ગુજરાતી ફિલ્મ ‘ડેડા’ ચાર જુલાઈએ રિલીઝ થઈ રહી છે. બ્રિજરાજ એન્ટરટેઇનમેન્ટ તથા ટીએમ એન્ટરટેઇનમેન્ટે સાથે મળીને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ હેમા શુક્લાએ ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં લીડ રોલમાં ગૌરવ પાસવાલા, હેલી શાહ છે, જ્યારે અન્ય કલાકારોમાં અસરાની, હિતને તેજવાની, સોનાલી દેસાઈ, મેહુલ બુચ છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, અખિલના જીવનના ચઢાવ-ઉતાર જોવા મળે છે. અખિલની પત્ની ખુશી પ્રેગ્નન્ટ હોય છે અને હાઇ રિસ્ક ડિલિવરી હોય છે. આ સમયે તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ અને સારવાર માટે લાખો રૂપિયાની જરૂર પડે છે. અખિલ માટે હજાર રૂપિયા ભેગા કરવા પણ મુશ્કેલ છે, એવા સમયે તે લાખો રૂપિયા ભેગા કરીને પત્ની ને સંતાનને બચાવવા અથાગ પ્રયાસ કરે છે. ફિલ્મ ઇમોશનલ ને ફાઇનાન્સિયલ વચ્ચેની આંટીઘૂંટીની વાત કરી છે. અખિલ કેવી રીતે પત્ની ને બાળકને બચાવવા છે તે જોવું રસપ્રદ રહેશે. ગૌરવે અખિલનો રોલ પ્લે કર્યો છે અને તેની પત્ની બનતી હેલી શાહની ડિલિવરી હાઇ રિસ્ક પર હોય છે. અખિલ પત્નીને બચાવવા ભરપૂર પ્રયાસ કરે છે. ડિરેક્ટર હેમા શુક્લાએ આ પહેલા ટીવી સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈ’ તથા ગુજરાતી ફિલ્મ ‘વારસો’ તથા ‘કંકોત્રી’માં એસોસિયેટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. હેમા શુક્લાએ કહ્યું હતું, ‘આ ફિલ્મ ઘણો જ પર્સનલ પ્રોજેક્ટ છે. ફિલ્મમાં એક સામાન્ય વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરે છે તે બતાવવામાં આવ્યું છે.’ તો પ્રોડ્યુસર બ્રિજેશ નારોલાએ જણાવ્યું, ‘આ ફિલ્મ ઇમોશનલ રોલરકોસ્ટર રાઇડ જેવી છે. ફિલ્મ ઘણી જ સરળ છે, પરંતુ પાવરફૂલ છે.’ લીડ એક્ટર ગૌરવ પાસવાલના મતે, ‘આ ફિલ્મ કરવાનો ઘણો જ ગર્વ છે.’ હેલીએ આ ફિલ્મમાં ખુશીનો રોલ પ્લે કર્યો છે. તે કહે છે, ‘જ્યારે પરિવાર માટે કંઈક કરવાની વાત આવે ત્યારે એક પિતા તમામ મર્યાદા ઓળંગી જાય છે. આ ફિલ્મ તમામ પિતાને ટ્રિબ્યૂટ કરે છે.’