P24 News Gujarat

હમાસે ભૂખ્યા રાખ્યા, બોમ્બ લગાવ્યા જેથી ભાગી ન શકે:498 દિવસ પછી બંધકો પાછા ફર્યા, નેતન્યાહૂ વિરુદ્ધ સૂત્રોચ્ચાર- ગાઝામાં લોહી ન વહેવડાવો

ઇઝરાયલના નીર ઓઝમાં રહેતા લાયર અને ઇટાન તેમના ઘરમાં બેઠા હતા. આ શહેર હમાસના નિયંત્રણમાં રહેલી ગાઝા પટ્ટીની નજીક છે. સવારે 6:29 વાગ્યે અચાનક ગાઝા તરફથી રોકેટ છોડવામાં આવ્યા. ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ. દક્ષિણ ઇઝરાયલમાં ચેતવણી સાયરનનો અવાજ ગુંજવા લાગ્યો. લાયર અને ઇટાન પણ સાવચેત થઈ ગયા. તે જ સમયે, હથિયાર ધરાવતા કેટલાક લોકો તેમના ઘરમાં ઘૂસી આવ્યા. તેમણે લાયર અને ઇટાનને પકડી લીધા, બાંધી દીધા અને ગાઝા લઈ ગયા. આ લોકો હમાસના આતંકવાદીઓ હતા. હમાસે ઇઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટું હુમલો કર્યો હતો. તારીખ હતી 7 ઓક્ટોબર 2023. હમાસના આતંકવાદીઓએ 1,200થી વધુ લોકોની હત્યા કરી હતી. લાયર અને ઇટાનની જેમ 251 લોકોને બંધક બનાવ્યા હતા. આ ઘટનાને 634 દિવસ થઈ ગયા છે. ઇઝરાયલે હમાસની સાથે ગાઝાનો પણ નાશ કર્યો છે. લાયર ઘરે પાછા ફર્યા છે, પરંતુ ઇટાન જેવા 50 લોકો હજુ પણ ગાઝામાં બંધક છે. તેઓ ક્યાં છે, એ કોઈને ખબર નથી. ઇઝરાયલમાં બંધકોને છોડાવવા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તેલ અવીવમાં એક સ્થળનું નામ જ હોસ્ટેજ સ્ક્વેર થઈ ગયું છે. આ સ્થળ તેલ અવીવ મ્યુઝિયમની નજીક છે. અહીં લોકો દર શનિવારે બંધકોની મુક્તિ અને ગાઝામાં યુદ્ધ બંધ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરવા આવે છે. તેઓ તેમના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર પણ ગુસ્સે છે. તેમને લાગે છે કે નેતન્યાહુ જાણીજોઈને ગાઝાનું યુદ્ધ રોકી રહ્યા નથી. આ જ સ્થળે અમને લાયર, ઇટાન અને નામાની કહાની જાણવા મળી. 498 દિવસ હમાસની કેદમાં રહેલા લાયર, ટનલમાં મરતા-મરતા બચ્યા
લાયર અને તેમના 38 વર્ષના ભાઈ ઇટાનને હમાસના આતંકવાદીઓએ કોઈ ટનલમાં કેદ કરી રાખ્યા હતા. જાન્યુઆરી 2025માં લાયરને મુક્ત કરવામાં આવ્યા. 46 વર્ષના લાયર હજુ પણ લોકો સામે વાત કરી શકતા નથી. લાયર ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે પરિવારને પોતાનો અનુભવ જણાવ્યો હતો. લાયરની ભાભી ડાલિયા ખુસ્નેરે અમને ટનલમાં ફસાયેલા હોવાની એક ઘટના જણાવી: “ઇઝરાયેલી સેના બોમ્બમારો કરી રહી હતી. તે સમયે લાયર અને ઇટાન અન્ય બંધકો સાથે ટનલમાં કેદ હતા. બોમ્બ પડવાથી ટનલનો એક ભાગ ધસી પડવા લાગ્યો. હમાસના આતંકવાદીઓએ બંધકોને ઊભા થવા કહ્યું. ટનલમાં જ બીજા સ્થળે લઈ જવા લાગ્યા. અમારા હાથ-પગ બંધાયેલા હતા. એ જ હાલતમાં તેઓ અમને કલાકો સુધી ટનલની અંદર ચલાવતા રહ્યા. ઇટાન ખૂબ બીમાર હતો. ચાલતાં-ચાલતાં તેની હાલત બગડી ગઈ, અને તે ટનલમાં જ બેસી ગયો.” “ઇટાને લાયરને કહ્યું કે તમે લોકો ભાગીને જીવ બચાવો, હું અહીં જ બેસું છું. જો હું આગળ ચાલીશ તો પણ મરી જઈશ. લાયરે તેને ટેકો આપ્યો અને કહ્યું કે જો તું નહીં ચાલે તો હું પણ નહીં જાઉં. લાયરે તેનો હાથ પકડ્યો અને ટનલમાં આગળ લઈ ગયો.” યુદ્ધવિરામ સોદા બાદ હમાસે લાયરને છોડ્યા
લાયરને હમાસે જાન્યુઆરી 2025માં યુદ્ધવિરામ સોદાના ભાગરૂપે મુક્ત કર્યા. 498 દિવસ બાદ તેમણે સૂરજની રોશની જોઈ. હમાસના આતંકવાદીઓ તેમને ટનલમાંથી બહાર લાવ્યા. લાયરને આંતરરાષ્ટ્રીય વિનિમય ટીમને સોંપવામાં આવ્યા. આ ટીમ લાયરને ઇઝરાયેલી સંરક્ષણ દળો સુધી લઈ ગઈ. તબીબી તપાસ બાદ લાયર ઘરે પાછા ફર્યા. લાયર તો આવી ગયા, પરંતુ 50 બંધકો પાછળ રહી ગયા, જેમાં ઇટાન પણ છે. જ્યારે કોઈ બંધક ઘરે પાછો ફરે છે, તે ખુશ થાય છે. પરંતુ જ્યારે લાયર પાછા ફર્યા, ત્યારે તેમને અપરાધી જેવું લાગ્યું કારણ કે હમાસે તેમને મુક્ત કર્યા, પરંતુ તેમના ભાઈ ઇટાનને નહીં. લાયર હજુ પણ કહે છે કે ઇટાનનો હાથ પકડવા માટે હવે ત્યાં કોઈ નથી, તેથી સરકારે તેને પાછા લાવવા માટે પહેલ કરવી જોઈએ. લાયરની ભાભી ડાલિયા જણાવે છે, “લાયરને દરરોજ સવારે એવું લાગે છે કે તેઓ હજુ પણ ગાઝામાં જ છે. તેઓ પોતાને આઝાદ અનુભવી શકતા નથી. લાયર માનસિક ઉપચાર લઈ રહ્યા નથી. તેમનું કહેવું છે કે જ્યાં સુધી બધા બંધકો પાછા નહીં આવે ત્યાં સુધી હું ઉપચાર શરૂ નહીં કરું.” ઘણા દિવસ ભૂખ્યા રહ્યા, ત્રાસ સહન કર્યો
ડાલિયા કહે છે, “લાયરે જણાવ્યું કે હમાસના આતંકવાદીઓ અમને ઘણા દિવસ ભૂખ્યા રાખતા હતા. તેમણે અમને ખૂબ ત્રાસ આપ્યો. ટનલની અંદર દરેક જગ્યાએ વિસ્ફોટકો ભરેલા હતા. તેઓ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા.” લાયરને કેવો ત્રાસ આપવામાં આવ્યો? ડાલિયા જવાબ આપે છે, “હજુ તેઓ આ વિશે વાત કરી રહ્યા નથી. અમે પણ તેમની પાસે પૂછ્યું નથી. તે આતંકવાદીઓએ નાના બાળકોને ઓવનમાં મૂકીને બાળી નાખ્યા, લાશો સાથે બળાત્કાર કર્યો, મહિલાઓની હત્યા કરી, આ જ આતંકવાદીઓ છે. તેમણે શું-શું કર્યું હશે, તમે આનાથી સમજી શકો છો.” હવે 21 વર્ષની નામાની આપવીતી
નામાને હમાસે બંધક બનાવી ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. મુક્ત થઈને પાછી આવી ત્યારે તે 21 વર્ષની થઈ ગઈ છે. નામાને હમાસના આતંકવાદીઓએ નખાલોસ બોર્ડર પરથી કેદ કરી હતી. તે હમાસના હુમલાથી બચવા માટે બોમ્બ શેલ્ટરમાં સંતાઈ ગઈ હતી. હમાસના આતંકવાદીઓએ નામા અને તેના મિત્રોને શેલ્ટરમાંથી બહાર કાઢીને કેદ કરી લીધા અને ગાઝા લઈ ગયા. તે પણ જાન્યુઆરી 2025માં મુક્ત થઈને પાછી આવી છે. નામાના ભાઈ અમિત લેવી જણાવે છે, “નામા શરૂઆતથી જ ખૂબ મજબૂત હતી. તેણે હમાસની કેદમાં પણ પોતાની હિંમત નથી તૂટવા દીધી. તે ઘરે પાછી આવી ત્યારે પણ તે ડરી નહોતી. હવે તે પોતાના જૂના જીવનમાં પાછું આવવાનો પ્રયાસ કરી રહી છે. તેને માનસિક ઉપચાર આપવામાં આવી રહ્યો છે. તેમ છતાં, જ્યારે તે બંધકોના સમાચાર સાંભળે છે, ત્યારે તે પરેશાન થવા લાગે છે. તેને ટનલમાં ગાળેલી ખરાબ ક્ષણો યાદ આવે છે.” નામા જણાવે છે, “હું ટનલની અંદર કેદ હતી, ત્યારે દરરોજ બંધકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવતા હતા. ખાવા-પીવાનું પણ મળતું નહોતું. હું અને મારા મિત્રો ઘાયલ થયા હતા, પરંતુ તેઓ અમારી સારવાર નહોતા કરતા.” હોસ્ટેજ સ્ક્વેર પર ગાઝામાં યુદ્ધ બંધ કરવાના નારા
લાયર, નામા અને ઇટાનની કહાની અમને તેલ અવીવના હોસ્ટેજ સ્ક્વેર પર મળી. અહીં દર શનિવારે લોકો બંધકોની આઝાદી માટે વિરોધ પ્રદર્શન કરવા આવે છે. યહૂદીઓ માટે આ દિવસ શબ્બાતનો હોય છે. તેઓ આ રજા ઉજવે છે. તેમ છતાં, હજારો લોકો દર શનિવારે 3 કલાક માટે હોસ્ટેજ સ્ક્વેર આવે છે. તેઓ તે લોકોને યાદ કરે છે જેઓ 634 દિવસથી હમાસની કેદમાં છે. તેઓ અલગ-અલગ રીતે પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કરે છે. કોઈએ રંગીન પથ્થરો પર બંધકોના નામ લખ્યા છે, કોઈ ફોટા સાથે કાગળ પર સંદેશ લખે છે, કોઈ બંધકોની યાદમાં ગીત ગાય છે. અહીં બંધકોની યાદમાં એક ટનલ પણ બનાવવામાં આવી છે. લોકોનું દુઃખ હવે તેમની સરકાર પ્રત્યેના ગુસ્સામાં બદલાઈ રહ્યું છે. તેઓ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની વિરુદ્ધ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગણી છે કે સરકાર બંધકોને છોડાવે અને ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ બંધ કરે. હાઈફાની ટેક્નિયન યુનિવર્સિટીમાં પ્રોફેસર રશેલ રાહેલ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે દર અઠવાડિયે લગભગ 90 કિલોમીટર દૂર તેલ અવીવ આવે છે. તેઓ કહે છે, “હું ઇઝરાયેલી બંધકોની જલદી પાછા ફરવાની ઈચ્છું છું. એક વર્ષ પહેલાં જ આ યુદ્ધનો હેતુ પૂરો થઈ ગયો હતો. એવું લાગે છે કે વડાપ્રધાન નેતન્યાહુ પોતાની સત્તા બચાવવા માટે યુદ્ધ રોકી રહ્યા નથી. તેમના સહયોગી પક્ષો કટ્ટર રાષ્ટ્રવાદી, આત્યંતિકવાદી અને જમણેરી ધાર્મિક છે. તેઓ યુદ્ધ ચાલુ રાખવા માગે છે.” “ઇઝરાયેલી સરકારે ગાઝામાં નિર્દોષ લોકોની હત્યા ન કરવી જોઈએ. આ સરકારના કેટલાક લોકો ગાઝાને યહૂદીઓની જમીન બનાવવા માગે છે. મને નથી લાગતું કે આવું થવું જોઈએ. આવતા વર્ષે ચૂંટણીઓ છે. તેમનું જીતવું ખૂબ મુશ્કેલ છે.” ‘નેતન્યાહુ પોતાના સ્વાર્થ માટે યુદ્ધ કરી રહ્યા છે’
ક્રિએટિવ આર્ટિસ્ટ ગલિલા નોકરી કરતી હતી. હવે તે નિવૃત્ત થઈ ગઈ છે. ગલિલા મોટેથી નારા લગાવી રહી હતી. અમે તેમને પૂછ્યું – તમે અહીં કેમ આવ્યા છો? તે કહે છે, “હું એવી બધી સરકારોનો વિરોધ કરી રહી છું જે યુદ્ધ ચાલુ રાખવા માટે લોકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. ઘણી મોત થઈ ચૂકી છે. જોકે, અમે આ યુદ્ધ શરૂ નહોતું કર્યું.” “હું દર શનિવારે એ જ માગણી સાથે આવું છું કે બંધકોને પાછા લાવવામાં આવે અને યુદ્ધ બંધ થાય. ગાઝામાં લોહીની નદીઓ વહેવડાવવાનું બંધ કરો. જીવનની કદર કરો. આ સરકાર પોતાના સ્વાર્થ માટે યુદ્ધને લંબાવી રહી છે. હું ખોટી પણ હોઈ શકું. સરકાર પર યહૂદીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી છે, પરંતુ તે બદલો લેવા માટે લોકોના જીવ લઈ રહી છે.” “આખરે સરકારને શા માટે નથી સમજાતું કે ગાઝામાં યુદ્ધ બંધ કરવાનો સમય આવી ગયો છે? વડાપ્રધાન નેતન્યાહુ એક પછી એક ભૂલો કરી રહ્યા છે. મને મારી સરકારથી ડર લાગવા લાગ્યો છે. અમે આત્મહત્યા તરફ આગળ વધી રહ્યા છીએ. ઈરાન સાથે યુદ્ધ જરૂરી હતું, તે થઈ ગયું, પરંતુ ગાઝામાં યુદ્ધ બંધ થવું જોઈએ.” ડોક્યુમેન્ટ્રી નિર્માતા શેરોન તેલ અવીવમાં રહે છે. તે 20 મહિનાથી ઇઝરાયલી બંધકો માટે કામ કરી રહી છે. તે તેમના પર ફિલ્મ બનાવી રહી છે. તેણે આ આંદોલનને કેમેરામાં રેકોર્ડ કર્યું છે. શેરોન કહે છે, “સરકાર રાજનીતિમાં આંધળી થઈને પોતાના લોકોને ભૂલી ગઈ છે. લોકોને તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યા અને તેઓ 20 મહિનાથી પાછા ફર્યા નથી. એ અમારી જવાબદારી છે કે સરકારને નિર્ણયો બદલવા માટે મજબૂર કરીએ. અમને ટ્રમ્પ પાસેથી આશા છે કે તેઓ ગાઝામાં યુદ્ધ રોકવામાં અને બંધકોને પાછા લાવવામાં મદદ કરશે.” “મને નેતન્યાહુ પર ભરોસો નથી. મને ફક્ત ઇઝરાયલી સેના પર ભરોસો છે. જો નેતન્યાહુ ઈરાનને હરાવવાની વાત કરે છે, તો ગાઝામાં હજુ સુધી યુદ્ધ શા માટે ચાલી રહ્યું છે?” અમે શેરોનને પૂછ્યું કે તમે ઇઝરાયલની સરકારને કેમ પસંદ નથી કરતા? તે કહે છે, “આ સરકાર ખૂબ જ કટ્ટરવાદી છે. તેના વિચારો રૂઢિચુસ્ત છે. મને લાગે છે કે યુદ્ધવિરામનો સોદો ટેબલ પર છે, તેના પર વિચાર કરીને યુદ્ધ રોકવું જોઈએ અને બંધકોની વાપસી કરાવવી જોઈએ.” ગાઝામાં ઇઝરાયલના 900 સૈનિકોના મોત
પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં યુવાનો પણ સામેલ છે. ઇઝરાયેલમાં યુવાનો માટે લશ્કરી તાલીમ લેવી ફરજિયાત છે. છોકરાઓએ 3 વર્ષ અને છોકરીઓએ 2 વર્ષ સેનામાં સેવા આપવી પડે છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF)માં સામેલ યુવાનો ગાઝામાં પણ લડી રહ્યા છે. IDFના લગભગ 900 જવાનો ગાઝામાં જીવ ગુમાવી ચૂક્યા છે. 24 જૂનના રોજ જ દક્ષિણ ગાઝાના ખાન યુનુસમાં ઓપરેશન દરમિયાન 7 ઇઝરાયેલી જવાનોના મોત થયા હતા. એક તરફ બંધકોનો કોઈ સુરાગ મળી રહ્યો નથી, તો બીજી તરફ ઇઝરાયલી સેના ગાઝામાં મુશ્કેલીઓમાં છે. આ કારણે સરકાર પર દબાણ વધી રહ્યું છે. ઇઝરાયલી સેનામાં સેવા આપીને પાછા ફરેલા ટોવિયસ પણ પ્રદર્શનમાં સામેલ છે. ટોવિયસની ટી-શર્ટ પર હિબ્રૂમાં લખેલું છે – ‘મગઝરીમ ઓટાઈવા અક્શા’ એટલે ‘તેમને ઘરે પાછા લાવો – હમણાં.’ તેમાં ‘હમણાં’ પર વધુ ભાર છે. ટોવિયસ કહે છે, “ઇઝરાયલીઓની ખાસિયત એ છે કે અમે અમારા ફસાયેલા લોકોને પાછા લાવીએ જ છીએ.” ગાઝામાં ઇઝરાયેલી સૈનિકોના મોત થઈ રહ્યા છે, હજુ ખબર નથી કે ઓપરેશન ક્યારે પૂરું થશે અને બંધકો ક્યારે પાછા આવશે. આ વિશે ટોવિયસ કહે છે, “ગાઝાનું યુદ્ધ સાચું છે. મને લાગે છે કે હવે બંધકોને પાછા લાવવા માટે યુદ્ધ બંધ કરવું જોઈએ. યુદ્ધ વિનાશ લાવે છે. તેમાં ઘણા લોકોના મોત થઈ રહ્યા છે, પરંતુ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.” “જો તમારી સામે એવા આતંકવાદીઓ હોય જે યુદ્ધ ઇચ્છે, નિર્દોષ લોકોને માનવ ઢાલ બનાવે, હોસ્પિટલમાં લશ્કરી અડ્ડા બનાવે, અને હજુ પણ લડવા માગે, તો યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.”

​ઇઝરાયલના નીર ઓઝમાં રહેતા લાયર અને ઇટાન તેમના ઘરમાં બેઠા હતા. આ શહેર હમાસના નિયંત્રણમાં રહેલી ગાઝા પટ્ટીની નજીક છે. સવારે 6:29 વાગ્યે અચાનક ગાઝા તરફથી રોકેટ છોડવામાં આવ્યા. ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ. દક્ષિણ ઇઝરાયલમાં ચેતવણી સાયરનનો અવાજ ગુંજવા લાગ્યો. લાયર અને ઇટાન પણ સાવચેત થઈ ગયા. તે જ સમયે, હથિયાર ધરાવતા કેટલાક લોકો તેમના ઘરમાં ઘૂસી આવ્યા. તેમણે લાયર અને ઇટાનને પકડી લીધા, બાંધી દીધા અને ગાઝા લઈ ગયા. આ લોકો હમાસના આતંકવાદીઓ હતા. હમાસે ઇઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટું હુમલો કર્યો હતો. તારીખ હતી 7 ઓક્ટોબર 2023. હમાસના આતંકવાદીઓએ 1,200થી વધુ લોકોની હત્યા કરી હતી. લાયર અને ઇટાનની જેમ 251 લોકોને બંધક બનાવ્યા હતા. આ ઘટનાને 634 દિવસ થઈ ગયા છે. ઇઝરાયલે હમાસની સાથે ગાઝાનો પણ નાશ કર્યો છે. લાયર ઘરે પાછા ફર્યા છે, પરંતુ ઇટાન જેવા 50 લોકો હજુ પણ ગાઝામાં બંધક છે. તેઓ ક્યાં છે, એ કોઈને ખબર નથી. ઇઝરાયલમાં બંધકોને છોડાવવા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તેલ અવીવમાં એક સ્થળનું નામ જ હોસ્ટેજ સ્ક્વેર થઈ ગયું છે. આ સ્થળ તેલ અવીવ મ્યુઝિયમની નજીક છે. અહીં લોકો દર શનિવારે બંધકોની મુક્તિ અને ગાઝામાં યુદ્ધ બંધ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરવા આવે છે. તેઓ તેમના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર પણ ગુસ્સે છે. તેમને લાગે છે કે નેતન્યાહુ જાણીજોઈને ગાઝાનું યુદ્ધ રોકી રહ્યા નથી. આ જ સ્થળે અમને લાયર, ઇટાન અને નામાની કહાની જાણવા મળી. 498 દિવસ હમાસની કેદમાં રહેલા લાયર, ટનલમાં મરતા-મરતા બચ્યા
લાયર અને તેમના 38 વર્ષના ભાઈ ઇટાનને હમાસના આતંકવાદીઓએ કોઈ ટનલમાં કેદ કરી રાખ્યા હતા. જાન્યુઆરી 2025માં લાયરને મુક્ત કરવામાં આવ્યા. 46 વર્ષના લાયર હજુ પણ લોકો સામે વાત કરી શકતા નથી. લાયર ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે પરિવારને પોતાનો અનુભવ જણાવ્યો હતો. લાયરની ભાભી ડાલિયા ખુસ્નેરે અમને ટનલમાં ફસાયેલા હોવાની એક ઘટના જણાવી: “ઇઝરાયેલી સેના બોમ્બમારો કરી રહી હતી. તે સમયે લાયર અને ઇટાન અન્ય બંધકો સાથે ટનલમાં કેદ હતા. બોમ્બ પડવાથી ટનલનો એક ભાગ ધસી પડવા લાગ્યો. હમાસના આતંકવાદીઓએ બંધકોને ઊભા થવા કહ્યું. ટનલમાં જ બીજા સ્થળે લઈ જવા લાગ્યા. અમારા હાથ-પગ બંધાયેલા હતા. એ જ હાલતમાં તેઓ અમને કલાકો સુધી ટનલની અંદર ચલાવતા રહ્યા. ઇટાન ખૂબ બીમાર હતો. ચાલતાં-ચાલતાં તેની હાલત બગડી ગઈ, અને તે ટનલમાં જ બેસી ગયો.” “ઇટાને લાયરને કહ્યું કે તમે લોકો ભાગીને જીવ બચાવો, હું અહીં જ બેસું છું. જો હું આગળ ચાલીશ તો પણ મરી જઈશ. લાયરે તેને ટેકો આપ્યો અને કહ્યું કે જો તું નહીં ચાલે તો હું પણ નહીં જાઉં. લાયરે તેનો હાથ પકડ્યો અને ટનલમાં આગળ લઈ ગયો.” યુદ્ધવિરામ સોદા બાદ હમાસે લાયરને છોડ્યા
લાયરને હમાસે જાન્યુઆરી 2025માં યુદ્ધવિરામ સોદાના ભાગરૂપે મુક્ત કર્યા. 498 દિવસ બાદ તેમણે સૂરજની રોશની જોઈ. હમાસના આતંકવાદીઓ તેમને ટનલમાંથી બહાર લાવ્યા. લાયરને આંતરરાષ્ટ્રીય વિનિમય ટીમને સોંપવામાં આવ્યા. આ ટીમ લાયરને ઇઝરાયેલી સંરક્ષણ દળો સુધી લઈ ગઈ. તબીબી તપાસ બાદ લાયર ઘરે પાછા ફર્યા. લાયર તો આવી ગયા, પરંતુ 50 બંધકો પાછળ રહી ગયા, જેમાં ઇટાન પણ છે. જ્યારે કોઈ બંધક ઘરે પાછો ફરે છે, તે ખુશ થાય છે. પરંતુ જ્યારે લાયર પાછા ફર્યા, ત્યારે તેમને અપરાધી જેવું લાગ્યું કારણ કે હમાસે તેમને મુક્ત કર્યા, પરંતુ તેમના ભાઈ ઇટાનને નહીં. લાયર હજુ પણ કહે છે કે ઇટાનનો હાથ પકડવા માટે હવે ત્યાં કોઈ નથી, તેથી સરકારે તેને પાછા લાવવા માટે પહેલ કરવી જોઈએ. લાયરની ભાભી ડાલિયા જણાવે છે, “લાયરને દરરોજ સવારે એવું લાગે છે કે તેઓ હજુ પણ ગાઝામાં જ છે. તેઓ પોતાને આઝાદ અનુભવી શકતા નથી. લાયર માનસિક ઉપચાર લઈ રહ્યા નથી. તેમનું કહેવું છે કે જ્યાં સુધી બધા બંધકો પાછા નહીં આવે ત્યાં સુધી હું ઉપચાર શરૂ નહીં કરું.” ઘણા દિવસ ભૂખ્યા રહ્યા, ત્રાસ સહન કર્યો
ડાલિયા કહે છે, “લાયરે જણાવ્યું કે હમાસના આતંકવાદીઓ અમને ઘણા દિવસ ભૂખ્યા રાખતા હતા. તેમણે અમને ખૂબ ત્રાસ આપ્યો. ટનલની અંદર દરેક જગ્યાએ વિસ્ફોટકો ભરેલા હતા. તેઓ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા.” લાયરને કેવો ત્રાસ આપવામાં આવ્યો? ડાલિયા જવાબ આપે છે, “હજુ તેઓ આ વિશે વાત કરી રહ્યા નથી. અમે પણ તેમની પાસે પૂછ્યું નથી. તે આતંકવાદીઓએ નાના બાળકોને ઓવનમાં મૂકીને બાળી નાખ્યા, લાશો સાથે બળાત્કાર કર્યો, મહિલાઓની હત્યા કરી, આ જ આતંકવાદીઓ છે. તેમણે શું-શું કર્યું હશે, તમે આનાથી સમજી શકો છો.” હવે 21 વર્ષની નામાની આપવીતી
નામાને હમાસે બંધક બનાવી ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. મુક્ત થઈને પાછી આવી ત્યારે તે 21 વર્ષની થઈ ગઈ છે. નામાને હમાસના આતંકવાદીઓએ નખાલોસ બોર્ડર પરથી કેદ કરી હતી. તે હમાસના હુમલાથી બચવા માટે બોમ્બ શેલ્ટરમાં સંતાઈ ગઈ હતી. હમાસના આતંકવાદીઓએ નામા અને તેના મિત્રોને શેલ્ટરમાંથી બહાર કાઢીને કેદ કરી લીધા અને ગાઝા લઈ ગયા. તે પણ જાન્યુઆરી 2025માં મુક્ત થઈને પાછી આવી છે. નામાના ભાઈ અમિત લેવી જણાવે છે, “નામા શરૂઆતથી જ ખૂબ મજબૂત હતી. તેણે હમાસની કેદમાં પણ પોતાની હિંમત નથી તૂટવા દીધી. તે ઘરે પાછી આવી ત્યારે પણ તે ડરી નહોતી. હવે તે પોતાના જૂના જીવનમાં પાછું આવવાનો પ્રયાસ કરી રહી છે. તેને માનસિક ઉપચાર આપવામાં આવી રહ્યો છે. તેમ છતાં, જ્યારે તે બંધકોના સમાચાર સાંભળે છે, ત્યારે તે પરેશાન થવા લાગે છે. તેને ટનલમાં ગાળેલી ખરાબ ક્ષણો યાદ આવે છે.” નામા જણાવે છે, “હું ટનલની અંદર કેદ હતી, ત્યારે દરરોજ બંધકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવતા હતા. ખાવા-પીવાનું પણ મળતું નહોતું. હું અને મારા મિત્રો ઘાયલ થયા હતા, પરંતુ તેઓ અમારી સારવાર નહોતા કરતા.” હોસ્ટેજ સ્ક્વેર પર ગાઝામાં યુદ્ધ બંધ કરવાના નારા
લાયર, નામા અને ઇટાનની કહાની અમને તેલ અવીવના હોસ્ટેજ સ્ક્વેર પર મળી. અહીં દર શનિવારે લોકો બંધકોની આઝાદી માટે વિરોધ પ્રદર્શન કરવા આવે છે. યહૂદીઓ માટે આ દિવસ શબ્બાતનો હોય છે. તેઓ આ રજા ઉજવે છે. તેમ છતાં, હજારો લોકો દર શનિવારે 3 કલાક માટે હોસ્ટેજ સ્ક્વેર આવે છે. તેઓ તે લોકોને યાદ કરે છે જેઓ 634 દિવસથી હમાસની કેદમાં છે. તેઓ અલગ-અલગ રીતે પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કરે છે. કોઈએ રંગીન પથ્થરો પર બંધકોના નામ લખ્યા છે, કોઈ ફોટા સાથે કાગળ પર સંદેશ લખે છે, કોઈ બંધકોની યાદમાં ગીત ગાય છે. અહીં બંધકોની યાદમાં એક ટનલ પણ બનાવવામાં આવી છે. લોકોનું દુઃખ હવે તેમની સરકાર પ્રત્યેના ગુસ્સામાં બદલાઈ રહ્યું છે. તેઓ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની વિરુદ્ધ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગણી છે કે સરકાર બંધકોને છોડાવે અને ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ બંધ કરે. હાઈફાની ટેક્નિયન યુનિવર્સિટીમાં પ્રોફેસર રશેલ રાહેલ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે દર અઠવાડિયે લગભગ 90 કિલોમીટર દૂર તેલ અવીવ આવે છે. તેઓ કહે છે, “હું ઇઝરાયેલી બંધકોની જલદી પાછા ફરવાની ઈચ્છું છું. એક વર્ષ પહેલાં જ આ યુદ્ધનો હેતુ પૂરો થઈ ગયો હતો. એવું લાગે છે કે વડાપ્રધાન નેતન્યાહુ પોતાની સત્તા બચાવવા માટે યુદ્ધ રોકી રહ્યા નથી. તેમના સહયોગી પક્ષો કટ્ટર રાષ્ટ્રવાદી, આત્યંતિકવાદી અને જમણેરી ધાર્મિક છે. તેઓ યુદ્ધ ચાલુ રાખવા માગે છે.” “ઇઝરાયેલી સરકારે ગાઝામાં નિર્દોષ લોકોની હત્યા ન કરવી જોઈએ. આ સરકારના કેટલાક લોકો ગાઝાને યહૂદીઓની જમીન બનાવવા માગે છે. મને નથી લાગતું કે આવું થવું જોઈએ. આવતા વર્ષે ચૂંટણીઓ છે. તેમનું જીતવું ખૂબ મુશ્કેલ છે.” ‘નેતન્યાહુ પોતાના સ્વાર્થ માટે યુદ્ધ કરી રહ્યા છે’
ક્રિએટિવ આર્ટિસ્ટ ગલિલા નોકરી કરતી હતી. હવે તે નિવૃત્ત થઈ ગઈ છે. ગલિલા મોટેથી નારા લગાવી રહી હતી. અમે તેમને પૂછ્યું – તમે અહીં કેમ આવ્યા છો? તે કહે છે, “હું એવી બધી સરકારોનો વિરોધ કરી રહી છું જે યુદ્ધ ચાલુ રાખવા માટે લોકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. ઘણી મોત થઈ ચૂકી છે. જોકે, અમે આ યુદ્ધ શરૂ નહોતું કર્યું.” “હું દર શનિવારે એ જ માગણી સાથે આવું છું કે બંધકોને પાછા લાવવામાં આવે અને યુદ્ધ બંધ થાય. ગાઝામાં લોહીની નદીઓ વહેવડાવવાનું બંધ કરો. જીવનની કદર કરો. આ સરકાર પોતાના સ્વાર્થ માટે યુદ્ધને લંબાવી રહી છે. હું ખોટી પણ હોઈ શકું. સરકાર પર યહૂદીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી છે, પરંતુ તે બદલો લેવા માટે લોકોના જીવ લઈ રહી છે.” “આખરે સરકારને શા માટે નથી સમજાતું કે ગાઝામાં યુદ્ધ બંધ કરવાનો સમય આવી ગયો છે? વડાપ્રધાન નેતન્યાહુ એક પછી એક ભૂલો કરી રહ્યા છે. મને મારી સરકારથી ડર લાગવા લાગ્યો છે. અમે આત્મહત્યા તરફ આગળ વધી રહ્યા છીએ. ઈરાન સાથે યુદ્ધ જરૂરી હતું, તે થઈ ગયું, પરંતુ ગાઝામાં યુદ્ધ બંધ થવું જોઈએ.” ડોક્યુમેન્ટ્રી નિર્માતા શેરોન તેલ અવીવમાં રહે છે. તે 20 મહિનાથી ઇઝરાયલી બંધકો માટે કામ કરી રહી છે. તે તેમના પર ફિલ્મ બનાવી રહી છે. તેણે આ આંદોલનને કેમેરામાં રેકોર્ડ કર્યું છે. શેરોન કહે છે, “સરકાર રાજનીતિમાં આંધળી થઈને પોતાના લોકોને ભૂલી ગઈ છે. લોકોને તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યા અને તેઓ 20 મહિનાથી પાછા ફર્યા નથી. એ અમારી જવાબદારી છે કે સરકારને નિર્ણયો બદલવા માટે મજબૂર કરીએ. અમને ટ્રમ્પ પાસેથી આશા છે કે તેઓ ગાઝામાં યુદ્ધ રોકવામાં અને બંધકોને પાછા લાવવામાં મદદ કરશે.” “મને નેતન્યાહુ પર ભરોસો નથી. મને ફક્ત ઇઝરાયલી સેના પર ભરોસો છે. જો નેતન્યાહુ ઈરાનને હરાવવાની વાત કરે છે, તો ગાઝામાં હજુ સુધી યુદ્ધ શા માટે ચાલી રહ્યું છે?” અમે શેરોનને પૂછ્યું કે તમે ઇઝરાયલની સરકારને કેમ પસંદ નથી કરતા? તે કહે છે, “આ સરકાર ખૂબ જ કટ્ટરવાદી છે. તેના વિચારો રૂઢિચુસ્ત છે. મને લાગે છે કે યુદ્ધવિરામનો સોદો ટેબલ પર છે, તેના પર વિચાર કરીને યુદ્ધ રોકવું જોઈએ અને બંધકોની વાપસી કરાવવી જોઈએ.” ગાઝામાં ઇઝરાયલના 900 સૈનિકોના મોત
પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં યુવાનો પણ સામેલ છે. ઇઝરાયેલમાં યુવાનો માટે લશ્કરી તાલીમ લેવી ફરજિયાત છે. છોકરાઓએ 3 વર્ષ અને છોકરીઓએ 2 વર્ષ સેનામાં સેવા આપવી પડે છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF)માં સામેલ યુવાનો ગાઝામાં પણ લડી રહ્યા છે. IDFના લગભગ 900 જવાનો ગાઝામાં જીવ ગુમાવી ચૂક્યા છે. 24 જૂનના રોજ જ દક્ષિણ ગાઝાના ખાન યુનુસમાં ઓપરેશન દરમિયાન 7 ઇઝરાયેલી જવાનોના મોત થયા હતા. એક તરફ બંધકોનો કોઈ સુરાગ મળી રહ્યો નથી, તો બીજી તરફ ઇઝરાયલી સેના ગાઝામાં મુશ્કેલીઓમાં છે. આ કારણે સરકાર પર દબાણ વધી રહ્યું છે. ઇઝરાયલી સેનામાં સેવા આપીને પાછા ફરેલા ટોવિયસ પણ પ્રદર્શનમાં સામેલ છે. ટોવિયસની ટી-શર્ટ પર હિબ્રૂમાં લખેલું છે – ‘મગઝરીમ ઓટાઈવા અક્શા’ એટલે ‘તેમને ઘરે પાછા લાવો – હમણાં.’ તેમાં ‘હમણાં’ પર વધુ ભાર છે. ટોવિયસ કહે છે, “ઇઝરાયલીઓની ખાસિયત એ છે કે અમે અમારા ફસાયેલા લોકોને પાછા લાવીએ જ છીએ.” ગાઝામાં ઇઝરાયેલી સૈનિકોના મોત થઈ રહ્યા છે, હજુ ખબર નથી કે ઓપરેશન ક્યારે પૂરું થશે અને બંધકો ક્યારે પાછા આવશે. આ વિશે ટોવિયસ કહે છે, “ગાઝાનું યુદ્ધ સાચું છે. મને લાગે છે કે હવે બંધકોને પાછા લાવવા માટે યુદ્ધ બંધ કરવું જોઈએ. યુદ્ધ વિનાશ લાવે છે. તેમાં ઘણા લોકોના મોત થઈ રહ્યા છે, પરંતુ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.” “જો તમારી સામે એવા આતંકવાદીઓ હોય જે યુદ્ધ ઇચ્છે, નિર્દોષ લોકોને માનવ ઢાલ બનાવે, હોસ્પિટલમાં લશ્કરી અડ્ડા બનાવે, અને હજુ પણ લડવા માગે, તો યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.” 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *