P24 News Gujarat

હૃતિક સાથે તુલના પર અભિષેક બચ્ચને મૌન તોડ્યું:કહ્યું, ‘કલાકારોની સરખામણી કરવી કળાનો અનાદર, તે અદ્ભુત એક્ટર છે’

અભિષેક બચ્ચન અને હૃતિક રોશને વર્ષ 2000માં સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. હૃતિકની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ બ્લોકબસ્ટર બની હતી, જ્યારે અભિષેક અને કરીનાની ફિલ્મ ‘રેફ્યુજી’ ફ્લોપ ગઈ હતી. હવે એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે હૃતિક સાથેની સરખામણી વિશે વાત કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં અભિષેક બચ્ચનને પૂછવામાં આવ્યું કે શું તેમને ક્યારેય હૃતિક રોશન સાથે એક જ સમયે ડેબ્યૂ કરવા બદલ ઈર્ષ્યા થઈ છે? તેના જવાબમાં અભિષેકે કહ્યું, ‘હા, અમારી સરખામણી કરવામાં આવી હતી પરંતુ એક નવા કલાકાર તરીકે, મને ક્યારેય ઈર્ષ્યા થઈ નથી.’ મેં ક્યારેય તેને એ દૃષ્ટિકોણથી જોયું નથી, કારણ કે મેં ક્યારેય કોઈને મારા હરીફ માન્યા નથી અને હું આ વાતનો ઘમંડ નથી કરતો, પણ આ વિચારીને કહી રહ્યો છું કે, હું જે કરું છું, તે બીજું કોઈ નથી કરી શકતું અને જે તમે કરી શકો છો, તે હું નથી કરી શકતો, કારણ કે હું જેવો છું તેવું બીજું કોઈ ન થઈ શકે. કલાકારોની તુલના કરવા મને યોગ્ય નથી લાગતી, કારણ કે આ કળાની વિરૂદ્ધ છે. હવે તમને કોણ ગમે છે, તે તમારી પોતાની પસંદગી છે.’ અભિષેકે આગળ કહ્યું, ‘હું આનું ઉદાહરણ કળાથી આપું છું. મારા બે પ્રિય ચિત્રકારો સુભાષ આવચટ અને પરેશ મૈતી છે. હું બંનેને ખૂબ પસંદ કરું છું પણ એ કહેવું મુશ્કેલ છે કે બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે, કારણ કે કળા દરેકના પોતાના દૃષ્ટિકોણનો વિષય છે. કોઈ વ્યક્તિને એક કલાકાર વધુ પસંદ આવી શકે છે પણ એવું ન કહી શકાય કે તે બીજાથી વધુ શ્રેષ્ઠ છે. એવું કહેવું તેમના અલગ અલગ કામ અને શૈલીનો અનાદર થશે. આ જ વાત કલાકારોને પણ લાગુ પડે છે.’ હૃતિકની પ્રશંસા કરતા અભિષેકે કહ્યું, ‘હૃતિક એક અદ્ભુત એક્ટર છે અને મારો સારો મિત્ર પણ છે. મને ખરેખર આનંદ છે કે, તેણે અત્યાર સુધી જે કંઈ પ્રાપ્ત કર્યું છે અને ભવિષ્યમાં તે જે કંઈ કરી રહ્યો છે તે પ્રશંસનીય છે પરંતુ તેનાથી પણ વધુ, મને તે એક માણસ તરીકે ગમે છે.’

​અભિષેક બચ્ચન અને હૃતિક રોશને વર્ષ 2000માં સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. હૃતિકની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ બ્લોકબસ્ટર બની હતી, જ્યારે અભિષેક અને કરીનાની ફિલ્મ ‘રેફ્યુજી’ ફ્લોપ ગઈ હતી. હવે એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે હૃતિક સાથેની સરખામણી વિશે વાત કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં અભિષેક બચ્ચનને પૂછવામાં આવ્યું કે શું તેમને ક્યારેય હૃતિક રોશન સાથે એક જ સમયે ડેબ્યૂ કરવા બદલ ઈર્ષ્યા થઈ છે? તેના જવાબમાં અભિષેકે કહ્યું, ‘હા, અમારી સરખામણી કરવામાં આવી હતી પરંતુ એક નવા કલાકાર તરીકે, મને ક્યારેય ઈર્ષ્યા થઈ નથી.’ મેં ક્યારેય તેને એ દૃષ્ટિકોણથી જોયું નથી, કારણ કે મેં ક્યારેય કોઈને મારા હરીફ માન્યા નથી અને હું આ વાતનો ઘમંડ નથી કરતો, પણ આ વિચારીને કહી રહ્યો છું કે, હું જે કરું છું, તે બીજું કોઈ નથી કરી શકતું અને જે તમે કરી શકો છો, તે હું નથી કરી શકતો, કારણ કે હું જેવો છું તેવું બીજું કોઈ ન થઈ શકે. કલાકારોની તુલના કરવા મને યોગ્ય નથી લાગતી, કારણ કે આ કળાની વિરૂદ્ધ છે. હવે તમને કોણ ગમે છે, તે તમારી પોતાની પસંદગી છે.’ અભિષેકે આગળ કહ્યું, ‘હું આનું ઉદાહરણ કળાથી આપું છું. મારા બે પ્રિય ચિત્રકારો સુભાષ આવચટ અને પરેશ મૈતી છે. હું બંનેને ખૂબ પસંદ કરું છું પણ એ કહેવું મુશ્કેલ છે કે બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે, કારણ કે કળા દરેકના પોતાના દૃષ્ટિકોણનો વિષય છે. કોઈ વ્યક્તિને એક કલાકાર વધુ પસંદ આવી શકે છે પણ એવું ન કહી શકાય કે તે બીજાથી વધુ શ્રેષ્ઠ છે. એવું કહેવું તેમના અલગ અલગ કામ અને શૈલીનો અનાદર થશે. આ જ વાત કલાકારોને પણ લાગુ પડે છે.’ હૃતિકની પ્રશંસા કરતા અભિષેકે કહ્યું, ‘હૃતિક એક અદ્ભુત એક્ટર છે અને મારો સારો મિત્ર પણ છે. મને ખરેખર આનંદ છે કે, તેણે અત્યાર સુધી જે કંઈ પ્રાપ્ત કર્યું છે અને ભવિષ્યમાં તે જે કંઈ કરી રહ્યો છે તે પ્રશંસનીય છે પરંતુ તેનાથી પણ વધુ, મને તે એક માણસ તરીકે ગમે છે.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *