અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું નવું પરફ્યૂમ લોન્ચ કર્યું છે. જેનું નામ ‘વિક્ટ્રી 45-47’ છે, જે તેમના 45માં અને 47માં રાષ્ટ્રપતિ કાર્યકાળને દર્શાવે છે. મહિલા અને પુરૂષ બંને માટે અલગ-અલગ પરફ્યૂમ લોન્ચ કરવામાં આવ્યા છે. આ પહેલાં ટ્રમ્પે ફેબ્રુઆરીમાં શૂઝ લોન્ચ કર્યા હતા અને ગયા મહિને તેમને કંપની મોબાઇલ સર્વિસ અને સ્માર્ટફોન પણ વેચી રહી છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઇટ ટુથ સોશિયલ પર લખ્યું, ‘આ પરફ્યૂમ જીત, તાકાત અને સફળતા માટે છે.’ આ પ્રોડક્ટ્સ સ્ટાઇલિશ બોટલમાં છે. પુરૂષોની બોટલ કાળી અને સોનેરી છે, જ્યારે મહિલાઓ માટે લાલ બોટલ છે. પરફ્યૂમની બોટલનો આકાર ટ્રમ્પની નાની મૂર્તિ જેવો છે. તેની કિંમત લગભગ 249 ડોલર (લગભગ 21 હજાર રૂપિયા)છે. થોડાં લોકો તેના વખાણ પણ કરે છે. જ્યારે થોડાં લોકો આલોચના પણ કરી રહ્યા છે. સીનેટર માર્ક વોર્નરે કહ્યું, ટ્રમ્પ ખુલ્લેઆમ પોતાના ફાયદા માટે પદનો દુરૂપયોગ કરી રહ્યા છે. ત્યાં જ, સીનેટર પીટર વેલ્ચે કહ્યું કે જ્યારે તેમની પાર્ટી 1.7 કરોડ લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે કામ કરી રહી છે, ત્યારે ટ્રમ્પ પરફ્યૂમ વેચી રહ્યા છે. ટ્રુથ સોશિયલ મીડિયા પર ટ્રમ્પે લખ્યું- ટ્રમ્પ ફ્રેગ્રેન્સ
ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર, “ટ્રમ્પ ફ્રેગ્રેન્સ” ના નવા કલેક્શન લોન્ચની જાહેરાત કરી અને વેબસાઇટની લિંક શેર કરી. તેમણે લખ્યું, “ટ્રમ્પ ફ્રેગ્રેન્સ અહીં છે,” ટ્રમ્પે દરેકને આ સાઇટની મુલાકાત લેવા અને ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું, આ પરફ્યૂમને 45-47″ એટલાં માટે કહેવામાં આવ્યું છે કેમ કે તે પુરૂષ અને મહિલા બંને માટે જીત, શક્તિ અને સફળતા પર આધારિત છે. તેમણે છેલ્લે કહ્યું, પોતાના માટે એક બોટલ ખરીદો અને પોતાના પ્રયજનો માટે પણ એક બોટલ લેવાનું ભૂલશો નહીં. આનંદ લો, મોજ-મસ્તી કરો અને જીતતા રહો. વિકટ્રી-47 પ્રોડક્ટ શું છે?
પ્રોડક્ટનું વર્ણન કરતા ટ્રમ્પે લખ્યું- વિક્ટ્રી 47- ટ્રમ્પ કોલોન ફોર મેનનો ઉદેશ્ય એવા પુરૂષો માટે છે જે શક્તિ, આત્મવિશ્વાસ અને ઉદેશ્ય સાથે આગળ વધે છે. ટ્રમ્પે કહ્યું- આ સુગંધ માત્ર અત્તર નથી, આ સ્થિતિસ્થાપકતા અને સફળતાનો ઉત્સવ છે. “વિક્ટરી 47-ટ્રમ્પ પરફ્યુમ ફોર વુમન” ના દરેક સ્પ્રેમાં “આત્મવિશ્વાસ, સુંદરતા અને અદમ્ય નિશ્ચય” નું પ્રતિનિધિત્વ કરતું વર્ણવવામાં આવ્યું છે. વેબસાઇટ પરના વર્ણનમાં જણાવાયું છે કે તે “એક સુસંસ્કૃત, સૂક્ષ્મ રીતે સ્ત્રીની સુગંધ છે જે કોઈપણ પ્રસંગ માટે તમને ગમતી ફ્રેગ્રેન્સ હશે. 2 બોટલ ખરીદવા પર ડિસ્કાઉન્ટ મળશે
અમેરિકી રાષ્ટ્રપતિની પ્રતિષ્ઠિત સોનાથી મઢેલી પ્રતિમાને વિશિષ્ટ સુગંધમાં દર્શાવવામાં આવી છે, જેમાં પુરુષો માટે કોલોન અને સ્ત્રીઓ માટે ઓ-ડી-પરફમનો સમાવેશ થાય છે. ટ્રમ્પ્સ વિક્ટ્રી 45-47 પરફ્યુમ અને કોલોન લાઇનની દરેક બોટલની કિંમત $249 (રૂ. 21,316) છે. પરંતુ જો કોઈ ખરીદનાર બે બોટલ ખરીદે છે, તો તેને $100 નું ડિસ્કાઉન્ટ મળે છે, જેનાથી કિંમત ઘટીને $199 (રૂ. 17,035) પ્રતિ પ્રોડક્ટ થાય છે. “ગિફ્ટ બંડલ ડિસ્કાઉન્ટ” ના કારણે તમે તમારા કાર્ટમાં બીજું પરફ્યુમ ઉમેરીને કુલ કિંમત પર $150 બચાવી શકો છો. ગયા વર્ષે ‘ટ્રમ્પ ફ્રેગ્રેન્સ’ બ્રાન્ડની લોકપ્રિયતા વધી હતી
ટ્રમ્પની આ નવી ફ્રેગ્રેન્સ લાઇન તેમની છેલ્લી ફાઇટ, ફાઇટ, ફાઇટ ફ્રેગરેન્સ અને પરફ્યૂમ લાઇન પછી આવી છે. જેને ગયા વર્ષે જુલાઈમાં પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલીમાં હત્યાની કોશિશ બાદ લોન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષે, યુએસ રાષ્ટ્રપતિની બ્રાન્ડ ‘ટ્રમ્પ ફ્રેગ્રેન્સ’ લોકપ્રિયતામાં વધારો થયો જ્યારે તેમણે ‘ટ્રમ્પ વોચીસ’ જેવા અન્ય ઉત્પાદનો સાથે તેમના $199 ના પરફ્યુમનું પ્રમોશન કર્યું.