P24 News Gujarat

ભાસ્કર એક્સક્લુઝિવ:છેતરપિંડીનો નવો કીમિયો: ‘દેશમાં ક્યાંય પણ કાર બગડે તો ફ્રીમાં રિપેર કરીશું’ કહી ગઠિયા 3500માં કાર્ડ વેચે છે

કાર ખરીદતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા માટે ગઠિયાઓએ નવો કીમિયો અજમાવ્યો છે, જેમાં કારની ખરીદી કરનારા ગ્રાહકોને 15 દિવસમાં આરએસએ (રોડ સાઇડ આસિસ્ટન્સ) કાર્ડની સેવા આપવાના બહાને ગઠિયા ઘરે પહોંચી જાય છે, જેમાં માત્ર રૂ. 3500માં આ કાર્ડ લેનારા ગ્રાહકને 15 વર્ષ સુધી દેશમાં કોઈ પણ જગ્યાએ કાર બગડે તો રિપેર કરી આપવાની સ્કીમ આપે છે, પણ એક વખત કાર્ડ લીધા પછી કોઈ ફોન ઉપાડતંુ જ નથી. શાહીબાગના વેપારીએ વર્ષ પહેલા નવી કાર ખરીદી હતી. કાર ખરીદ્યાના 15 દિવસમાં તેમને ફોન આવ્યો હતો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખાણ આરએસએમાંથી બોલતો હોવાની આપી કહ્યું હતું કે, તમે જે કંપનીમાંથી કાર ખરીદી છે. તે કંપની તમને એક સ્કીમ આપી રહી છે, જેમાં રૂ.3500માં આરએસએનું કાર્ડ લેવાથી 15 વર્ષમાં દેશના કોઈ પણ ખૂણામાં તમારી ગાડી બંધ પડશે કે બગડશે તો અમે રિપેર કરી આપીશું. કંપની તરફથી આ સ્કીમ હોવાનું કહેતા વેપારી વિશ્વાસમાં આવી ગયા હતા અને તેમણે એક્ઝિક્યુટિવને ઘરે બોલાવી લીધો હતો. ઘરે આવીને તે કાર્ડ આપીને રૂ.3500 લઈ ગયો હતો. લગભગ 6 મહિના પછી તેમની કાર બંધ પડતા તેણે આરએસએ કાર્ડ પર લખેલા નંબર પર ફોન કર્યા હતા, પરંતુ કોઈએ ફોન ઉપાડયા નહિ. આથી તેમણે જ્યાંથી કાર ખરીદી હતી તે કંપનીના શોરૂમ પર ફોન કરીને કહ્યું કે, તમારી આરએસએ સેવાના કાર્ડ પર જે નંબર લખેલા છે તે કોઈ ઉપાડતું જ નથી. આથી તેમને કંપની તરફથી જણાવાયું હતું કે, કંપની આરએસએ સેવા જેવું કોઈ કાર્ડ આપતી જ નથી. આ કોઈ ફ્રોડ લાગે છે. એક મહિના પહેલા વેપારીએ બીજી નવી કાર ખરીદી હતી. જોકે તે કાર લઈને ઘરે આવ્યા તેના 15 જ દિવસમાં આરએસએમાંથી તેમના પર ફોન આવ્યો હતો અને અગાઉ જેમ વાત કરી હતી તે જ રીતે કાર્ડ લેવાની વાત કરી હતી. વેપારીએ જૂના કાર્ડના નંબર પર કોઈ ફોન ઉપાડતું ન હોવાનું કહ્યું હતું, જેથી એક્ઝિક્યુટિવે કહ્યું કે તમારું કાર્ડ એક્ટિવ થયું નથી. બેંક ડિટેલ આપો પૈસા પાછા આપી દઈએ, પરંતુ વેપારીએ છેતરપિંડીની શંકાએ કોઈ વિગત આપી ન હતી. આમ કાર ખરીદનારાના ડેટા લીક થતા હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી. સારી સર્વિસ હશે તેવું વિચારીને વેપારીએ 15થી 20 મિત્રોને પણ કાર્ડ લેવડાવ્યું હતું
ભોગ બનનાર વેપારીએ જણાવ્યું કે કંપનીની સર્વિસ સારી હશે તેવું માનીને મેં 15થી 20 મિત્રોને આ આરએસએ કાર્ડ લેવા માટે રેફન્સ આપ્યો હતો. તે મિત્રોમાંથી ઘણા બધાએ કાર્ડ લીધું છે. જોકે આ સિવાય પણ આ ગઠિયાઓએ ઘણા બધા લોકોને આ જ રીતે કાર્ડ પધરાવીને પૈસા પડાવ્યા હોવાની શંકા નકારી નથી. રકમ નાની હોવાથી કોઈ ફરિયાદ કરતું નથી, પરંતુ કાર્ડના નામે મોટું કૌભાંડ હોવાની શંકા
વેપારીનું કહેવું છે કે, આ ગઠિયાઓ માત્ર રૂ.3500માં જ કાર્ડ આપે છે. જોકે નવી ગાડી હોવાથી શરૂઆતમાં તો ગાડીને કશું થતું નહીં હોવાથી સેવાની જરૂર પડતી નથી, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તેમાં આપેલા નંબર બંધ આવે છે. જોકે ગઠિયાઓ માત્ર રૂ.3500 લેતા હોવાથી રકમ નાની હોવાથી કોઈ પોલીસ ફરિયાદ પણ કરતું નથી.

​કાર ખરીદતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા માટે ગઠિયાઓએ નવો કીમિયો અજમાવ્યો છે, જેમાં કારની ખરીદી કરનારા ગ્રાહકોને 15 દિવસમાં આરએસએ (રોડ સાઇડ આસિસ્ટન્સ) કાર્ડની સેવા આપવાના બહાને ગઠિયા ઘરે પહોંચી જાય છે, જેમાં માત્ર રૂ. 3500માં આ કાર્ડ લેનારા ગ્રાહકને 15 વર્ષ સુધી દેશમાં કોઈ પણ જગ્યાએ કાર બગડે તો રિપેર કરી આપવાની સ્કીમ આપે છે, પણ એક વખત કાર્ડ લીધા પછી કોઈ ફોન ઉપાડતંુ જ નથી. શાહીબાગના વેપારીએ વર્ષ પહેલા નવી કાર ખરીદી હતી. કાર ખરીદ્યાના 15 દિવસમાં તેમને ફોન આવ્યો હતો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખાણ આરએસએમાંથી બોલતો હોવાની આપી કહ્યું હતું કે, તમે જે કંપનીમાંથી કાર ખરીદી છે. તે કંપની તમને એક સ્કીમ આપી રહી છે, જેમાં રૂ.3500માં આરએસએનું કાર્ડ લેવાથી 15 વર્ષમાં દેશના કોઈ પણ ખૂણામાં તમારી ગાડી બંધ પડશે કે બગડશે તો અમે રિપેર કરી આપીશું. કંપની તરફથી આ સ્કીમ હોવાનું કહેતા વેપારી વિશ્વાસમાં આવી ગયા હતા અને તેમણે એક્ઝિક્યુટિવને ઘરે બોલાવી લીધો હતો. ઘરે આવીને તે કાર્ડ આપીને રૂ.3500 લઈ ગયો હતો. લગભગ 6 મહિના પછી તેમની કાર બંધ પડતા તેણે આરએસએ કાર્ડ પર લખેલા નંબર પર ફોન કર્યા હતા, પરંતુ કોઈએ ફોન ઉપાડયા નહિ. આથી તેમણે જ્યાંથી કાર ખરીદી હતી તે કંપનીના શોરૂમ પર ફોન કરીને કહ્યું કે, તમારી આરએસએ સેવાના કાર્ડ પર જે નંબર લખેલા છે તે કોઈ ઉપાડતું જ નથી. આથી તેમને કંપની તરફથી જણાવાયું હતું કે, કંપની આરએસએ સેવા જેવું કોઈ કાર્ડ આપતી જ નથી. આ કોઈ ફ્રોડ લાગે છે. એક મહિના પહેલા વેપારીએ બીજી નવી કાર ખરીદી હતી. જોકે તે કાર લઈને ઘરે આવ્યા તેના 15 જ દિવસમાં આરએસએમાંથી તેમના પર ફોન આવ્યો હતો અને અગાઉ જેમ વાત કરી હતી તે જ રીતે કાર્ડ લેવાની વાત કરી હતી. વેપારીએ જૂના કાર્ડના નંબર પર કોઈ ફોન ઉપાડતું ન હોવાનું કહ્યું હતું, જેથી એક્ઝિક્યુટિવે કહ્યું કે તમારું કાર્ડ એક્ટિવ થયું નથી. બેંક ડિટેલ આપો પૈસા પાછા આપી દઈએ, પરંતુ વેપારીએ છેતરપિંડીની શંકાએ કોઈ વિગત આપી ન હતી. આમ કાર ખરીદનારાના ડેટા લીક થતા હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી. સારી સર્વિસ હશે તેવું વિચારીને વેપારીએ 15થી 20 મિત્રોને પણ કાર્ડ લેવડાવ્યું હતું
ભોગ બનનાર વેપારીએ જણાવ્યું કે કંપનીની સર્વિસ સારી હશે તેવું માનીને મેં 15થી 20 મિત્રોને આ આરએસએ કાર્ડ લેવા માટે રેફન્સ આપ્યો હતો. તે મિત્રોમાંથી ઘણા બધાએ કાર્ડ લીધું છે. જોકે આ સિવાય પણ આ ગઠિયાઓએ ઘણા બધા લોકોને આ જ રીતે કાર્ડ પધરાવીને પૈસા પડાવ્યા હોવાની શંકા નકારી નથી. રકમ નાની હોવાથી કોઈ ફરિયાદ કરતું નથી, પરંતુ કાર્ડના નામે મોટું કૌભાંડ હોવાની શંકા
વેપારીનું કહેવું છે કે, આ ગઠિયાઓ માત્ર રૂ.3500માં જ કાર્ડ આપે છે. જોકે નવી ગાડી હોવાથી શરૂઆતમાં તો ગાડીને કશું થતું નહીં હોવાથી સેવાની જરૂર પડતી નથી, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તેમાં આપેલા નંબર બંધ આવે છે. જોકે ગઠિયાઓ માત્ર રૂ.3500 લેતા હોવાથી રકમ નાની હોવાથી કોઈ પોલીસ ફરિયાદ પણ કરતું નથી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *