પ્રોડ્યૂસર બોની કપૂરે 1996માં પત્ની મોના કપૂરને છૂટાછેડા આપીને તે જ વર્ષે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા હતા. હવે બોની કપૂર અને મોનાની દીકરી અંશુલાએ જણાવ્યું છે કે, માતા-પિતાના છૂટાછેડાના કારણે કોઈ તેમના ઘરે આવતું નહતું. તે સમયે બોની કપૂર અને શ્રીદેવી બંને ખૂબ પ્રખ્યાત હતાં, તેથી તેમના ઘરની દરેક વાતો લોકો સુધી પહોંચતી. પરિણામે અંશુલાના મિત્રો પણ તેનાથી દૂર જતા રહ્યા. તે ફક્ત પહેલા ધોરણમાં હતી. કરણ જોહરના રિયાલિટી શો ‘ધ ટ્રેટર’માં જોવા મળેલી અંશુલા કપૂરે તાજેતરમાં નયનદીપ રક્ષિતના પોડકાસ્ટમાં તેના માતાપિતાના અલગ થવા વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું, ‘હું પહેલા ધોરણમાં હતી. કેટલાક પરિવારો એવા હતા, જેઓ અમારા જીવનમાં, જે કંઈ થઈ રહ્યું હતું તેમાં સામેલ થવા માંગતા ન હતા. તેઓ ઇચ્છતા ન હતા કે તેમના બાળકો અમારા ઘરે આવે અને કોઈપણ પ્રકારના ઝઘડાનો ભાગ બને. હવે હું સમજી શકું છું કે દરેક માતાપિતા તેમના બાળકો માટે પ્રોટેક્ટિવ હોય છે.’ અંશુલાએ આગળ કહ્યું, ’90ના દાયકામાં તમે સ્કૂલ પછી કોઈ મિત્રના ઘરે જતાં, જ્યાં તમે થોડો સમય વિતાવતા, તમારું હોમવર્ક કરતા. તમે આ જ રીતે તમારા મિત્રો બનાવતા. હું પહેલા ધોરણમાં હતી, પણ મને યાદ છે કે, જે રીતે મારા ક્લાસમેટ્સ મારી સાથે વર્તન કરતા કે તેમના પરિવાર મારી સાથે જે રીતે વર્તન કરી રહ્યા હતા, તેમાં મોટો ફેરફાર આવી ગયો હતો. જેમ કે સ્કૂલ પિક-અપ અને ડ્રોપ. સ્કૂલનો આ ખૂબજ ઇમોશનલ અને ગૂંચવણ અને મૂંઝવણભર્યો સમય હતો.’ નોંધનીય છે કે, બોની કપૂરે 1983માં મોના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે. 1996માં બોની કપૂરે મોનાને છૂટાછેડા આપીને શ્રીદેવી સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને જાહ્નવી કપૂર અને ખુશી કપૂર છે. બીજા લગ્નને કારણે અર્જુન કપૂરના પિતા સાથેના સંબંધો પણ બગડ્યા હતા. જોકે, સમય જતાં બંને વચ્ચે સંબંધોમાં સુધારો થઈ ગયો છે.