તાજેતરમાં જ ‘મહારાણી’ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવામાં આવી હતી. આ ફિલ્મ સોશિયલ કોમેડી ડ્રામા છે. પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ થયું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર્સ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ તથા કો-પ્રોડ્યુસર્સ મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, ફિલ્મમાં એક મોડર્ન મહિલા માનસી ને તેનાં ઘરમાં કામ કરતી મહિલા શ્રદ્ધા વચ્ચેના સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. આ કામ કરતી મહિલાને ઘરની રાણી સાથે સરખાવવામાં આવી છે. કલાકારોની વાત કરીએ તો, માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરડિયા છે. આ ફિલ્મનું ડિરેક્શન નેશનલ અવૉર્ડ વિનર વિરલ શાહે કર્યું છે અને ફિલ્મની સ્ટોરી રામ મોરી ને હાર્દિક સાંગાણીએ લખી છે.