ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની અંતરિક્ષમાંથી એક નવી તસવીર સામે આવી છે. સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવેલી આ સેલ્ફીમાં, તે તેમના સાથી અવકાશયાત્રી અને મિશન નિષ્ણાત ટિબોર કાપુ સાથે ISSના કપોલા મોડ્યુલની અંદર હસી રહ્યા છે. શુભાંશુ સહીત ચારેય અવકાશયાત્રીને એક્સિઓમ-4 મિશન હેઠળ 14 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા છે. અંતરિક્ષમાંથી લીધેલી શુભાંશુ શુક્લાની સેલ્ફી ખૂબ જ ચર્ચામાં ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા હાલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં હાજર છે. તેઓ અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય અને ISSમાં જનારા દેશના પ્રથમ અવકાશયાત્રી છે. સ્પેસ સ્ટેશનમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની અંતરિક્ષમાંથી લીધેલી એક સેલ્ફી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. રવિવારે સામે આવેલી આ તસવીરમાં, તેઓ તેના હંગેરિયન સાથીદાર ટિબોર કાપુ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના કપોલા મોડ્યુલની અંદર હસતા દેખાય છે. સેલ્ફીમાં શુભાંશુ સાથે હંગેરિયન અવકાશયાત્રી ટિબોર કાપુ પણ સ્પેસ સ્ટેશન પર લેવાયેલી આ સેલ્ફીમાં શુભાંશુ સાથે દેખાતા હંગેરિયન અવકાશયાત્રી ટિબોર કાપુને HUNOR કાર્યક્રમ હેઠળ અવકાશમાં મોકલવામાં આવ્યા છે. સોવિયેત યુનિયનના વિસર્જન પછી સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર તે પ્રથમ હંગેરિયન અવકાશયાત્રી છે. તેઓ ત્યાં એક મિશન નિષ્ણાતની ભૂમિકામાં છે, જેનું કામ ટીમને વૈજ્ઞાનિક રિસર્ચ અને ટેક્નિકલ બાબતોમાં મદદ કરવાનું છે. ટિબોરનું અવકાશમાં જવું એ હંગેરી માટે એક મોટી સિદ્ધિ છે. વિવિધ રિસર્ચ સ્ટડીઝ એક્સિઓમ-4 મિશન હેઠળ સ્પેસ સ્ટેશન પહોંચેલા આ ચાર અવકાશયાત્રીઓએ અત્યાર સુધી શું કર્યું છે? એક્સિઓમ સ્પેસ કંપનીએ આ અંગે વિગતો આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે X-4 ક્રૂ મેમ્બર્સ કમાન્ડર પેગી વ્હિટસન, પાયલોટ શુભાંશુ શુક્લા, મિશન નિષ્ણાતો સ્લેવોજ ઉઝનાન્સ્કી-વિશ્નીવસ્કી અને ટિબોર કાપુએ સ્પેસ સ્ટેશન પર એક્શનથી ભરપૂર દિવસો રહ્યા. જેમાં વિવિધ રિસર્ચ સ્ટડીઝ અને ગ્લોબલ આઉટરીચમાં તેમની ભાગીદારી મહત્વપૂર્ણ હતી. કેન્સર અંગેનું રિસર્ચ સ્પેસ સ્ટેશન પર પેગી વ્હિટસને લો અર્થ ઓર્બિટ, એટલે કે LEOમાં કેન્સરની તપાસ પર તેમનું કાર્ય ચાલુ રાખ્યું, અને ઇમેજિંગ નમૂના લીધા જે માઇક્રોગ્રેવીટી હેઠળ કેન્સર કેવી રીતે વર્તે છે તે અંગે નવી માહિતી મળી શકે છે.સેનફોર્ડ સ્ટેમ સેલ ઇન્સ્ટિટ્યૂટની મદદથી હાથ ધરવામાં આવેલ આ રિસર્ચ પૃથ્વી પર કેન્સરની સારવાર માટે માર્ગ મોકળો કરી શકે છે, આ તપાસ ખાસ કરીને અગ્રેસિવ અને મેટાસ્ટેટિક કેન્સર માટે મહત્વપૂર્ણ છે. શુભાંશુએ પ્રયોગો કર્યા આ મિશન પર ગયેલા ભારતના શુભાંશુ શુક્લાએ સ્પેસ માઈક્રોએલ્ગી પ્રયોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સેમ્પલ બેગ ગોઠવી અને એલ્ગી સ્ટ્રેનની તસવીરો લીધી.આ નાના જીવો સ્પેસ રિસર્ચના ભવિષ્યમાં મોટી ભૂમિકા ભજવી શકે છે, જે લાંબા ગાળાના મિશન માટે ટકાઉ, પોષક તત્વોથી ભરપૂર ફુડ સ્ત્રોત બની શકે છે. લખનૌમાં જન્મેલા શુભાંશુ શુક્લાએ ગયા ગુરુવારે ISS પર પગ મૂકીને ઇતિહાસ રચ્યો. તેઓ આવું કરનાર પ્રથમ ભારતીય બન્યા, અને રાકેશ શર્માના 1984ના મિશન પછી અવકાશમાં જનારા બીજા ભારતીય બન્યા.39 વર્ષીય શુક્લા હવે એક્સિઓમ સ્પેસ દ્વારા પ્રાઈવેટ મિશન પર અવકાશમાં મુસાફરી કરનાર 634મા અવકાશયાત્રી બન્યા છે. જણાવીએ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 25 જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં એક્સિઓમ-4 મિશનના ભાગ રૂપે રવાના થયા હતા. Topics: