બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટના અવમાનના બદલ 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. બંગાળી અખબાર ધ ડેઇલી સ્ટાર મુજબ, આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે (ITC) બુધવારે આ સજા સંભળાવી હતી. હસીના અને સ્થાનિક નેતા શકીલ અકાંડા બુલબુલ વચ્ચેની ફોન વાતચીતની તપાસ કર્યા પછી ITCએ આ ચુકાદો આપ્યો હતો. આ વાતચીત ગયા વર્ષે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને ઘણા અખબારોમાં પણ પ્રકાશિત થઈ હતી. આ કથિત ઓડિયો ક્લિપમાં શેખ હસીનાને એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તેમની સામે 227 કેસ નોંધાયેલા છે, તેથી તેમને 227 લોકોને મારવાનું લાઇસન્સ મળી ગયું છે. બાંગ્લાદેશમાં થયેલા મોટા બળવા બાદ ગયા વર્ષે 5 ઓગસ્ટે શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું અને તરત જ ભારત ભાગી ગયા હતા. ધ ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ, આ ચુકાદો જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મોઝુમદારની અધ્યક્ષતાવાળી આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ-1ની ત્રણ સભ્યોની બેંચે સંભળાવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રિબ્યુનલે ગૌબાંધાના ગોવિંદગંજના રહેવાસી શકીલ અકંદ બુલબુલને પણ આ જ કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારી છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને અવામી લીગ સરકારના પતન પછી શેખ હસીના ઓગસ્ટ 2024માં ભારત આવ્યા હતા. ત્યારથી તેઓ નવી દિલ્હીમાં જ રહે છે.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે…