‘કસોટી ઝિંદગી કી’ ફેમ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ વર્ષો પહેલા તેના પહેલા પતિ રાજા ચૌધરી પર મારપીટના આરોપ લગાવ્યાં હતાં. જોકે, હવે રાજાએ એક ઇન્ટરવ્યૂમાં આ આરોપને ફગાવી દીધા છે. ઉપરાંત તેણે પોતાના તૂટેલા લગ્ન વિશે પણ વાત કરી છે. સાથે જ શ્વેતા અને ‘કસોટી ઝિંદગી કી’ના કો-સ્ટાર સેજાન ખાન (અનુરાગનું પાત્ર ભજવનાર) વચ્ચેની નિકટતા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. હિન્દી રશ (યુટ્યુબ ચેનલ)ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાજા ચૌધરીને શ્વેતા સાથે મારઝુડ કરવા મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ત્યારે તેણે કહ્યું, ‘કોઈ ફિઝિકલ વાયલન્સ (શારીરિક હિંસા) થઈ નથી. એક-બે વખત તેના ઘરનો દરવાજો જરૂર તોડ્યો હતો. આ પણ ત્યારની જ વાત હશે, જ્યારે અમે બંને અલગ થઈ ચૂક્યા હતા. તે પણ મુર્ખામી હતી. તે લોકોને શું જરૂર હતી કે બહાર જ ઉભો રહેશે, અંદર નહીં આવી શકે. ઇજ્જતથી દરવાજો ખોલી દો, માણસ વાત કરીને જતો જ રહેવાનો હોય ને.પણ તેને તો ઉશ્કેરવો હતો, દરવાજો બંધ કરી દીધો, નથી મળવું, આવું કરવું છે. જાટનું માથું ઘણીવાર ફરી જાય છે. દરવાજો તોડી દીધો, પોલીસ આવી ગઈ. એ લોકોને વાર્તા ઘડવામાં મજા આવે છે. વાતનું વતેસર કરી નાખ્યું. આ બધી બોગસ વાતો, જે ફરતી રહે છે.’ રાજા ચૌધરીએ આગળ કહ્યું, ‘જો તમે 2007ની ન્યૂઝ ક્લિપ જુઓ, તો તે એ હતી કે શ્વેતા તિવારીના પતિએ તેને માર માર્યો હતો, તેમના છૂટાછેડા થઈ ગયા હતા. શ્વેતા તિવારીના પતિને પોલીસે પકડી લીધો. તેને હીરોઇન બનાવી દીધી અને મને વિલન બનાવી દીધો. હીરોઈન પહેલાથી જ ફેવરેટ હતી, ટીવી શો કરી રહી હતી. તે એક ફેવરેટ કેરેક્ટર છે, તો મને તો વિલન બનાવવાનો જ હતો. તેમાં સપોર્ટિવ કેમેરામેન અને ન્યૂઝ એંગલ એવા જ હતા. તે સમયે સાચી વાર્તા ક્યા કોઈએ દેખાડી. બસ ગાડરિયો પ્રવાહ ચાલ્યો.’ વાતચીતમાં રાજાએ જણાવ્યું કે,તે શ્વેતાને એક શોના શૂટિંગ દરમિયાન મળ્યો હતો. સાથે કામ કરતી વખતે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને માત્ર 3 મહિનાના રિલેશનશિપ બાદ લગ્ન કરી લીધા. બંનેનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો. તે સમયે શ્વેતા 20-21 વર્ષની હતી અને રાજા માત્ર 24-25 વર્ષનો. રાજાએ કહ્યું કે,જો તેણે ધ્યાન આપ્યું હોત તો છૂટાછેડા 2002માં જ થઈ શક્યા હોત. તેણે કહ્યું કે,એક વાર તે શ્વેતાના શો ‘કસૌટી ઝિંદગી કી’ ના સેટ પર કારમાં જરૂરી કાગળો લેવા ગયો હતો. શ્વેતા સવારે શૂટિંગ માટે નીકળી ગઈ હતી પરંતુ જ્યારે રાજા સેટ પર પહોંચ્યો,ત્યારે તેણે જોયું કે ડ્રાઈવર શ્વેતાની કાર લઈને સેટ પર પહોંચ્યો હતો, જ્યારે તે કો-સ્ટાર સેજાન ખાન સાથે તેની કારમાં ત્યાં પહોંચી હતી. જ્યારે રાજાએ તેને પૂછપરછ કરી, ત્યારે તેણે ઝઘડો કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે,’રાજા નશો કરે છે અને શ્વેતા ઘર માટે કમાય છે.’ નોંધનીય છે કે, શ્વેતા અને રાજાએ 1998માં લગ્ન કર્યાં હતાં. બંનેની એક દીકરી પલક છે. વર્ષ 2007માં છૂટાછેડા થયા. છૂટાછેડા પછી શ્વેતાએ એક્ટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યાં. બંનેને એક દીકરો છે, જોકે, બંને 2018માં અલગ થઈ ચૂક્યા છે.
’કસોટી ઝિંદગી કી’ ફેમ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ વર્ષો પહેલા તેના પહેલા પતિ રાજા ચૌધરી પર મારપીટના આરોપ લગાવ્યાં હતાં. જોકે, હવે રાજાએ એક ઇન્ટરવ્યૂમાં આ આરોપને ફગાવી દીધા છે. ઉપરાંત તેણે પોતાના તૂટેલા લગ્ન વિશે પણ વાત કરી છે. સાથે જ શ્વેતા અને ‘કસોટી ઝિંદગી કી’ના કો-સ્ટાર સેજાન ખાન (અનુરાગનું પાત્ર ભજવનાર) વચ્ચેની નિકટતા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. હિન્દી રશ (યુટ્યુબ ચેનલ)ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાજા ચૌધરીને શ્વેતા સાથે મારઝુડ કરવા મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ત્યારે તેણે કહ્યું, ‘કોઈ ફિઝિકલ વાયલન્સ (શારીરિક હિંસા) થઈ નથી. એક-બે વખત તેના ઘરનો દરવાજો જરૂર તોડ્યો હતો. આ પણ ત્યારની જ વાત હશે, જ્યારે અમે બંને અલગ થઈ ચૂક્યા હતા. તે પણ મુર્ખામી હતી. તે લોકોને શું જરૂર હતી કે બહાર જ ઉભો રહેશે, અંદર નહીં આવી શકે. ઇજ્જતથી દરવાજો ખોલી દો, માણસ વાત કરીને જતો જ રહેવાનો હોય ને.પણ તેને તો ઉશ્કેરવો હતો, દરવાજો બંધ કરી દીધો, નથી મળવું, આવું કરવું છે. જાટનું માથું ઘણીવાર ફરી જાય છે. દરવાજો તોડી દીધો, પોલીસ આવી ગઈ. એ લોકોને વાર્તા ઘડવામાં મજા આવે છે. વાતનું વતેસર કરી નાખ્યું. આ બધી બોગસ વાતો, જે ફરતી રહે છે.’ રાજા ચૌધરીએ આગળ કહ્યું, ‘જો તમે 2007ની ન્યૂઝ ક્લિપ જુઓ, તો તે એ હતી કે શ્વેતા તિવારીના પતિએ તેને માર માર્યો હતો, તેમના છૂટાછેડા થઈ ગયા હતા. શ્વેતા તિવારીના પતિને પોલીસે પકડી લીધો. તેને હીરોઇન બનાવી દીધી અને મને વિલન બનાવી દીધો. હીરોઈન પહેલાથી જ ફેવરેટ હતી, ટીવી શો કરી રહી હતી. તે એક ફેવરેટ કેરેક્ટર છે, તો મને તો વિલન બનાવવાનો જ હતો. તેમાં સપોર્ટિવ કેમેરામેન અને ન્યૂઝ એંગલ એવા જ હતા. તે સમયે સાચી વાર્તા ક્યા કોઈએ દેખાડી. બસ ગાડરિયો પ્રવાહ ચાલ્યો.’ વાતચીતમાં રાજાએ જણાવ્યું કે,તે શ્વેતાને એક શોના શૂટિંગ દરમિયાન મળ્યો હતો. સાથે કામ કરતી વખતે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને માત્ર 3 મહિનાના રિલેશનશિપ બાદ લગ્ન કરી લીધા. બંનેનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો. તે સમયે શ્વેતા 20-21 વર્ષની હતી અને રાજા માત્ર 24-25 વર્ષનો. રાજાએ કહ્યું કે,જો તેણે ધ્યાન આપ્યું હોત તો છૂટાછેડા 2002માં જ થઈ શક્યા હોત. તેણે કહ્યું કે,એક વાર તે શ્વેતાના શો ‘કસૌટી ઝિંદગી કી’ ના સેટ પર કારમાં જરૂરી કાગળો લેવા ગયો હતો. શ્વેતા સવારે શૂટિંગ માટે નીકળી ગઈ હતી પરંતુ જ્યારે રાજા સેટ પર પહોંચ્યો,ત્યારે તેણે જોયું કે ડ્રાઈવર શ્વેતાની કાર લઈને સેટ પર પહોંચ્યો હતો, જ્યારે તે કો-સ્ટાર સેજાન ખાન સાથે તેની કારમાં ત્યાં પહોંચી હતી. જ્યારે રાજાએ તેને પૂછપરછ કરી, ત્યારે તેણે ઝઘડો કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે,’રાજા નશો કરે છે અને શ્વેતા ઘર માટે કમાય છે.’ નોંધનીય છે કે, શ્વેતા અને રાજાએ 1998માં લગ્ન કર્યાં હતાં. બંનેની એક દીકરી પલક છે. વર્ષ 2007માં છૂટાછેડા થયા. છૂટાછેડા પછી શ્વેતાએ એક્ટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યાં. બંનેને એક દીકરો છે, જોકે, બંને 2018માં અલગ થઈ ચૂક્યા છે.
