P24 News Gujarat

ડાન્સે ગોવિંદાને ‘હીરો નંબર વન’ બનાવ્યો!:પ્રોડ્યૂસર પહેલાજ નિહલાનીએ કહ્યું- ‘ચહેરો ઠીકઠાક હતો, કામ નહોતું ત્યારે અમે એક પછી એક ફિલ્મ આપી’

એવું કહેવાય છે કે એક સમયે ગોવિંદામાં એટલો નેગેટિવ એટિટ્યૂડ હતો કે ઘણા પ્રોડ્યૂસર્સ અને ડિરેક્ટર્સે તેમની સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. હવે ગોવિંદાની ‘શોલા ઔર શબનમ’, ‘આંખે’ જેવી ફિલ્મોનું નિર્માણ કરનારા પ્રોડ્યૂસર પહલાજ નિહલાનીએ કહ્યું છે કે, તે ખૂબ જ ઇનસિક્યોર હતો અને પૈસામાં ગૂંચવાઈ જતો હતો. આ જ કારણે તેનામાં એટિટ્યૂડ આવી ગયો હતો. પહેલાજ નિહલાનીએ લર્ન ફ્રોમ ધ લિજેન્ડ પોડકાસ્ટમાં ગોવિદા વિશે વાત કરતા કહ્યું, ‘ફિલ્મ ‘આંધી તૂફાન’ પછી હું મિથુન ચક્રવર્તી અને શત્રુઘ્ન સાથે ફિલ્મ બનાવવા માંગતો હતો. પણ તે સમયે મિથુન અને શત્રુઘ્ન 4-4 શિફ્ટમાં કામ કરતા હતા. જેથી અમારી વચ્ચે વાત ન બની. પછી રિક્કૂ રાકેશ ગોવિંદાને મારી પાસે લઈને આવ્યો. ફોટોગ્રાફ્સ પણ લાવ્યો હતો પણ મને ન ગમ્યા. મને તેનો લુક ન ગમ્યો. બીજા દિવસે તે મારી પાસે વીડિયો કેસેટ લઈને આવ્યો, જેમાં તેનો ડાન્સ હતો. તે સમયે માઇકલ જેક્સનના કારણે બ્રેક ડાન્સ લોકપ્રિય હતો. તેણે મને કેસેટ દેખાડી, તો મેં પૂછ્યું કે તેને શું શું આવડે છે? મને તેનો ચહેરો પસંદ ન હતો પણ તેનો ડાન્સ અને એક્શન ગમી ગયા. મારી સ્ટોરી એક્શનથી ભરેલી હતી, તો મેં એક દિવસ માંગ્યો. હું લંડન જઈ રહ્યો હતો, તો જતાં જતાં મેં તેને કીધું કે તું તૈયારી કર.’ તેમણે આગળ કહ્યું, ‘મેં લંડનમાં મારી રજાઓ દરમિયાન વાર્તા પૂરી કરી નાખી. પછી મેં તેમાં ડાન્સ ઉમેર્યો. આજની તારીખમાં તેના જેવો ટેલેન્ટેડ એક્ટર બીજો કોઈ નથી. જોકે, તેની ઊંચાઈના કારણે તે વકીલ કે પોલીસના પાત્રમાં ફિટ નહતો બેસતો. પણ હવે તે સ્ટાર થઈ ગયો હતો, સ્ટાર પાસેથી તો કંઈપણ કરાવી શકાય છે.’ ‘ગોવિંદા પાસે અમે પહેલી વાર કોમેડી કરાવી’- પહલાજ નિહલાની વાતચીતમાં પહલાજ નિહલાનીએ આગળ કહ્યું, ‘જ્યારે તેની પાસે કામ નહોતું, ત્યારે અમે ‘શોલા ઔર શબનમ’ શરૂ કરી, ત્યારે પહેલી વાર તેની પાસે કોમેડી રોલ કરાવ્યો. પછી જ્યારે કામ નહતું, ત્યારે ‘આંખે’ ફિલ્મ કરાવી. બંને ફિલ્મોમાં તેના પાત્ર બિલકુલ અલગ હતા. ફિલ્મ ‘આંખે’માં અમે તેને દિલીપ કુમાર અને મહેમુદ જેવો દેખાડવા માંગતા હતા. તમે ફિલ્મ જોશો તો ક્યારેક તે દિલીપ કુમાર જેવો લાગશે, તો ક્યારેક મહેમૂદ જેવો.’ જ્યારે પહલાજ નિહલાનીને પૂછવામાં આવ્યું કે શું ગોવિંદાના નેગેટિવ એટિટ્યૂડના કારણે ઘણા પ્રોડ્યૂસર્સ અને ડિરેક્ટર્સ તેની સાથે કામ કરવા માંગતા નહતા? ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘જ્યારે સફળતા મળે છે, ત્યારે વ્યક્તિ દરેક દુઃખ સહન કરી લે છે, પણ જ્યારે સફળતાની સીડી પરથી નીચે ઉતરીએ, ત્યારે તકલીફ થાય છે. ગોવિંદામાં શરૂઆતથી જ આ સમસ્યા હતી કારણ કે તે પોતાને ઇનસિક્યોર (અસુરક્ષિત) માનતો હતો. તેના પિતા મહેબૂબ ખાનના મોટા હીરો હતા. મોટી મોટી ફિલ્મો કરી, સારા પ્રોડ્યૂસર પણ રહ્યા, નુકસાન થયું. ત્યારબાદ એટલા દુઃખ જોયા, એટલી બધી વસ્તુઓ હાથમાંથી સરકી ગઈ, સંઘર્ષ કરવો પડ્યો. તે દરેક વસ્તુ તેની અંદર હતી. તે અસુરક્ષા રહેતી હતી. તેને ક્યાંકથી પણ પૈસા જોતા હતા. તેના ઉપર ભાઈ-બહેનની જવાબદારીઓ હતી. તે પૈસામાં ગૂંચવાયેલો રહેતો હતો, તેને બધું કરવું પણ હતું.’ ‘આ કારણે તેનો એટિટ્યૂડ આવો થઈ ગયો હતો. જ્યારે કામ અને પ્રેશર વધી જાય, ત્યારે તમે વસ્તુ છોડી નથી શકતા, એટલે વસ્તુઓ વધી ગઈ. પછી ટેવ પડી ગઈ, શંકાશીલ થઈ ગયો. જ્યારે વ્યક્તિને તેનો રસ્તો ન મળે ત્યારે બધા તેને નુકસાન પહોંચાડે છે, નહીંતર દીવો લઈને શોધો તો પણ ગોવિંદા જેવો હીરો ન મળે.’

​એવું કહેવાય છે કે એક સમયે ગોવિંદામાં એટલો નેગેટિવ એટિટ્યૂડ હતો કે ઘણા પ્રોડ્યૂસર્સ અને ડિરેક્ટર્સે તેમની સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. હવે ગોવિંદાની ‘શોલા ઔર શબનમ’, ‘આંખે’ જેવી ફિલ્મોનું નિર્માણ કરનારા પ્રોડ્યૂસર પહલાજ નિહલાનીએ કહ્યું છે કે, તે ખૂબ જ ઇનસિક્યોર હતો અને પૈસામાં ગૂંચવાઈ જતો હતો. આ જ કારણે તેનામાં એટિટ્યૂડ આવી ગયો હતો. પહેલાજ નિહલાનીએ લર્ન ફ્રોમ ધ લિજેન્ડ પોડકાસ્ટમાં ગોવિદા વિશે વાત કરતા કહ્યું, ‘ફિલ્મ ‘આંધી તૂફાન’ પછી હું મિથુન ચક્રવર્તી અને શત્રુઘ્ન સાથે ફિલ્મ બનાવવા માંગતો હતો. પણ તે સમયે મિથુન અને શત્રુઘ્ન 4-4 શિફ્ટમાં કામ કરતા હતા. જેથી અમારી વચ્ચે વાત ન બની. પછી રિક્કૂ રાકેશ ગોવિંદાને મારી પાસે લઈને આવ્યો. ફોટોગ્રાફ્સ પણ લાવ્યો હતો પણ મને ન ગમ્યા. મને તેનો લુક ન ગમ્યો. બીજા દિવસે તે મારી પાસે વીડિયો કેસેટ લઈને આવ્યો, જેમાં તેનો ડાન્સ હતો. તે સમયે માઇકલ જેક્સનના કારણે બ્રેક ડાન્સ લોકપ્રિય હતો. તેણે મને કેસેટ દેખાડી, તો મેં પૂછ્યું કે તેને શું શું આવડે છે? મને તેનો ચહેરો પસંદ ન હતો પણ તેનો ડાન્સ અને એક્શન ગમી ગયા. મારી સ્ટોરી એક્શનથી ભરેલી હતી, તો મેં એક દિવસ માંગ્યો. હું લંડન જઈ રહ્યો હતો, તો જતાં જતાં મેં તેને કીધું કે તું તૈયારી કર.’ તેમણે આગળ કહ્યું, ‘મેં લંડનમાં મારી રજાઓ દરમિયાન વાર્તા પૂરી કરી નાખી. પછી મેં તેમાં ડાન્સ ઉમેર્યો. આજની તારીખમાં તેના જેવો ટેલેન્ટેડ એક્ટર બીજો કોઈ નથી. જોકે, તેની ઊંચાઈના કારણે તે વકીલ કે પોલીસના પાત્રમાં ફિટ નહતો બેસતો. પણ હવે તે સ્ટાર થઈ ગયો હતો, સ્ટાર પાસેથી તો કંઈપણ કરાવી શકાય છે.’ ‘ગોવિંદા પાસે અમે પહેલી વાર કોમેડી કરાવી’- પહલાજ નિહલાની વાતચીતમાં પહલાજ નિહલાનીએ આગળ કહ્યું, ‘જ્યારે તેની પાસે કામ નહોતું, ત્યારે અમે ‘શોલા ઔર શબનમ’ શરૂ કરી, ત્યારે પહેલી વાર તેની પાસે કોમેડી રોલ કરાવ્યો. પછી જ્યારે કામ નહતું, ત્યારે ‘આંખે’ ફિલ્મ કરાવી. બંને ફિલ્મોમાં તેના પાત્ર બિલકુલ અલગ હતા. ફિલ્મ ‘આંખે’માં અમે તેને દિલીપ કુમાર અને મહેમુદ જેવો દેખાડવા માંગતા હતા. તમે ફિલ્મ જોશો તો ક્યારેક તે દિલીપ કુમાર જેવો લાગશે, તો ક્યારેક મહેમૂદ જેવો.’ જ્યારે પહલાજ નિહલાનીને પૂછવામાં આવ્યું કે શું ગોવિંદાના નેગેટિવ એટિટ્યૂડના કારણે ઘણા પ્રોડ્યૂસર્સ અને ડિરેક્ટર્સ તેની સાથે કામ કરવા માંગતા નહતા? ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘જ્યારે સફળતા મળે છે, ત્યારે વ્યક્તિ દરેક દુઃખ સહન કરી લે છે, પણ જ્યારે સફળતાની સીડી પરથી નીચે ઉતરીએ, ત્યારે તકલીફ થાય છે. ગોવિંદામાં શરૂઆતથી જ આ સમસ્યા હતી કારણ કે તે પોતાને ઇનસિક્યોર (અસુરક્ષિત) માનતો હતો. તેના પિતા મહેબૂબ ખાનના મોટા હીરો હતા. મોટી મોટી ફિલ્મો કરી, સારા પ્રોડ્યૂસર પણ રહ્યા, નુકસાન થયું. ત્યારબાદ એટલા દુઃખ જોયા, એટલી બધી વસ્તુઓ હાથમાંથી સરકી ગઈ, સંઘર્ષ કરવો પડ્યો. તે દરેક વસ્તુ તેની અંદર હતી. તે અસુરક્ષા રહેતી હતી. તેને ક્યાંકથી પણ પૈસા જોતા હતા. તેના ઉપર ભાઈ-બહેનની જવાબદારીઓ હતી. તે પૈસામાં ગૂંચવાયેલો રહેતો હતો, તેને બધું કરવું પણ હતું.’ ‘આ કારણે તેનો એટિટ્યૂડ આવો થઈ ગયો હતો. જ્યારે કામ અને પ્રેશર વધી જાય, ત્યારે તમે વસ્તુ છોડી નથી શકતા, એટલે વસ્તુઓ વધી ગઈ. પછી ટેવ પડી ગઈ, શંકાશીલ થઈ ગયો. જ્યારે વ્યક્તિને તેનો રસ્તો ન મળે ત્યારે બધા તેને નુકસાન પહોંચાડે છે, નહીંતર દીવો લઈને શોધો તો પણ ગોવિંદા જેવો હીરો ન મળે.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *