P24 News Gujarat

શ્રીદેવી, કેકે, સિદ્ધાર્થ શુક્લા અને હવે શેફાલી જરીવાલા:યુવાન દેખાવાની ઘેલછા, સ્ટારડમનું પ્રેશર, કે સુંદરતાના જોખમી શોર્ટકટ; સ્ટારડમની ડાર્ક સાઇડમાં હજુ કેટલા હોમાશે?

જૂન 27, 2025ની મોડી રાત્રે બોલિવૂડ અને ઇન્ડિપોપના શોખીનોને એક જબરદસ્ત ઝટકો લાગ્યો. ‘કાંટા લગા’ ગીતના રિમિક્સ વીડિયોથી રાતોરાત લોકપ્રિય થઇ જનાર ગુજરાતી મોડલ અને એક્ટ્રેસ તથા ‘બિગ બોસ-13’ની સ્પર્ધક શેફાલી જરીવાલા માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન પામી. પ્રાથમિક રિપોર્ટ્સ અનુસાર તેનું મૃત્યુ હાર્ટ અટેકથી થયું હોવાનું જણાવાઇ રહ્યું છે. શેફાલી તેની અપ્રતીમ સુંદરતા, બિનધાસ્ત અદાઓ અને દિલકશ ડાન્સથી જાણીતી હતી. તેમના અકાળ અવસાનથી ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ફરી પાછો એક ચર્ચાને જન્મ આપ્યો છે કે શા માટે આટલા યુવાન અને દેખીતી રીતે સ્વસ્થ સેલિબ્રિટીઓ અચાનક હૃદયરોગનો શિકાર બની રહ્યા છે? શેફાલીનું મૃત્યુ નાની ઉંમરે અકાળે મૃત્યુ પામતી સેલિબ્રિટિઝના લિસ્ટમાં વધુ એક ઉમેરો છે. તેમનાં મૃત્યુને કુદરતી મોત તરીકે ખપાવીને તેના પર સમયની ધૂળ નાખી દેવામાં આવી છે, પરંતુ છાશવારે બનતી આવી ઘટનાઓ ફરી ફરીને શંકાઓ ઊભી કરે છે. આવો, અકાળે નાની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દેનારી સેલિબ્રિટીઓ અને તેમનાં સંભવિત કારણ વિશે જાણીએ. શેફાલી જરીવાલા
ઉંમર: 42
મૃત્યુ તારીખ: જૂન 27, 2025
વિગતો: ગુજરાતી પરિવારમાં જન્મેલી અને આણંદમાં IT એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારી શેફાલીનું 2002માં આવેલું ‘કાંટા લગા’ રિમિક્સ ગીતે એક સનસનાટી મચાવી હતી. જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. ‘કાંટા લગા’ની સફળતા બાદ શેફાલીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તેણે 2004માં ‘મુજસે શાદી કરોગી’ ફિલ્મમાં એક નાની ભૂમિકા ભજવી, જેમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ હતા. આ ઉપરાંત તેણે ઘણા મ્યુઝિક વીડિયો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું. તે રિયાલિટી શો ‘બિગ બોસ’ની 13મી સિઝનમાં પણ જોવા મળી.
***
સિદ્ધાર્થ શુક્લા
ઉંમર: 40
મૃત્યુ તારીખ: સપ્ટેમ્બર 2, 2021
વિગતો: બાલિકા વધુ અને બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા એક ફિટનેસ આઈકોન હતો. રાત્રે દવાઓ લઇને સૂઇ ગયા બાદ સિદ્ધાર્થને અચાનક હૃદયરોગનો હુમલો થયો અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું અવસાન થયું. TV પર ‘બાલિકા વધુ’ જેવી સિરિયલોમાં દેખાયેલા સિદ્ધાર્થે ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લાખો દિલોનો ચહેતો સિદ્ધાર્થ શુક્લા પોતાની ફિટનેસ માટે જાણીતો હતો અને તેના અવસાને ચાહકોમાં અનેક તર્ક-વિતર્કો ઉભા કર્યા હતા, જેના જવાબો આજદિન સુધી મળ્યા નથી.
***
શ્રીદેવી
ઉંમર: 54
મૃત્યુ તારીખ: ફેબ્રુઆરી 24, 2018
વિગતો: બોલિવૂડની આઇકોનિક અભિનેત્રી શ્રીદેવીનું દુબઈમાં અકસ્માતે ડૂબવાથી મૃત્યુ થયું. જોકે શરૂઆતમાં તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની વાતો વહેતી થઇ હતી. પરંતુ સત્તાવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હૃદયરોગનો ઉલ્લેખ નથી. ‘ચાંદની’, ‘લમ્હેં, ‘સદમા’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘ખુદા ગવાહ’, ‘જુદાઇ’, ‘નગીના’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ જેવી ફિલ્મોએ તેમને ભારતીય સિનેમાની લેજન્ડરી એક્ટ્રેસ બનાવી દીધી. શ્રીદેવીનું આકસ્મિક મૃત્યુ બાથટબમાં ડૂબવાથી થયું હોવાની થિયરીને સત્તાવાર માન્યતા મળી હોવા છતાં છેલ્લાં વર્ષોમાં તેની કથળેલી શારીરિક સ્થિતિ, ક્રેશ ડાયટિંગ, અને અમુક દવાઓના ઓવરડોઝ વગેરેએ તેના નિધનમાં ભાગ ભજવ્યો હોવાની વાતોએ પણ ખૂબ ચર્ચા જગાવી હતી, જેના પર આજદિન સુધી પૂર્ણવિરામ મુકાયું નથી.
***
રાજુ શ્રીવાસ્તવ
ઉંમર: 58
મૃત્યુ તારીખ: સપ્ટેમ્બર 21, 2022
વિગતો: પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવને જિમમાં વર્કઆઉટ દરમિયાન હૃદયરોગનો હુમલો થયો અને 40 દિવસથી વધુ હોસ્પિટલમાં રહ્યા પછી તેમનું મૃત્યુ થયું હતું. રાજુ શ્રીવાસ્તવ ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી ઘરેઘરમાં જાણીતા બન્યા હતા અને સૌથી વધુ વ્યસ્ત તથા સૌથી વધુ કમાણી કરતા સ્ટેન્ડ અપ કોમેડિયન હતા. તે અગાઉ તેમણે ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’ જેવી ફિલ્મોમાં હળવી ભૂમિકાઓ ભજવી હતી.
***
કેકે (કૃષ્ણકુમાર કુન્નથ)
ઉંમર: 46
મૃત્યુ તારીખ: મે 31, 2022
વિગતો: પ્રખ્યાત પ્લેબેક સિંગર કેકે કોલકાતામાં એક પર્ફોર્મન્સ કર્યા પછી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદને પગલે બેહોશ થઇ ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલે લઇ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ હાર્ટઅટેકથી થયું હોવાનું જાહેર કરાયું. એકવીસમી સદીના સૌથી લોકપ્રિય ગાયકોમાંના એક એવા કેકેના અચાનક અવસાનથી તેમના કરોડો ચાહકોને પ્રચંડ આઘાત લાગ્યો હતો. આટલા ફિટ અને એનર્જીથી ભરપૂર પર્ફોર્મન્સ આપતા સિંગરને આ રીતે અચાનક હાર્ટ અટેક કેવી રીતે આવી શકે તે ચાહકો આજે પણ સમજી શક્યા નથી. કેકે ‘તડપ તડપ’ (હમ દિલ દે ચુકે સનમ), ‘તુ હી મેરી શબ હૈ’ (ગેંગસ્ટર), ક્યા મુઝે પ્યાર હૈ’ (વો લમ્હેં), ‘આંખોં મેં તેરી અજબ સી’ (ઓમ શાંતિ ઓમ), ‘તુ જો મિલા’ (બજરંગી ભાઇજાન), ‘ઝરા સી દિલ મેં’ (જન્નત), ‘યારોં દોસ્તી’ (પલ- આલ્બમ) જેવાં અનેક ગીતોએ તેમને અમર બનાવ્યા.
***
રાજ કૌશલ
ઉંમર: 49
મૃત્યુ તારીખ: જૂન 30, 2021
વિગતો: ફિલ્મ નિર્દેશક અને નિર્માતા રાજ કૌશલ, જે અભિનેત્રી મંદિરા બેદીના પતિ હતા, તેમના ઘરે અચાનક હૃદયરોગનો હુમલો થયો અને તેઓ મૃત્યુ પામ્યા. તેમનું અવસાન ઈન્ડસ્ટ્રી માટે આઘાતજનક હતું, કારણ કે તેઓ દેખીતી રીતે સ્વસ્થ હતા. તેમને પણ ઘરમાં ટ્રેડમિલ પર એક્સર્સાઇઝ કરતી વખતે હાર્ટ અટેક આવ્યો હતો. રાજ કૌશલે ‘પ્યાર મેં કભી કભી’ અને ‘માય બ્રધર… નિખિલ’ જેવી ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ કર્યું, જે ઇમોશનલ અને હોમોસેક્સ્યુઆલિટી જેવા સામાજિક મુદ્દાઓ પર આધારિત હતી.
***
પુનીત રાજકુમાર
ઉંમર: 46
મૃત્યુ તારીખ: ઓક્ટોબર 29, 2021
વિગતો: કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પુનીત જિમમાં વર્કઆઉટ દરમિયાન હૃદયરોગનો ભોગ બન્યા. હોસ્પિટલમાં સારવાર હોવા છતાં તેમને બચાવી શકાયા નહીં. ‘અપ્પુ’ અને ‘યુવરથના’ જેવી ફિલ્મો અને તેમનાં ચેરિટી વર્ક માટે તેમને યાદ કરવામાં આવે છે.
***
ઇન્દર કુમાર
ઉંમર: 43
મૃત્યુ તારીખ: જુલાઈ 28, 2017
વિગતો: ‘માસૂમ’ અને ‘ઘૂંઘટ’ જેવી ફિલ્મોથી રાતોરાત છવાઇ જનારા બોલિવૂડના અભિનેતા ઇન્દર કુમારને અંધેરી, મુંબઈમાં પોતાના ઘરે રાત્રે સાડા બાર વાગ્યે કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ સવારે ચાર વાગ્યે તેમને મૃત જાહેર કરાયા હતા. તેમના નામે ‘કહીં પ્યાર ના હો જાયે’, ‘ગજ ગામિની’, ‘માં તૂઝે સલામ’, ‘વૉન્ટેડ’, ‘તુમો ના ભૂલ પાયેંગે’ જેવી ફિલ્મો બોલતી હતી.
***
નિતેશ પાંડે
ઉંમર: 51
મૃત્યુ તારીખ: મે 23, 2023
વિગતો: ‘અનુપમા’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવા પ્રોજેક્ટ્સમાં જાણીતા નિતેશ પાંડે મહારાષ્ટ્રના ઇગતપુરી ખાતે આવેલી એક હોટેલમાં હૃદયરોગથી મૃત્યુ પામ્યા હતા. તેમણે ‘બધાઇ દો’, ‘રંગૂન’, ‘મદારી’, ‘હંટર’, ‘દબંગ-2’, ‘ખોસલા કા ઘોસલા’, ‘મેરે યાર કી શાદી હૈ’ જેવી ફિલ્મો તથા ‘સાયા’, ‘અસ્તિત્વ-એક પ્રેમ કહાની’ જેવી અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું.
***
ચિરંજીવી સરજા
ઉંમર: 35
મૃત્યુ તારીખ: જૂન 7, 2020
વિગતો: કન્નડ ફિલ્મોના યુવા અભિનેતા ચિરંજીવી બેંગલુરુમાં હૃદયરોગથી મૃત્યુ પામ્યા, જે ઈન્ડસ્ટ્રી માટે મોટો આઘાત હતો. ‘અમ્મા આઈ લવ યુ’ અને ‘સિંઘા’ જેવી ફિલ્મોએ તેમને લોકપ્રિય બનાવ્યા.
***
દીપેશ ભાન
ઉંમર: 41
મૃત્યુ તારીખ: જુલાઈ 23, 2022
વિગતો: ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાનની ભૂમિકા માટે જાણીતા દીપેશ ક્રિકેટ રમતી વખતે હૃદયરોગથી ઢળી પડ્યા. ટેલિવિઝનના હાસ્ય કલાકાર તરીકે તેમની ભૂમિકાઓ ખૂબ પ્રિય હતી.
***
આરતી અગ્રવાલ
ઉંમર: 31
મૃત્યુ તારીખ: જૂન 6, 2015
વિગતો: તેલુગુ ફિલ્મોની અભિનેત્રી આરતી અમેરિકામાં લાઇપોસક્શન પ્રક્રિયા પછીના હૃદયરોગથી મૃત્યુ પામી. ‘નુવ્વુ નાકુ નચવ’ અને ‘ઇન્દ્રા’ જેવી ફિલ્મોએ તેમને દક્ષિણ ભારતમાં લોકપ્રિય બનાવી હતી.
