બોલિવૂડના ફેમસ સ્ટાર સૈફ અલી ખાન આજકાલ પોતાની ફિલ્મો કરતાં પોતાના પર્સનલ જીવનને કારણે વધુ ચર્ચામાં છે. આ વર્ષે જાન્યુઆરીમાં સૈફ અલી ખાન પર થયેલા છરીના હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે કોઈ સુરક્ષા વ્યવસ્થા તોડીને સ્ટારના ઘરમાં કેવી રીતે ઘૂસી શકે છે. પહેલીવાર કરીના કપૂર ખાને આ બાબતે ખુલીને વાત કરી છે. તેણે સ્વીકાર્યું કે- હજુ સુધી આ ઘટનામાંથી સંપૂર્ણપણે બહાર આવી નથી. સૈફ પર હુમલા અંગે કરીના કપૂરે મૌન તોડ્યું
એક્ટ્રેસ કરીના કપૂરે તાજેતરમાં મોજો સ્ટોરીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે- મને હજુ પણ એ વાતનો અનુભવ કરી રહી છું કે- તમારા બાળકના રૂમમાં કોઈ અજાણી વ્યક્તિનું જોવા મળવું કેટલું ભયાનક હોય છે. મુંબઈમાં આવી ઘટનાઓ સામાન્ય રીતે સાંભળવા મળતી નથી. અમેરિકામાં આવું ખૂબ સામાન્ય છે, પરંતુ મુંબઈમાં ક્યારેય એવું સાંભળવામાં આવ્યું નથી કે કોઈ આ રીતે ઘરમાં ઘૂસીને તમારા પતિ પર હુમલો કરે. અમે આજ સુધી આ ઘટનાને સંપૂર્ણપણે સ્વીકારી શક્યા નથી. શરૂઆતના થોડા મહિનાઓ સુધી, હું ખૂબ જ નર્વસ હતી. મારા માટે સામાન્ય જીવનમાં પાછા ફરવું ખૂબ મુશ્કેલ બની ગયું. હજુ પણ તે ભયાનક રાત મને ભૂલાતી નથી. તે બિલકુલ એવો જ અનુભવ હતો જ્યારે તમે કોઈને ગુમાવો છો. ‘બાળકો માટે ડર અને ચિંતાથી દૂર રહી’
કરીનાએ કહ્યું- ‘હું મારા બાળકો માટે તે ડરમાં જીવવા માંગતી નથી, કારણ કે તેમના પર તે તણાવ નાખવો પણ ખોટું છે. તેથી, ડર અને ચિંતામાંથી બહાર આવીને સમજવું અને સંતુલિત કરવું કે હું એક માતા તેમજ પત્ની છું, આ સફર સરળ નહોતી. તેમાં ઘણી સમજણ હતી કે હવે મારે તેનો સામનો કરવો પડશે. હું ખુશ છું અને ભગવાનનો આભાર માનું છું કે અમે સુરક્ષિત છીએ. એક્ટ્રેસે જણાવ્યું કે- હુમલાની ઘટનાએ તેમના બાળકો પાસેથી તેમની સેફ્ટી અને માસૂમ દુનિયા એક જ ક્ષણમાં છીનવી લીધી અને તેમને એક કડવા સત્યનો સામનો કરાવ્યો. તેણે ખુલાસો કર્યો કે તેનો નાનો દીકરો જેહ હજુ પણ તેના પિતા સૈફને એક સુપરહીરો તરીકે જુએ છે, જેણે હિરોની જેમ હુમલાખોરનો સામનો કર્યો હતો. ‘જેહ પિતા સૈફને બેટમેન કહે છે’
કરીનાએ કહ્યું- આશા છે કે મારા દીકરાઓ મજબૂત બનશે, કારણ કે તેણે તેના પિતાને છરીથી ઘાયલ થતા જોયા છે. મારો નાનો દીકરો (જેહ) હજુ પણ કહે છે કે- મારા પપ્પા બેટમેન અને આયર્નમેન છે, તેઓ કોઈને પણ હરાવી શકે છે. કરીનાએ આશા વ્યક્ત કરી કે આ પીડાદાયક ઘટના તેના દીકરાઓને વધુ મજબૂત અને સહિષ્ણુ બનાવશે. તેણે કહ્યું- તેને લોહી અને બધું જોયું છે, પરંતુ મને આશા છે કે આ અનુભવ તેમને એક અલગ પ્રકારનો વ્યક્તિ બનાવશે. તેઓ અત્યાર સુધી ખૂબ જ સુરક્ષિત અને સંવેદનશીલ વાતાવરણમાં મોટા થયા છે અને પછી તેણે આ બધું જોયું છે, તેથી મને લાગે છે કે આ અનુભવે તેમને તે સુરક્ષિત દુનિયામાંથી બહાર કાઢ્યા છે અને તેમને વાસ્તવિકતાનો સામનો કરાવ્યો છે કે આવી ઘટનાઓ પણ બની શકે છે. સૈફ અલી ખાન પર ક્યારે હુમલો થયો હતો?
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર 15 જાન્યુઆરી બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા મારવામાં આવ્યા હતા. સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. સૈફ પર હુમલો અને હત્યાના પ્રયાસના કેસમાં બાંદ્રા પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ BNS કલમ 311 (લૂંટ), 312 (ઘાતક હથિયાર વડે લૂંટ), 331(4), 331(6), 331(7)ના આધારે કેસ નોંધાયો હતો.