P24 News Gujarat

છુંદાયેલો ચહેરો, છોલાયેલા ખભા, માથામાં ખાડા પડી ગયા:7 વર્ષના જલદીપની ઘાતકી હત્યાથી લોકો ધ્રુજી ગયા, 29 વર્ષ પહેલાંની થ્રિલર હકીકત

ગુજરાતીમાં કહેવત છે કે પહેલો સગો પાડોશી પણ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક એવી ઘટના બની હતી જેના વિશે જાણીને કદાચ આ કહેવત પરથી ભરોસો ઉઠી જાય. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાંચો 29 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 1996માં 7 વર્ષના બાળકની થયેલી અત્યંત ઘાતકી હત્યાનો કેસ. કોઇ પથ્થર હૃદયના પુરૂષના હાથ પણ અચકાય એટલી હદે ક્રુરતાથી થયેલી આ હત્યા 29 વર્ષની એક મહિલાએ કરી હતી. ધોરાજીના સ્ટેશન રોડ પર ભાદર કોલોની આવેલી છે. ભાદર સિંચાઇ યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે સરકારે અહીં ક્વાર્ટર્સ બનાવ્યા છે. પરિવાર સાથે રહેતા કર્મચારીઓ દિવસે નોકરી પર જાય અને સાંજ પડે પરત આવી જાય, કોઇની નાઇટ શિફ્ટ હોય તો તેની વાત અલગ છે. અહીં ઘણા પરિવારો હસી-ખુશીથી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. આવો જ એક પરિવાર એટલે ક્વાર્ટર નં. 5-Aમાં રહેતા ગીરધરભાઇ કોઠિયાનો પરિવાર. ગીરધરભાઇ અને તેના પત્ની સમજુબેનને એક પુત્ર હતો જેનું નામ હતું જલદીપ. અન્ય માતા-પિતાની જેમ ગીરધરભાઇ અને સમજુબેન પણ પોતાના પુત્ર જલદીપને ખૂબ પ્રેમ કરતા હતા. જલદીપ ભણવામાં હોંશિયાર, સ્કૂલની કોઇપણ પ્રવૃત્તિમાં આગળ આવીને ભાગ લેવાનો સ્વભાવ, રમત ગમતમાં પણ પાછો ન પડે. સ્કૂલેથી ઘરે આવીને સાંજ પડતાં જ કોલોનીમાં રમવા નીકળી પડે. કોલોનીમાં રહેતા અન્ય પરિવારના બાળકો પણ સાંજે સાથે મળીને રમતા હતા. ધીરે ધીરે બધા એકબીજાના મિત્ર બની ગયા હતા. બાળકોની મિત્રતા કેવી હોય છે એ તો સૌ કોઇ જાણે જ છે, રમતા રમતા ઝઘડી પડે અને બીજી જ મિનિટે જાણે કંઇ બન્યું નથી તેમ પાછા સાથે રમવા લાગે. આમને આમ દિવસો વિતી રહ્યા હતા પણ એક દિવસ કોઠીયા પરિવાર માટે આઘાત લઇને આવ્યો હતો. તારીખઃ 5 ઓગસ્ટ, 1996
સમયઃ સાંજે 6 વાગ્યા આસપાસ હજુ તો અઠવાડિયાનો પહેલો દિવસ હતો. આગલા દિવસે રવિવારની રજા માણ્યા પછી જલદીપ સોમવારે સ્કૂલે ગયો હતો. સ્કૂલેથી પાછા આવીને માતા સમજુબેનને કહ્યું મમ્મી, હું રમવા માટે કોલોનીમાં જઉં છું. માતાએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું હા, જા પણ સાંજે જલ્દી પાછો આવી જજે, તારે સ્કૂલેથી આપેલું હોમવર્ક કરવાનું પણ બાકી છે. જલદીપે હા, એટલો જ જવાબ આપ્યો અને માતાને હેતથી વળગી પડ્યો. એના પછી તે પોતાના મિત્રો સાથે રમવા માટે કોલોનીમાં જતો રહ્યો. આ તરફ તેના માતા ઘરના કામમાં વળગી ગયા. 2 કલાક જેવો સમય વિતી ગયો હશે. રાતના 8 વાગી ચૂક્યા હતા. સમજુબેનને થયું કે જલદીપને કહ્યું હતું કે વહેલો ઘરે આવી જજે પણ હજુ તે કેમ નથી આવ્યો. એટલે તે જલદીપને શોધવા ગયા. કોલોનીમાં પહોંચીને સમજુબેને જલદીપ…. એ જલદીપ…. એવી બૂમો પાડી પણ કોઇ જવાબ ન મળ્યો. તેણે જલદીપની સાથે દરરોજ રમતા બાળકોને પૂછ્યું કે જલદીપ ક્યાં છે? તમારી સાથે રમતો હતો ને? બાળકોએ જવાબ આપ્યો ના, જલદીપ અમારી સાથે નથી. બાળકોના આ જવાબથી સમજુબેનને ધ્રાસકો પડ્યો. જલદીપ ઘરેથી તો મિત્રો સાથે રમવાનું કહીને નીકળ્યો હતો અને અહીંયા તો નથી તો પછી ગયો ક્યાં? ચિંતાગ્રસ્ત ચહેરે સમજુબેને આખી કોલોનીમાં નજર ફેરવી. જલદીપ રમતા રમતા કોઇ પાડોશીના ઘરે પહોંચ્યો હોય તેવી આશંકાએ આસપાસમાં રહેતા લોકોના ઘરે જઇને પણ જોઇ લીધું પણ તેમને ફક્ત નિરાશા જ મળી. જેમ જેમ જલદીપની શોધખોળનો વ્યાપ વધતો જતો હતો તેમ તેમ ચિંતા પણ વધતી જતી હતી. એટલામાં તો તેના પિતા ગીરધરભાઇ પણ નોકરી પૂરી કરીને ઘરે આવી ગયા હતા. તેમને આ વાતની જાણ થઇ અને તેઓ પોતે પણ જલદીપને શોધવામાં લાગી ગયા. જલદીપ ગુમ થયાની વાત જોતજોતામાં તો આખી કોલોનીમાં ફેલાઇ ગઇ. કોલોનીમાં રહેતા અન્ય પરિવારના સભ્યો પણ જલદીપને શોધવામાં લાગી ગયા. કલાકો વિતી ગઇ પણ જલદીપની કોઇ ભાળ ન મળી. સૌના મનમાં એક જ સવાલ હતો કે જલદીપ ગયો ક્યાં? જલદીપના ઘરની બાજુમાં જ ક્વાર્ટર નં.6-Aમાં રહેતી 29 વર્ષની અરૂણા ઉર્ફ અનિતા પણ શોધખોળમાં લાગી. અનિતાના પતિ રાજેશભાઇ દેવમુરારી ધોરાજી ભાદર આધૂનીકીકરણ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. અનિતા અને રાજેશને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા. અનિતા જલદીપની ઘરની બાજુ બાજુમાં જ હતા એટલે અનિતાના સંતાનો જલદીપના મિત્ર બની ગયા હતા અને સાથે જ રમવા જતા હતા. અનિતાના પતિ રાજેશભાઇ સાંજે ઓફિસેથી છુટીને ગંગા ટીવી નામની દુકાનમાં એન્ટેના લેવા ગયા હતા. એ સમયે આજની જેમ ઇન્ટરનેટ અને DTHની સુવિધા નહોતી. ઘરની અગાસીમાં કે બહારની બાજુએ એલ્યુમિનિયમના એન્ટેના લગાવવા પડતા. જેના સિગ્નલથી ટીવી જોઇ શકાતું હતું. એન્ટેના લઇને ઘરે પાછા આવી રહેલા રાજેશભાઇ વચ્ચે પાન મસાલો ખાવા એક પાનની દુકાને ઊભા રહ્યા હતા. ત્યાર પછી આશરે પોણા આઠ વાગ્યે તેઓ ઘરે આવવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને જાણ થઇ કે બાજુમાં જ રહેતા ગીરધરભાઇનો પુત્ર જલદીપ ગુમ થયો છે અને તેની કોઇ ભાળ નથી મળી રહી. કોલોનીના ગેટ પાસે પહોંચેલા રાજેશભાઇએ જલદીપની શોધમાં લાગી જવાનું નક્કી કર્યું. તેમના હાથમાં એન્ટેના હતું એટલે તે એન્ટેના મુકવા ઘરે ગયા. જેવા રાજેશભાઇ પોતાના ઘરમાં પહોંચ્યા કે તેમને એક વિચિત્ર વાસ આવવા લાગી. આ વાસ શેની હતી તેનો ખુલાસો પછીથી થવાનો હતો. આ તરફ જલદીપ વિશે કોઇ માહિતી મળી નહોતી રહી. રાતના 8 વાગ્યાથી શરૂ થયેલી જલદીપની શોધખોળને 3 કલાક વિતી ગયા હતા. તેના માતા સમજુબેને બનાવેલી રાતની રસોઇ ઘરમાં એમને એમ પડી રહી. જ્યારે વ્હાલસોયાની કોઇ ભાળ ન મળતી હોય તેવી સ્થિતિમાં માતા-પિતા જમી પણ કઇ રીતે શકે? ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો તેમ જલદીપના માતા-પિતાની ચિંતા વધતી જતી હતી. આખી કોલોનીમાં એક પ્રકારની બેચેની હતી. એવામાં રાત્રે 12 વાગ્યા આસપાસ કાનજીભાઇ કોયાણી જલદીપના પિતા ગીરધરભાઇને મળ્યા. કાનજીભાઇ જલદીપના ઘરની પાસે જ રહેતા અને તેના પિતાની સાથે ફરજ બજાવતા હતા. કાનજીભાઇએ પોતાના ક્વાર્ટરની પાછળ ફૂલ છોડ વાવ્યા હતા. રાત્રે પોણા બાર વાગ્યા આસપાસ ત્યાંથી કોઇ અવાજ આવતો હતો એટલે કાનજીભાઇને થયું કે કોઇ પશુ તો નથી આવ્યું ને? પશુ હશે તો રોપાને નુકસાન પહોંચાડશે. એટલે કાનજીભાઇ તે જોવા માટે લાઇટ કરીને ઘરની પાછળના ભાગે ગયા. કાનજીભાઇએ જે દૃશ્ય જોયું તે રૂંવાડા ઊભું કરનારૂં હતું. ઉપરના માળે રહેતી અરૂણા ઉર્ફ અનિતા એક બાળકની લાશને બારીમાંથી નીચેની તરફ ફેંકી રહી હતી. કાનજીભાઇને જોઇ જતા અરૂણા એકદમ ડઘાઇ ગઇ અને લાશને ફેંકી બારી બંધ કરીને પોતાના ઘરમાં જતી રહી. આના પછી કાનજીભાઇ તરત જ જલદીપના પિતાને મળ્યા અને જે વાત કરી તે સાંભળીને તેમના હોંશ ઉડી ગયા, મન માનવા તૈયાર નહોતું. કાનજીભાઇના શબ્દો સાંભળીને ગીરધરભાઇ લગભગ બેભાન જેવા થઇ ગયા પણ બીજી જ ક્ષણે તેમણે પોતાની જાતને સંભાળી અને સ્વસ્થ થયા. તરત જ કાનજીભાઇ અને ગીરધરભાઇ બન્ને નીચે આવ્યા. ક્વાર્ટરના પાછળના ભાગે અંદાજે નવેક ફૂટ જેટલી જગ્યા હતી ત્યાં ગયા. જઇને જોયું તો જલદીપની લાશ પડી હતી. તેના નિશ્ચેતન દેહ પર ઇજાના ઘણા નિશાન હતા. માથા અને મોઢા ઉપર ઊંડા ઘા મરાયેલા હતા. ઘા એટલા ઝનૂનપૂર્વક માર્યા હતા કે તેના માથામાં ખાડા પડી ગયા હતા. આંખની નીચેના ભાગે પણ ઇજા થઇ હતી અને માંસનો લોચો બહાર નીકળી ગયો હતો. કપાળ અને બન્ને નેણ વચ્ચેના ભાગે એક કાપો પડી ગયો હતો. નાકમાંથી લોહી નીકળતું હતું, ડાબો કાન અને ઉપરનો હોઠ આખો ચીરાઇ ગયા હતા, ચહેરો છુંદાઇ ગયો હતો. બન્ને ખભા છોલાયેલા હતા. આવી હાલતમાં પડેલી દીકરાની લાશ જોઇને ગીરધરભાઇ ભાંગી પડ્યા. પોક મુકીને રડવા લાગ્યા. તેમના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં આવી ગયા. સૌએ ગીરધરભાઇને શાંત પાડ્યા અને પોલીસને જાણ કરી. પોલીસની એક ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ. જ્યાં પૂર્વ તરફ દીવાલને અડીને એક ગટર આવેલી હતી. ગટર પર બે ફૂટના ઘેરાવમાં લોહીના આછા ડાઘા પડ્યા હતા અને જલદીપની લાશ પડી હતી. પોલીસની ટીમ ગીરધરભાઇને મળી. તેમણે પોલીસને બધી વાત કરી. કાનજીભાઇએ જે જોયું હતું તેની પણ પોલીસને જાણ કરી. આના પછી પોલીસ અરૂણાના ઘરે પહોંચી અને તેને ઝડપી લીધી. હવે એક વાત નક્કી હતી કે જલદીપને લાશને અરૂણાએ જ ફેંકી હતી એટલે જલદીપની હત્યામાં અરૂણાનો હાથ હશે જ. પણ અરૂણા 7 વર્ષના માસૂમને શા માટે મોતને ઘાટ ઉતારે? જલદીપ સાથે તેને શું દુશ્મની હતી? અરૂણા પોતે તો જલદીપને શોધવામાં લાગેલી હતી તો શું તેણે શોધવાનું નાટક કર્યું હશે? જો અરૂણાએ જ જલદીપની હત્યા કરી હતી તો કેવી રીતે કરી હતી? અરૂણાના પતિ રાજેશભાઇ જ્યારે પોતાના ઘરે એન્ટેના મુકવા ગયા હતા ત્યારે શું થયું હતું? આ એવા સવાલો છે જેનો ખુલાસો પોલીસની તપાસમાં થવાનો હતો. જલદીપની હત્યા સાથે જોડાયેલા સનસનીખેજ ખુલાસાઓ જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો

​ગુજરાતીમાં કહેવત છે કે પહેલો સગો પાડોશી પણ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક એવી ઘટના બની હતી જેના વિશે જાણીને કદાચ આ કહેવત પરથી ભરોસો ઉઠી જાય. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાંચો 29 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 1996માં 7 વર્ષના બાળકની થયેલી અત્યંત ઘાતકી હત્યાનો કેસ. કોઇ પથ્થર હૃદયના પુરૂષના હાથ પણ અચકાય એટલી હદે ક્રુરતાથી થયેલી આ હત્યા 29 વર્ષની એક મહિલાએ કરી હતી. ધોરાજીના સ્ટેશન રોડ પર ભાદર કોલોની આવેલી છે. ભાદર સિંચાઇ યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે સરકારે અહીં ક્વાર્ટર્સ બનાવ્યા છે. પરિવાર સાથે રહેતા કર્મચારીઓ દિવસે નોકરી પર જાય અને સાંજ પડે પરત આવી જાય, કોઇની નાઇટ શિફ્ટ હોય તો તેની વાત અલગ છે. અહીં ઘણા પરિવારો હસી-ખુશીથી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. આવો જ એક પરિવાર એટલે ક્વાર્ટર નં. 5-Aમાં રહેતા ગીરધરભાઇ કોઠિયાનો પરિવાર. ગીરધરભાઇ અને તેના પત્ની સમજુબેનને એક પુત્ર હતો જેનું નામ હતું જલદીપ. અન્ય માતા-પિતાની જેમ ગીરધરભાઇ અને સમજુબેન પણ પોતાના પુત્ર જલદીપને ખૂબ પ્રેમ કરતા હતા. જલદીપ ભણવામાં હોંશિયાર, સ્કૂલની કોઇપણ પ્રવૃત્તિમાં આગળ આવીને ભાગ લેવાનો સ્વભાવ, રમત ગમતમાં પણ પાછો ન પડે. સ્કૂલેથી ઘરે આવીને સાંજ પડતાં જ કોલોનીમાં રમવા નીકળી પડે. કોલોનીમાં રહેતા અન્ય પરિવારના બાળકો પણ સાંજે સાથે મળીને રમતા હતા. ધીરે ધીરે બધા એકબીજાના મિત્ર બની ગયા હતા. બાળકોની મિત્રતા કેવી હોય છે એ તો સૌ કોઇ જાણે જ છે, રમતા રમતા ઝઘડી પડે અને બીજી જ મિનિટે જાણે કંઇ બન્યું નથી તેમ પાછા સાથે રમવા લાગે. આમને આમ દિવસો વિતી રહ્યા હતા પણ એક દિવસ કોઠીયા પરિવાર માટે આઘાત લઇને આવ્યો હતો. તારીખઃ 5 ઓગસ્ટ, 1996
સમયઃ સાંજે 6 વાગ્યા આસપાસ હજુ તો અઠવાડિયાનો પહેલો દિવસ હતો. આગલા દિવસે રવિવારની રજા માણ્યા પછી જલદીપ સોમવારે સ્કૂલે ગયો હતો. સ્કૂલેથી પાછા આવીને માતા સમજુબેનને કહ્યું મમ્મી, હું રમવા માટે કોલોનીમાં જઉં છું. માતાએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું હા, જા પણ સાંજે જલ્દી પાછો આવી જજે, તારે સ્કૂલેથી આપેલું હોમવર્ક કરવાનું પણ બાકી છે. જલદીપે હા, એટલો જ જવાબ આપ્યો અને માતાને હેતથી વળગી પડ્યો. એના પછી તે પોતાના મિત્રો સાથે રમવા માટે કોલોનીમાં જતો રહ્યો. આ તરફ તેના માતા ઘરના કામમાં વળગી ગયા. 2 કલાક જેવો સમય વિતી ગયો હશે. રાતના 8 વાગી ચૂક્યા હતા. સમજુબેનને થયું કે જલદીપને કહ્યું હતું કે વહેલો ઘરે આવી જજે પણ હજુ તે કેમ નથી આવ્યો. એટલે તે જલદીપને શોધવા ગયા. કોલોનીમાં પહોંચીને સમજુબેને જલદીપ…. એ જલદીપ…. એવી બૂમો પાડી પણ કોઇ જવાબ ન મળ્યો. તેણે જલદીપની સાથે દરરોજ રમતા બાળકોને પૂછ્યું કે જલદીપ ક્યાં છે? તમારી સાથે રમતો હતો ને? બાળકોએ જવાબ આપ્યો ના, જલદીપ અમારી સાથે નથી. બાળકોના આ જવાબથી સમજુબેનને ધ્રાસકો પડ્યો. જલદીપ ઘરેથી તો મિત્રો સાથે રમવાનું કહીને નીકળ્યો હતો અને અહીંયા તો નથી તો પછી ગયો ક્યાં? ચિંતાગ્રસ્ત ચહેરે સમજુબેને આખી કોલોનીમાં નજર ફેરવી. જલદીપ રમતા રમતા કોઇ પાડોશીના ઘરે પહોંચ્યો હોય તેવી આશંકાએ આસપાસમાં રહેતા લોકોના ઘરે જઇને પણ જોઇ લીધું પણ તેમને ફક્ત નિરાશા જ મળી. જેમ જેમ જલદીપની શોધખોળનો વ્યાપ વધતો જતો હતો તેમ તેમ ચિંતા પણ વધતી જતી હતી. એટલામાં તો તેના પિતા ગીરધરભાઇ પણ નોકરી પૂરી કરીને ઘરે આવી ગયા હતા. તેમને આ વાતની જાણ થઇ અને તેઓ પોતે પણ જલદીપને શોધવામાં લાગી ગયા. જલદીપ ગુમ થયાની વાત જોતજોતામાં તો આખી કોલોનીમાં ફેલાઇ ગઇ. કોલોનીમાં રહેતા અન્ય પરિવારના સભ્યો પણ જલદીપને શોધવામાં લાગી ગયા. કલાકો વિતી ગઇ પણ જલદીપની કોઇ ભાળ ન મળી. સૌના મનમાં એક જ સવાલ હતો કે જલદીપ ગયો ક્યાં? જલદીપના ઘરની બાજુમાં જ ક્વાર્ટર નં.6-Aમાં રહેતી 29 વર્ષની અરૂણા ઉર્ફ અનિતા પણ શોધખોળમાં લાગી. અનિતાના પતિ રાજેશભાઇ દેવમુરારી ધોરાજી ભાદર આધૂનીકીકરણ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. અનિતા અને રાજેશને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા. અનિતા જલદીપની ઘરની બાજુ બાજુમાં જ હતા એટલે અનિતાના સંતાનો જલદીપના મિત્ર બની ગયા હતા અને સાથે જ રમવા જતા હતા. અનિતાના પતિ રાજેશભાઇ સાંજે ઓફિસેથી છુટીને ગંગા ટીવી નામની દુકાનમાં એન્ટેના લેવા ગયા હતા. એ સમયે આજની જેમ ઇન્ટરનેટ અને DTHની સુવિધા નહોતી. ઘરની અગાસીમાં કે બહારની બાજુએ એલ્યુમિનિયમના એન્ટેના લગાવવા પડતા. જેના સિગ્નલથી ટીવી જોઇ શકાતું હતું. એન્ટેના લઇને ઘરે પાછા આવી રહેલા રાજેશભાઇ વચ્ચે પાન મસાલો ખાવા એક પાનની દુકાને ઊભા રહ્યા હતા. ત્યાર પછી આશરે પોણા આઠ વાગ્યે તેઓ ઘરે આવવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને જાણ થઇ કે બાજુમાં જ રહેતા ગીરધરભાઇનો પુત્ર જલદીપ ગુમ થયો છે અને તેની કોઇ ભાળ નથી મળી રહી. કોલોનીના ગેટ પાસે પહોંચેલા રાજેશભાઇએ જલદીપની શોધમાં લાગી જવાનું નક્કી કર્યું. તેમના હાથમાં એન્ટેના હતું એટલે તે એન્ટેના મુકવા ઘરે ગયા. જેવા રાજેશભાઇ પોતાના ઘરમાં પહોંચ્યા કે તેમને એક વિચિત્ર વાસ આવવા લાગી. આ વાસ શેની હતી તેનો ખુલાસો પછીથી થવાનો હતો. આ તરફ જલદીપ વિશે કોઇ માહિતી મળી નહોતી રહી. રાતના 8 વાગ્યાથી શરૂ થયેલી જલદીપની શોધખોળને 3 કલાક વિતી ગયા હતા. તેના માતા સમજુબેને બનાવેલી રાતની રસોઇ ઘરમાં એમને એમ પડી રહી. જ્યારે વ્હાલસોયાની કોઇ ભાળ ન મળતી હોય તેવી સ્થિતિમાં માતા-પિતા જમી પણ કઇ રીતે શકે? ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો તેમ જલદીપના માતા-પિતાની ચિંતા વધતી જતી હતી. આખી કોલોનીમાં એક પ્રકારની બેચેની હતી. એવામાં રાત્રે 12 વાગ્યા આસપાસ કાનજીભાઇ કોયાણી જલદીપના પિતા ગીરધરભાઇને મળ્યા. કાનજીભાઇ જલદીપના ઘરની પાસે જ રહેતા અને તેના પિતાની સાથે ફરજ બજાવતા હતા. કાનજીભાઇએ પોતાના ક્વાર્ટરની પાછળ ફૂલ છોડ વાવ્યા હતા. રાત્રે પોણા બાર વાગ્યા આસપાસ ત્યાંથી કોઇ અવાજ આવતો હતો એટલે કાનજીભાઇને થયું કે કોઇ પશુ તો નથી આવ્યું ને? પશુ હશે તો રોપાને નુકસાન પહોંચાડશે. એટલે કાનજીભાઇ તે જોવા માટે લાઇટ કરીને ઘરની પાછળના ભાગે ગયા. કાનજીભાઇએ જે દૃશ્ય જોયું તે રૂંવાડા ઊભું કરનારૂં હતું. ઉપરના માળે રહેતી અરૂણા ઉર્ફ અનિતા એક બાળકની લાશને બારીમાંથી નીચેની તરફ ફેંકી રહી હતી. કાનજીભાઇને જોઇ જતા અરૂણા એકદમ ડઘાઇ ગઇ અને લાશને ફેંકી બારી બંધ કરીને પોતાના ઘરમાં જતી રહી. આના પછી કાનજીભાઇ તરત જ જલદીપના પિતાને મળ્યા અને જે વાત કરી તે સાંભળીને તેમના હોંશ ઉડી ગયા, મન માનવા તૈયાર નહોતું. કાનજીભાઇના શબ્દો સાંભળીને ગીરધરભાઇ લગભગ બેભાન જેવા થઇ ગયા પણ બીજી જ ક્ષણે તેમણે પોતાની જાતને સંભાળી અને સ્વસ્થ થયા. તરત જ કાનજીભાઇ અને ગીરધરભાઇ બન્ને નીચે આવ્યા. ક્વાર્ટરના પાછળના ભાગે અંદાજે નવેક ફૂટ જેટલી જગ્યા હતી ત્યાં ગયા. જઇને જોયું તો જલદીપની લાશ પડી હતી. તેના નિશ્ચેતન દેહ પર ઇજાના ઘણા નિશાન હતા. માથા અને મોઢા ઉપર ઊંડા ઘા મરાયેલા હતા. ઘા એટલા ઝનૂનપૂર્વક માર્યા હતા કે તેના માથામાં ખાડા પડી ગયા હતા. આંખની નીચેના ભાગે પણ ઇજા થઇ હતી અને માંસનો લોચો બહાર નીકળી ગયો હતો. કપાળ અને બન્ને નેણ વચ્ચેના ભાગે એક કાપો પડી ગયો હતો. નાકમાંથી લોહી નીકળતું હતું, ડાબો કાન અને ઉપરનો હોઠ આખો ચીરાઇ ગયા હતા, ચહેરો છુંદાઇ ગયો હતો. બન્ને ખભા છોલાયેલા હતા. આવી હાલતમાં પડેલી દીકરાની લાશ જોઇને ગીરધરભાઇ ભાંગી પડ્યા. પોક મુકીને રડવા લાગ્યા. તેમના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં આવી ગયા. સૌએ ગીરધરભાઇને શાંત પાડ્યા અને પોલીસને જાણ કરી. પોલીસની એક ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ. જ્યાં પૂર્વ તરફ દીવાલને અડીને એક ગટર આવેલી હતી. ગટર પર બે ફૂટના ઘેરાવમાં લોહીના આછા ડાઘા પડ્યા હતા અને જલદીપની લાશ પડી હતી. પોલીસની ટીમ ગીરધરભાઇને મળી. તેમણે પોલીસને બધી વાત કરી. કાનજીભાઇએ જે જોયું હતું તેની પણ પોલીસને જાણ કરી. આના પછી પોલીસ અરૂણાના ઘરે પહોંચી અને તેને ઝડપી લીધી. હવે એક વાત નક્કી હતી કે જલદીપને લાશને અરૂણાએ જ ફેંકી હતી એટલે જલદીપની હત્યામાં અરૂણાનો હાથ હશે જ. પણ અરૂણા 7 વર્ષના માસૂમને શા માટે મોતને ઘાટ ઉતારે? જલદીપ સાથે તેને શું દુશ્મની હતી? અરૂણા પોતે તો જલદીપને શોધવામાં લાગેલી હતી તો શું તેણે શોધવાનું નાટક કર્યું હશે? જો અરૂણાએ જ જલદીપની હત્યા કરી હતી તો કેવી રીતે કરી હતી? અરૂણાના પતિ રાજેશભાઇ જ્યારે પોતાના ઘરે એન્ટેના મુકવા ગયા હતા ત્યારે શું થયું હતું? આ એવા સવાલો છે જેનો ખુલાસો પોલીસની તપાસમાં થવાનો હતો. જલદીપની હત્યા સાથે જોડાયેલા સનસનીખેજ ખુલાસાઓ જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *