બાર્બાડોસમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 159 રનથી હરાવ્યું. જોશ હેઝલવુડની 5 વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 141 રનમાં ઓલઆઉટ કરી દીધું. નાથન લાયને દિવસના છેલ્લા બે બોલ પર સતત 2 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 310 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 310 રન બનાવ્યા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ પ્રથમ દાવમાં ફક્ત 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટ્રેવિસ હેડે બંને દાવમાં અડધી સદી ફટકારી. તેણે પ્રથમ દાવમાં 59 અને બીજા દાવમાં 50 રન બનાવ્યા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી હેડ ઉપરાંત, બીજી ઇનિંગમાં એલેક્સ કેરીએ 65 રન અને બ્યુ વેબસ્ટરે 63 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝના શમર જોસેફે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી. બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝના 7 ખેલાડીઓ બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં
વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ઇનિંગમાં 190 રન બનાવ્યા હતા. ટીમને 10 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ કેરેબિયન ટીમને 301 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઈન્ડીઝના 7 ખેલાડીઓ બે આંકડાના રન બનાવી શક્યા ન હતા અને ટીમ 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. છેલ્લી વિકેટ માટે, શમર જોસેફ (44 રન) અને જસ્ટિન ગ્રીવ્સ (અણનમ 38 રન)એ 55 રનની ભાગીદારી કરી. ઓસ્ટ્રેલિયા માટે જોશ હેઝલવુડે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી. તેમના સિવાય નાથન લાયને 2 વિકેટ લીધી, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કને એક-એક વિકેટ મળી.