P24 News Gujarat

IPS પરાગ જૈન બન્યા RAWના નવા બોસ:ઓપરેશન સિંદૂરમાં મોટી ભૂમિકા ભજવી હતી, 1 જુલાઈથી કાર્યભાર સંભાળશે, બે વર્ષનો કાર્યકાળ રહેશે

ભારત સરકારે 1989 બેચના પંજાબ કેડરના IPS પરાગ જૈનને દેશની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેઓ રવિ સિંહાનું સ્થાન લેશે, જે 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે. પરાગ લાંબા સમયથી RAW સાથે સંકળાયેલા છે. તેમણે ભૂતપૂર્વ RAW ચીફ સામંત ગોયલ સાથે કામ કર્યું છે. તેઓ પાકિસ્તાન ડેસ્ક સંભાળી રહ્યા છે. તેમણે કલમ 370 હટાવવા અને બાલાકોટ એરસ્ટ્રાઇક જેવા મહત્વપૂર્ણ મિશન પર કામ કર્યું છે. પરાગ એવિએશન રિસર્ચ સેન્ટર (ARC)ના વડા પણ છે, જ્યાં તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકવાદી કેમ્પોને ઓળખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરાગ જૈને SSP ચંદીગઢ અને DIG લુધિયાણાના પદ પર પણ રહ્યા છે. પંજાબમાં તેમની ડ્યુટી દરમિયાન, તેમણે અનેક આતંકવાદ સામેના અનેક ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જૈને કેનેડા-શ્રીલંકામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. કેનેડામાં તેમની પોસ્ટિંગ દરમિયાન, તેમણે ખાલિસ્તાન તરફી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. રવિ સિંહા 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે 30 જૂન, 2023ના રોજ, છત્તીસગઢ કેડરના સીનિયર IPS અધિકારી રવિ સિંહાને ભારતની ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે તત્કાલીન RAW ચીફ સામંત કુમાર ગોયલનું સ્થાન લીધું હતું. રવિ સિન્હા બિહારના ભોજપુર જિલ્લાના વતની છે. તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. રવિએ 1988માં UPSCની પરીક્ષા પાસ કરી હતી. તેમને ભારતીય પોલીસ સેવા અધિકારી તરીકે મધ્યપ્રદેશ કેડર મળ્યો હતો. 2000માં, અટલ બિહારી વાજપેયીની સરકારે મધ્યપ્રદેશના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને છુટો પાડીને છત્તીસગઢ રાજ્ય બનાવ્યું હતું. ત્યારબાદ સિંહા છત્તીસગઢ કેડરમાં ગયા. અહેવાલો અનુસાર, IPS રવિ સિંહાને ‘ઓપરેશન મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ગુપ્ત રીતે કામ કરવા માટે જાણીતા છે. આરએન કાવ ભારતીય ગુપ્તચર એજન્સી RAWના પહેલા વડા હતા ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ની સ્થાપના 1968માં થઈ હતી. તેના પહેલા વડા આર.એન. કાવ હતા. તેમને ભારતના માસ્ટર જાસૂસ તરીકે ઓળખવામાં આવે છે. કાવએ લગભગ દસ વર્ષ (1968 થી 1977) સુધી RAWના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. 1976માં, ઇન્દિરા ગાંધીએ તેમનો કાર્યકાળ લંબાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ કાવને કેન્દ્રીય મંત્રીમંડળના સુરક્ષા સલાહકાર (ખરેખરમાં, પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પછી, તેઓ સુરક્ષા બાબતો અને વિશ્વના ગુપ્તચર વિભાગોના વડાઓ સાથે સંબંધો સ્થાપિત કરવા માટે તત્કાલીન વડા પ્રધાન (રાજીવ ગાંધી) ના ખાસ સલાહકાર તરીકે સેવા આપતા રહ્યા હતા. RAW સંબંધિત આ સમાચાર પણ વાંચો… અમેરિકાના રિપોર્ટમાં ગુપ્તચર એજન્સી RAW પર પ્રતિબંધ મૂકવાની માંગણી: ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું- આ રિપોર્ટ પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે ભારત સરકારે દેશમાં ધાર્મિક સ્વતંત્રતા અને ગુપ્ત એજન્સી RAW પર પ્રતિબંધની માંગ કરતી અમેરિકન સરકારના કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) ના રિપોર્ટને ફગાવી દીધો છે. ભારતે તેને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે USCIRF સતત વિવિધ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરે છે અને ભારતના વૈવિધ્યસભર સમાજને નબળો પાડે છે.

​ભારત સરકારે 1989 બેચના પંજાબ કેડરના IPS પરાગ જૈનને દેશની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેઓ રવિ સિંહાનું સ્થાન લેશે, જે 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે. પરાગ લાંબા સમયથી RAW સાથે સંકળાયેલા છે. તેમણે ભૂતપૂર્વ RAW ચીફ સામંત ગોયલ સાથે કામ કર્યું છે. તેઓ પાકિસ્તાન ડેસ્ક સંભાળી રહ્યા છે. તેમણે કલમ 370 હટાવવા અને બાલાકોટ એરસ્ટ્રાઇક જેવા મહત્વપૂર્ણ મિશન પર કામ કર્યું છે. પરાગ એવિએશન રિસર્ચ સેન્ટર (ARC)ના વડા પણ છે, જ્યાં તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકવાદી કેમ્પોને ઓળખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરાગ જૈને SSP ચંદીગઢ અને DIG લુધિયાણાના પદ પર પણ રહ્યા છે. પંજાબમાં તેમની ડ્યુટી દરમિયાન, તેમણે અનેક આતંકવાદ સામેના અનેક ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જૈને કેનેડા-શ્રીલંકામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. કેનેડામાં તેમની પોસ્ટિંગ દરમિયાન, તેમણે ખાલિસ્તાન તરફી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. રવિ સિંહા 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે 30 જૂન, 2023ના રોજ, છત્તીસગઢ કેડરના સીનિયર IPS અધિકારી રવિ સિંહાને ભારતની ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે તત્કાલીન RAW ચીફ સામંત કુમાર ગોયલનું સ્થાન લીધું હતું. રવિ સિન્હા બિહારના ભોજપુર જિલ્લાના વતની છે. તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. રવિએ 1988માં UPSCની પરીક્ષા પાસ કરી હતી. તેમને ભારતીય પોલીસ સેવા અધિકારી તરીકે મધ્યપ્રદેશ કેડર મળ્યો હતો. 2000માં, અટલ બિહારી વાજપેયીની સરકારે મધ્યપ્રદેશના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને છુટો પાડીને છત્તીસગઢ રાજ્ય બનાવ્યું હતું. ત્યારબાદ સિંહા છત્તીસગઢ કેડરમાં ગયા. અહેવાલો અનુસાર, IPS રવિ સિંહાને ‘ઓપરેશન મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ગુપ્ત રીતે કામ કરવા માટે જાણીતા છે. આરએન કાવ ભારતીય ગુપ્તચર એજન્સી RAWના પહેલા વડા હતા ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ની સ્થાપના 1968માં થઈ હતી. તેના પહેલા વડા આર.એન. કાવ હતા. તેમને ભારતના માસ્ટર જાસૂસ તરીકે ઓળખવામાં આવે છે. કાવએ લગભગ દસ વર્ષ (1968 થી 1977) સુધી RAWના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. 1976માં, ઇન્દિરા ગાંધીએ તેમનો કાર્યકાળ લંબાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ કાવને કેન્દ્રીય મંત્રીમંડળના સુરક્ષા સલાહકાર (ખરેખરમાં, પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પછી, તેઓ સુરક્ષા બાબતો અને વિશ્વના ગુપ્તચર વિભાગોના વડાઓ સાથે સંબંધો સ્થાપિત કરવા માટે તત્કાલીન વડા પ્રધાન (રાજીવ ગાંધી) ના ખાસ સલાહકાર તરીકે સેવા આપતા રહ્યા હતા. RAW સંબંધિત આ સમાચાર પણ વાંચો… અમેરિકાના રિપોર્ટમાં ગુપ્તચર એજન્સી RAW પર પ્રતિબંધ મૂકવાની માંગણી: ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું- આ રિપોર્ટ પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે ભારત સરકારે દેશમાં ધાર્મિક સ્વતંત્રતા અને ગુપ્ત એજન્સી RAW પર પ્રતિબંધની માંગ કરતી અમેરિકન સરકારના કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) ના રિપોર્ટને ફગાવી દીધો છે. ભારતે તેને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે USCIRF સતત વિવિધ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરે છે અને ભારતના વૈવિધ્યસભર સમાજને નબળો પાડે છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *