P24 News Gujarat

તુર્કીમાં પયગંબર સાહેબના કથિત કાર્ટૂન પર વિવાદ:મિસાઇલોના વરસાદ વચ્ચે મુસાને હાથ મિલાવતા દર્શાવ્યા, કાર્ટૂનિસ્ટ સહિત 4 લોકો અરેસ્ટ

તુર્કીમાં પયગંબર મુહમ્મદના કાર્ટૂનના પ્રકાશન બાદ વિવાદ ફાટી નીકળ્યો છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, લેમન મેગેઝિને 26 જૂને એક કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું, જેમાં પયગંબર મુહમ્મદ અને પયગંબર મૂસા જેવા દેખાતા બે લોકોને આકાશમાંથી પડી રહેલી મિસાઇલો વચ્ચે હવામાં હાથ મિલાવતા દર્શાવવામાં આવ્યા હતા. આ કાર્ટૂનના પ્રકાશન પછી સમગ્ર તુર્કીમાં લોકો ગુસ્સે ભરાયા હતા. ઇસ્તંબુલમાં લેમન મેગેઝિનના કાર્યાલયની બહાર ગુસ્સે ભરાયેલા લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ ‘દાંતના બદલે દાંત, લોહીના બદલે લોહી’ જેવા નારા લગાવી રહ્યા હતા. કેટલાક વિરોધીઓ, જેમને ઇસ્લામિક સંગઠન સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે, તેમણે પણ મેગેઝિનના કાર્યાલય પર પથ્થરમારો કર્યો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્ટૂન બનાવનાર કાર્ટૂનિસ્ટ ડોગન પેહલીવાનની ધરપકડ કરી છે. આ ઉપરાંત, લેમનના મુખ્ય સંપાદક, મેનેજિંગ એડિટર અને ગ્રાફિક ડિઝાઇનરની પણ ધરપકડ કરવામાં આવી છે. લેમન મેગેઝિનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સરકારે કહ્યું- આ વાણી સ્વાતંત્ર્ય નથી આ ઘટના પછી, તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આ પ્રેસની સ્વતંત્રતા કે અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી, પરંતુ ધાર્મિક લાગણીઓનું અપમાન છે, જેને સહન કરી શકાય નહીં. તુર્કીના ન્યાય મંત્રી યિલમાઝ ટુંકે કહ્યું કે આવા કાર્ટૂન ધાર્મિક લાગણીઓ અને સામાજિક સંવાદિતાનું અપમાન કરે છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ કોઈ પણ ધર્મના પ્રતીકોનું અપમાન કરી શકે નહીં. ગૃહમંત્રી યેરલિકાયાએ કહ્યું કે તેઓ આ શરમજનક કાર્ટૂનની નિંદા કરે છે જે પયગંબર મુહમ્મદની મજાક ઉડાવે છે. તેમણે કહ્યું કે આવા કૃત્યો આપણી ધાર્મિક લાગણીઓનું અપમાન કરે છે. તે મુસ્લિમોના હૃદયને ઠેસ પહોંચાડે છે. આ કૃત્યો લોકોને ઉશ્કેરે છે અને જે લોકો આવું કરવાનો પ્રયાસ કરે છે તેમને કાયદા સમક્ષ જવાબ આપવો પડશે. તેમણે એક વીડિયો પણ શેર કર્યો જેમાં કાર્ટૂનિસ્ટને હાથકડી પહેરાવીને સીડીઓ ઉપર લઈ જવામાં આવી રહ્યો છે. લેમન મેગેઝિને સોશિયલ મીડિયા પર માફી માગી તુર્કીમાં ધર્મનિરપેક્ષ કાયદો અમલમાં છે, પરંતુ જાહેરમાં કોઈના ધાર્મિક મૂલ્યોનું અપમાન કરવા પર એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જોકે, વિવાદ વધતાં લેમન મેગેઝિને સોશિયલ મીડિયા પર માફી માગી અને કહ્યું કે આ કાર્ટૂનનો હેતુ ઇસ્લામનું અપમાન કરવાનો નહોતો. લેમન મેગેઝિનના સંપાદક ટુંકે અકગુને જણાવ્યું હતું કે, વિવાદ ઉભો કરનાર કાર્ટૂનને ગેરસમજ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્ટૂન પયગંબર મુહમ્મદનું કાર્ટૂન નથી, પરંતુ તે ઇઝરાયલી બોમ્બ ધડાકામાં માર્યા ગયેલા એક મુસ્લિમ વ્યક્તિને દર્શાવે છે, જેનું નામ કાલ્પનિક રીતે મુહમ્મદ રાખવામાં આવ્યું હતું. અકગુને કહ્યું કે દુનિયામાં 20 કરોડથી વધુ લોકોનું નામ મુહમ્મદ છે અને આ કાર્ટૂનનો હેતુ ક્યારેય ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. મેગેઝિને આ કાર્ટૂનથી દુઃખી થયેલા વાચકોની માફી માગી છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક લોકો જાણી જોઈને કાર્ટૂનનું ખોટું અર્થઘટન કરીને તેને વિવાદાસ્પદ બનાવી રહ્યા છે. અકગુને કહ્યું કે કાર્ટૂન પરની પ્રતિક્રિયા ચાર્લી હેબ્દો જેવી ઘટનાઓની યાદ અપાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લેમન ક્યારેય ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું જોખમ લેશે નહીં. ચાર્લી હેબ્દો કાર્ટૂન વિવાદમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા આ ઘટના લોકોને 2015માં પેરિસમાં ચાર્લી હેબ્દો હુમલાની યાદ અપાવી રહી છે, જ્યારે ફ્રાન્સના પ્રખ્યાત કાર્ટૂન મેગેઝિનના કાર્યાલય પર પયગંબર મુહમ્મદના કાર્ટૂનને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. આમાં સંપાદક સહિત 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ચાર્લી હેબ્દો લાંબા સમયથી તેના વિવાદાસ્પદ અને તીક્ષ્ણ રાજકીય-ધાર્મિક કાર્ટૂન માટે જાણીતું છે. મેગેઝિને ઘણી વખત પયગંબર મુહમ્મદના કાર્ટૂન પ્રકાશિત કર્યા છે, જેને મુસ્લિમો અપમાનજનક અને ઉશ્કેરણીજનક માને છે. કટ્ટરપંથીઓએ તેને ઇસ્લામનું અપમાન ગણાવ્યું અને બદલો લેવા માટે મેગેઝિન પર હુમલો કર્યો. આ ઘટના યુરોપ અને સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક કટ્ટરવાદ, ધાર્મિક લાગણીઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેના તણાવનું પ્રતીક બની ગઈ. ફ્રાન્સ અને ઘણા યુરોપિયન દેશોમાં કટ્ટરવાદ સામે કડક કાયદાઓ લાવવામાં આવ્યા. ફ્રાન્સમાં મુસ્લિમ સમુદાય અને બહુમતી સમાજ વચ્ચેનું અંતર પણ વધ્યું અને ઇસ્લામોફોબિયા પર ચર્ચાએ વેગ પકડ્યો.

​તુર્કીમાં પયગંબર મુહમ્મદના કાર્ટૂનના પ્રકાશન બાદ વિવાદ ફાટી નીકળ્યો છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, લેમન મેગેઝિને 26 જૂને એક કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું, જેમાં પયગંબર મુહમ્મદ અને પયગંબર મૂસા જેવા દેખાતા બે લોકોને આકાશમાંથી પડી રહેલી મિસાઇલો વચ્ચે હવામાં હાથ મિલાવતા દર્શાવવામાં આવ્યા હતા. આ કાર્ટૂનના પ્રકાશન પછી સમગ્ર તુર્કીમાં લોકો ગુસ્સે ભરાયા હતા. ઇસ્તંબુલમાં લેમન મેગેઝિનના કાર્યાલયની બહાર ગુસ્સે ભરાયેલા લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ ‘દાંતના બદલે દાંત, લોહીના બદલે લોહી’ જેવા નારા લગાવી રહ્યા હતા. કેટલાક વિરોધીઓ, જેમને ઇસ્લામિક સંગઠન સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે, તેમણે પણ મેગેઝિનના કાર્યાલય પર પથ્થરમારો કર્યો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્ટૂન બનાવનાર કાર્ટૂનિસ્ટ ડોગન પેહલીવાનની ધરપકડ કરી છે. આ ઉપરાંત, લેમનના મુખ્ય સંપાદક, મેનેજિંગ એડિટર અને ગ્રાફિક ડિઝાઇનરની પણ ધરપકડ કરવામાં આવી છે. લેમન મેગેઝિનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સરકારે કહ્યું- આ વાણી સ્વાતંત્ર્ય નથી આ ઘટના પછી, તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આ પ્રેસની સ્વતંત્રતા કે અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી, પરંતુ ધાર્મિક લાગણીઓનું અપમાન છે, જેને સહન કરી શકાય નહીં. તુર્કીના ન્યાય મંત્રી યિલમાઝ ટુંકે કહ્યું કે આવા કાર્ટૂન ધાર્મિક લાગણીઓ અને સામાજિક સંવાદિતાનું અપમાન કરે છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ કોઈ પણ ધર્મના પ્રતીકોનું અપમાન કરી શકે નહીં. ગૃહમંત્રી યેરલિકાયાએ કહ્યું કે તેઓ આ શરમજનક કાર્ટૂનની નિંદા કરે છે જે પયગંબર મુહમ્મદની મજાક ઉડાવે છે. તેમણે કહ્યું કે આવા કૃત્યો આપણી ધાર્મિક લાગણીઓનું અપમાન કરે છે. તે મુસ્લિમોના હૃદયને ઠેસ પહોંચાડે છે. આ કૃત્યો લોકોને ઉશ્કેરે છે અને જે લોકો આવું કરવાનો પ્રયાસ કરે છે તેમને કાયદા સમક્ષ જવાબ આપવો પડશે. તેમણે એક વીડિયો પણ શેર કર્યો જેમાં કાર્ટૂનિસ્ટને હાથકડી પહેરાવીને સીડીઓ ઉપર લઈ જવામાં આવી રહ્યો છે. લેમન મેગેઝિને સોશિયલ મીડિયા પર માફી માગી તુર્કીમાં ધર્મનિરપેક્ષ કાયદો અમલમાં છે, પરંતુ જાહેરમાં કોઈના ધાર્મિક મૂલ્યોનું અપમાન કરવા પર એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જોકે, વિવાદ વધતાં લેમન મેગેઝિને સોશિયલ મીડિયા પર માફી માગી અને કહ્યું કે આ કાર્ટૂનનો હેતુ ઇસ્લામનું અપમાન કરવાનો નહોતો. લેમન મેગેઝિનના સંપાદક ટુંકે અકગુને જણાવ્યું હતું કે, વિવાદ ઉભો કરનાર કાર્ટૂનને ગેરસમજ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્ટૂન પયગંબર મુહમ્મદનું કાર્ટૂન નથી, પરંતુ તે ઇઝરાયલી બોમ્બ ધડાકામાં માર્યા ગયેલા એક મુસ્લિમ વ્યક્તિને દર્શાવે છે, જેનું નામ કાલ્પનિક રીતે મુહમ્મદ રાખવામાં આવ્યું હતું. અકગુને કહ્યું કે દુનિયામાં 20 કરોડથી વધુ લોકોનું નામ મુહમ્મદ છે અને આ કાર્ટૂનનો હેતુ ક્યારેય ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. મેગેઝિને આ કાર્ટૂનથી દુઃખી થયેલા વાચકોની માફી માગી છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક લોકો જાણી જોઈને કાર્ટૂનનું ખોટું અર્થઘટન કરીને તેને વિવાદાસ્પદ બનાવી રહ્યા છે. અકગુને કહ્યું કે કાર્ટૂન પરની પ્રતિક્રિયા ચાર્લી હેબ્દો જેવી ઘટનાઓની યાદ અપાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લેમન ક્યારેય ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું જોખમ લેશે નહીં. ચાર્લી હેબ્દો કાર્ટૂન વિવાદમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા આ ઘટના લોકોને 2015માં પેરિસમાં ચાર્લી હેબ્દો હુમલાની યાદ અપાવી રહી છે, જ્યારે ફ્રાન્સના પ્રખ્યાત કાર્ટૂન મેગેઝિનના કાર્યાલય પર પયગંબર મુહમ્મદના કાર્ટૂનને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. આમાં સંપાદક સહિત 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ચાર્લી હેબ્દો લાંબા સમયથી તેના વિવાદાસ્પદ અને તીક્ષ્ણ રાજકીય-ધાર્મિક કાર્ટૂન માટે જાણીતું છે. મેગેઝિને ઘણી વખત પયગંબર મુહમ્મદના કાર્ટૂન પ્રકાશિત કર્યા છે, જેને મુસ્લિમો અપમાનજનક અને ઉશ્કેરણીજનક માને છે. કટ્ટરપંથીઓએ તેને ઇસ્લામનું અપમાન ગણાવ્યું અને બદલો લેવા માટે મેગેઝિન પર હુમલો કર્યો. આ ઘટના યુરોપ અને સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક કટ્ટરવાદ, ધાર્મિક લાગણીઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેના તણાવનું પ્રતીક બની ગઈ. ફ્રાન્સ અને ઘણા યુરોપિયન દેશોમાં કટ્ટરવાદ સામે કડક કાયદાઓ લાવવામાં આવ્યા. ફ્રાન્સમાં મુસ્લિમ સમુદાય અને બહુમતી સમાજ વચ્ચેનું અંતર પણ વધ્યું અને ઇસ્લામોફોબિયા પર ચર્ચાએ વેગ પકડ્યો. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *