P24 News Gujarat

શેફાલીના મોત પર પોલીસનું નિવેદન:’સત્યનારાયણની કથા માટે આખો દિવસ ઉપવાસ કર્યો, રાતે વાસી ભોજન લેતાં ઢળી પડી’; ‘રૂમમાંથી અનેક દવાઓ પણ મળી’

‘કાંટા લગા ગર્લ’, શેફાલી જરીવાલાનું 27 જૂને મુંબઈમાં 42 વર્ષની વયે મોત થયું. શરૂઆતના અહેવાલો અનુસાર, એક્ટ્રેસને કાર્ડિયેક અરેસ્ટ આવતાં તેના પતિ પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હવે આ કેસમાં એક નવો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું વાસ્તવિક કારણ બહાર આવ્યું છે. પોસ્ટમોર્ટમમાં બ્લડ પ્રેશરમાં ઝડપી ઘટાડો અને હાર્ટ એટેકને મૃત્યુનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે. શેફાલીના મોત પર પોલીસનું નિવેદન
પોલીસે જણાવ્યું હતું કે- શેફાલીએ સત્યનારાયણની પૂજા માટે ઉપવાસ કર્યો હતો. તેના પતિ પરાગ ત્યાગીએ પોલીસને જણાવ્યું હતું કે- એક દિવસ પહેલા બનાવેલું વાસી ખાવાનું ખાધા પછી તે અચાનક ઢળી પડી. પોલીસે એક્ટ્રેસના પતિ અને પરિવારના સહિત કુલ 14 લોકોના નિવેદન નોંધ્યા છે. ઉપરાંત, એક્ટ્રેસના રૂમમાંથી પોલીસને એન્ટિ-એજિંગ (યુવાન દેખાવા માટે) દવાઓના બે બોક્સ, વિટામિન અને સ્કિનને ગ્લો કરવાની દવાઓ પણ મળી હતી. શેફાલીને આ દવા વર્ષો પહેલા ડૉક્ટરની સલાહ પર આપવામાં આવી હતી, અને ત્યારથી તે દર મહિને આ સારવાર લઈ રહી હતી. જોકે HTના રિપોર્ટ્સ પ્રમાણે, શેફાલીના પરિવારે કહ્યું કે- તે ડૉક્ટરની સલાહ લીધા વિના દવાઓ લઈ રહી હતી, પરંતુ તેને ક્યારેય કંઈ સમસ્યા થઈ નથી. ક્યારે આવશે પોસ્ટમોર્ટમ રિપોર્ટ?
શેફાલીનું પોસ્ટમોર્ટમ કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. NDTVના અહેવાલ મુજબ, અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ 5 ડોકટરોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેનો પ્રારંભિક રિપોર્ટ આજે આવે તેવી શક્યતા છે. કોણ છે શેફાલી જરીવાલા?
ગુજરાતી પરિવારમાં જન્મેલી અને આણંદમાં IT એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારી શેફાલીનું 2002માં આવેલું ‘કાંટા લગા…’ રિમિક્સ ગીતે એક સનસનાટી મચાવી હતી, જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. ‘કાંટા લગા…’ની સફળતા બાદ શેફાલીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તેણે 2004માં ‘મુજસે શાદી કરોગી’ ફિલ્મમાં એક નાની ભૂમિકા ભજવી, જેમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ હતા. આ ઉપરાંત તેણે ઘણા મ્યુઝિક વીડિયો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું. તે રિયાલિટી શો ‘બિગ બોસ’ની 13મી સિઝનમાં પણ જોવા મળી. પહેલા લગ્ન સંગીતકાર હરમીત સિંહ સાથે થયા હતા
શેફાલી જરીવાલાએ 2004માં મીત બ્રધર્સ સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેના 2009માં છૂટાછેડા થયા હતા. આ પછી, તેણે 2015માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા.

​’કાંટા લગા ગર્લ’, શેફાલી જરીવાલાનું 27 જૂને મુંબઈમાં 42 વર્ષની વયે મોત થયું. શરૂઆતના અહેવાલો અનુસાર, એક્ટ્રેસને કાર્ડિયેક અરેસ્ટ આવતાં તેના પતિ પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હવે આ કેસમાં એક નવો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું વાસ્તવિક કારણ બહાર આવ્યું છે. પોસ્ટમોર્ટમમાં બ્લડ પ્રેશરમાં ઝડપી ઘટાડો અને હાર્ટ એટેકને મૃત્યુનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે. શેફાલીના મોત પર પોલીસનું નિવેદન
પોલીસે જણાવ્યું હતું કે- શેફાલીએ સત્યનારાયણની પૂજા માટે ઉપવાસ કર્યો હતો. તેના પતિ પરાગ ત્યાગીએ પોલીસને જણાવ્યું હતું કે- એક દિવસ પહેલા બનાવેલું વાસી ખાવાનું ખાધા પછી તે અચાનક ઢળી પડી. પોલીસે એક્ટ્રેસના પતિ અને પરિવારના સહિત કુલ 14 લોકોના નિવેદન નોંધ્યા છે. ઉપરાંત, એક્ટ્રેસના રૂમમાંથી પોલીસને એન્ટિ-એજિંગ (યુવાન દેખાવા માટે) દવાઓના બે બોક્સ, વિટામિન અને સ્કિનને ગ્લો કરવાની દવાઓ પણ મળી હતી. શેફાલીને આ દવા વર્ષો પહેલા ડૉક્ટરની સલાહ પર આપવામાં આવી હતી, અને ત્યારથી તે દર મહિને આ સારવાર લઈ રહી હતી. જોકે HTના રિપોર્ટ્સ પ્રમાણે, શેફાલીના પરિવારે કહ્યું કે- તે ડૉક્ટરની સલાહ લીધા વિના દવાઓ લઈ રહી હતી, પરંતુ તેને ક્યારેય કંઈ સમસ્યા થઈ નથી. ક્યારે આવશે પોસ્ટમોર્ટમ રિપોર્ટ?
શેફાલીનું પોસ્ટમોર્ટમ કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. NDTVના અહેવાલ મુજબ, અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ 5 ડોકટરોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેનો પ્રારંભિક રિપોર્ટ આજે આવે તેવી શક્યતા છે. કોણ છે શેફાલી જરીવાલા?
ગુજરાતી પરિવારમાં જન્મેલી અને આણંદમાં IT એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારી શેફાલીનું 2002માં આવેલું ‘કાંટા લગા…’ રિમિક્સ ગીતે એક સનસનાટી મચાવી હતી, જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. ‘કાંટા લગા…’ની સફળતા બાદ શેફાલીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તેણે 2004માં ‘મુજસે શાદી કરોગી’ ફિલ્મમાં એક નાની ભૂમિકા ભજવી, જેમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ હતા. આ ઉપરાંત તેણે ઘણા મ્યુઝિક વીડિયો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું. તે રિયાલિટી શો ‘બિગ બોસ’ની 13મી સિઝનમાં પણ જોવા મળી. પહેલા લગ્ન સંગીતકાર હરમીત સિંહ સાથે થયા હતા
શેફાલી જરીવાલાએ 2004માં મીત બ્રધર્સ સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેના 2009માં છૂટાછેડા થયા હતા. આ પછી, તેણે 2015માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *