નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મધ્યપ્રદેશ સાથે સંબંધિત હતા. રાજ્ય સરકાર પોતાના જ મંત્રી સંપતિયા ઉઈકે સામે તપાસ કરશે. તેમના પર 1000 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. બીજા મોટા સમાચાર તેલંગાણાના રાજકારણ વિશે રહ્યા. ભાજપના ધારાસભ્ય ટી રાજાએ પાર્ટી છોડી છે. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰આજની ઇવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ મુર્મુ ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરક્ષનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. 2. INS તમાલ ભારતીય નૌકાદળમાં જોડાશે. રશિયામાં તેનું કમીશન હશે. 3. ડિજિટલ ઇન્ડિયાની 10મી વર્ષગાંઠ છે. આ યોજના 1 જુલાઈ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. 4. દેશભરમાં ‘મેડિએશન ફોર ધ નેશન’ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ અભિયાન 90 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. તેનો હેતુ કોર્ટમાં ચાલી રહેલા જૂના વિવાદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનો છે. 5. તેલંગાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે. 📰 કાલના મોટા સમાચારો 1. મધ્યપ્રદેશ સરકાર પોતાના જ મંત્રી સામે તપાસ કરશે, PMOએ રિપોર્ટ માગ્યો મધ્યપ્રદેશના આદિજાતિ મંત્રી સંપતિયા ઉઇકે પર 1000 કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અંગે જાહેર આરોગ્ય ઇજનેરી (PHE) વિભાગે પોતાના જ વિભાગના મંત્રી સામે તપાસનો આદેશ આપ્યો છે. વડાપ્રધાનને ફરિયાદ કરવામાં આવ્યા બાદ અને કેન્દ્ર દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યા બાદ મુખ્ય ઇજનેર (ENC) સંજય અંધવને તપાસનો આદેશ આપ્યો છે. ચીફ એન્જિનિયર ઓફિસે આ મામલે PHEના તમામ ચીફ એન્જિનિયરો અને એમપી વોટર કોર્પોરેશનના પ્રોજેક્ટ ડિરેક્ટરને પત્ર લખીને સાત દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. જોકે, ચીફ એન્જિનિયર સંજય અંધવન તપાસના આદેશ અંગે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય કિશોર સમરિતે ફરિયાદ કરી: આ ફરિયાદ બાલાઘાટ જિલ્લાના લાંજીના પૂર્વ ધારાસભ્ય કિશોર સમરિતે કરી છે. તેમણે 12 એપ્રિલ 2025ના રોજ વડા પ્રધાનને ફરિયાદ પત્ર મોકલ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે મધ્યપ્રદેશમાં જળ જીવન મિશન માટે કેન્દ્ર સરકારે આપેલા 30 હજાર કરોડ રૂપિયામાંથી મંત્રી સંપતિયા ઉઇકેએ એક હજાર કરોડ રૂપિયાનું કમિશન લીધું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. તેલંગાણાના ભાજપ ધારાસભ્ય ટી રાજાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તેલંગાણાના ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંહે પાર્ટી સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. ગોશામહલના ધારાસભ્ય ટી રાજા ભૂતપૂર્વ એમએલસી રામચંદર રાવને તેલંગાણા ભાજપ પ્રમુખ બનાવવાના સમાચારથી ગુસ્સે છે. ટી. રાજાએ ભાજપ તેલંગાણા રાજ્ય પ્રમુખ જી. કિશન રેડ્ડીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. તેમણે કહ્યું;- ઘણા લોકો ચૂપ છે, તેને સંમતિ ન માનવી જોઈએ. આ લાખો કાર્યકરો માટે આઘાતજનક છે. કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. રામચંદર પ્રદેશ પ્રમુખ બનવા માટે તૈયાર: તેલંગાણામાં ભાજપ પ્રમુખની ચૂંટણી માટે સોમવારે નામાંકિત. અત્યાર સુધી કોઈ અન્ય નેતાએ નામાંકન દાખલ કર્યું નથી. આવી સ્થિતિમાં, 1 જુલાઈએ રામચંદરનું નામ પ્રમુખ તરીકે જાહેર થાય તેવી શક્યતા છે. ટી. રાજા સિંહ સામે 105 ફોજદારી કેસ નોંધાયા: ટી. રાજા સિંહને 2022માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2023માં સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું હતું. તેઓ ગોશામહલથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ટી. રાજા સિંહ સામે 105 ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી 18 કોમી ગુનાઓ સાથે સંબંધિત છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પ્રયાગરાજની દલિત છોકરીને આતંકવાદી બનવાની ટ્રેનિંગ આપી: બ્રેઈનવોશ કરીને કેરળ લઈ ગયા યુપીના પ્રયાગરાજની એક સગીર દલિત છોકરીને કેરળમાં આતંકવાદી બનવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સગીર છોકરીનું અપહરણ કર્યું હતું. તેઓ તેને પ્રયાગરાજથી કેરળ લઈ ગયા હતા. તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. પછી તેમણે તેને જેહાદના નામે ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન, પીડિતા ત્યાંથી ભાગી ગઈ અને કેરળના એક રેલવે સ્ટેશન પર પહોંચી, જ્યાં તેણે રેલવે પોલીસને પોતાની દુર્ઘટના જણાવી. કેરળ પોલીસે પ્રયાગરાજ પોલીસને જાણ કરી. આ પછી, પોલીસ સગીરાને પ્રયાગરાજ લઈ આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ‘કેપ્ટન કૂલ’ ઉપનામને ટ્રેડમાર્ક કરાવવા માગે છે ધોની; એક ટ્રેડમાર્ક પહેલેથી રજિસ્ટર્ડ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ ‘કેપ્ટન કૂલ’ ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. જો તેને આ શબ્દના ટ્રેડમાર્ક અધિકારો મળે, તો કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કેપ્ટન કૂલ શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં. ધોનીએ 5 જૂને ટ્રેડમાર્ક રજિસ્ટ્રી પોર્ટલથી ઓનલાઈન અરજી સબમિટ કરી હતી. તે કોચિંગ અને ટ્રેનિંગ સેન્ટર માટે ‘કેપ્ટન કૂલ’નો ઉપયોગ કરવાના વિશિષ્ટ અધિકારો ઇચ્છે છે. ધોનીને તેના ચાહકો અને મીડિયાએ કેપ્ટન કૂલનું ટેગ આપ્યું હતું. તે તેની કેપ્ટનશીપ દરમિયાન મેદાન પર ખૂબ જ શાંત દેખાતો હતો. મેચની પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, ધોની ઠંડા મનથી નિર્ણયો લેતો હતો. આ જ કારણ હતું કે તે કેપ્ટન કૂલ તરીકે ઓળખાવા લાગ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. હિમાચલમાં ભારે વરસાદ, 39 લોકોનાં મોત: 285 રસ્તા બંધ હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે રાજ્યભરના 285 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. ચોમાસાથી રાજ્યમાં 39 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે સવારે હિમાચલના મંડી-કુલ્લુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થલૌટના ભુભુ જોટ ટનલ પાસે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે રોડ ટ્રાફિક પર અસર પડી છે. ઘણા વાહનો પણ ટનલની અંદર ફસાયેલા છે. ચેતવણીને કારણે, આજે હિમાચલના 4 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. મકાન ટ્રાન્સફરની ભરવાપાત્ર ડ્યૂટીની 80% રકમ માફ: CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમવર્ગીય પરિવારો-લોકોને આવાસ તબદિલીઓ માટે ભરવાપાત્ર ડ્યૂટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કરેલા આ મહત્ત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદિલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યૂટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યૂટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવાપાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણયથી જે મકાનમાલિક પાસે શેર સર્ટિફિકેટ છે, પણ દસ્તાવેજ નથી એ લોકોને મોટી રાહત થશે. અગાઉ વેચનારને વેચાણ સમયે ડબલ માર પડતો હતો. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમવર્ગના લોકો પર આવા તબદિલીના કિસ્સાઓમાં જે નાણાકીય બોજ આવતો હતો એ સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર, હવે મૂળ ડ્યૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદમાં વાલીએ શિક્ષકને છરી મારી :LC પછી લઈ જવાનું કહેતાં વાલીએ પિત્તો ગુમાવ્યો અમદાવાદના રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા આવેલા વાલીએ સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો કર્યો હતો. શિક્ષકે શુક્રવારે એલસી લેવા આવવાનું કહ્યું, જેથી વાલીએ ઉશ્કેરાઈને પહેલા શિક્ષકને લાફો મારી દીધો. ત્યાર બાદ શિક્ષકના માથે છરી મારી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વાલી શિક્ષકને ખિસ્સામાંથી છરી કાઢીને મારતા દેખાય છે. આ અંગે શિક્ષકે વાલી વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં
🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે ઇન્દોરના એક વ્યક્તિએ પોતાના આખા ઘરને સોનાથી સજાવ્યું, 24 કેરેટ સોનાથી બનાવ્યું મંદિર મધ્યપ્રદેશના ઇન્દોરના એક વ્યક્તિએ પોતાના આખા ઘરને 24 કેરેટ સોનાથી શણગાર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં ઘરનું ફર્નિચર, સ્વીચ બોર્ડ, દિવાલો, છત પણ સોનાથી બનેલા છે. આ વૈભવી બંગલામાં 10 બેડરૂમ, સોનાનું મંદિર અને 1936ની વિન્ટેજ મર્સિડીઝ સહિત કારનો સંગ્રહ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ
🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ
📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: વૃષભ જાતકોની પ્રતિભા અને ક્ષમતાની લોકો નોંધ લેશે;સિંહ જાતકોને જમીન-વાહન ખરીદીના સારા યોગ સર્જાશે.. વધુ વાંચવા ક્લિક કરો… તમારો દિવસ શુભ રહે, વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ.