અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટનારા ગુજરાતી ફિલ્મ મેકર મહેશ જીરાવાલાના CCTV ફૂટેજ દિવ્ય ભાસ્કરને હાથ લાગ્યા છે. આ દુર્ઘટનાને 20 દિવસો વિતી ગયા છે ત્યારે દુર્ઘટના પાછળનું કારણ શું? પ્લેન ક્રેશ થઇને નીચે પડ્યું ત્યારે ત્યાં હાજર લોકોમાંથી ઘણાના મોત થયા હતા તેમાંથી કોની લાશ ક્યાં પડી હતી? આવા ઘણા સવાલો હજુય અનુત્તર જ છે. આ દુર્ઘટનામાં ફક્ત પ્લેનના મુસાફરો જ નહીં પરંતુ ક્રેશ સાઇટ પાસેથી પસાર થતાં લોકો અને ત્યાં હાજર રહેલા લોકો પણ ભોગ બન્યા હતા. આમાં સૌથી ચર્ચિત નામ હતું ગુજરાતી ફિલ્મ મેકર મહેશ જીરાવાલાનું. જીરાવાલાનો પરિવાર તો માનવા તૈયાર જ નહોતો કે મહેશનું આ દુર્ઘટનામાં મોત થયું છે. તેના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પછી પોલીસે CCTV અને એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર જેવા બીજા પુરાવા બતાવ્યા ત્યારે પરિવારે તેનો મૃતદેહ સ્વીકાર્યો હતો. ફક્ત મહેશ જીરાવાલા જ નહીં પણ અર્શદીપસિંહ બગ્ગા નામનો એક બાઇક સવાર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. જે પ્લેન ક્રેશના કારણે થયેલા બ્લાસ્ટથી ફંગોળાઇને ICMRની દીવાલ તોડીને ત્યાં પડ્યો હતો. મહેશ જીરાવાલા 1:35 વાગ્યે જતાં દેખાયા
દિવ્ય ભાસ્કરને મહેશ જીરાવાલાના એક્સક્લૂસિવ CCTV ફૂટેજ મળ્યા છે. જે ઘટનાસ્થળથી 950 મીટર દૂરના છે. આ ફૂટેજમાં મહેશ જીરાવાલા જતાં દેખાય છે. 12 જૂનના CCTV ફૂટેજમાં બપોરે 1:35 વાગ્યે ઘોડા કેમ્પ રોડ પર આવેલા કલાસાગર એપાર્ટમેન્ટ પાસેથી મહેશ જીરાવાલા સફેદ કલરના એક્ટિવા પર પસાર થયા હતા. તે ઘોડા કેમ્પ તરફ જઇ રહ્યા હતા. દિવ્ય ભાસ્કરની ટીમ કલાસાગર એપાર્ટમેન્ટ પર પહોંચી હતી અને જે CCTV ફૂટેજમાં મહેશ જીરાવાલા દેખાયા હતા તે ક્યાં લાગેલા છે, ત્યાંથી કયો રસ્તો કઇ તરફ જાય છે તે જાણ્યું હતું. અગાઉ મહેશના એક્ટિવાનો ફોટો વાઇરલ થયો હતો. તે ખોટો હોવાનું સામે આવ્યું છે. મહેશનું એક્ટિવા હાલમાં પણ એ દિવસે રસ્તો કરવા માટે સાઇડમાં હટાવી દેવાયેલા કાટમાળ નીચે દબાયેલું પડ્યું છે. પોલીસે જીરાવાલાના પરિવારને મહેશનું મોત થયું છે તે વાત ગળે ઉતારવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. 15 પોલીસકર્મીઓની ટીમ કામે લાગી
પોલીસે જ્યારે મહેશની શોધખોળ શરૂ કરી ત્યારે પહેલાં તો 14 જૂને DNA પરથી ફલિત થયું હતું કે તેનું મોત થયું છે પરંતુ પરિવારે પોલીસને તેના એક્ટિવા અંગે સવાલ પૂછ્યો હતો. 19 જૂને મેઘાણીનગરના ડી સ્ટાફના પીએસઆઇ ચાવડાને મહેશ જીરાવાલાના એક્ટિવાને શોધી કાઢવાની જવાબદારી સોંપાઇ હતી. પીએસઆઇ ચાવડાએ 15 લોકોની ટીમને આની પાછળ કામે લગાવી દીધી હતી. કાટમાળમાંથી એક્ટિવા મળ્યું
આ ટીમે ક્રેશ સાઇટની આસપાસ રહેલા ભંગારમાં એક્ટિવાની શોધખોળ કરી હતી પરંતુ ત્યારે તે મળ્યું નહોતું. પોલીસની ટીમે કન્ટ્રોલ રૂમમાં મેસેજ કરીને મહેશ જીરાવાલાના એક્ટિવાનો નંબર આપ્યો હતો અને કોઇએ પણ તે વાહન ટો કર્યું હોય તો તે જણાવવા કહ્યું હતું. દરેક તરફથી જવાબ નકારમાં જ આવ્યો હતો. પોલીસે એસિડથી એન્જિન અને ચેસિસ નંબર સાફ કર્યા
આના પછી પીએસઆઇ ચાવડાએ ફરી એક વખત ટીમને સાથે રાખી ક્રેશ સાઇટ પર તપાસ કરી હતી. લગભગ 10 થી વધુ વાહનો તપાસ્યા. છેવટે અતુલ્યમ કેમ્પસના ગેટ પાસે પ્લેનનો કાટમાળ અને બીજો ભંગાર પડ્યો હતો. એ ભંગારમાં દબાયેલું એક્ટિવા મળી આવું હતું. એક્ટિવા ICMRની સામે આવેલા અતુલ્યમની બહારની તરફ મળી આવ્યું હતું. જે ગેટથી આશરે 50 ફૂટ દૂર છે. એક્ટિવા મળતા પોલીસે તરત જ એસિડ મંગાવીને તેનાથી એન્જિન અને ચેસિસ નંબર સાફ કર્યા હતા. આ નંબર મહેશ જીરાવાલાના એક્ટિવાના જ હોવાનું સાબિત થતાં પોલીસની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. જે જગ્યાએ એક્ટિવાનો કાટમાળ મળી આવ્યો ત્યાંથી એક રસ્તો પાછળ તરફ જતો હતો. સ્થાનિક લોકો આ રસ્તાથી પરિચિત હોવાથી ત્યાંથી અવરજવર કરતાં હતા. જોકે આ રસ્તો આગળ જતાં ફક્ત ટુ વ્હીલર પૂરતો જ સીમિત હતો. જીરાવાલાના મૃતદેહને 6 નંબર અપાયો હતો
મહેશ જીરાવાલાના મૃતદેહને 6 નંબર આપવામાં આવ્યો હતો કેમ કે પ્લેન ક્રેશના દિવસે રેસ્ક્યૂ ટીમે ક્રેશ સાઇટ બહારથી ઘાયલો અને લાશો ઉપાડવાનું શરૂ કર્યું હતું. એટલે તર્ક એવો છે કે શરૂઆતનો નંબર છે અને એક્ટિવા બહાર છે એટલે મહેશ જીરાવાલા ત્યાં રોડ પરથી પસાર થઇ રહ્યા હશે એ વખતે ભોગ બન્યા હતા. અર્શદીપસિંહ બાઇક સાથે દીવાલ તોડીને કમ્પાઉન્ડમાં પડ્યો
પ્લેન ક્રેશના બીજા દિવસે એક યુવાન અર્શદીપસિંહ બગ્ગા ગુમ થવાની ફરિયાદ નોંધાઇ હતી. અર્શદીપસિંહ પણ એ જ ત્રણ રસ્તાથી પસાર થતો હતો ત્યારે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી બધી હતી કે અર્શદીપસિંહ બાઇકની સાથે જ ICMRની દીવાલ તોડીને તેના કમ્પાઉન્ડમાં પડ્યો હતો. જ્યાં તેનો સળગેલો મૃતદેહ અને સળગેલી બાઇક મળી આવી હતી. કુબેરનગરના ચાવડા દંપતીનો કેસ
કુબેરનગરમાં રહેતા ચેતનાબા પોતાના પતિ રણવીરસિંહ ચાવડા સાથે 12મી જૂને IGP કમ્પાઉન્ડમાં પોતાના પુત્રનું આધાર કાર્ડ અપડેટ કરાવવા ગયા હતા. ચાવડા દંપતી જ્યારે અતુલ્યમ સામેથી પસાર થઇ રહ્યું હતું ત્યારે જ પ્લેન ક્રેશ થતાં આ દંપતી મોતને ભેટ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પ્લેનની વિંગ પાસેથી તેમની લાશ મળી હતી. આ તો એવા લોકોના કિસ્સા હતા જે ત્યાંથી પસાર થઇ રહ્યા હતા પરંતુ અમુક એવા લોકો પણ છે જે ક્રેશ સાઇટ પાસે જ હાજર હતા અને જીવ ગુમાવ્યો. IGP ગેટની બહાર ચાની કિટલી હતી
IGP કમ્પાઉન્ડમાં જે-તે સમયે ઘણા ઝૂંપડાં હતા. જેમાં મૃતક કિશોર આકાશ પટણીના પરિવારના જ આશરે 40 લોકો રહેતા હતા. 7 મેના દિવસે જ આ જગ્યાએ દબાણ ખાતાએ ઝૂંપડાં હટાવીને દબાણ દૂર કર્યું હતું એટલે આકાશના પરિવારજનોએ ત્યાંથી રહેઠાણ બદલી નાખ્યું હતું પણ તેની ચાની કિટલી IGPના ગેટની બહાર જ હતી. હવે આ દૃશ્ય જુઓ…. માતાએ કહ્યું બેટા આગ લાગી પણ આકાશ ભાગી ન શક્યો
પ્લેન ક્રેશના દિવસે આકાશ સામે આવેલી ICMRની દીવાલ પાસે સૂતો હતો. આગ લાગી ત્યારે તેના માતા સીતાબેને તેને “બેટા, આગ લાગી છે” એવું કહીને જગાડ્યો હતો. પરંતુ જાગી ગયેલો આકાશ ત્યાંથી ભાગે એ પહેલાં જ આગની ઝપટમાં આવી ગયો હતો. આ ઘટનાના વીડિયો પણ વાઇરલ થયો હતો. જેમાં રિક્ષા, કાર અને સીતાબેન સહિતના લોકો દેખાતા હતા. ડાબીતરફ ખૂણામાં દેખાતી રિક્ષાની આગળ જ આકાશ સૂતો હતો. આ વીડિયોમાં જે વૃદ્ધ દંપતી દેખાય છે તે આકાશના દાદા-દાદી છે. જેનું નામ બાબુભાઇ અને બબીબેન છે. દિવ્ય ભાસ્કરે આકાશના પિતા સુરેશભાઇ પટણીને મળીને એ દિવસનો ઘટનાક્રમ જાણ્યો હતો. સુરેશભાઇએ જે વર્ણવ્યું તે વાંચો તેમના જ શબ્દોમાં. આકાશ ટિફિન દેવા કિટલી પર ગયો હતો
‘મારા પરિવારમાં 2 પુત્ર અને 3 પુત્રીઓ છે. આકાશ સૌથી નાનો હતો. તેની ઉંમર 15 વર્ષ હતી અને તે ભણતો હતો. 12 જૂને આકાશ ઘરે હતો અને તેની મમ્મી (સીતાબેન) ચાની કીટલી પર હતી. બપોરે મેં તેને કહ્યું કે તું તારા મમ્મીને ટિફિન આપીને આવ, હું એક ભાડું મૂકીને આવું છું. આના પછી આકાશ ટિફિન લઇને તેના મમ્મી પાસે ગયો હતો. ટિફિન આવી જતાં તેની મમ્મી જમવા બેઠી હતી અને આકાશ સામે ખાટલા પર બેઠો હતો.’ આકાશને ભાગવાનો મોકો ન મળ્યો
‘હું રિક્ષા લઇને શાહીબાગ જ ગયો હતો, પેસેન્જરને ઉતારીને તરત જ ત્યાં પહોંચ્યો અને જોયું તો ત્યાં વિસ્ફોટ થયેલો હતો. મારી પત્ની આકાશને બચાવવા ગઇ હતી ત્યારે આગનો ગોળો તેની ઉપર પડ્યો. જેથી તે દાઝી ગઇ એટલે તેની હિંમત આગળ ચાલી નહીં. એ ભાગતી ભાગતી આગળ ગઇ.’ ‘મેં કિટલી પર જોયું પણ કોઇ દેખાયું નહીં. એટલામાં જ મારા ભત્રીજાનો ફોન આવ્યો. તેણે મને પૂછ્યું કે કાકા તમે કયા છો? મેં કહ્યું હું અહીંયા જ છું. તારી કાકી અને ગડુ (આકાશ) ક્યાં છે? મારા ભત્રીજાએ મને કહ્યું કે આકાશની ખબર નથી પણ કાકીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા છે. મેં પૂછ્યું કેમ શું થયું? તો તેણે મને સિવિલ હોસ્પિટલ આવવાનું કહ્યું હતું.’ ‘આના પછી હું સિવિલમાં ટ્રોમા સેન્ટર ગયો. મારો ભત્રીજો ત્યાં જ હતો. થોડી જ વારમાં આકાશની લાશને ટ્રોમા સેન્ટર લવાઇ. મેં મારા ભત્રીજાને પૂછ્યું કે આકાશ ક્યાં છે? તો જવાબ મળ્યો કે એને પોસ્ટ મોર્ટમમાં લઇ ગયા છે. એ સાંભળીને જ હું તો ચોંકી ગયો. પોસ્ટ મોર્ટમમાં ક્યારે લઇ જાય? માણસની ડેથ થઇ ગઇ હોય ત્યારે જ લઇ જાય ને.’ છઠ્ઠા દિવસે આકાશની લાશ સોંપી
‘હું મારી પત્ની પાસે ICUમાં પહોંચ્યો, તેની ટ્રીટમેન્ટ ચાલુ જ હતી પછી મને થયું કે છોકરા પાસે જઇ આવવા દો. ત્યાં બધા રોતા હતા. મેં કહ્યું, મારો છોકરો ક્યાં છે? એટલે મને જવાબ મળ્યો કે અંદર લઇ ગયા છે. ત્યાં જ મને ખબર પડી ગઇ કે મારો આકાશ ઓફ થઇ ગયો છે. આના પછી હું ફરીથી મારી પત્ની પાસે ગયો ત્યારે તેણે મને પૂછ્યું હતું કે આકાશ ક્યાં છે? મેં મારી પત્નીને કહ્યું કે તેને પણ અહીં સિવિલમાં લાવ્યા છે, તું ટેન્શન ન લે.’ ‘5 દિવસ સુધી હું સિવિલમાં જ રહ્યો, છઠ્ઠા દિવસે મને આકાશની લાશ આપી હતી. ’ હવે વાત જીવીબેન પટણીની.
જીવીબેન પટણીનું IGP કમ્પાઉન્ડમાં ઝૂંપડું હતું પણ દબાણ હટાવાયા બાદ તેમણે ICMR અને અતુલ્યમની સામે આવેલા ખૂણે કાચું છાપરું કર્યું હતું. તેઓ પરિવાર સાથે તેમાં રહેતા હતા. પ્લેન ક્રેશ થયું ત્યારે જીવીબેન ઘરમાં જમવાનું બનાવી રહ્યા હતા. તેઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં 2 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું. જીવીબેન જમવાનું બનાવતા હતા
જીવીબેનના પુત્ર મુકેશ પટણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું મારો આખો પરિવાર IGP કમ્પાઉન્ડમાં રહેતો હતો. મહિનો કે 15 દિવસ પહેલાં જ દબાણ હટાવવામાં આવ્યું હતું. બધાં મકાનો પાડી નાખ્યા હતા. અમે બધા કાચા છાપરાંમાં રહેતા હતા. એ દિવસે હું ઓટો રિક્ષા ચલાવવા નીકળી ગયો હતો અને મારા બાળકો અભ્યાસ માટે ગયા હતા. મારા મોટાભાઇ અને બાકીના લોકો પણ કામ ધંધા પર ગયા હતા. મારા મમ્મી (જીવીબેન) ઘરે જ હતા અને જમવાનું બનાવી રહ્યા હતા. 5 શ્વાન બળીને ભડથું થઇ ગયા
‘મારા મમ્મી પક્ષીઓને ખવડાવતા. કોઇ પૈસાદાર વ્યક્તિ અનાજ પાણી આપી જાય તો જનાવરને નાખતા. શ્વાનને પણ ખવડાવતા. પ્લેન ક્રેશના કારણે પાંચેક શ્વાન પણ મરી ગયા.’ ‘અમને હજુ ટાટા કે સરકાર તરફથી કોઇ સહાય નથી મળી. અમે તાજ હોટલમાં ગયા હતા, ફાઇલ જમા કરાવી દીધી છે.પાંચેક દિવસમાં 25 લાખની સહાય મળી જશે એવું કહ્યું હતું પરંતુ એને પણ 15 દિવસ થવા આવ્યા છતાં હજું કંઇ નથી મળ્યું.’ હવે રાજેન્દ્ર પાટણકર વિશે વાંચો
રાજેન્દ્ર પાટણકર સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. વિમાન તૂટી પડતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં 18મી જૂને તેમનું અવસાન થયું હતું. તેઓ મેઘાણીનગરના અંબિકાનગર-1માં રહેતા હતા. હવે એ સમજો કે IGP કમ્પાઉન્ડ શું છે અને તેનું નામ કેવી રીતે પડ્યું?
ગુજરાત પોલીસની વેબસાઇટ પરથી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રથી અલગ થઇને ગુજરાત નવું રાજ્ય બન્યું ત્યારે ગુજરાત પોલીસ નવી રૂપરેખા સાથે કાર્યરત થઇ હતી. જેના વડા તરીકે IGP કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. એક સ્થાનિક રહીશે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અહીંયા વર્ષો પહેલા ગુજરાતનાં આઇજી બેસતા હતા. તેના કારણે આ જગ્યાને IGP કમ્પાઉન્ડ કહેવાતી હતી. એ પછી સમયાંતરે ત્યાં અન્ય બિલ્ડિંગ બનતી ગઇ. 2001માં મેટ્રોપોલિટન કોર્ટ બની હતી જે 2005 સુધી ચાલુ હતી. ત્યારબાદ ઘી કાંટા ખાતે બહુમાળી કોર્ટ બનતા ત્યાં શિફ્ટ થઇ હતી. તેમ છતાં વીસેક જેટલા નોટરી અહીંયા જ રહ્યા હતા. તેમનું કામ આ જગ્યાથી જ ચાલતું હતું. પ્લેન ક્રેશ થયું ત્યાં સુધી આ નોટરી અહીં બેસતા હતા. કોર્ટ ઘી કાંટા લઇ જવાયા બાદ આ બે માળની બિલ્ડિંગમાં એમ્પ્લોયમેન્ટ, ફૂડ્સ એન્ડ ડ્રગ્સ, અસારવા તલાટી અને સિંચાઇ જેવી અન્ય સરકારી ઓફિસો આવેલી હતી. સમયાંતરે આ વિભાગો પણ નવી ઓફિસોમાં શિફ્ટ થઇ જતાં આ મકાન ખાલી પડ્યું હતું. થોડા સમય પહેલા એ તોડીને ત્યાં અતુલ્યમ હોસ્ટેલ બનાવવામાં આવી હતી.