એક્ટર-ડિરેક્ટર બાલચંદ્ર મેનન વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરવા બદલ મલયાલમ એક્ટ્રેસ મીનુ મુનીરની 30 જૂને ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હવે આ કેસમાં તેમને જામીન પણ મળી ગયા છે. જાણો સમગ્ર મામલો
આ કેસ 2 ઓક્ટોબર, 2024ના રોજ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ, એક્ટ્રેસ મીનુ મુનીર અરજદાર બાલચંદ્ર મેનન વિરુદ્ધ સતત અપમાનજનક પોસ્ટ્સ પોસ્ટ કરતી હતી. તેણે મેનનની તસવીરો શેર કરી અને વાંધાજનક તેમજ અશ્લીલ ટિપ્પણીઓ પણ કરી હતી. આ કેસમાં મીનુ મુનીર સાથે અન્ય એક વ્યક્તિ પર પણ આરોપ છે. બીજા આરોપીની ઓળખ 45 વર્ષીય સંગીત લુઇસ તરીકે થઈ છે. એવો આરોપ છે કે સંગીતે 13 અને 14 સપ્ટેમ્બર 2024 ના રોજ બાલચંદ્ર મેનનને ધમકીભર્યા ફોન કર્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ પર થતા કથિત અત્યાચાર અંગે ‘હેમા સમિતિ’નો રિપોર્ટ જાહેર થયા પછી આ ઘટના પ્રકાશમાં આવી. ત્યારબાદ બાલચંદ્ર મેનને સાયબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી. તેના આધારે, આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (BNS) કલમ 351 (2) (ગુનાહિત ધાકધમકી), IT કાયદા કલમ 67 (ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવી અથવા પ્રસારિત કરવી), અને કેરળ પોલીસ કાયદા 120 (O) (કોઈપણ સંદેશાવ્યવહારના માધ્યમ દ્વારા, કોઈપણ વ્યક્તિને વારંવાર અથવા અનિચ્છનીય અથવા અનામી કોલ, પત્રો, લેખન, સંદેશાઓ, ઈ-મેલ અથવા અન્ય કોઈપણ સંદેશ દ્વારા હેરાન કરવા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. મીનુ મુનીરે આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી
આ કેસમાં મીનુ મુનીરે કેરળ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. કોર્ટે તેણીને કેરળ સાયબર ક્રાઈમ સેલ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેનું તેણીએ પાલન કર્યું હતું. 30 જૂનના રોજ, મીનુ મુનીરે આત્મસમર્પણ કર્યું અને તેની ધરપકડ કરવામાં આવી. જોકે, બાદમાં હાઇકોર્ટના નિર્દેશ મુજબ તેને જામીન પર મુક્ત કરવામાં આવી.