‘કાંટા લગા’ના રિમેકથી ફેમસ થયેલી એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 27 જૂને મોડી રાત્રે અવસાન થયું. 42 વર્ષીય એક્ટ્રેસના અંતિમ સંસ્કાર ગઈકાલે સાંજે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આજે એક્ટ્રેસનો પતિ અને તેનો પરિવાર સ્મશાનગૃહ અસ્થિ લેવા માટે પહોંચ્યો હતો. શેફાલીના પતિ પરાગ ત્યાગીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. તેણે પત્નીના અસ્થિ છાતી સરસા ચાંપ્યાં અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. તેની સાથે હાજર પરિવાર તેને ટેકો આપી રહ્યા છે. શેફાલીના અસ્થિ વિસર્જનની તસવીરો
બીજો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શેફાલીના અસ્થિ વિસર્જન કરવામાં આવી રહ્યા છે. આ સમયે એક્ટ્રેસના પતિની સાથે તેમનો પરિવાર પણ દેખાય રહ્યો છે. શેફાલીની માતા દીકરીના મોત બાદ એકદમ ભાંગી પડ્યા, અસ્થિ વિસર્જન સમયે પોક મૂકીને રડતાં હતાં. 27 જૂનની મોડી રાત્રે શેફાલી જરીવાલાની તબિયત વધુ ખરાબ થઈ હતી. તેના પતિ પરાગ સહિત ત્રણ લોકો તેને અંધેરીની બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફે પુષ્ટિ આપી કે શેફાલીને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, જોકે અહેવાલો કહે છે કે એક્ટ્રેસના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હતું. કોણ છે શેફાલી જરીવાલા?
ગુજરાતી પરિવારમાં જન્મેલી અને આણંદમાં IT એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારી શેફાલીનું 2002માં આવેલું ‘કાંટા લગા…’ રિમિક્સ ગીતે એક સનસનાટી મચાવી હતી, જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. ‘કાંટા લગા…’ની સફળતા બાદ શેફાલીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તેણે 2004માં ‘મુજસે શાદી કરોગી’ ફિલ્મમાં એક નાની ભૂમિકા ભજવી, જેમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ હતા. આ ઉપરાંત તેણે ઘણા મ્યુઝિક વીડિયો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું. તે રિયાલિટી શો ‘બિગ બોસ’ની 13મી સિઝનમાં પણ જોવા મળી. પહેલા લગ્ન સંગીતકાર હરમીત સિંહ સાથે થયા હતા
શેફાલી જરીવાલાએ 2004માં મીત બ્રધર્સ સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેના 2009માં છૂટાછેડા થયા હતા. આ પછી, તેણે 2015માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા.
’કાંટા લગા’ના રિમેકથી ફેમસ થયેલી એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 27 જૂને મોડી રાત્રે અવસાન થયું. 42 વર્ષીય એક્ટ્રેસના અંતિમ સંસ્કાર ગઈકાલે સાંજે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આજે એક્ટ્રેસનો પતિ અને તેનો પરિવાર સ્મશાનગૃહ અસ્થિ લેવા માટે પહોંચ્યો હતો. શેફાલીના પતિ પરાગ ત્યાગીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. તેણે પત્નીના અસ્થિ છાતી સરસા ચાંપ્યાં અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. તેની સાથે હાજર પરિવાર તેને ટેકો આપી રહ્યા છે. શેફાલીના અસ્થિ વિસર્જનની તસવીરો