***
વિવેક
ઉંમર: 48
મૃત્યુ તારીખ: એપ્રિલ 17, 2021
વિગતો: તમિળ ફિલ્મોના પ્રખ્યાત હાસ્ય કલાકાર વિવેક ચેન્નઈમાં હૃદયરોગથી મૃત્યુ પામ્યા હતા. તેમનું મૃત્યુ કોવિડ-19 રસી લીધા પછીના દિવસે થયું, જેના પર ઘણી ચર્ચા થઈ, પરંતુ તેની સીધી સંબંધિતતા સાબિત થઈ નહીં. ‘રન’ અને ‘શિવાજી’ જેવી 200થી વધુ તમિળ ફિલ્મો કરનારા વિવેકનું સામાજિક કાર્યોમાં યોગદાન પણ જાણીતું હતું. નાની વયે સેલેબ્સ હાર્ટ અટેકથી મૃત્યુ કેમ પામે છે?
આ યુવા સેલિબ્રિટીઓના અચાનક હૃદયરોગથી થતાં મૃત્યુએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. નીચે કેટલાક સંભવિત કારણોની ચર્ચા કરવામાં આવી છે, જે આધુનિક જીવનશૈલી, તબીબી પરિબળો અને સામાજિક દબાણ સાથે સંકળાયેલા છે: યુવાનો માટે વૉર્નિંગ
શેફાલી જરીવાલાનું દુઃખદ આકસ્મિક અવસાન સિદ્ધાર્થ શુક્લા, શ્રીદેવી, રાજુ શ્રીવાસ્તવ, પુનીત રાજકુમાર, ચિરંજીવી સરજા, કેકે, દીપેશ ભાન, આરતી અગ્રવાલ, ઇન્દર કુમાર, વિવેક, અને રાજ કૌશલ જેવા પ્રતિભાશાળી કલાકારોના લિસ્ટમાં વધુ એક ઉમેરો છે, જેમણે યુવાનીમાં જ હાર્ટ અટેકથી જીવન ગુમાવ્યું. આ દુઃખદ ઘટનાઓ આપણા સૌ માટે પણ એક ચેતવણી છે: નિયમિત હૃદયની તપાસ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી આવશ્યક છે.

​જૂન 27, 2025ની મોડી રાત્રે બોલિવૂડ અને ઇન્ડિપોપના શોખીનોને એક જબરદસ્ત ઝટકો લાગ્યો. ‘કાંટા લગા’ ગીતના રિમિક્સ વીડિયોથી રાતોરાત લોકપ્રિય થઇ જનાર ગુજરાતી મોડલ અને એક્ટ્રેસ તથા ‘બિગ બોસ-13’ની સ્પર્ધક શેફાલી જરીવાલા માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન પામી. પ્રાથમિક રિપોર્ટ્સ અનુસાર તેનું મૃત્યુ હાર્ટ અટેકથી થયું હોવાનું જણાવાઇ રહ્યું છે. શેફાલી તેની અપ્રતીમ સુંદરતા, બિનધાસ્ત અદાઓ અને દિલકશ ડાન્સથી જાણીતી હતી. તેમના અકાળ અવસાનથી ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ફરી પાછો એક ચર્ચાને જન્મ આપ્યો છે કે શા માટે આટલા યુવાન અને દેખીતી રીતે સ્વસ્થ સેલિબ્રિટીઓ અચાનક હૃદયરોગનો શિકાર બની રહ્યા છે? શેફાલીનું મૃત્યુ નાની ઉંમરે અકાળે મૃત્યુ પામતી સેલિબ્રિટિઝના લિસ્ટમાં વધુ એક ઉમેરો છે. તેમનાં મૃત્યુને કુદરતી મોત તરીકે ખપાવીને તેના પર સમયની ધૂળ નાખી દેવામાં આવી છે, પરંતુ છાશવારે બનતી આવી ઘટનાઓ ફરી ફરીને શંકાઓ ઊભી કરે છે. આવો, અકાળે નાની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દેનારી સેલિબ્રિટીઓ અને તેમનાં સંભવિત કારણ વિશે જાણીએ. શેફાલી જરીવાલા
ઉંમર: 42
મૃત્યુ તારીખ: જૂન 27, 2025
વિગતો: ગુજરાતી પરિવારમાં જન્મેલી અને આણંદમાં IT એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારી શેફાલીનું 2002માં આવેલું ‘કાંટા લગા’ રિમિક્સ ગીતે એક સનસનાટી મચાવી હતી. જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. ‘કાંટા લગા’ની સફળતા બાદ શેફાલીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તેણે 2004માં ‘મુજસે શાદી કરોગી’ ફિલ્મમાં એક નાની ભૂમિકા ભજવી, જેમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ હતા. આ ઉપરાંત તેણે ઘણા મ્યુઝિક વીડિયો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું. તે રિયાલિટી શો ‘બિગ બોસ’ની 13મી સિઝનમાં પણ જોવા મળી.
***
સિદ્ધાર્થ શુક્લા
ઉંમર: 40
મૃત્યુ તારીખ: સપ્ટેમ્બર 2, 2021
વિગતો: બાલિકા વધુ અને બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા એક ફિટનેસ આઈકોન હતો. રાત્રે દવાઓ લઇને સૂઇ ગયા બાદ સિદ્ધાર્થને અચાનક હૃદયરોગનો હુમલો થયો અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું અવસાન થયું. TV પર ‘બાલિકા વધુ’ જેવી સિરિયલોમાં દેખાયેલા સિદ્ધાર્થે ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લાખો દિલોનો ચહેતો સિદ્ધાર્થ શુક્લા પોતાની ફિટનેસ માટે જાણીતો હતો અને તેના અવસાને ચાહકોમાં અનેક તર્ક-વિતર્કો ઉભા કર્યા હતા, જેના જવાબો આજદિન સુધી મળ્યા નથી.
***
શ્રીદેવી
ઉંમર: 54
મૃત્યુ તારીખ: ફેબ્રુઆરી 24, 2018
વિગતો: બોલિવૂડની આઇકોનિક અભિનેત્રી શ્રીદેવીનું દુબઈમાં અકસ્માતે ડૂબવાથી મૃત્યુ થયું. જોકે શરૂઆતમાં તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની વાતો વહેતી થઇ હતી. પરંતુ સત્તાવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હૃદયરોગનો ઉલ્લેખ નથી. ‘ચાંદની’, ‘લમ્હેં, ‘સદમા’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘ખુદા ગવાહ’, ‘જુદાઇ’, ‘નગીના’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ જેવી ફિલ્મોએ તેમને ભારતીય સિનેમાની લેજન્ડરી એક્ટ્રેસ બનાવી દીધી. શ્રીદેવીનું આકસ્મિક મૃત્યુ બાથટબમાં ડૂબવાથી થયું હોવાની થિયરીને સત્તાવાર માન્યતા મળી હોવા છતાં છેલ્લાં વર્ષોમાં તેની કથળેલી શારીરિક સ્થિતિ, ક્રેશ ડાયટિંગ, અને અમુક દવાઓના ઓવરડોઝ વગેરેએ તેના નિધનમાં ભાગ ભજવ્યો હોવાની વાતોએ પણ ખૂબ ચર્ચા જગાવી હતી, જેના પર આજદિન સુધી પૂર્ણવિરામ મુકાયું નથી.
***
રાજુ શ્રીવાસ્તવ
ઉંમર: 58
મૃત્યુ તારીખ: સપ્ટેમ્બર 21, 2022
વિગતો: પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવને જિમમાં વર્કઆઉટ દરમિયાન હૃદયરોગનો હુમલો થયો અને 40 દિવસથી વધુ હોસ્પિટલમાં રહ્યા પછી તેમનું મૃત્યુ થયું હતું. રાજુ શ્રીવાસ્તવ ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી ઘરેઘરમાં જાણીતા બન્યા હતા અને સૌથી વધુ વ્યસ્ત તથા સૌથી વધુ કમાણી કરતા સ્ટેન્ડ અપ કોમેડિયન હતા. તે અગાઉ તેમણે ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’ જેવી ફિલ્મોમાં હળવી ભૂમિકાઓ ભજવી હતી.
***
કેકે (કૃષ્ણકુમાર કુન્નથ)
ઉંમર: 46
મૃત્યુ તારીખ: મે 31, 2022
વિગતો: પ્રખ્યાત પ્લેબેક સિંગર કેકે કોલકાતામાં એક પર્ફોર્મન્સ કર્યા પછી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદને પગલે બેહોશ થઇ ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલે લઇ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ હાર્ટઅટેકથી થયું હોવાનું જાહેર કરાયું. એકવીસમી સદીના સૌથી લોકપ્રિય ગાયકોમાંના એક એવા કેકેના અચાનક અવસાનથી તેમના કરોડો ચાહકોને પ્રચંડ આઘાત લાગ્યો હતો. આટલા ફિટ અને એનર્જીથી ભરપૂર પર્ફોર્મન્સ આપતા સિંગરને આ રીતે અચાનક હાર્ટ અટેક કેવી રીતે આવી શકે તે ચાહકો આજે પણ સમજી શક્યા નથી. કેકે ‘તડપ તડપ’ (હમ દિલ દે ચુકે સનમ), ‘તુ હી મેરી શબ હૈ’ (ગેંગસ્ટર), ક્યા મુઝે પ્યાર હૈ’ (વો લમ્હેં), ‘આંખોં મેં તેરી અજબ સી’ (ઓમ શાંતિ ઓમ), ‘તુ જો મિલા’ (બજરંગી ભાઇજાન), ‘ઝરા સી દિલ મેં’ (જન્નત), ‘યારોં દોસ્તી’ (પલ- આલ્બમ) જેવાં અનેક ગીતોએ તેમને અમર બનાવ્યા.
***
રાજ કૌશલ
ઉંમર: 49
મૃત્યુ તારીખ: જૂન 30, 2021
વિગતો: ફિલ્મ નિર્દેશક અને નિર્માતા રાજ કૌશલ, જે અભિનેત્રી મંદિરા બેદીના પતિ હતા, તેમના ઘરે અચાનક હૃદયરોગનો હુમલો થયો અને તેઓ મૃત્યુ પામ્યા. તેમનું અવસાન ઈન્ડસ્ટ્રી માટે આઘાતજનક હતું, કારણ કે તેઓ દેખીતી રીતે સ્વસ્થ હતા. તેમને પણ ઘરમાં ટ્રેડમિલ પર એક્સર્સાઇઝ કરતી વખતે હાર્ટ અટેક આવ્યો હતો. રાજ કૌશલે ‘પ્યાર મેં કભી કભી’ અને ‘માય બ્રધર… નિખિલ’ જેવી ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ કર્યું, જે ઇમોશનલ અને હોમોસેક્સ્યુઆલિટી જેવા સામાજિક મુદ્દાઓ પર આધારિત હતી.
***
પુનીત રાજકુમાર
ઉંમર: 46
મૃત્યુ તારીખ: ઓક્ટોબર 29, 2021
વિગતો: કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પુનીત જિમમાં વર્કઆઉટ દરમિયાન હૃદયરોગનો ભોગ બન્યા. હોસ્પિટલમાં સારવાર હોવા છતાં તેમને બચાવી શકાયા નહીં. ‘અપ્પુ’ અને ‘યુવરથના’ જેવી ફિલ્મો અને તેમનાં ચેરિટી વર્ક માટે તેમને યાદ કરવામાં આવે છે.
***
ઇન્દર કુમાર
ઉંમર: 43
મૃત્યુ તારીખ: જુલાઈ 28, 2017
વિગતો: ‘માસૂમ’ અને ‘ઘૂંઘટ’ જેવી ફિલ્મોથી રાતોરાત છવાઇ જનારા બોલિવૂડના અભિનેતા ઇન્દર કુમારને અંધેરી, મુંબઈમાં પોતાના ઘરે રાત્રે સાડા બાર વાગ્યે કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ સવારે ચાર વાગ્યે તેમને મૃત જાહેર કરાયા હતા. તેમના નામે ‘કહીં પ્યાર ના હો જાયે’, ‘ગજ ગામિની’, ‘માં તૂઝે સલામ’, ‘વૉન્ટેડ’, ‘તુમો ના ભૂલ પાયેંગે’ જેવી ફિલ્મો બોલતી હતી.
***
નિતેશ પાંડે
ઉંમર: 51
મૃત્યુ તારીખ: મે 23, 2023
વિગતો: ‘અનુપમા’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવા પ્રોજેક્ટ્સમાં જાણીતા નિતેશ પાંડે મહારાષ્ટ્રના ઇગતપુરી ખાતે આવેલી એક હોટેલમાં હૃદયરોગથી મૃત્યુ પામ્યા હતા. તેમણે ‘બધાઇ દો’, ‘રંગૂન’, ‘મદારી’, ‘હંટર’, ‘દબંગ-2’, ‘ખોસલા કા ઘોસલા’, ‘મેરે યાર કી શાદી હૈ’ જેવી ફિલ્મો તથા ‘સાયા’, ‘અસ્તિત્વ-એક પ્રેમ કહાની’ જેવી અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું.
***
ચિરંજીવી સરજા
ઉંમર: 35
મૃત્યુ તારીખ: જૂન 7, 2020
વિગતો: કન્નડ ફિલ્મોના યુવા અભિનેતા ચિરંજીવી બેંગલુરુમાં હૃદયરોગથી મૃત્યુ પામ્યા, જે ઈન્ડસ્ટ્રી માટે મોટો આઘાત હતો. ‘અમ્મા આઈ લવ યુ’ અને ‘સિંઘા’ જેવી ફિલ્મોએ તેમને લોકપ્રિય બનાવ્યા.
***
દીપેશ ભાન
ઉંમર: 41
મૃત્યુ તારીખ: જુલાઈ 23, 2022
વિગતો: ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાનની ભૂમિકા માટે જાણીતા દીપેશ ક્રિકેટ રમતી વખતે હૃદયરોગથી ઢળી પડ્યા. ટેલિવિઝનના હાસ્ય કલાકાર તરીકે તેમની ભૂમિકાઓ ખૂબ પ્રિય હતી.
***
આરતી અગ્રવાલ
ઉંમર: 31
મૃત્યુ તારીખ: જૂન 6, 2015
વિગતો: તેલુગુ ફિલ્મોની અભિનેત્રી આરતી અમેરિકામાં લાઇપોસક્શન પ્રક્રિયા પછીના હૃદયરોગથી મૃત્યુ પામી. ‘નુવ્વુ નાકુ નચવ’ અને ‘ઇન્દ્રા’ જેવી ફિલ્મોએ તેમને દક્ષિણ ભારતમાં લોકપ્રિય બનાવી હતી.
***
વિવેક
ઉંમર: 48
મૃત્યુ તારીખ: એપ્રિલ 17, 2021
વિગતો: તમિળ ફિલ્મોના પ્રખ્યાત હાસ્ય કલાકાર વિવેક ચેન્નઈમાં હૃદયરોગથી મૃત્યુ પામ્યા હતા. તેમનું મૃત્યુ કોવિડ-19 રસી લીધા પછીના દિવસે થયું, જેના પર ઘણી ચર્ચા થઈ, પરંતુ તેની સીધી સંબંધિતતા સાબિત થઈ નહીં. ‘રન’ અને ‘શિવાજી’ જેવી 200થી વધુ તમિળ ફિલ્મો કરનારા વિવેકનું સામાજિક કાર્યોમાં યોગદાન પણ જાણીતું હતું. નાની વયે સેલેબ્સ હાર્ટ અટેકથી મૃત્યુ કેમ પામે છે?
આ યુવા સેલિબ્રિટીઓના અચાનક હૃદયરોગથી થતાં મૃત્યુએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. નીચે કેટલાક સંભવિત કારણોની ચર્ચા કરવામાં આવી છે, જે આધુનિક જીવનશૈલી, તબીબી પરિબળો અને સામાજિક દબાણ સાથે સંકળાયેલા છે: યુવાનો માટે વૉર્નિંગ
શેફાલી જરીવાલાનું દુઃખદ આકસ્મિક અવસાન સિદ્ધાર્થ શુક્લા, શ્રીદેવી, રાજુ શ્રીવાસ્તવ, પુનીત રાજકુમાર, ચિરંજીવી સરજા, કેકે, દીપેશ ભાન, આરતી અગ્રવાલ, ઇન્દર કુમાર, વિવેક, અને રાજ કૌશલ જેવા પ્રતિભાશાળી કલાકારોના લિસ્ટમાં વધુ એક ઉમેરો છે, જેમણે યુવાનીમાં જ હાર્ટ અટેકથી જીવન ગુમાવ્યું. આ દુઃખદ ઘટનાઓ આપણા સૌ માટે પણ એક ચેતવણી છે: નિયમિત હૃદયની તપાસ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી આવશ્યક છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *