વલસાડ જિલ્લામાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવાની ઘેલછામાં જોખમી સ્ટંટ કરનારા યુવકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે. પારડી હાઈવે પર એક યુવકે 9 કાર સાથે VVIP કાફલાનો સ્ટંટ કર્યો હતો. પોલીસે તમામ કાર અને ચાલકોની ધરપકડ કરી હતી. કપરાડાના પર્યટક સ્થળે ત્રણ યુવકોએ કાર ગોળ-ગોળ ફેરવીને સ્ટંટ કર્યો હતો. વીડિયો વાઈરલ થતાં પોલીસે સ્ટંટ કરનાર અને વીડિયો વાઈરલ કરનાર બંનેની ધરપકડ કરી હતી. તાજેતરમાં ધરમપુરમાં હિરેન પટેલ નામના યુવકે જીપ સાથે જોખમી સ્ટંટ કરી વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે આ યુવક અગાઉ ખેરગામ, ધરમપુર અને નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીના કેસોમાં પકડાયો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. વલસાડના SP ડૉ. કરનરાજ વાઘેલાએ લોકોને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા કે રોબ જમાવવા માટે આવા જોખમી સ્ટંટ ન કરવા અપીલ કરી છે. પોલીસે ચેતવણી આપી છે કે આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.