P24 News Gujarat

‘હું શેફાલીને બહેનથી વધુ દીકરી માનતો હતો’:હિન્દુસ્તાની ભાઉએ રુંધાયેલા અવાજે કહ્યું, ‘હવે મને રાખડી કોણ બાંધશે’

એક્ટ્રેસ શેફાલી જરીવાલાના નિધન પર યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉ (વિકાસ ફાટક)એ શોક વ્યક્ત કર્યો હતો. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તે શેફાલીને બહેન કરતાં પણ વધુ દીકરી માનતા હતા. ભાઉએ કહ્યું કે, ‘જ્યારે બિગ બોસની સફર શરૂ થઈ હતી, ત્યારે મેં વિચાર્યું હતું કે શેફાલી જીવનભર મારી સાથે રહેશે, રાખડી બાંધશે, સારા અને ખરાબ સમયમાં મારો સાથ આપશે. પરંતુ તે અચાનક અમને છોડીને ચાલી ગઈ. ભગવાન તેના આત્માને શાંતિ આપે.’ ભાઉએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે શેફાલીના પિતાએ મને વાતચીતમાં કહ્યું કે, તે ઘણા સમયથી આગ્રહ કરી રહી હતી કે ઘરે સત્યનારાયણની પૂજા કરવી છે. ગઈકાલે પૂજા પણ કરવામાં આવી, પછી રાત્રે શેફાલીનું બ્લડ પ્રેશર ઘટી ગયું હતું, જેથી દવા આપવામાં આવી. પછી તેણે કહ્યું કે તે નોર્મલ છે, બધુ બરાબર છે. પછી રાત્રે આવું કંઈક બન્યું.’ ભાઉએ કહ્યું, ‘ગઈકાલે મારી તબિયત સારી નહોતી. હું 11 વાગ્યે જમીને સૂઈ ગયો. સવારે જ્યારે મને ખબર પડી, ત્યારે હું હોસ્પિટલ દોડી ગયો. મને ખૂબ ખરાબ લાગ્યું.’ ભાઉએ શેફાલી સાથેના પોતાના સંબંધ વિશે કહ્યું, ‘તેની સાથે વાતો થતી રહેતી પણ રક્ષાબંધન, ગણપતિ મહોત્સવ અને જન્મદિવસે મળતા હતા. વર્ષમાં 3-4 દિવસ તો મળતા જ હતા. મેં ‘બિગ બોસ’માં તેનું નામ ‘ચુપડી ચાચી’ રાખ્યું હતું. આજે પણ મોબાઈલમાં તેનું નામ ‘મારી ચુપડી’થી જ સેવ રાખ્યું છે. બસ હવે એ નામ રહી ગયું, હવે ક્યારેય તે નંબરમાંથી ફોન નહીં આવે.’ ભાઉએ ફેન્સને તેમના પરિવારનું ધ્યાન રાખવા કહ્યું ફેન્સને મેસેજ આપતા ભાઉએ કહ્યું, ‘કંઈ નહીં મિત્ર, જે આવ્યું છે, તે જશે. ફક્ત યાદો જ રહી જાય છે. પરિવારનું ધ્યાન રાખો. ખુશ રહો. કોણ આવશે અને ક્યારે જશે તેની કોઈ ગેરંટી નથી.’ ભાઉએ કહ્યું, ‘સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ માતા-પિતા પોતાના બાળકનો મૃતદેહ ઉપાડવા માંગશે નહીં. આજે તેના પિતા 75-76 વર્ષના છે. શેફાલીએ 25-30 લાખ રૂપિયા ખર્ચીને તેમના પિતાનું ઓપરેશન કરાવ્યું હતું. તે કહેતી કે, પપ્પા તમે સ્વસ્થ રહો. જેના ઘરમાંથી કોઈ જાય છે, તે જ જાણે છે. બાકીના લોકોને તો શું?’

​એક્ટ્રેસ શેફાલી જરીવાલાના નિધન પર યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉ (વિકાસ ફાટક)એ શોક વ્યક્ત કર્યો હતો. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તે શેફાલીને બહેન કરતાં પણ વધુ દીકરી માનતા હતા. ભાઉએ કહ્યું કે, ‘જ્યારે બિગ બોસની સફર શરૂ થઈ હતી, ત્યારે મેં વિચાર્યું હતું કે શેફાલી જીવનભર મારી સાથે રહેશે, રાખડી બાંધશે, સારા અને ખરાબ સમયમાં મારો સાથ આપશે. પરંતુ તે અચાનક અમને છોડીને ચાલી ગઈ. ભગવાન તેના આત્માને શાંતિ આપે.’ ભાઉએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે શેફાલીના પિતાએ મને વાતચીતમાં કહ્યું કે, તે ઘણા સમયથી આગ્રહ કરી રહી હતી કે ઘરે સત્યનારાયણની પૂજા કરવી છે. ગઈકાલે પૂજા પણ કરવામાં આવી, પછી રાત્રે શેફાલીનું બ્લડ પ્રેશર ઘટી ગયું હતું, જેથી દવા આપવામાં આવી. પછી તેણે કહ્યું કે તે નોર્મલ છે, બધુ બરાબર છે. પછી રાત્રે આવું કંઈક બન્યું.’ ભાઉએ કહ્યું, ‘ગઈકાલે મારી તબિયત સારી નહોતી. હું 11 વાગ્યે જમીને સૂઈ ગયો. સવારે જ્યારે મને ખબર પડી, ત્યારે હું હોસ્પિટલ દોડી ગયો. મને ખૂબ ખરાબ લાગ્યું.’ ભાઉએ શેફાલી સાથેના પોતાના સંબંધ વિશે કહ્યું, ‘તેની સાથે વાતો થતી રહેતી પણ રક્ષાબંધન, ગણપતિ મહોત્સવ અને જન્મદિવસે મળતા હતા. વર્ષમાં 3-4 દિવસ તો મળતા જ હતા. મેં ‘બિગ બોસ’માં તેનું નામ ‘ચુપડી ચાચી’ રાખ્યું હતું. આજે પણ મોબાઈલમાં તેનું નામ ‘મારી ચુપડી’થી જ સેવ રાખ્યું છે. બસ હવે એ નામ રહી ગયું, હવે ક્યારેય તે નંબરમાંથી ફોન નહીં આવે.’ ભાઉએ ફેન્સને તેમના પરિવારનું ધ્યાન રાખવા કહ્યું ફેન્સને મેસેજ આપતા ભાઉએ કહ્યું, ‘કંઈ નહીં મિત્ર, જે આવ્યું છે, તે જશે. ફક્ત યાદો જ રહી જાય છે. પરિવારનું ધ્યાન રાખો. ખુશ રહો. કોણ આવશે અને ક્યારે જશે તેની કોઈ ગેરંટી નથી.’ ભાઉએ કહ્યું, ‘સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ માતા-પિતા પોતાના બાળકનો મૃતદેહ ઉપાડવા માંગશે નહીં. આજે તેના પિતા 75-76 વર્ષના છે. શેફાલીએ 25-30 લાખ રૂપિયા ખર્ચીને તેમના પિતાનું ઓપરેશન કરાવ્યું હતું. તે કહેતી કે, પપ્પા તમે સ્વસ્થ રહો. જેના ઘરમાંથી કોઈ જાય છે, તે જ જાણે છે. બાકીના લોકોને તો શું?’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *