ચીન હતું. આ જોઈન્ટ સ્ટેટમેન્ટ રાજનાથ સિંહે હાથમાં લીધું. પેન હાથમાં લીધી. પહેલા વાંચ્યું. પછી કાગળ અને પેન ટેબલ પર મૂકી દીધાં ને થોડા અપસેટ થઈ ગયા. તેમણે ચીનને કહી દીધું. સોરી ભારત સહી નહિ કરે. ચીનાઓ ચોંકી ઊઠ્યા. પૂછ્યું, કેમ? રાજનાથ સિંહે કહ્યું, એક તો તમે લખ્યું છે કે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભારત અશાંતિ ફેલાવે છે, એ સાવ ખોટું છે. બીજું, પાકિસ્તાનથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા ને પહેલગામ પર હુમલો કરી 26 નિર્દોષ નાગરિકોને ધર્મ પૂછીને મારી નાખ્યા. એનો તો તમે ઉલ્લેખ નથી કર્યો. તો હું સહી કેમ કરું? રાજનાથ સિંહ ‘સોરી’ કહીને ઊભા થઈ ગયા. SCOના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં એક દેશની પણ સહી ન હોય તો એ બહાર પાડી શકાતું નથી. ચીન આ સ્ટેટમેન્ટ બહાર પાડી શક્યું નહીં. 4 પોઈન્ટમાં સમજો રાજનાથનું સંબોધન 1. ઉગ્રવાદ અને આતંકવાદ સૌથી મોટા પડકારો રાજનાથ સિંહે કહ્યું, મારું માનવું છે કે સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવ સાથે સંબંધિત છે. આ સમસ્યાઓનું વાસ્તવિક કારણ કટ્ટરવાદ, ઉગ્રવાદ અને આતંકવાદમાં વધારો છે. આ પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે અને આપણે આપણી સામૂહિક સુરક્ષા અને સલામતી માટે આ દુષ્ટતા સામેની લડાઈમાં એક થવું જોઈએ. 2. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ રાજનાથ સિંહે વાત કરી કે આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ આજે અમારી એક્શનમાં પણ જોવા મળે છે. આમાં આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો આપણો અધિકાર પણ સામેલ છે. અમે બતાવી દીધું કે આતંકવાદના અડ્ડા હવે સુરક્ષિત નથી અને અમે તેમને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં. 3. દેશો વચ્ચેના સંઘર્ષને રોકવા માટે સંવાદની જરૂર રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત માને છે કે દેશો વચ્ચેના સંઘર્ષને સંવાદ વિના રોકી શકાતો નથી. આ માટે બધાએ સાથે આવવું પડશે. કોઈપણ દેશ, ભલે તે ગમે એટલો મોટો અને શક્તિશાળી હોય, એકલા કામ કરી શકતો નથી. સાથે મળીને કામ કરવાની અમારી સદીઓ જૂની પરંપરા છે. આ અમારી સદીઓ જૂની સંસ્કૃત કહેવત ‘સર્વે જન સુખિનો ભવન્તુ’ ને પણ પ્રતિબિંબિત કરે છે, જેનો અર્થ થાય છે બધા માટે શાંતિ અને સમૃદ્ધિ. 4. ગ્લોબલ ચેલેન્જમાં બધા એકસાથે આવે કોરોના વાઇરસે સાબિત કર્યું છે કે મહામારીની કોઈ સીમા નથી. જ્યાં સુધી દરેક સુરક્ષિત ન થઈ જાય ત્યાં સુધી કોઈ સેફ નથી. આ એક સંકેત છે કે મહામારી, જલવાયુ પરિવર્તન જેવા પડકારો આપણા જીવનને કેવી રીતે અસર કરી શકે છે. એનો સામનો કરવા માટે બધા દેશોએ એકજૂટ થવું પડશે. પાકિસ્તાનના રક્ષામંત્રી સામે રાજનાથ સિંહે સામું પણ ન જોયું ચીનમાં યોજાયેલી SCO સમિટમાં દરેક દેશના રક્ષામંત્રી હાજર હતા. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ પણ હાજર હતા. રાજનાથ સિંહે પાકિસ્તાનના રક્ષામંત્રીની સામું પણ ન જોયું. રાજનાથ સિંહે ચીનની ધરતી પર જ પાકિસ્તાનને લપડાક લગાવી દીધી. અગાઉ પણ એવું થયું હતું કે 2023માં SCOમાં ચીનની બેલ્ટ એન્ડ રોડ ઈન્ટિવેન્સનું સમર્થન ભારતે નહોતું કર્યું. જયશંકર SCOમાં પાકિસ્તાન ગયા હતા ત્યારે પણ આતંકવાદની જ વાત કરી હતી દસ મહિના પહેલાં SCO સમિટ પાકિસ્તાનમાં હતી. એ વખતે વિદેશમંત્રી જયશંકર પાકિસ્તાન ગયા હતા. ત્યારે પણ તેમણે પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાનને જ સંભળાવી દીધું હતું. જયશંકરે પાકિસ્તાનમાં SCO સમિટમાં કહ્યું હતું કે આતંકવાદ, ઉગ્રવાદ અને અલગાવવાદ એ SCO સામે ત્રણ પડકાર છે. SCO શું છે? શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)એ મધ્ય એશિયાના તમામ દેશો વચ્ચે શાંતિ અને સહકાર જાળવવા માટે રચાયેલું સંગઠન છે. આ તમામ દેશો પોતપોતાની આર્થિક નીતિ, સુરક્ષા નીતિ અને રાજકીય નીતિની ચર્ચા કરે છે. SCOમાં ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન, કિર્ગિસ્તાન એમ 9 દેશ સભ્ય છે. હવેથી 10મો દેશ બેલારુસ પણ સામેલ થયો છે. છેલ્લે, કોઈ રાઈડ એટલી ગોળ નહીં ફરતી હોય, જેટલા ટ્રમ્પ ફરે છે. નેધરલેન્ડ્સમાં યોજાયેલી નાટો સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાનનાં વખાણ કરી નાખ્યાં. ઈરાન બહુ બહાદુરીથી લડ્યું. તેને બેઠું થવા માટે ઓઈલનો કારોબાર વધારવો પડશે. હું ધારું તો ઈરાનને ઓઈલ વેચતા રોકી શકું, પણ હું એવું નહીં કરું. છેલ્લા ત્રણ મહિનામાં ટ્રમ્પ ઈરાનના ઓઈલ ભંડારનો ઉલ્લેખ વારંવાર કરી ચૂક્યા છે. એનો સીધો અર્થ એવો છે કે ટ્રમ્પની નજર ઈરાનના ઓઈલ ભંડાર પર છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

​રાજનાથ સિંહે ચીન જઈને પાકિસ્તાનને તમાચો મારી દીધો છે. વાત એમ છે કે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશોની સમિટ ચીનના કિંગદાઓ શહેરમાં ચાલી રહી છે. આ સમિટમાં દુનિયાના 10 દેશના રક્ષામંત્રી પહોંચ્યા છે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ચીન ગયા છે. 2020માં ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પછી રાજનાથ સિંહ પહેલીવાર ચીન પહોંચ્યા છે. અહીં તમામ દેશોનું જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પડે છે. આ સ્ટેટમેન્ટમાં ચીને કૂટનીતિ વાપરી, પણ એની કારી ફાવી નહિ. ચીને સ્ટેટમેન્ટ રાજનાથ સિંહને વાંચવા આપ્યું. દરેક દેશો સ્ટેટમેન્ટમાં સહી કરે પછી એને જાહેર કરાય છે. રાજનાથ સિંહે સહી કરવા સ્ટેટમેન્ટ હાથમાં લીધું. ચીને એમાં લખ્યું હતું કે બલૂચિસ્તાનમાં ભારત અશાંતિ ફેલાવે છે. ચીને એ નહોતું લખ્યું કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના કારણે ભારતના પહેલગામમાં હુમલો થયો. રાજનાથ સિંહ આ નિવેદન વાંચ્યું ને ભડક્યા. તરત પેન નીચે મૂકી દીધી ને કહ્યું, ભારત આમાં હસ્તાક્ષર નહીં કરે. અહીં ચીનનો દાવ ઊંધો પડી ગયો. નમસ્કાર, SCO સમિટ દર વર્ષે દરેક દેશમાં અલગ અલગ વિષય સાથે મળે છે. 10 મહિના પહેલાં પાકિસ્તાનમાં સમિટ હતી. ત્યારે વિદેશનીતિ પર વાત હતી એટલે એસ. જયશંકર ગયા હતા. આ વખતે ચીનમાં સમિટ છે. રક્ષા સહયોગનો વિષય છે એટલે રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીન ગયા છે, પણ ભારતની સંપ્રભુતા સાથે બાંધછોડ નહિ થાય, એવો કડક મેસેજ રાજનાથ સિંહે ચીન અને પાકિસ્તાન બંનેને આપી દીધો છે. તેમણે પોતાના પ્રવચનમાં પણ પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો. રાજનાથ સિંહે તેમના સંબોધનમાં શું કહ્યું? ચીનના કિંગદાઓ શહેરમાં SCO સમિટ ચાલી રહી છે. એમાં સંબોધન કરતાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાનને તમાચો મારી દીધો. તેમણે કહ્યું હતું કે આતંકવાદના દોષિતો, ફંડ આપનારા અને પોષનારાઓને જવાબદાર ઠેરવવા જોઈએ અને તેની સાથે વ્યવહાર કરવામાં “બેવડા” ધોરણો અપનાવવાં ન જોઈએ. રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કેટલાક દેશો આતંકવાદીઓને આશ્રય આપવા માટે સરહદ પાર આતંકવાદનો ‘નીતિગત સાધન’ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું, અમારા ક્ષેત્રમાં સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવ સાથે સંબંધિત છે. આ સમસ્યાઓનું મૂળ કટ્ટરવાદ, ઉગ્રવાદ અને આતંકવાદમાં વધારો છે. શાંતિ, સમૃદ્ધિ અને આતંકવાદ એકસાથે ચાલી શકતાં નથી. તેમણે ચીનને પણ ટોણો માર્યો કે સામૂહિક વિનાશનાં હથિયારો આતંકવાદીઓના હાથમાં આપી દેવામાં આવે તો કાયમ શાંતિ રહેતી નથી. રાજનાથ સિંહે ચીન, પાકિસ્તાન અને દુનિયાના દેશોને સ્પષ્ટ સંદેશો આપી દીધો કે જે પોતાના સ્વાર્થ માટે આતંકવાદને પોષે છે અને ઉપયોગ કરે છે તેમણે પરિણામો ભોગવવાં પડશે. નિર્દોષોનું લોહી વહાવશે તેને છોડીશું નહીં. શાંતિ માટે આતંકવાદ સૌથી મોટો ખતરો છે. અમે આતંકવાદના ગઢને ધ્વસ્ત કરીને રહીશું. ચીને જોઇન્ટ સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે રાજનાથ સિંહે શું કર્યું? ગોળ ટેબલ પર ચીની રક્ષામંત્રી, તેના અધિકારીઓ બેઠા હતા. સામે રાજનાથ સિંહ અને ભારતના અધિકારીઓ બેઠા હતા. ચીને ટેબલ પર એક કાગળ રાજનાથ સિંહ સામે સરકાવ્યો. એ જોઈન્ટ સ્ટેટમેન્ટ હતું. SCOમાં જેટલા પણ 10 દેશ છે તેનું સંયુક્ત નિવેદન ચીને તૈયાર કર્યું હતું, કારણ કે સમિટનું યજમાન ચીન હતું. આ જોઈન્ટ સ્ટેટમેન્ટ રાજનાથ સિંહે હાથમાં લીધું. પેન હાથમાં લીધી. પહેલા વાંચ્યું. પછી કાગળ અને પેન ટેબલ પર મૂકી દીધાં ને થોડા અપસેટ થઈ ગયા. તેમણે ચીનને કહી દીધું. સોરી ભારત સહી નહિ કરે. ચીનાઓ ચોંકી ઊઠ્યા. પૂછ્યું, કેમ? રાજનાથ સિંહે કહ્યું, એક તો તમે લખ્યું છે કે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભારત અશાંતિ ફેલાવે છે, એ સાવ ખોટું છે. બીજું, પાકિસ્તાનથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા ને પહેલગામ પર હુમલો કરી 26 નિર્દોષ નાગરિકોને ધર્મ પૂછીને મારી નાખ્યા. એનો તો તમે ઉલ્લેખ નથી કર્યો. તો હું સહી કેમ કરું? રાજનાથ સિંહ ‘સોરી’ કહીને ઊભા થઈ ગયા. SCOના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં એક દેશની પણ સહી ન હોય તો એ બહાર પાડી શકાતું નથી. ચીન આ સ્ટેટમેન્ટ બહાર પાડી શક્યું નહીં. 4 પોઈન્ટમાં સમજો રાજનાથનું સંબોધન 1. ઉગ્રવાદ અને આતંકવાદ સૌથી મોટા પડકારો રાજનાથ સિંહે કહ્યું, મારું માનવું છે કે સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવ સાથે સંબંધિત છે. આ સમસ્યાઓનું વાસ્તવિક કારણ કટ્ટરવાદ, ઉગ્રવાદ અને આતંકવાદમાં વધારો છે. આ પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે અને આપણે આપણી સામૂહિક સુરક્ષા અને સલામતી માટે આ દુષ્ટતા સામેની લડાઈમાં એક થવું જોઈએ. 2. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ રાજનાથ સિંહે વાત કરી કે આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ આજે અમારી એક્શનમાં પણ જોવા મળે છે. આમાં આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો આપણો અધિકાર પણ સામેલ છે. અમે બતાવી દીધું કે આતંકવાદના અડ્ડા હવે સુરક્ષિત નથી અને અમે તેમને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં. 3. દેશો વચ્ચેના સંઘર્ષને રોકવા માટે સંવાદની જરૂર રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત માને છે કે દેશો વચ્ચેના સંઘર્ષને સંવાદ વિના રોકી શકાતો નથી. આ માટે બધાએ સાથે આવવું પડશે. કોઈપણ દેશ, ભલે તે ગમે એટલો મોટો અને શક્તિશાળી હોય, એકલા કામ કરી શકતો નથી. સાથે મળીને કામ કરવાની અમારી સદીઓ જૂની પરંપરા છે. આ અમારી સદીઓ જૂની સંસ્કૃત કહેવત ‘સર્વે જન સુખિનો ભવન્તુ’ ને પણ પ્રતિબિંબિત કરે છે, જેનો અર્થ થાય છે બધા માટે શાંતિ અને સમૃદ્ધિ. 4. ગ્લોબલ ચેલેન્જમાં બધા એકસાથે આવે કોરોના વાઇરસે સાબિત કર્યું છે કે મહામારીની કોઈ સીમા નથી. જ્યાં સુધી દરેક સુરક્ષિત ન થઈ જાય ત્યાં સુધી કોઈ સેફ નથી. આ એક સંકેત છે કે મહામારી, જલવાયુ પરિવર્તન જેવા પડકારો આપણા જીવનને કેવી રીતે અસર કરી શકે છે. એનો સામનો કરવા માટે બધા દેશોએ એકજૂટ થવું પડશે. પાકિસ્તાનના રક્ષામંત્રી સામે રાજનાથ સિંહે સામું પણ ન જોયું ચીનમાં યોજાયેલી SCO સમિટમાં દરેક દેશના રક્ષામંત્રી હાજર હતા. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ પણ હાજર હતા. રાજનાથ સિંહે પાકિસ્તાનના રક્ષામંત્રીની સામું પણ ન જોયું. રાજનાથ સિંહે ચીનની ધરતી પર જ પાકિસ્તાનને લપડાક લગાવી દીધી. અગાઉ પણ એવું થયું હતું કે 2023માં SCOમાં ચીનની બેલ્ટ એન્ડ રોડ ઈન્ટિવેન્સનું સમર્થન ભારતે નહોતું કર્યું. જયશંકર SCOમાં પાકિસ્તાન ગયા હતા ત્યારે પણ આતંકવાદની જ વાત કરી હતી દસ મહિના પહેલાં SCO સમિટ પાકિસ્તાનમાં હતી. એ વખતે વિદેશમંત્રી જયશંકર પાકિસ્તાન ગયા હતા. ત્યારે પણ તેમણે પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાનને જ સંભળાવી દીધું હતું. જયશંકરે પાકિસ્તાનમાં SCO સમિટમાં કહ્યું હતું કે આતંકવાદ, ઉગ્રવાદ અને અલગાવવાદ એ SCO સામે ત્રણ પડકાર છે. SCO શું છે? શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)એ મધ્ય એશિયાના તમામ દેશો વચ્ચે શાંતિ અને સહકાર જાળવવા માટે રચાયેલું સંગઠન છે. આ તમામ દેશો પોતપોતાની આર્થિક નીતિ, સુરક્ષા નીતિ અને રાજકીય નીતિની ચર્ચા કરે છે. SCOમાં ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન, કિર્ગિસ્તાન એમ 9 દેશ સભ્ય છે. હવેથી 10મો દેશ બેલારુસ પણ સામેલ થયો છે. છેલ્લે, કોઈ રાઈડ એટલી ગોળ નહીં ફરતી હોય, જેટલા ટ્રમ્પ ફરે છે. નેધરલેન્ડ્સમાં યોજાયેલી નાટો સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાનનાં વખાણ કરી નાખ્યાં. ઈરાન બહુ બહાદુરીથી લડ્યું. તેને બેઠું થવા માટે ઓઈલનો કારોબાર વધારવો પડશે. હું ધારું તો ઈરાનને ઓઈલ વેચતા રોકી શકું, પણ હું એવું નહીં કરું. છેલ્લા ત્રણ મહિનામાં ટ્રમ્પ ઈરાનના ઓઈલ ભંડારનો ઉલ્લેખ વારંવાર કરી ચૂક્યા છે. એનો સીધો અર્થ એવો છે કે ટ્રમ્પની નજર ઈરાનના ઓઈલ ભંડાર પર છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી) 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *