ભારત સરકારે નવી ‘રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025’ને મંજૂરી આપી છે. જેના દ્વારા દેશ વૈશ્વિક રમતગમત બજારમાં મજબૂત બનશે. આનાથી ભારતનું રમતગમતનું માળખું મજબૂત બનશે અને દેશ 2036 ઓલિમ્પિકની યજમાની માટે પોતાનો દાવો રજૂ કરી શકશે. મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે આ નીતિને મંજૂરી આપી હતી. તે 2001ની પાછલી રાષ્ટ્રીય રમત નીતિનું સ્થાન લેશે. પાયાના સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવશે
કેબિનેટની મંજૂરી પછી, રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘નવી નીતિ ભારતમાં પાયાના સ્તરે રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે. તેનું ધ્યાન રમતવીરોના વિકાસ અને માળખાગત સુવિધાઓ વધારવા પર રહેશે.’ આ નીતિને કેન્દ્રીય મંત્રાલય, નીતિ આયોગ, રાજ્ય સરકારો, રાષ્ટ્રીય રમતગમત મહાસંઘ (NSF), રમતવીરો, ક્ષેત્ર નિષ્ણાતો અને જાહેર હિસ્સેદારોના સહયોગથી મંજૂરી આપવામાં આવી હતી. આ નીતિ 5 મજબૂત પાયા પર ઉભી છે આધાર-1: વૈશ્વિક રમતગમતના મંચ પર તાકાત આધાર-2: અર્થતંત્રના વિકાસ માટે રમતગમત આધાર-3: સામાજિક વિકાસ માટે રમતગમત આધાર-4: લોકોના વિકાસ માટે રમતગમત આધાર-5: રમતગમતને શિક્ષણ સાથે જોડવું