P24 News Gujarat

વડગામમાં સાડા આઠ ઈંચ વરસાદ સાથે જળબંબાકાર:મહેસાણા સહિત ઉ. ગુજરાતના ચાર જિલ્લામાં રેડ એલર્ટ, સાબરકાંઠા-બનાસકાંઠામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા

ગત 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકદંરે તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે.ત્યારે વર્તમાન સ્થિતિને પગલે બનાસકાંઠા કલેક્ટરે પ્રાથમિક સ્કૂલોમાં બંધ રાખવાની જાહેરાત કરી છે. દરમિયાન હવામાન વિભાગે સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 162 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે, જેમાં વિજાપુરમાં 6.3 ઇંચ, પાલનપુરમાં 6.1 ઇંચ અને દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેમાં વલોદમાં 5.63 ઇંચ, ઉમરપાડામાં 5.31 ઇંચ અને સુબીરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠામાં પણ વરસાદી પારી વધી છે, જેમાં ખેડબ્રહ્મામાં 5 ઇંચ, વડાલીમાં 4.3 ઇંચ અને હિંમતનગરમાં 3.1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જૂન મહિનામાં 110 મિમીની જરૂરિયાત સામે 288 મિમી વરસાદ
સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે. રાજ્યના 5 ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ ગુજરાતમાં જુલાઇમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે. રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન

​ગત 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકદંરે તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે.ત્યારે વર્તમાન સ્થિતિને પગલે બનાસકાંઠા કલેક્ટરે પ્રાથમિક સ્કૂલોમાં બંધ રાખવાની જાહેરાત કરી છે. દરમિયાન હવામાન વિભાગે સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 162 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે, જેમાં વિજાપુરમાં 6.3 ઇંચ, પાલનપુરમાં 6.1 ઇંચ અને દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેમાં વલોદમાં 5.63 ઇંચ, ઉમરપાડામાં 5.31 ઇંચ અને સુબીરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠામાં પણ વરસાદી પારી વધી છે, જેમાં ખેડબ્રહ્મામાં 5 ઇંચ, વડાલીમાં 4.3 ઇંચ અને હિંમતનગરમાં 3.1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જૂન મહિનામાં 110 મિમીની જરૂરિયાત સામે 288 મિમી વરસાદ
સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે. રાજ્યના 5 ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ ગુજરાતમાં જુલાઇમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે. રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *