P24 News Gujarat

હાથી એ ધ્યાન રાખતા હતા કે લોકો કચડાય નહીં:અમદાવાદની ઘટનામાં અમેરિકાના એલિફન્ટ રિસર્ચર સાથે ભાસ્કરની વાતચીત

બધાને યાદ હશે, બરાબર એક વર્ષ પહેલાં અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના પ્રોફેસર અને હાથીને બચાવવા વિશ્વભરમાં અભિયાન ચલાવી રહેલા ડો. જ્યોર્જ વિટમેયરે એવું રિસર્ચ કર્યું હતું કે, હાથી એકબીજાને નામથી બોલાવે છે. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં હાથીએ કેમ દોડાદોડી કરી, તેના એક એક વીડિયોની છણાવટ ડો. જ્યોર્જ વિટમેયરે કરી હતી. ડો. જ્યોર્જે ઈમેલ દ્વારા દિવ્ય ભાસ્કર સાથે સંવાદ કર્યો હતો અને એવું તારણ આપ્યું હતું કે, હાથી ગુસ્સે નહોતા થયા. તે ભયભિત હતા. હાથી ધ્યાન રાખતા હતા કે, કોઈ માણસ કચડાઈ ન જાય
ડો. જ્યોર્જ વિટમેટરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મેં વીડિયો જોયા. મારું તારણ એવું છે કે મને હાથીઓ ગુસ્સે નથી લાગતા, પરંતુ વધુ ડરેલા લાગે છે. આસપાસનો કોલાહલ એટલો છે કે ડરેલા હાથી એ વિસ્તારમાંથી શાંત જગ્યાએ ચાલ્યા જવા માગે છે. પહેલા કેટલાક વિડીયોમાં, એવું લાગે છે કે હાથીઓ અવાજથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ ગુસ્સે નથી કારણ કે તેઓ કોઈને મારતા નથી અથવા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતા નથી. બાકી, દોડી રહેલા હાથી પાસે લોકોને મારવાની પૂરતી તક હોય છે. વીડિયોમાં દેખાય છે કે જ્યારે દોડતા હાથીને રોકવામાં આવે છે અને ફેરવવામાં આવે છે, ત્યારે તે કોઈને મારવાનો પ્રયાસ કરતો નથી. તો, તેની સાથે રહેલા બીજા હાથીઓ પણ કોઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતા નથી. એક વીડિયોમાં મેં જોયું કે, તણાવપૂર્ણ માહોલ થઈ જાય છે ત્યારે હાથીઓ એક જગ્યાએ એકબીજા પર નજર રાખવા ભેગા થઈ જાય છે. આ હાથીની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. પછી તેઓ બંધિયાર વિસ્તારમાંથી બહાર નીકળવા માટે પ્લાન બનાવે છે અને એક ગલીમાંથી નીકળીને ભાગી શકાશે એવો ખ્યાલ આવતાં તે એ ગલી તરફ દોટ મૂકે છે. ત્યારે લોકો ભાગાભાગી કરે છે પણ હાથી લોકોના ટોળાં તરફ દોડતા નથી. એનો ઈરાદો કોઈને હર્ટ કરવાનો નથી. એને તો બસ અહીંયાથી નીકળવું છે. સામાન્ય રીતે જોઈએ તો દરેકને એવું લાગે કે હાથી ગુસ્સે હતા. પણ એ ગુસ્સે નહોતા. વધારે ડરેલા અને પરેશાન હતા. એટલે ત્યાંથી ભાગી જવાનો જ પ્રયાસ કરતા હતા.
ડો. જ્યોર્જ વિટમેટરે કહ્યું કે, મને લાગે છે કે આ હાથીઓ વારંવાર લોકોની આસપાસ હોય છે અને તેથી તેઓ કોઈને કચડી ન નાખે અથવા ગંભીર રીતે ઘાયલ ન થાય તેની કાળજી લેતા હતા. ગુસ્સે થયેલા હાથી તેની સૂંઢથી માણસને મારી શકે છે, જે આ હાથીઓ પાસે પુષ્કળ તક હતી. ગુસ્સે થયેલા હાથીઓ પણ લોકોના શરીરમાં પોતાના દાંત ખૂંચાડે છે, માણસને સૂંઢમાં ઉપાડીને પછાડતા હોય છે. અહીંયા આ હાથીઓએ એવું નહોતું કર્યું. આમાંથી કોઈપણ હાથીએ તેમ કરવાનો પ્રયાસ કર્યો નથી. શ્રદ્ધાના નામે પ્રાણીઓ પર માનસિક અત્યાયાર
એલિફન્ટ રિસર્ચર ડો. જ્યોર્જ વિટમેટરે જે તારણ આપ્યું તેના પરથી લાગે છે કે, આપણે આપણા મનોરંજન માટે, શ્રદ્ધાના નામે પ્રાણીઓ પર માનસિક અત્યાચાર કરીએ છીએ. એકસાથે 17 હાથી. એ પણ એવી જગ્યાએ જ્યાં બહુ સંકડાશ છે. માત્ર અમદાવાદની જગન્નાથની યાત્રાની વાત નથી. કોઈપણ ધાર્મિક મેળાવડામાં હાથી, ઘોડાનો ઉપયોગ, લગ્નમાં ઘોડાને પલંગ પર ઊંચા કરીને નચાવવા આ બધી પ્રવૃત્તિ એનિમલ ક્રૂઅલ્ટી એક્ટ-1972 હેઠળ જ આવે છે. છતાં આપણે ત્યાં બધું ચાલે છે ને ચલાવી લેવામાં આવે છે. હકીકતે જે રીતે સર્કસમાં હાથીના કરતબો બંધ કરી દીધા તેમ આ પ્રકારની રથયાત્રા કે મેળાવડામાં હાથી, ઘોડા જેવા પ્રાણીઓને સામેલ કરવાનું પણ બંધ થવું જોઈએ. કોણ છે રિસર્ચર ડો. જ્યોર્જ વિટમેયર?
પ્રોફેસર ડો. જ્યોર્જ વિયમેયર અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિશ, વાઈલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન બાયોલોજીના હેડ છે. અત્યારે વિશ્વમાં જીવસૃષ્ટિ ખતરામાં છે. તેનું સંરક્ષણ કેવી રીતે કરવું, જીવસૃષ્ટિ, વન્ય સૃષ્ટિ પર માણસોથી ખતરો કેવી રીતે ઓછો થાય, તેના પર તે કામ કરી રહ્યા છે. વન્ય જીવો પર ક્લાઈમેટ ચેન્જની અસર, તેના વર્તનમાં પરિવર્તન જેવી બાબતો પર પણ તેમનું કામ ચાલે છે. કેન્યામાં ‘સેવ ધ એલિફન્ટ’ પ્રોજેક્ટ ચાલે છે. આના માટે કેન્યા સરકારે ‘સેવ ધ એલિફન્ટ સાયન્ટિફિક બોર્ડ’ની રચના કરી છે. જેના ચેરમેન પ્રોફેસર ડો. જ્યોર્જ વિટમેયર છે. કેન્યા વાઈલ્ડ લાઈફ સર્વિસ અને IUCN સંચાલિત આફ્રિકન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રૂપમાં તે ટેક્નિકલ એડવાઈઝર પણ છે. પ્રોફેસર ડો. જ્યોર્જ વિટમેયરે કેન્યાના સંબુરૂ નેશનલ રિઝર્વમાં વિહરતા હાથીઓ પર મોનિટરિંગથી શરૂઆત કરી. અહીંથી જ હાથી પરના રિસર્ચની શરૂઆત થઈ. તેની હરકત, હલન-ચલન, ખાન-પાન, તેની લાઈફ, તેની બીમારી, આ બધા વિષયો પર ગહન અભ્યાસ શરૂ કર્યો. આ માટેની ખાસ ટીમ કામ કરી રહી છે. આ મોનિટરિંગ દરમિયાન જ જ્યોર્જ વિટમેયર અને તેની ટીમને હાથી એકબીજાને ગડગડાટીનો અવાજ કરીને બોલાવે છે, એટલે ખાસ કોલિંગ આપે છે તેના પર ધ્યાન ગયું ને એ દિશામાં રિસર્ચ શરૂ કર્યું. માતા જ બચ્ચાંનું નામ પાડી દે છે, પાળીતા હાથીઓ બબ્બે નામ યાદ રાખે છે
ડો. જ્યોર્જ વિયમેયરના રિસર્ચમાં એક વાત તો જાણવા મળી કે હાથી એકબીજાને નામથી બોલાવે છે. પણ આ નામ કેવી રીતે પાડે છે? તેના વિશે વિટમેયર કહે છે કે, અમારું માનવું છે કે હાથીનું બચ્ચું (મદનિયું) જ્યારે નાનું હોય છે ત્યારે જ તેની માતા તેનું નામ રાખે છે. પછી એ જ ઝૂંડના તમામ હાથીઓ બચ્ચાંને એ જ નામથી બોલાવવા લાગે છે. બચ્ચું મોટું થઈને હાથી બની જાય ત્યાં સુધી આ જ નામ ચાલુ રહે છે. એમ માની લો કે, બિલકુલ માણસની જેમ જ. પણ સર્કસમાં કે એલિફન્ટ સેન્ટરમાં જે હાથી હોય તેના નામ માણસોએ પાડ્યા હોય છે. એટલે હાથી એકબીજાને જે નામથી બોલાવે તે તો તે યાદ રાખે જ છે પણ માણસે જે નામ પાડ્યું હોય તે યાદ રાખીને પણ પ્રતિક્રિયા આપે છે. બીજા ગ્રુપના હાથીનો અવાજ સંભળાવ્યો તો હાથણીએ દાદ ન આપી
પ્રોફેસર ડો. જ્યોર્જ વિટમેયરની ટીમે કેન્યાના જંગલમાં આ રિસર્ચ માટે ચાર વર્ષ આપ્યા. ચાર વર્ષ દરમિયાન કેન્યાના સાંબરૂ નેશનલ રિઝર્વ અને અમ્બોસેલી નેશનલ રિઝર્વમાં હાથીઓ વચ્ચે ગાળ્યા તે દરમિયાન વિટમેયરની ટીમે દરેક હાથીના નામ પાડ્યા હતા. દરેક ગ્રુપની ઓળખ કરી હતી. માનો કે, હાથીનું એક ગ્રુપ હોય. તેમાં પંદર હાથી છે. તે પંદર હાથીને એકબીજાના નામની ખબર છે અને તે રીતે જ બોલાવે છે. પણ આ જ જંગલમાં હાથીનું બીજું ગ્રુપ છે. તેને પહેલા ગ્રુપના હાથીઓના નામ ખબર નથી. તેને પોતાના જ ગ્રુપના હાથીઓના નામ ખબર છે. વિટમેયરની ટીમે પ્રયોગ કર્યો કે, એક ગ્રુપના હાથીનો અવાજ માઈક્રોફોનમાં રેકોર્ડ કર્યો. પછી બીજા ગ્રુપના હાથીનો અવાજ પણ રેકોર્ડ કર્યો. તેમણે જંગલમાં હાથણી પાસે સ્પીકર ગોઠવ્યું. તેમાં વારાફરતી બંને હાથીઓના અવાજ પ્લે કર્યા. બીજા અલગ ગ્રુપના હાથીનો અવાજ સાંભળીને હાથણીએ દાદ ન આપી. પણ પોતાના ગ્રુપના હાથીનો અવાજ સાંભળીને તરત કાન એલર્ટ કર્યા. હવામાં હલાવ્યા ને ગડગડાટ જેવો અવાજ કર્યો. આના પરથી નક્કી થાય કે, હાથીઓ એકબીજાને નામથી બોલાવે છે. 17 હાથીના નામ પોકારતાં જ દરેક હાથી ઝડપથી સ્પીકર પાસે પહોંચી ગયા
શું એક હાથી બીજા કોઇ હાથીનો અવાજ તેના નામને સમજીને જવાબ આપી શકે છે? આ જાણવા માટે 17 હાથીઓને તે અવાજોનું રેકોર્ડિંગ સંભળાવવામાં આવ્યું, જેમાં તે હાથીઓના નામ હતા. તે પછી આ જ 17 હાથીઓને બીજું રેકોર્ડિંગ પણ સંભળાવ્યું, જેમાં કેટલાક બીજા ગ્રુપના હાથીઓના નામ હતા. બે અલગ-અલગ દિવસે કરવામાં આવેલા આ પ્રયોગમાં તફાવત જોવા મળ્યો. જ્યારે હાથીઓએ પોતાના નામ સાંભળ્યા, ત્યારે તે ખૂબ જ ઓછા સમયમાં અવાજના સોર્સ સુધી પહોંચી ગયા. આ સોર્સ હકીકતમાં સ્પીકર હતા, જેમાંથી અવાજ નીકળતો હતો. હાથીઓ પણ તેમના નામના અવાજના જવાબમાં ઝડપથી અવાજ કરે છે. દરેક હાથી 128 સેકન્ડ પહેલાં સ્પીકર પર પહોંચ્યો, 87 સેકન્ડ વહેલો જવાબ આપ્યો અને સરેરાશ 2.3 ગણો મોટો અવાજ કર્યો.

​બધાને યાદ હશે, બરાબર એક વર્ષ પહેલાં અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના પ્રોફેસર અને હાથીને બચાવવા વિશ્વભરમાં અભિયાન ચલાવી રહેલા ડો. જ્યોર્જ વિટમેયરે એવું રિસર્ચ કર્યું હતું કે, હાથી એકબીજાને નામથી બોલાવે છે. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં હાથીએ કેમ દોડાદોડી કરી, તેના એક એક વીડિયોની છણાવટ ડો. જ્યોર્જ વિટમેયરે કરી હતી. ડો. જ્યોર્જે ઈમેલ દ્વારા દિવ્ય ભાસ્કર સાથે સંવાદ કર્યો હતો અને એવું તારણ આપ્યું હતું કે, હાથી ગુસ્સે નહોતા થયા. તે ભયભિત હતા. હાથી ધ્યાન રાખતા હતા કે, કોઈ માણસ કચડાઈ ન જાય

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *